Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
પ્રવચન ૧૯૩
બહાર જોયું પણ ભીતરમાં જોયું નહિ શ્રીમલ્લિનાથજીએ પ્રયોગથી જ પેલા રાજાઓને પ્રતિબેધ્યા હતા. મલ્લિકુંવરી માટે છ રાજાના છ દૂતે માંગુ કરવાને આવ્યા છે. છએના દૂતને કાઢી મૂકાયા, અને છએ રાજા મહિલકુંવરીના પિતા ઉપર ચઢી આવ્યા. છ છ રાજાઓને એકલા શ્રીકુંભ મહારાજા શી રીતે પહોંચી શકે? શ્રીમલ્લિનાથ હતા તે સ્ત્રી વેદને ! તેમણે પિતાને કહ્યું: “ગભરાશે નહિ, રસ્તે નીકળશે.” પિતે એક પૂતળી પિતાના આકારની, પિતાના દેખાવની ઊભી કરી હતી, તે પિલી હતી. પિતાના ખોરાકમાંથી જ એક કેળીઓ પોતે તેમાં નાંખતી હતી. મહિનાઓથી આ પ્રયોગ ચાલુ હતો. જ્યારથી પેલા છ તને પાછા કાઢયા હતા, ત્યારથી જ આ પૂતળાને પ્રગ ચાલુ થયે હતો. છ રાજા ચઢીને આવ્યા, ત્યારે તેમને મલ્લિનાથ પાસે નિમંત્રવામાં આવ્યા. છએ રાજાઓને તે ઓરડામાં લઈ જવામાં આવ્યા, દ્વાર બંધ કરવામાં આવ્યા અને પૂતળીનું મુખ (દ્વાર) ઊઘાડવામાં આવ્યું. રાજાઓએ તે નાકે ડૂચા દીધા. મલ્લિનાથે કહ્યું -
હે રાજન! એક કેળીઓ ખાનારી આ પૂતળીથી નાકે ડુચે ધરે છે, તે રેજના અનેક કેળીઆ ખાનારી પૂતળી માટે શું જોઈને લઢવા આવ્યા છે? રૂપથી મુંઝાઈને બહાર જોયું, પણ ભીતર જોયું કે નહિં ?”
વાત પણ ખરાં ! શરીર શી ચીજ છે?, મ્યુનિસિપાલિટીની મેલાની ટીનની ગાડી, કે જેની ઉપરનું પતરૂં ચકચકાટ મારે, પણ ઢાંકણું ખૂલી જાય ત્યારે શું ?, દુર્ગધ. આ શરીર પણ તેવું જ છે.
શ્રીમલિનાથે રાજાઓને જણાવ્યું -“આ પૂતળી જ એવી છે એમ નહિ, પણ આ શરીરનું પૂતળું પણ કેવળ ગંદકીમય છે. વાગવાથી કે ગુમડું થવાથી રસી, લેહી, માંસ નીકળે છે તે કયાંથી આવ્યું ?, આ શરીરમાં એ જ ભર્યું છે, અને જે લોહી, રસી વગેરેને જોઈને ચકરી આવે છે, માથું ભમે છે, છતાં તેનાથી ભરેલા દેહના બહારના દેખાવ ઉપર વ્યાહુ પામી અત્રે આવ્યા છો?”
વાત ખરી છે, પણ સુંદરતા માત્ર બાહ્ય ત્વચા (ચામી)ની છે. અંદર તે સર્વોપમા એગ્ય જ ભરેલું છે. શ્રીમલિનાથ તરફથી પૂતળીના પ્રયોગથી રાજાઓને એમ સમજાવવામાં આવ્યું કે “પૂતળીમાં