Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ છે.
નાસ્તિકને એ વિચારણાની જરૂર નથી, સમકિતીએ તે પર ભવને, પાપને અને દુર્ગતિના ભયને વિચાર કરવાને રહ્યો. દુન્યવી દષ્ટિએ તે મારા કરતાં મિથ્યા-દકિટ પ્રધાન રાજા માટે વધારે સારે, કારણ કે તેનાથી રાજાને વધારે ફાયદો થાય. રાજ્યની સત્તા, સમૃદ્ધિને અંગે તે મિથ્યા દકિટ પ્રધાન વધારે ચોગ્ય ગણાય. આ રીતે તે મારાથી ફાયદે નહિ, પણ નુકશાન જ છે. આ ભવનું હિત જાળવવા-સાથે આવતે ભવ ન બગડે તેમ કરવું એ કામ હારૂં છે. પિતાના કુળમાં, સંસર્ગમાં આવેલા ભવમાં ન ભટકે, દુર્ગતિએ ન જાય એવું સમકિતી જરૂર વિચારે. હું પ્રધાન હેઉં તેમાં જિતશત્રુ રાજાને જે આત્માને અંગે લાભ ન થાય તે શા કામનું ?, એને પર ભવ ન બગડવા દે, એને માટે શક્ય પ્રયત્ન કરે, એ હારી ફરજ છે. આ રાજાને પર ભવના સંતાપથી, દુર્ગતિથી બચાવવા ઘટતું કરૂં તે જ મારૂં સમકિતદષ્ટિ તરીકે પ્રધાનપણું સફલ થાય.”
શરીર એ અશુચિકરણ યંત્ર છે. પ્રધાનની વિચારણા તે શ્રેષ્ઠ છે, પરંતુ મન કાંઈ ચીપીયાથી પકડાતું નથી. પોતાના મનની વ્યવસ્થા પણ મનના ધાર્યા મુજબ થતી નથી, તે પારકાના મનની વ્યવસ્થા ધાર્યા મુજબ શી રીતે થાય?, પારકાના મનને ન, પકડાય તે પારકા આત્માને શી રીતે પકડ?, મિથ્યાદર્શનનું આવરણ દૂર કરી એ હૃદયપટમાં સમ્યગદર્શન દાખલ કરવું શી રીતે ?, પ્રધાન આ વિચારસરણમાં જ અટવાયા કરે છે. એક વખત રાજા તથા પ્રધાન સાથે ફરવા ગયા છે. માર્ગમાં એક ખાઈ આવી, અને ખાઈની ઉપગિતા યુદ્ધ વખતે મહાન છે, પરંતુ યુદ્ધ ન હોય ત્યારે તે એ જ ખાઈ ગંદકીનું સ્થાન બને છે. દુર્ગધી પદાર્થો એ જ ખાઈમાં ભેળા થાય છે, નંખાય છે. એ ખાઈમાંથી એવી દુર્ગધ નીકળે છે કે રાજાએ તે નાકે ડૂચ દીધ, આડું કપડું રાખ્યું અને પિતે ભાગ્યા. પ્રધાન કહે છે કે –“રાજન ! આ જે પુદ્ગલે ખરાબ દેખાય છે, તે ઉત્પત્તિમાં ખરાબ નથી સારે ખોરાક પણ સડે ત્યારે ખરાબ બને છે. આ શરીર પણ અશુચિકરણ યંત્ર છે. સારી ચીજો બનાવવામાં યંત્રો તે સ્થલે સ્થલે છે, પણ અશુચિકરણ યંત્ર આ કાયા છે. સાઠ રૂપીએ તેલાની