Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
પ્રવચન ૧૨ મું
૩૭
કસ્તુરી પણ આ શરીરમાં ગઈ કે તરત વિષ્ટા ! અમૃત સરખું જલ પણ આ શરીરમાં પ્રવેશ્ય કે થયે પેશાબ !, ભંગીએ પારકી વિશ્વને ખસેડનારી જાત છે; પણ આ શરીર વિષ્ટાને ઉત્પન્ન કરનાર છે. ભંગી મૂત્રને સ્થાનાંતર કરે છે. આ શરીર તથા ભંગીમાં હલકું કેણ, જે પુદ્ગલે સુગંધી, કિંમતી હતા તે શરીરના ગે દુગધી અને ખરાબ થયા. મનુષ્ય, જનાવર બધાય શરીરમાં પદાર્થો લે છે કેવા, અને તે જ પદાર્થો ક્યા રૂપે પરિણમે છે?, આ જીવ રાગ દ્વેષ કર્યા કરે છે? અમુક સંયોગોમાં જીવ જે વસ્તુની પાછળ પડે છે તે જ જીવ, તે જ વસ્તુથી સંગ પલટાતાં દૂર નાસે છે. વિચારો કે આ આત્માને ઈષ્ટ શું, અનિષ્ટ શું ? સર્વ કાલ ઈષ્ટ કે અનિષ્ટ કઈ ચીજ જ નથી. શાકભાજી શહેરની ગટરના પાણીથી બને છે, એ જ પુદ્ગલથી પાકેલા શાકને તે પૈસા ખરચીને લેવામાં આવે છે. જે પુદ્ગલે અનિષ્ટ છે તે જ ઈષ્ટ થાય છે, અને જે ઈષ્ટ છે તે જ અનિષ્ટ પણ થાય છે. પુદ્ગલ વિના વ્યવહાર નથી. પુદ્ગલ વિના આ જીવને ચાલતું તે નથી, પણ એ જ પુદ્ગલે અમુક પરિણામોથી આ જીવને ઈષ્ટ લાગે ત્યારે તે જ પુદ્ગલો અમુક પરિણામોથી આ જીવને અનિષ્ટ લાગે છે.” ભલા આદમી ! આટલી મહેનત કરવાનું શું કારણ?
પ્રધાને સમજાવવા શક્ય એટલું કહ્યું પણ પુદ્ગલ પરિણામાંતર (પલટો થ) તે રાજાના ધ્યાનમાં આવતું નથી. પ્રધાને હવે બીજે વિચાર કર્યો, અને અમલમાં મૂકે. એ જ ખાઈમાંથી પિતે મેલું જેલ મંગાવ્યું. નેકરે મારફત તે જલેને કેલસાથી સાફ કર્યું, તથા સુગંધિ ચીજોથી વાસિત કર્યું. પ્રયોગથી શું ન બને ?, ગંધાતું જલ પીવા યોગ્ય બનાવ્યા પછી પિતે રાજાને, પ્રસંગના બહાને જમવા નોતર્યો. રાજા જમવા આવ્યું, જમવા બેઠે અને જલ તેની આગળ મૂકવામાં આવ્યું. ભોજન કર્યા બાદ રાજાએ જ્યારે એ જલ પીધું, ત્યારે તેને ઘણું જ સ્વાદિષ્ટ લાગ્યું. એ જલથી એ રાજાને એવી અપૂર્વ સંતોષ થયે કે તે જ વખતે તેણે પ્રધાનને ઉપાલંભ (ઠપકો) આપ્યો. “સુબુદ્ધિ! આવું પાણી તું એકલો જ પીએ છે ને!, ભલા માણસ, શું પાણીથીએ પાતળો થઈ ગયે ?, આવું મધુર જલ કયાંથી લાવે છે?, અગર શી રીતે આવું સુગંધી બનાવે છે ?”
પ્રધાને કહ્યું –“રાજન ! ગુન્હો માફ કરે તે જ સાફ વાત થઈ શકે એમ છે, અન્યથા આપ જલ-પાન કરે, અને બીજુ ન પૂછે તે કૃપા.