Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
પ્રવચન ૧૯૪મું
વગણું વિચાર શંકાકારને હજી પ્રશ્ન રહ્યું છે કે –“ત્યારે જે પુદ્ગલે વિખરાઈ જાય છે તેને અંગે શું માનવું ?”
આ શરીરમાં અનાજ, ફલ વગેરે નાખીએ તે તે રસપણે પરિણમે, પણ અંદર કાંકરી આવે તે કોઈ રસરૂપે પરિણમતી નથી. આહારમાં ગએલી કાંકરી કે ધુળ, માટી, જઠરમાં ગઈ અને ભળે, પણ રસરૂપે પરિણમનને એગ્ય નથી. ચૌદ રાજલેકના આકાશ-પ્રદેશમાં બધી વર્ગણાઓ રહેલી છે. ઔદારિક શરીરની રચના વખતે ઔદારિક શરીરને મેગ્ય જ ઔદારિક પગલે લેવા પડે. વૈક્રિય શરીર માટે વૈક્રિય જ પુદ્ગલે લેવા. પડે. મન, વચન, કાયાનાં પગલે સ્વભાવે જ થયેલાં છે. કેઈ પગલે મનને લાયકનાં છે, કેઈ પુદ્ગલે વચનને લાયકનાં છે, અને કેઈ પુદ્ગલે શરીરને લાયકનાં પણ છે. મેગ્યતા સ્વભાવ આશ્રીને છે.
વર્ગણા એટલે શું ?, તે એક દષ્ટાંત દ્વારા સમજાવે છે. કુચીકર્ણ નામના એક શેઠ હતા. તેને ત્યાં ગાયે લાખોની સંખ્યામાં હતી. તેણે જુદા જુદા ગવાળને અમુક હજાર ગાયે ચરાવવા માટે આપી છે, પણ ચરતાં ચરતાં એક બીજા ગોવાળની એક બીજાના ટોળામાં ગાયે ચાલી જાય છે. ત્યારે આ મારી છે, આ મારી ગાય છે, એમ ગોવાળિયાઓ વારંવાર લઢે છે. અને શેઠ પાસે ફરીયાદ દરરોજ આવ્યા કરે છે, ત્યારે શેઠે સરખા રંગવાળી ગાયના વર્ગો પાડ્યા. ધળી, કાળી, લાલ, કાબરચીતરી, મિશ્રરંગવાળી વગેરે વગૅ પાડયા, અને ગોવાળિયાને વર્ગ વાર સેંપી દીધી. લાખે ગાયોને સંભાળવા માટે જુદા વર્ગ કરવા પડ્યા. તેમ અહીં પુદ્ગલેને અંગે તે વર્ગણાના વર્ગ પાડયા.
એક વર્ગ એકલે એક એક પરમાણુને છે. એક વર્ગ એ કે જેમાં બે પરમાણુથી સ્કંધ થાય છે, પછી ત્રણ, ચાર, પાંચ, સે અને આગળ, હજાર, લાખ, કોડ, સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા એમ કરતાં અભવ્ય જીથી અનંતગુણા, અને સિદ્ધોથી અનંતમા ભાગે પરમાણુ એકઠા થાય ત્યારે તે ઔદારિકને લાયક વર્ગવ્યું. તેમાંથી ઉત્કૃષ્ટ ભાગે આવી જાય તે ઔદારિકને લાયકનાં પુદ્ગલે તેવાં સ્કંધે અનંતા વચમાં જાય પછી વૈક્રિયને લાયક પુદ્ગલે, તેવા વૈક્રિયને અગ્ય, પછી આહારકને