Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ છે થાઓ.” એ ભાવના શી રીતે સંગત થાય? ચારે ગતિ, પાંચે જાતિ નિયમિત હેય તે આખા જગતની મુક્તિની વાતમાં યુક્તિ કઈ? ”
પાપનાં ફલે ભેગવવાં તે પડવાનાં છતાં ધર્મની ભાવના કેવી હોવી જોઈએ? દુન્યવી દાખલ તપાસ. આપણા કુટુંબમાં કઈ મનુષ્ય માં પડે. આપણને પણ ભરૂસો નથી કે તે બચવા પામે, વૈદ્ય, ડોકટર કે હકીમે પણ ન બચવાનું જણાવી દીધું, છતાં પણ “એ મરે” એમ કદાપિ કુટુંબમાં કઈ ધારે?, ના. ધારણા તે “એ છે, કેઈ પણ પ્રકારે એ બ” એવી જ હોયને! સજનની ધારણા એવી ન જ હોય કે તે મરે. એ સંકલ્પ પણ હોય જ નહિં ? મરી ગયા પછી પણ શું ?, મૂઓ ન મૂઓ થતું નથી. છતાંય મરી ગયા પછી પણ સ્નેહીઓ “ખેટું થયું” એમ બોલે છે. સારું થયું એમ બોલાય ?, સમસ્ત સંબંધીઓ, કુટુંબીઓ મરેલે પાછા નથી આવવાને એવું જાણવા છતાંય નારાજજ, ઉદાસજ હોય છે. આજ રીતિએ એ ખરું કે જગતને કઈ પણ કાલ પાપનાં ફલ વગરને નથી એ ખરું, છતાં પણ હિતબુદ્ધિવાળે આત્મા તે એ જ ચિંતવન કરે, કે જગતના જ પાપ ન કરે, જેથી પાપ થઈ ગયાં હોય તેઓ પણ દુઃખી ન થાઓ, અને બધા જ છે મુક્તિ મેળવે. શરૂઆતમાં સમ્યક્ત્વની આ પ્રથમ ભૂમિકા છે. મિથ્યાત્વી કહેવાયું કેઈને ગમતું નથી, પરંતુ સમ્યક્ત્વની ભૂમિકાએ આવવું તે જોઈએ ને! ફરી વિચારે કે, કેઈ પણ જીવ પાપ ન કરે, પાપના ફળે ભેગાવીને કઈ પણ જીવ દુઃખી ન થાઓ; સર્વ જીવે કર્મના પાશથી છૂટો; આ ભાવના તે મૈત્રી ભાવના !
સિદ્ધના જીવ કેમ પાપ કરતા નથી? શંકાકાર–શું જીવ તે પાપ કરે છે?, જીવને સ્વભાવ પાપ કરવાને હોય તે સિદ્ધના જીવ પાપ કેમ કરતા નથી?”
સિદ્ધના છએ પિતાને વળગેલાં પુદ્ગલો તમામ ખંખેરી નાંખ્યા છે, એટલે હવે ત્યાં પુદ્ગલ વળગે ક્યાંથી ?, તેઓને પાપ કરવાનું, યુદંગલ લેવાનું, મૂકવાનું રહ્યું જ નથી. જેમને પુદ્ગલે વળગેલાં છે, અર્થાત જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય આદિ કર્મનાં પગલેથી જે વ્યાસ છે, લિપ્ત છે, અને જેમણે કર્મોને પશમ, કે ક્ષય નથી કર્યો તેમને