Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૩૫
પ્રવચન ૧૯૨ મું
કુળમા' એ જુઠું છે; અને એ આજે વિજ્ઞાન પણ સિદ્ધ કરે છે. ભાષા વણના પુદ્ગલે ભાષા રૂપે પરિણમે છે. જે સમયે રસનું જ્ઞાન થાય, તે સમયે ગંધનું જ્ઞાન થઈ શકે નહિ. એકી વખતે એક વિષયનું જ્ઞાન થાય. ઘણા વિષયો જેવાય ભલે, પણ જ્ઞાન એકી સાથે ન થાય. મન એક જ ઈદ્રયની સાથે જોડાય છે. કાયા, ભાષા તથા મનની પરિણતિ જીવના પ્રયત્નને આધીન છે.
સમકિત-દષ્ટિની સુંદર વિચારણું પ્રયોગ–પરેતિ પ્રાગદ્વારા હેય. જીતશત્રુ નામના રાજાને સુબુદ્ધિ નામને શ્રાવક પ્રધાન છે. રાજા મિથ્યાત્વી છે, અને પુદ્ગલના સ્વરૂપથી અજ્ઞાન છે. પ્રધાન વિચાર કરે છે કે –“વહેતી નદી ભલે સૂકાઈ જાય તે પણ બે બાજુના ખેતરેને તે લીલાં રાખે છે” “ચંદનનું વૃક્ષ એક જ જગ્યાએ હોય તે પણ સુગંધ તે ચેતરફ ફેલાવે છે” તે પછી હું સમ્યગૃષ્ટિ પ્રધાન હોવા છતાં રાજાની દૃષ્ટિ આવી કેમ રહે?, જો તેમ થાય તે પછી મિથ્યાદષ્ટિ પ્રધાનમાં અને મારામાં ફરક છે ?,” તમારાં વારસોને તમે વાર શાને આપવાના? કૂકાને, અને રેડાને. એ વારસે તે મિથ્યાત્વી માબાપ પણ આપે છે. સમ્યગદષ્ટિને છોકરો ભાગ્યશાળી શાથી?, કુકાની કોથળીઓ તથા રાડાનાં ઊભાં કરેલાં મકાનોને વારસે તે મિથ્યાત્વીએ પણ આપે છે. એક ચન્દનનું વૃક્ષ આખા બાગને સુવાસિત બનાવે છે, એક નદી પોતાના પ્રવાહથી આખા જીલ્લાને લીલા રાખે છે તેમ એક સમ્યગુષ્ટ આત્મા આખા કુળને ધમ બનાવે છે. તમે જે તમારાં બાલકને. મુખ્યત્વને વારસો ન આપે, પણ માત્ર ફૂકા અને ડાં જ આપે તે પછી મિયાત્રીમાં તથા તમારામાં ફરક શો , અંતરાય-આડ. (અડચણ): ધરાવનારને છે. અડીંથી દશ જણ આંતરસુબા ગયા, તેમાં માને કે બે મુસલમાન છે. બધાને તરસ લાગી, તેમાં તમારે ઘર પૂછવું પડે, શું મુસલમાને ઘર પૂછવાની જરૂર ખરી?, ના. હજી મુસલમાન માટે તે. સુવરના પર્શવાળું પણ અગ્રાહ્ય છે, એટલી પણ આડ ખરી; પણ ઢોર. (પ)ને કોઈ આડ છે, જેમ આડ વધારે તેમ અંતરાય વધારે. સુબુદ્ધિ પ્રધાન આ બધી વિચારણા મુજબ હૃદયમાં વિચારે છે કેઃ “હું :સમકિતી છું, આશ્રવ, સંવરને વિચારનારે છું, પણ મિથ્યા-દષ્ટિને, અને