Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
માને છે, છતાં જૈનેને સમ્યકૃત્વ, અને બીજાઓને મિથ્યાત્વ એ કયાંને ન્યાય? દરેક આસ્તિક જીવાદિની શ્રદ્ધા કરે છે. એવે વૈષ્ણવે જીવાદિને માને છે જ. જીવ (ચેતન), અજીવ (જડ), પુણ્ય, પાપ, આશ્રવ (કર્મનું આવવું) સંવર (કર્મનું રેકવું), નિર્જરા (કર્મનું તૂટવું કર્મને તેડવું) બંધ (કર્મ પગલેને બંધ), મેક્ષ (કર્મથી સદંતર આત્માએ છૂટવું), આ નવે તને નામાંતરે પણ દરેક મતવાળાઓ માને તે છે. આમાંનું કયું તત્વ અન્ય મતવાળા નથી માનતા? ભલે શબ્દભેદ હોય પર-બ્રહ્મજ્ઞાનમય-સ્વરૂપ-મોલ વગેરે નામોમાં ભેદ છે. પણ દરેક આસ્તિક દર્શનવાળાએ ન તત્ત્વને માનવા તે પડે જ છે. ત્યારે શું સમ્યક્ત્વને જેને એ ઈજા લીધે છે? જેઓ જ્ઞાનાવરણીયાદિ ન માને તેઓ તેને તેડવાનાં
પ્રયત્ન કરેજ ક્યાંથી? શબ્દ ભેદ માત્રથી સમ્યકત્વને વિભાગ હોય જ નહિ, છે જ નહિ. ભેદ સ્વરૂપમાં જ છે. ઈતરે ઈશ્વરને સ્વરૂપે તે શુદ્ધ માને છે, પણ જે કાંઈ જીવન ચેટિત પૂજનાદિ પ્રકારાદિ પ્રસિદ્ધ છે. ત્યાં લીલાને પડદે આગળ ધરવામાં આવ્યું છે. લીલા શબ્દથી લીલાને બચાવ થાય છે. જૈન દર્શનમાં તે સ્પષ્ટ છે કે,–“દોષ રહિતને લીલા નવિ ઘટેરે, લીલા દેષ વિલાસ' ઇતરે ત્યાગને શ્રેષ્ઠ કહે છે ખરા, ત્યાગને શ્રેષ્ઠ કહ્યા વિના ચાલે નહિં, પણ ત્યાગી થવું નથી, અને ત્યાગને યથા સ્વરૂપે આચરે પણ નથી, એટલે ત્યાં લીલાને પડદો ધરે છે. નામથી ઈતર ભલે નવે તને માને, પણ સ્વરૂપમાં ભેદ છે ત્યાંજ વધે છે. જૈન દર્શન જે જે વાસ્તવિક સ્વરૂપે નવ તત્ત્વને માને છે, તે સ્વરૂપે ઈતરેનું મન્તવ્ય નથી. “જીવ અનાદિકાલથી ચતન્ય સ્વરૂપ છે, કર્મને કર્તા કમને ભેટતા જીવ સ્વયમ છે, પ્રયનથી જીવ કમથી મુક્ત થઈ શકે છે. મેક્ષ મેળવી શકે છે-સિદ્ધ થઈ શકે છે;” જીવને અંગે જૈનેનું આ મન્તવ્ય છે. ઈતિરોનું મન્તવ્ય “કર્મ કરનારા જીવ ખરે, પણ જોગવનાર નહિ. અથવા ભેગવનાર ખરે પણ કરનાર નહિ, ઈશ્વરમાં મળી જવું ભળી જવું તે જ ક્ષ.” જૈને માને છે કે જીવ સ્વરૂપે કેવલજ્ઞાનમય છે, આવરણ વચ્ચે નડે છે. તે ખસેડાય તે તેને જ્ઞાન સાંપડે, કેવલજ્ઞાનાવરણીયાદિ કર્મની સંલના જૈનમાં છે. આવરણની