Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ દેશવિરતિ એ ઉભય પ્રકારના ધર્મ શાસકારે સંવર માટે યાને કર્મ રોકવા માટે તાક્યા છે.
પ્રવચન ૧૯૬ મું. એક કડા કેડીની સ્થિતિ ટાળવા માટે આત્માને પ્રયત્ન કર પડે છે, પગ પરિણામને સમજે તે બધું સમજે
શ્રી તીર્થકર દેવે જ્યારે શાસન સ્થાપે છે, શ્રી તીર્થકર દેવના શાસનની જ્યારે સ્થાપના થાય છે ત્યારે તેઓ ત્રિપદી આપે છે, અને અલૌકિક બુદ્ધિના માલિક શ્રી ગણધર મહારાજાઓ, ભવ્યાત્માઓના હિતાર્થે દ્વાદશાંગીની રચવા કરે છે, શ્રીગણધર ભગવાને કરેલી દ્વાદશાંગીમાંનાં પંચમાંગ શ્રી ભગવતી સૂત્રના અષ્ટમ શતકના પહેલા ઉદ્દેશાને અધિકાર ચાલી રહ્યો છે. આઠમા શતકને દશ ઉદ્દેશા (દશ વિભાગ) માં વહેંચવામાં આવ્યું છે એ પ્રથમ જણાવાયું છે. વ્યાખ્યા કહે કે ટીકા કહે, તે શ્રીઅભયદેવસૂરિજી મહારાજાએ ભવ્યને બંધ કરવા માટે, ભવ્યના કલ્યાણ માટે આ વ્યાખ્યા કરી છે. પ્રથમ ઉદ્દેશામાં પુદ્ગલ પરિણામને અધિકાર છે. પુદ્ગલ પરિણામનું જ્ઞાન પ્રથમ જરૂરી. છે. એ જ્ઞાન વિના તે ઈતિરે અટવાય છે. પુદ્ગલેના પ્રકાર, સ્વભાવ પરિણત, પ્રગ-પરિણત, મિશ્ર–પરિણત વગેરેનું નિરૂપણ અત્યાર સુધી વિવિધ રીતે થઈ ગયું છે. જીવના પ્રયત્નથી પુદગલનું પરિણામાન્તર થાય છે. પુગલ સંબંધિની યથાર્થ સમજણમાં તે જૈનશાસનની જડ છે. જૈનશાસનમાં શું કહ્યું છે? આશ્રવ હેય (છાંડવા ગ્ય) છે, સંવર ઉપાદેય (આદરવા ગ્યો છે. જૈનેએ જીવ વિચાર, અને નવ તત્ત્વ જાણવા જોઈએ, નવ તો કયાં?, નામ તે જાણવાં જોઈએ કે એ ય નહિ? (૧) જીવ (૨) અજીવ (૩) પુણ્ય (8) પાપ (૫) આશ્રવ (૬) સંવર (9) નિર્જરા (૮) બંધ (૯) મોક્ષ. કર્મનું આવવું જે દ્વારા થાય તે આશ્રવ, કર્મ આવતાં જે દ્વારા રોકાય તે સંવર, અને જે કર્મોનું તૂટવું તે નિર્જરા. જે મનુષ્ય માત્ર પ્રવેગ પરિણામને સમજે તે માને કે જૈનશાસન બધું સમજે!
મેવગણ આપે આપ વળગી શકતી નથી, કર્મવર્ગણે પ્રથમ સમજવી જોઈએ. કર્મવર્ગણ ન હોય તે જૈનશાસન શું કરશે? એ શાસનની જરૂર જ ક્યાં રહી?, કર્મ વર્ગણા