Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
પ્રવચન ૧૯૫ મું
સમજી જવાય તે મુખ્ય દષ્ટિ જાગૃત થાય. દષ્ટિ જાગૃત થઈ એટલે એટલું સમજાય કે પુદ્ગલના પરિણામને કરનારાએ તેમાં તન્મય (સામેલ) થવું નહિ, અર્થાત્ આત્માએ મુગલ વળગાડનાર થવું નહિ.
જૈન-શાસનની મૂખ્ય તથા પ્રથમ ભૂમિકા દરેક આત્મા મોક્ષ પામે એવી ભાવના એ શ્રી જૈન શાસનની પ્રથમ તથા મુખ્ય ભૂમિકા છે. કેઈ પણ જીવ પુદ્ગલથી ખરડાય નહિ, લેપાય નહિ, તે રીતે દુઃખી થાય નહિ, દરેક જીવ પુદ્ગલથી મુક્ત થાય એજ ધારણાથી જૈન શાસનની ભૂમિકા આલેખાયેલી છે, અને શાસ્ત્રકારે ધર્મ પણ તેને જ કહે છે. શાસ્ત્રવિહિત-અનુષ્ઠાન કરનારમાં, મૈગ્યાદિ ચાર ભાવનાઓ હોવી જ જોઈએ. આચાર્ય મહારાજ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી જણાવે છે કે અવિરૂદ્ધ એવા શ્રી સર્વ દેવના વચનાનુસારે જે ધર્મ કરવામાં આવે તે જ ધર્મ કહેવાય, અને તે ધર્મ મૈથ્યાદિ ચાર ભાવના યુક્ત હોય.
મિrષ તપુરા' એ ખાસ કહ્યું. (૫૦ વિં૦ ૨)એ સમ્યફત્વની (૧) ત્રિી (ર) પ્રમદ (૩) કારૂણ્ય (૪) માધ્યચ્ય; ભાવના ચાર છે. અનિત્ય અશરણ આદિ બાર ભાવનાઓ ચારિત્રની છે. મૈત્રી ભાવના ધરાવનાર જ બાકીની ભાવનાઓને યેગ્ય છે.
મંત્રી ભાવના મૈત્રી ભાવના કેને કહેવાય એ સમજવું જોઈએ. મૈત્રી એટલે શું? અને મૈિત્રી ભાવના એટલે શું? એ જાણવું પ્રથમ આવશ્યક છે. દુનિયામાં જનાવરને પણ મિત્રો વિના ચાલતું નથી, પણ વાસ્તવિક રીતિએ મિત્રોએ મિત્રી શું?, એમ સમજવું જરૂરી છે. મા વાર્ષિતુ વિપનિ ()
કોઈ પણ જીવ પાપ ન કરે એ ભાવના જોઈએ. જગતમાં અનંતાનંત જીવે છે, તેમાંથી કેઈ પણ જીવ પાપ ન કરે એવી મહેચ્છા જોઈએ. તમામ જીવે પાપના લેપથી અલિપ્ત રહે આવી ભાવના હૃદયમાં આલેખાવ–કોતરાવી જોઈએ. સહુ કઈ ગુનો ન કરે એમ બોલે તે છે, પરન્ત બારીકાઈથી તપાસ તે તેઓની ધારણા પણ “ગુનેગારને સજા થવી જોઈએ એવી હોય છે. “ ગુનેગારને શિક્ષા થવી જોઈએ” આ ભાવના પાપ કરવા જેટલી ભયંકર છે. આવી ભાવના હોય તે અનુકમ્પા, કરૂણ, દયા અને મહેર-નજરને સ્થાન જ ક્યાં રહ્યું ?, જરા બારીકાઈથી વિચારે છે કયા