Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
પ્રવચન ૧૯ મું
છે માટે તે જૈનશાસનની વિમાનતા છે, સાર્થકતા છે. જો કર્મ ન હોય, કમને બંધ ન હોય, તેનાં કારણે ન હોય તે આ રોક, સંવર આદર, નિર્જરી કરવી એ ક્યાં રહ્યાં? મે એટલે? સર્વથા કર્મને નાશ થવે તે મોક્ષ છે. જે કમજ ન હય, કર્મવર્ગ જ ન હેય તે નાશ હેય જ કેને? કર્મવગણાને ન માનવામાં આવે તે આશા, સંવર, બંધ, નિર્જરા, મોક્ષની પ્રરૂપણાજ ઊડી જવાની. કર્મવર્ગણ ચોક રાજકમાં છે. સિદ્ધો છે ત્યાં પણ કર્મવર્ગણુ છે, પણ કર્મવર્ગણામાં તેને વળગવાની તાકાત નથી. જેમ પગમાં કાંટો એકદમ પોતાની મેળે પસી શકતે નથી, તેમ આત્માના પ્રદેશને આપે આપ વળગી જવાને કર્મ વર્ગણાને સ્વભાવ નથી.
કર્મવર્ગણા સુધીની સ્થિતિ કુદરત કરે છે. તે જીવ નથી કરતો. કર્મવર્ગણા અનુક્રમે વધતી વધતી સ્વાભાવિક થઈ. આત્મા તે ખેંચીને લે છે પછી તેમાં રસ ઉત્પન્ન કરે છે, શુભ, અશુભ રસ જીવ જ ઉત્પન્ન કરે છે. કષાયાદિને અંગે શુભ અશુભ રસ, લઘુ કે દીર્ઘ સ્થિતિ આદિને કર્તા જીવજ છે.
જીવ દરેક સમયે સાત આઠ કર્મો બાંધે છે. પ્રશ્ન થશે કે આ કેમ બનતું હશે ? અનુભવને દાખલે વિચારશે તે આ પણ આપે આપ સમજાશે. આહાર તે જ લે છે ને ! આહાર જઠરમાં ગયા પછી સાત, આઠ વિભાગે વહેંચાઈ જાય છે ને ! રસ, લેહી, માંસ, ચરબી, ચામડી, હાડકા, વીર્ય, તથા મલ; એમ સપ્તધાતુ તથા આઠમે મલ તરીકે એમ આઠ વિભાગે આડાર વહેંચાય છે ને ! તેવી રીતે આ આત્મા પણ કર્મ વર્ગણાનાં પુદ્ગલે ગ્રહણ કરે છે, પછી જેને જેને ઉદય હોય તે તે ભાગમાં કર્મો વહેંચાઈ જાય છે. ગુમડું થયું હોય તે ખોરાકમાંથી પરૂને ભાગ ત્યાં પણ પહોંચી જાય છે ને ! આયુષ્ય બંધાય ત્યારે, બંધાતા કર્મમાંથી આયુષ્ય કર્મને પણ ભાગ પડે છે. સાતે કર્મોના વિભાગ આત્માના પ્રયત્નને આધીન છે. જ્ઞાનાવરણીય આદિ જે કર્મો ક્ષીણ કર્યા હોય તેને વિભાગ ન પડે. જે કર્મ ઉદયમાં હોય તેજ બંધાય અને તેને ભાગ પડે. કર્મવર્ગણામાં રસ, સ્થિતિ, વિભાગ કરવા આ તમામ જીવના પ્રયત્નને આભારી. છે, આધીન છે. ભલે અનાગ પ્રયત્ન હય પણ આધીન જીવને વિચારન