Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૬૨
શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ દ હો હોય છતાં તે ચોરેન્દ્રિય નહિ કહેવાય, પંચેન્દ્રિય જ કહેવાશે. અંધ તથા બધિર હોય તે શું તેને તેઈન્દ્રિય કહેશે? નહિ, પંચેન્દ્રિય જ કહે છે ને ! પંચેન્દ્રિય જાતિનું કર્મ બાંધેલું છે; ઉદયમાં તે કર્મ છે. પાંચે જાતિઓ માનવી જ પડે. જો તેમ ન માનીએ તે આંધળાને પંચેનિદ્રય કહેવાય નહિ, તેવી રીતે અંધ તથા બધિરને તે તે ઈન્દ્રિયના વિષયનું જ્ઞાન નથી; છતાં રચના છે તે જાતિ નામ કર્મને કારણે છે. જેની જાતિનાં પાંચ પ્રકાર છે, તેથી જ પ્રયત્ન પાંચ પ્રકારને છે, અને તેથી પ્રિયેગ-પુગલના પણ પ્રકાર પાંચ સમજવા.
નિર્માણનામકર્મ જાતિનામકમને ગુલામ છે.
નિર્માણ-નામકર્મ જાતિનામકર્મને ગુલામ છે. આ વાત દુનિયામાં પણ દેખાય છે, અને તે સિદ્ધ છે. એકલા શરીરવાળા એટલે કે બીજી ઈન્દ્રિય વગરના પણ જીવે છે, બે-ત્રણ અને ચાર ઈદ્રિએ ધરાવનારા છે પણ છે; અને પાંચે ઈન્દ્રિયવાળાં શરીર ધરાવનારા જીવે પણ છે. આ વિભાગ દુનિયાના જ્ઞાનના આધારે (દુનિયા જાણે છે તેથી) કે જ્ઞાનીના જ્ઞાનના આધારે?એ બે જ્ઞાનના આધારમાં ગમે તે રીતે મનાય, ફરક કર્યો, વાંધો શો? જ્ઞાનીના જ્ઞાનમાં અને દુનિયાના જ્ઞાનમાં મોટું અંતર રહેલું છે. આ વિભાગ, અને આ વાત જ્ઞાનીના જ્ઞાનથી કહેવામાં આવી છે. નિરૂપક ત્રિશલાનંદન શ્રી મહાવીર મડારાજા સ્વયમ્ કરે છે, અને શ્રોતા કેણ ? શ્રીગૌતમસ્વામીજી ભાષા વર્ગણાદિનાં પગલે આપણે સમજી શકીએ, પણ જોઈ શક્તા નથી. વ્યવહારમાં ઈન્દ્રિયને વિષય તે સ્થૂલને અંગે છે. પાંચ ઈનિચે આપણે જાણીએ છીએ તેથી પાંચ વિશે આપણી જાણમાં છે, પણ છ ઈન્દ્રિયવાળા જ હોય, અને છઠ્ઠો વિષય હોય તે , છે જ નહિ. કાલેમાં છઠ્ઠી ઈન્દ્રિય નથી, છઠ્ઠો વિષય નથી, એવું કેણ કહી શકે ? એવું કહેવાનું સામર્થ્ય કોનું? આપણને તે એરડાની દીવાલની પાછળની તે ગતાગમ નથી.! ઓરડામાં દીવો જાતે છે કે નહિ તેની તે ખબર નથી. છઠ્ઠો વિષય હોય તે ય આપણને શી ખબર પડે? છઠ્ઠો વિષય નથી એ વાત ચોક્કસ છે. જ્ઞાનીએ જ તે કહેલું છે. જ્ઞાનીએ પાંચ જ વિષય કહ્યા છે. કાલેકના સર્વ દ્રવ્યના, સર્વકાલના, સર્વ ભાવ જાણુવાને રામથ હોય તેને જ આ કહેવાને અધિકાર છે, કેમકે એ સામર્થ્ય એનામાં જ છે. જગતમાં છઠ્ઠો વિષય