Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
ખૂન કર્યું છે, પુત્ર જ ખૂની છે, છતાંય તે શું કરશે? હાથ જોડીને બેસી રહેશે કે પુત્રને બચાવવાનો પ્રયત્ન કરશે?, કહો કે કેથળી લઈને કેર્ટમાં બચાવ કરવા દેડશે. ગુન્હ કરનાર તે પોતાની બુદ્ધિ મુજબ સાવચેતીથી જ ગુને કરે છે. એકાંતને દાવ હંમેશાં દેખાતું નથી. કેર્ટ કહે, કચેરી કહો, કે કાનૂન કહે એ તે કહે છે-શીખવે છે, કે “જૂઠું લખે કે બેલે પણ જુગતું (કાનૂન પૂર્વકનું) લખો અને બોલે, એટલે “ખાળે ડૂચા. દ્વાર મેકળા” જેવી વાત છે. મન, વચન, કાયાથી પાપ કરવું નહિ, કરાવવું નહિ, અને અનુમોદવું નહિ, આ સર્વવિરતિ છે.
પાપ પ્રત્યે ધિક્કાર એ જબ્બર હથિયાર છે
અલબત્ત પુત્રને બચાવનાર એ પિતા પણ તેને બચાવ પાપને સારૂ માનીને તે નથી જ કરતે. પાપ પ્રત્યે ધિકાર છે, એ તો જબર હથિયાર છે. ૧૯૧૪ નું યુદ્ધ શરૂ થયું. ૧૯૧૮-૧૯ માં સુલેડ થઈ તેમાં યદ્યપિ જર્મનીના ટૂકડા કરી નંખાયા; છતાંય ત્યાંના (જર્મનીના ) ચાન્સેલરે એ જાહેર કર્યું હતું કે-“શત્રુ તરફ ધિક્કાની નજર ” એ અમારી પ્રજમાં વ્યાપ્ત છે, તે રૂપી અમારું અમોઘ શસ્ત્ર કદાપિ બુરું થવાનું નથી. સત્તર પાપસ્થાનકે કરનારે થાય તે કર્મને તેડી શકે છે. ગળથુથીની જેમ પ્રતિક્રમણમાં (સવાર સાંજના) અઢાર પાપસ્થાનકોનું સ્મરણ રાખ્યું જ છે ને ! પાપનું સ્મરણ રહે એટલે પાપ તરફ તિરસ્કાર જાગે છે. તિરરકાર કે તે જ કઈક દિવસ પાપથી ખસવાનું સાહસ થાય. અંશે પણ પાપને ત્યાગ થઈ શકે. કાયાથી પાપ અનુમેદવું નહિ- એમ પણ થાય. દેશવિર તને અંગે શાસ્ત્રકારે શ્રાવકેનાં વતેના ફળને જણાવતાં કહ્યું છે કે-તે શ્રાવક આઠ ભવમાં આત્મશુદ્ધ કરી શકે. કાયા માત્રથી પાપને ત્યાગ કરે તે વ્યર્થ નથી. બેશક ! સર્વવિરતિની અપેક્ષાએ તે બિન્દુ માત્ર છે. ગૃહસ્થનું શીલ પણ સર્વ વિરતિની અપેક્ષાએ બિંદુ માત્ર છે. તપશ્ચર્યા શ્રાવક કદાપિ માનો કે મોટી કરે, માસખમણ કરે પણ સાવઘને ત્યાગ કર્યા સિવાય, સંવર વિનાના તપનું મૂલ્ય ઘણું જ અલ્પ છે. ભાવનાને અંગે માને કે ભગવાનની પૂજા કરતાં ઉલ્લાસ આવી ગયે, તે પણ ત્યાં યે “સુથારનું મન બાવળીએ” એ ન્યાયે મનતરંગે કયાં