Page #1
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ.
देवपूजा
गरोपास्ति
स्वाध्याय
संयम
तप
दान
www.AtmaDharma.com
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
masalus
શ્રી પદ્મનન્દીમુનિરાજ રચિત પદ્મનંદીપંચવિંશતિકાના
દેશવ્રતોધોતન-અધિકાર ઉપર પૂજ્ય શ્રી કાનજીસ્વામીનાં ભાવભીનાં પ્રવચનો ( તથા વસ્તુની સ્વતંત્રતાની ઘોષણા કરતા બે ખાસ પ્રવચનો)
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
લેખક બ્ર. હરિલાલ જૈન
પ્રકાશક
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન શ્રી કુંદકુંદ-કાન જૈન શાસ્ત્રમાળા પુષ્પ નં. ૧૦૫ |
પ્રથમ આવૃત્તિ ૩000 વીર સં. ૨૪૯૨: આસો
ઈ. સ. ૧૯૬૬ નવેમ્બર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Thanks & Our Request
This shastra has been kindly donated by Dakshaben SanghviGeneva, Switzerland who has paid for it to be "electronised" and made available on the internet.
Our request to you:
1) We have taken great care to ensure this electronic version of ShravakDharmaPrakash is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@AtmaDharma.com so that we can make this beautiful work even more accurate.
2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #5
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Version History Date
Changes
Version Number
001
4 April 2004
First electronic version.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #6
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અર્પણ.
સમ્યકત્વધારી સંત તુમ હો
શ્રી જિનવ૨કે નંદ; શ્રાવક હે જિનધર્મ ઉપાસક
જિનશાસનકે ચંદ. મુનિ બનોગે નીકટ કાલમેં
હોંગે કેવલજ્ઞાન; ઉપદેશ દેકર દંગે હરિકો રત્નત્રયકે
દાન.
-એવા શુદ્ધ શ્રાવકધર્મ-ઉપાસક ધર્માત્માઓને પરમ બહુમાનપૂર્વક આ પુસ્તક
અર્પણ કરું છું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #7
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
| * ઉપકાર-અજલિ * હે પરમ ઉપકારી ગુરુદેવ,
શ્રાવકધર્મનો પ્રકાશ કરતા આપનાં આ પ્રવચનોનું પુસ્તક પ્રકાશીત કરીને તેના દ્વારા આપશ્રી પ્રત્યે ઉપકારની અંજલિ અર્પણ કરીએ છીએ...અને આપે સમ્યકત્વસહિત શ્રાવકપણાનું જે સ્વરૂપ દર્શાવ્યું છે તેવું આપશ્રીની ચરણછાયામાં અમને પ્રાપ્ત હો એમ ભાવના ભાવીએ છીએ.
આપશ્રીની કૃપા અમારા પરિવાર ઉપર પહેલેથી જ વર્તે છે. આપના બાળપણના સાથિદાર તરીકે અમે ગૌરવ અનુભવીએ છીએ. જેમ બાળપણમાં આપે અમને સાથ આપ્યો તેમ હું ગુરુદેવ ! હવે મુક્તિના માર્ગમાં પણ આપી અમને સાથે રાખો એવી પ્રાર્થના કરીએ છીએ.
| લી. આપના બાળકોધીરજલાલ હરજીવન (ફાવાભાઈ) તથા દુધીબેન, મનહુરલાલ ધીરજલાલ તથા સૌ. લીલાવતી, દીનેશચંદ્ર મનહરલાલ તથા સૌ. રેખા,
શિરીષચંદ્ર મનહરલાલ (આ અંજલિ શ્રી ફાવાભાઈ પોતાની હયાતીમાં લખાવી ગયા હતા )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #8
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
* ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો. *
શ્રાવકધર્મ અને મુનિધર્મની ભાવના જેમના અંતરમાં વર્તી રહી છે, અને તે બંને ધર્મના મૂળરૂપ સમ્યક્ત્વને જેઓ સદૈવ ઉપાસી રહ્યા છે, તથા ભવ્યજીવોને પણ સમ્યક્ત્વપ્રધાન ધર્મનોઉપદેશ આપીને તેની આરાધનામાં જોડી રહ્યા છે, એવા પૂ. શ્રી કાનજી સ્વામીને અત્યંત ભક્તિથી નમસ્કાર હો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #9
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિવેદન
શ્રાવક એટલે મુનિનો નાનો ભાઈ ! એનું જીવન પણ કેવું પવિત્ર, આદર્શરૂપ ને મહાન છે- તે આ પ્રવચનો વાંચતાં ખ્યાલમાં આવશે. શ્રાવકનાં ધર્મોનું સર્વાંગસુંદર વર્ણન કરનારું આવું પુસ્તક ગુજરાતીભાષામાં આ પહેલું જ હશે. ગૃહસ્થપણામાં રહેલો શ્રાવક પણ મોક્ષમાર્ગ માં ચાલનારો છે; એ શ્રાવકનાં ધર્માચરણ કેવાં હોય, તેના વિસ્તૃત વર્ણનમાં પહેલાં તો “સર્વજ્ઞની શ્રદ્ધા” હોવાનું બતાવ્યું છે, તેની સાથે તેની શુદ્ધદષ્ટિ કેવી હોય ને વ્યવહાર-આચરણ કવાં હોય? એને પૂજા-ભક્તિના, દયા-દાનના, સાધર્મી પ્રેમસ્વાધ્યાય વગેરેનાં પરિણામ કેવાં હોય? તેનું પણ વિસ્તૃત વર્ણન કર્યું છે.
શ્રાવકધર્મનું આ પુસ્તક ભાઈશ્રી ફાવાભાઈ તરફથી પ્રસિદ્ધ થાય છે. તેઓ સોનગઢમાં રહીને ભક્તિપૂર્વક ગુરુદેવના પ્રવચનોનો લાભ લેતા ત્યારે કોઈ કોઈ વાર મારી સાથે વાતચીતનો પ્રસંગ બનતો; એકવાર તેમણે લાગણીથી પૂછ્યું કે હરિભાઈ ! મને કંઈ યાદ રહેતું નથી તો જ્ઞાન વધે એનો શું ઉપાય ! ત્યારે મેં કહ્યું કે જ્ઞાનીની અને શાસ્ત્રની ભક્તિ કરવાથી જ્ઞાન ખીલે છે તે વખતે તેમણે કહેલું કે મારે પાંચસોક રૂપિયા વાપરીને એક પુસ્તક બનાવવું છે; તમે તૈયાર કરી આપશો ? –મેં હા કહી. (ત્રણચાર વર્ષ પહેલાંની આ વાત છે.) પછી તો તેમને જિજ્ઞાસા પણ વધવા લાગી, તેઓ મુખ્યપણે સોનગઢમાં જ રહેવા લાગ્યા. અને એક વખતની માંદગી બાદ તેમને એવી ભાવના જાગી કે હું જીવનમાં મારા હાથે એક સારું પુસ્તક કરાવતો જાઉં! તે દરમિયાન શ્રાવકધર્મ ઉપર ૫. ગુરુદેવના આ સુંદર પ્રવચનો થયા, તેમાં શાસ્ત્રદાન વગેરેની પણ વાત આવી, તે સાંભળતાં તેમણે આ પ્રવચનો છપાવીને પ્રસિદ્ધ કરવાની પોતાની ભાવના ગુરુદેવ સમક્ષ વ્યક્ત કરી, ગુરુદેવે પ્રસન્નતાપૂર્વક સંમતિ આપી, જ્ઞાનવૃદ્ધિના હેતુથી શાસ્ત્રપ્રકાશન કરવાની શ્રી ફાવાભાઈની ભાવના આજે આ પુસ્તકના પ્રકાશનથી પૂરી થાય છે.
શ્રી ફાવાભાઈના મનની એક ભાવનાનો અહીં ઉલ્લેખ કરવાનું ઉચિત માનું છું: આ પુસ્તક સંબંધી વાતચીત વખતે તેમાં સામાન્ય રીવાજ મુજબ તેમનો ફોટો મુકવાની વાત નીકળતાં તેઓ કહેતા કે “મારે આમાં મારો ફોટો નથી મુકવો, પણ પૂ. બેનશ્રીબેનનો ફોટો મુકવાની મારી ભાવના છે; ગુરુદેવના શ્રીમુખથી પૂર્વભવની અમુક વાત સાંભળીને મને એમના ઉપર બહુ ભાવ આવે છે, એટલે તેમનો ફોટો મુકવાની મારી ઈચ્છા છે; ને તે માટે પૂ. ગુરુદેવને પૂછીને હું તમને કહીશ.” અવારનવાર તેઓ પોતાની આ ભાવના વ્યક્ત કરતા, પણ તે સંબંધી કાંઈ થાય તે પહેલાં તો આપણી વચ્ચેથી તેઓ ચાલ્યા ગયા !
આ પુસ્તકના છાપકામનો પ્રારંભ તો માહ માસમાં, ફાવાભાઈની હયાતીમાં જ થઈ ગયેલો, શરૂના આઠ છાપેલ પાનાં તેમણે જોયેલા પણ ખરા, ને ગત વૈશાખ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #10
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સુદ બીજે તે છપાઈ જવાની ધારણા હતી. પણ પ્રેસની તદ્દન નવી શરૂઆત હોવાથી પ્રીન્ટીંગ સંબંધી સાધનસામગ્રીની અનેકવિધ મુશ્કેલીઓને કારણે આજે, જ્યારે ફાવાભાઈ આપણી વચ્ચે નથી ત્યારે, આ પુસ્તક પ્રસિદ્ધ થાય છે. આ ઘટના એમ કહે છે કે હૈ ભાઈ ! જીવનમાં તારે જે ઉત્તમ કાર્ય કરવું હોય તે આજે જ કર; કાલ ઉપર કાંઈ બાકી ન રાખ. જીવનનો ભરોસો નથી માટે કાળનો ભરોસો રાખીને બેસી ન રહીશ. શ્રી
ફાવાભાઈનો આત્મા પોતાની જ્ઞાનવૃદ્ધિની ભાવના સાથે લઈ ગયો છે. ને તે ભાવનાઅનુસાર તેમને જ્ઞાનવૃદ્ધિ થાય ને તેના દ્વારા તેઓ આત્મતિ પામે એમ ઈચ્છીએ.
નિશ્ચયની સાથે સુસંગત એવા વ્યવહારનો આટલો સુંદર, સ્પષ્ટ, ભાવવાહી ઉપદેશ રત્નકદંડશ્રાવકાચાર જેવા પ્રાચિન ગ્રંથો સિવાય આધુનિક સાહિત્યમાં જોવામાં આવતો નથી. આ શૈલીના પ્રવચનોનું આ પહેલું જ પ્રકાશન છે. ગૃહસ્થી-શ્રાવકોનાં ધર્મ-કર્તવ્યનો આમાં વિસ્તૃત ઉપદેશ હોવાથી સૌને ઉપયોગી છે. શ્રાવકધર્મનું આવું સરસ વર્ણન, -જેને ભાવથી વાંચતાં, વાંચક પોતે જ જાણે એ ધર્મનું આચરણ કરી રહ્યો હોય, –એવી ઉર્મિઓ જાગે છે; આહારદાનના વર્ણન વખતે જાણે પોતે જ મુનિવરોને ભક્તિથી આહારદાન દઈ રહ્યો હોય ! જિનપ્રતિમાના વર્ણન વખતે જાણે પોતે જ એવા પ્રતિમાજીનું સ્થાપન કે પૂજન કરી રહ્યો હોય! એવા ભાવો જાગે છે; દાનનું વર્ણન વાંચતાં તો નિર્લોભતાના અંકુરથી હૃદય એકદમ ખીલી ઊઠે છે; ને દેવ-ગુરુની ભક્તિના વર્ણન વખતે તો સંસાર જાણે ભૂલાઈ જાય છે ને જીવન દેવ-ગુરુમય બની જાય છે. આ ઉપરાંત સાધર્મી પ્રત્યે વાત્સલ્ય વગેરેનું વર્ણન પણ ધાર્મિકલાગણીઓને પુષ્ટ કરે છે. સર્વદેવની ઓળખાણ અને પ્રતીત તો આખાય પુસ્તકમાં પહેલેથી છેલ્લે સુધી ગુંથાયેલી છે. છેલ્લે પરિશિષ્ટરૂપે વસ્તુની સ્વતંત્રતાની ઘોષણા કરતા બે ખાસ પ્રવચનો પણ પૂ. ગુરુદેવની આજ્ઞાથી ઉમેરવામાં આવ્યા છે.
આ પુસ્તક છપાઈને પ્રસિદ્ધ થવામાં મુરબ્બીશ્રી રામજીભાઈ, માનનીય પ્રમુખશ્રી નવનીતલાલભાઈ તથા ભાઈશ્રી ખીમચંદભાઈ વગેરે તરફથી જે પ્રેરણા મળેલ છે તે બદલ તેમનો સૌનો આભાર માનું છું. પૂજ્ય ગુરુદેવનો મારા જીવનમાં ૫૨મ ઉપકાર છે. લગભગ ૨૪ વર્ષથી પૂ. ગુરુદેવની નીકટ, તેમની મંગલ છાયામાં નિરંતર રહેવાના સુયોગથી ને તેમની કૃપાથી મારા જીવનમાં જે મહાન લાભ થયો છે, તે ઉપરાંત પૂ. ગુરુદેવના અનેક પ્રવચનો લખવાનો અને તેને ગ્રંથારૂઢ કરવાનો સુયોગ મને મળ્યો તેને હું મારા જીવનનું મહદ્ સદ્ભાગ્ય માનું છું...ને આ જ રીતે સદાકાળ ગુરુદેવની મંગલ ચરણસેવના કરતાં કરતાં આત્મતિને સાધું...એમ ભાવના ભાવું છું. જય જિનેન્દ્ર
- બ્ર. હરિલાલ જૈન
વી૨ સં. ૨૪૯૨ આસો સુદ એકમ
સોનગઢ
卐
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #11
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
2
ર
જે
જ
*
*
2
2
2
૪ m
૦ in
૨
૭૯
સૂચિ-પત્રક * પ્રવચનનો ૧ સર્વજ્ઞદેવની શ્રદ્ધાપૂર્વક શ્રાવકધર્મ ... .. ૨ ધર્મના આરાધક સમ્યગ્દષ્ટિની પ્રશંસા... ... ૩ મોક્ષનું બીજ સમ્યકત્વ; સંસારનું બીજ મિથ્યાત્વ
(સમ્યગ્દર્શન માટે પરમ પ્રયત્નનો ઉપદેશ) ... ૪ સમ્યકત્વપૂર્વક વ્રતનો ઉપદેશ... .. ૫ શ્રાવકનાં વ્રતોનું વર્ણન .. ... ૬ શ્રાવકનાં બાર વ્રત .. . .. ૭ ગૃહસ્થને સત્યાત્રદાનની મુખ્યતા ... ૮ આહારદાનનું વર્ણન .... .. .. ૯ ઔષધદાનનું વર્ણન ... . ૧૦ જ્ઞાનદાન અર્થાત્ શાસ્ત્રદાનનું વર્ણન ... ૧૧ અભયદાનનું વર્ણન .... . . ૧૨ શ્રાવકને દાનનું ફળ ... ... ... . ૧૩ અનેકવિધ પાપોથી બચવા ગૃહસ્થ દાન કરે ૧૪ ગૃહસ્થપણું દાનથી જ શોભે છે . .... ૧૫ પાત્રદાનમાં વપરાય એ જ સાચું ધન છે ... ૧૬ પુણ્યફળને છોડીને ધર્માજીવ મોક્ષને સાધે છે ૧૭ મનુષ્યપણું પામીને કાં મુનિ થા, કાં દાન દે ૧૮ જિનેન્દ્રદર્શનનો ભાવભીનો ઉપદેશ . ..
૧૦૬ ૧૯ ધર્માત્મા એ કલિયુગનાં કલ્પવૃક્ષ છે... ..
૧૧૨ ૨૦ ધર્મી શ્રાવકોદ્ધારા ધર્મનું પ્રવર્તન .. ...
૧૧૫ ૨૧ જિનેન્દ્રભક્તિવંત શ્રાવકોને ધન્ય છે... ..
૧૧૮ ૨૨ સાચી જિનભક્તિમાં વીતરાગતાનો આદર... ૧૨૨ ૨૩ શ્રાવકની ધર્મપ્રવૃત્તિના વિવિધ પ્રકારો ... ૧૩) ૨૪ શ્રાવકને પુણ્યફળપ્રાપ્તિ અને મોક્ષની સાધના
૧૩૪ ૨૫ મોક્ષમાર્ગમાં નિશ્ચયસહિતનો વ્યવહારધર્મ સંમત છે ... ૧૪) ર૬ મોક્ષની સાધના સહિત જ અણુવ્રતાદિની સફળતા ... ૧૪૫ ૨૭ શ્રાવકધર્મની આરાધનાનું અંતિમ ફળ-મોક્ષ .. ૧૪૮ * સ્વતંત્રતાની ઘોષણા ... ... ... ... ... ૧૫૧ (વસ્તુસ્વરૂપની સ્વતંત્રતાદર્શક બે ખાસ પ્રવચનો).
નય જિનેન્દ્ર કે
: : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : :
છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #12
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાવાશે
શ્રી પદ્મનન્દીમુનિરાજરચિત પદ્મનંદીપંચવિશતિકાના
દેશવ્રતોદ્યોતન-અધિકાર ઉપર પૂજ્ય શ્રી કાનજીસ્વામીનાં ભાવભીનાં પ્રવચનો ((તથા વસ્તુની સ્વતંત્રતાની ઘોષણા કરતા બે ખાસ પ્રવચનો )
*
*
*
*
* * *
*
*
*
*
*
*
*
* * *
*
*
*
*
*
*
* * *
*
*
*
*
* * *
*
* *
*
લેખક છ. હરિલાલ જૈન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #13
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(શ્રાવકધર્મપ્રકાશ
અષ્ટપ્રાભૃત-મોક્ષપ્રાભૃતમાં કુંદકુંદસ્વામીએ શ્રાવકનાં પ્રથમ કર્તવ્યનો સુંદર ઉપદેશ આપ્યો છે, જે સમ્યકત્વની ભક્તિ અને પ્રેરણા જગાડે છે. તેમાં તેઓશ્રી કહે છે કે
હે શ્રાવક! પ્રથમ તો સુનિર્મલ અને મેરુવ નિષ્કપ, અચળ, (ચળ મલિન તથા અગાઢ એ ત્રણ દૂષણ રહિત) અત્યંત નિશ્ચળ એવા સમ્યકત્વને ગ્રહણ કરી, તેને (સમ્યકત્વના વિષયભૂત એકરૂપ આત્માને) ધ્યાનમાં ધ્યાવવું શા માટે ધ્યાવવું? કે દુ:ખના ક્ષયને અર્થે ધ્યાવવું.
ભાવાર્થ- શ્રાવકે પહેલાં તો નિરતિચાર નિશ્ચળ સમ્યકત્વને ગ્રહણ કરી તેનું ધ્યાન કરવું, કે જે સમ્યકત્વની ભાવનાથી ગૃહસ્થને ગૃહકાર્યસબંધી આકુળતા, ક્ષોભ, દુઃખ હોય તે મટી જાય. કાર્યના બગડવાસુધરવામાં વસ્તુના સ્વરૂપનો વિચાર આવે ત્યારે દુઃખ મટી જાય. સમ્યગ્દષ્ટિને એવો વિચાર હોય છે કે સર્વજ્ઞ જેવું વસ્તુનું સ્વરૂપ જાણ્યું છે, તેમ નિરંતર પરિણમે છે, અને તેમ થાય છે, તેમાં ઈષ્ટ-અનિષ્ટ માની, દુઃખી-સુખી થવું તે નિષ્ફળ છે; એવા વિચારથી દુ:ખ મટે, તે પ્રત્યક્ષ અનુભવગોચર છે. તેથી સમ્યકત્વનું ધ્યાન કરવાનું કહ્યું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #14
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી સર્વશદેવને નમસ્કાર હો
* * *
પ્રવચનનો ઉપોદ્યાત
આ પદ્મનંદીપંચવિંશતિકા નામનું શાસ્ત્ર છે, તેનો સાતમો અધિકાર વંચાય છે. આત્માના આનંદમાં ઝૂલતા ને વનજંગલમાં વસતા વીતરાગી દિગંબર મુનિરાજ શ્રી પદ્મનંદસ્વામીએ લગભગ ૯૦૦ વર્ષ પહેલાં આ શાસ્ત્ર રચ્યું છે; આમાં કુલ ર૬ અધિકાર છે, તેમાંથી સાતમો “દેશવ્રત-ઉદ્યોતન” નામનો અધિકાર વંચાય છે. મુનિદશાની ભાવના ધર્મીને હોય છે, પણ એવી દશા ન થઈ શકે ત્યાં દેશવ્રતરૂપ શ્રાવકના ધર્મનું પાલન કરે છે; તે શ્રાવકના ભાવો કેવા હોય, તેને સર્વશની ઓળખાણ, દેવ-ગુરુ-શાસ્ત્રનું બહુમાન વગેરે ભાવો કેવા હોય, આત્માના ભાનસહિત રાગની મંદતાના પ્રકારો કેવા હોય, તે આમાં બતાવ્યું છે. નિશ્ચય-વ્યવહારની સંધિસહિત સુંદર વર્ણન છે. આ અધિકાર જિજ્ઞાસુઓને ઉપયોગી હોવાથી પ્રવચનમાં ત્રીજી વખત વંચાય છે. આગાઉ બે વખત (વીર સં. ૨૪૭૪ તથા ૨૪૮૧ માં) આ અધિકાર ઉપર પ્રવચનો થઈ ગયાં છે. શ્રીમદ્ રાજચંદ્રજીને આ શાસ્ત્ર ઘણું પ્રિય હતું, તેમણે આ શાસ્ત્રને “વનશાસ્ત્ર” કહ્યું છે, ને ઈન્દ્રિયનિગ્રહપૂર્વક તેના અભ્યાસનું ફળ અમૃત છે-એમ કહ્યું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #15
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(શ્રાવકધર્મપ્રકાશ દેશવ્રત-ઉદ્યોતન' એટલે ગૃહસ્થપણામાં રહેલા શ્રાવકનાં ધર્મનો પ્રકાશ કેમ થાય તેનું આમાં વર્ણન છે. ગૃહસ્થદશામાં પણ ધર્મ થઈ શકે છે. સમ્યગ્દર્શન સહિત શુદ્ધિ કેમ વધે ને રાગ કેમ ટળે, ને શ્રાવક પણ ધર્મની આરાધના કરીને પરમાત્મદશાની સન્મુખ કેમ જાય તે બતાવીને આ અધિકારમાં શ્રાવકના ધર્મનો ઉધત કર્યો છે. સમન્તભદ્રસ્વામીએ પણ રત્નકાંડ-શ્રાવકાચારમાં શ્રાવકના ધર્મોનું વર્ણન કર્યું છે, ત્યાં ધર્મના ઈશ્વર એવા તીર્થકર ભગવંતો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને ધર્મ કહે છે- [ સદwજ્ઞાનવૃત્તાનિ ઘર્મ ધર્મેશ્વર વિતુ:] –એમ બતાવીને, સૌથી પહેલાં જ સમ્યગ્દર્શનધર્મનું વર્ણન કર્યું છે ને તેના કારણરૂપ સર્વજ્ઞની શ્રદ્ધા બતાવી છે. અહીં પણ પદ્મનંદીમુનિરાજ શ્રાવકના ધર્મોનું વર્ણન કરતાં સૌથી પહેલાં સર્વજ્ઞદેવની ઓળખાણ કરાવે છે. જેને સર્વજ્ઞની શ્રદ્ધા નથી, જેને સમ્યગ્દર્શન નથી, તેને તો મુનિનો કે શ્રાવકનો એકેય ધર્મ હોતો નથી. ધર્મના જેટલા પ્રકાર છે તેનું મૂળ તો સમ્યગ્દર્શન છે. માટે જિજ્ઞાસુને સર્વજ્ઞની ઓળખાણપૂર્વક સમ્યગ્દર્શનનો ઉદ્યમ તો સૌથી પહેલાં હોવો જોઈએ. તે ભૂમિકામાં પણ રાગની મદતા વગેરેના પ્રકારો કેવા હોય છે, તે પણ આમાં બતાવશે. નિશ્ચય-વ્યવહારની સંધિ સહિત સરસ વાત કરશે. સૌથી પહેલાં સર્વજ્ઞની અને સર્વ કહેલા ધર્મની ઓળખાણ કરવાનું કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #16
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ
| [૧] સર્વજ્ઞદેવની શ્રદ્ધાપૂર્વક શ્રાવકધર્મ
શ્રાવકને પ્રથમ તો ભગવાન સર્વશદેવની અને તેમનાં વચનોની ઓળખાણ તથા શ્રદ્ધા હોય. સર્વજ્ઞના સ્વરૂપમાં અને તેમના વચનમાં જેને ભ્રમ હોય તે તો મિથ્યાત્વના મહા પાપમાં પડેલો છે, તેને દેશવ્રત કે શ્રાવકપણું હોય નહિ.
તે વાત કહે છે. बाह्याभ्यन्तरसंगवर्जनतया ध्यानेन शुक्लेन यः कृत्वा कर्मचतुष्टयक्षयमगात् सर्वज्ञतां निश्चिताम्। तेनोक्तानि वचांसि धर्मकथने सत्यानि नान्यानि तद्
भ्राम्यत्यत्र मतिस्तु यस्य स महापापी न भव्योऽथवा।।१।। દેશવ્રતરૂપ શ્રાવકધર્મનું વર્ણન કરતાં સૌથી પહેલાં કહે છે કે સર્વજ્ઞદેવે કહેલું ધર્મનું સ્વરૂપ જ સત્ય છે, એ સિવાય બીજાનું કહેલું સત્ય નથી, –એની શ્રાવકને નિઃશંક શ્રદ્ધા હોવી જોઈએ; કેમ કે ધર્મના મૂળ પ્રણેતા સર્વજ્ઞદેવ છે, તેનો જ જેને નિર્ણય નથી તેને ધર્મનો નિર્ણય થઈ શકે નહિ.
જે સર્વજ્ઞ થયા તે કેવી રીતે થયા?
સમસ્ત બાહ્ય તથા અભ્યતર પરિગ્રહને છોડીને અને શુક્લધ્યાન વડે ચાર ઘાતિ કર્મોનો નાશ કરીને સર્વજ્ઞપણું પ્રાપ્ત કર્યું.' જુઓ, શુક્લધ્યાન કહો કે શુદ્ધોપયોગ કહો, તેના વડે કર્મોનો ક્ષય થઈને સર્વજ્ઞતા પ્રગટે છે, પણ બહારના કોઈ સાધન વડ કે રાગના અવલંબન વડે કાંઈ સર્વજ્ઞતા પ્રગટતી નથી. મોક્ષમાર્ગ પ્રકાશકના મંગલાચરણમાં પણ અરિહંતદેવને નમસ્કાર કરતાં પં. શ્રી ટોડરમલ્લજીએ કહ્યું છે કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #17
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(શ્રાવકધર્મપ્રકાશ જે ગૃહસ્થપણું છોડી, મુનિધર્મ અંગીકાર કરી, નિજ સ્વભાવસાધન વડે ચાર ઘાતિકર્મોનો ક્ષય કરી અનંત ચતુષ્ટયરૂપે બિરાજમાન થયા છે...એવા શ્રી અરિહંતદેવને અમારા નમસ્કાર હો.' મુનિધર્મ કેવો? કે શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ તે અંગીકાર કરીને, નિજ સ્વભાવસાધન વડે ભગવાને કર્મોનો ક્ષય કર્યો કોઈ બહારના સાધન વડે કે રાગના સાધન વડે નહિ, પણ નિશ્ચય રત્નત્રયરૂપ નિજસ્વભાવના સાધન વડે જ ભગવાને કર્મોનો ક્ષય કર્યો. આથી વિપરીત સાધન માને તો તેણે ભગવાનના માર્ગને જાણ્યો નથી, ભગવાનને ઓળખ્યા નથી. ભગવાનને ઓળખીને નમસ્કાર કરે તો જ સાચા નમસ્કાર કહેવાય.
અહીં પ્રથમ જ કહ્યું કે બાહ્ય-અભ્યતર સંગને છોડીને શુક્લધ્યાનથી પ્રભુ કેવળજ્ઞાન પામ્યા; એટલે કોઈ જીવ ઘરમાં રહીને કે બાહ્યમાં વસ્ત્રાદિનો સંગ રાખીને કેવળજ્ઞાન પામી જાય એમ બનતું નથી. અંતરના સંગમાં મિથ્યાત્વાદિ મોહ, તેને છોડયા વગર મુનિદશા કે કેવળજ્ઞાન થાય નહિ.
મુનિ થયા તેને પણ જે મહાવ્રતાદિનો રાગ છે તે કાંઈ કેવળજ્ઞાનનું સાધન નથી પણ શુદ્ધોપયોગરૂપ નિજસ્વભાવ તે જ કેવળજ્ઞાનનું સાધન છે, તેને જ મુનિધર્મ કહ્યો છે. અહીં ઉત્કૃષ્ટ વાત બતાવવી હોવાથી શુક્લધ્યાનની વાત લીધી છે. શુક્લધ્યાન શુદ્ધોપયોગી મુનિને જ હોય છે. કેવળજ્ઞાનના સાધનરૂપ જે આવો મુનિધર્મ, તેનું મૂળ સમ્યગ્દર્શન છે, ને તે સમ્યગ્દર્શન સર્વજ્ઞદેવની તથા તેમનાં વચનોની ઓળખાણ પૂર્વક થાય છે; તેથી અહીં શ્રાવકના ધર્મના વર્ણનમાં સૌથી પહેલાં જ સર્વજ્ઞદેવની ઓળખાણની વાત લીધી છે.
આત્માનું ભાન કરી, મુનિદશા પ્રગટ કરી, શુદ્ધોપયોગની ઉગ્ર શ્રેણી માંડીને જેઓ સર્વજ્ઞ થયા, તે સર્વજ્ઞ પરમાત્માનાં વચન જ સત્ય ધર્મનું નિરૂપણ કરનારા છે; આવા સર્વજ્ઞને ઓળખે ત્યાં આત્માના જ્ઞાનસ્વભાવની પ્રતીત થાય ને ત્યારે ધર્મની શરૂઆત થાય. સર્વજ્ઞની પ્રતીત જે નથી કરતો તેને આત્માની જ પ્રતીત નથી, ધર્મની જ પ્રતીત નથી; તેને તો શાસ્ત્રકાર “મહાપાપી અથવા અભવ્ય' કહે છે. ધર્મ સમજવાની તેનામાં લાયકાત નથી માટે અભવ્ય કહ્યો. સર્વજ્ઞના સ્વરૂપમાં જેને સન્ડે છે, સર્વજ્ઞની વાણીમાં જેને સંદેહ છે, સર્વજ્ઞ સિવાય બીજા કોઈ સત્યધર્મના પ્રણેતા નથી-એમ જે ઓળખાતો નથી ને વિપરીતમાર્ગમાં દોડે છે તે જીવ મિથ્યાત્વરૂપ મહાપાપને સેવે છે, તેનામાં ધર્મને માટે લાયકાત નથી. આમ કહીંને ધર્મના જિજ્ઞાસુને સૌથી પહેલાં સર્વજ્ઞાની અને સર્વજ્ઞના માર્ગની ઓળખાણ કરવાનું કહ્યું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #18
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
' અરે, તું જ્ઞાનની પ્રતીત વગર ધર્મ ક્યાં કરીશ? રાગમાં ઊભા રહીને સર્વજ્ઞની પ્રતીત થતી નથી. રાગથી જાદો પડીને, જ્ઞાનરૂપ થઈને સર્વજ્ઞની પ્રતીત થાય છે. આ રીતે જ્ઞાનસ્વભાવના લક્ષપૂર્વક સર્વજ્ઞની ઓળખાણ કરીને તેમના અનુસાર ધર્મની પ્રવૃત્તિ થાય છે. સમકિતી જ્ઞાનીના જે વચન છે તે પણ સર્વજ્ઞઅનુસાર છે કેમકે તેના હૃદયમાં સર્વજ્ઞદેવ બેઠા છે. જેના હૃદયમાં સર્વજ્ઞ ન હોય, તેનાં ધમ વચન સાચાં હોય નહિ.
જાઓ, આ શ્રાવકના ધર્મનું પહેલું પગથિયું! અહીં શ્રાવકના ધર્મનું વર્ણન કરવું છે. સર્વજ્ઞદેવની ઓળખાણ તે શ્રાવકધર્મનું મૂળ છે. મુનિના કે શ્રાવકના જેટલા ધર્મો છે તેનું મૂળ સમ્યગ્દર્શન છે. સર્વજ્ઞની પ્રતીત વગર સમ્યગ્દર્શન ન હોય, ને સમ્યગ્દર્શન વગર શ્રાવકના દેશવ્રત કે મુનિનાં મહાવ્રત હોય નહિ. સમ્યગ્દર્શન સહિત દેશવ્રતવાળા શ્રાવક કેવા હોય તેનું સ્વરૂપ પ્રકાશે છે તેથી આ અધિકારનું નામ દેશવ્રતોદ્યોતન-અધિકાર” છે. સર્વજ્ઞદેવે જેવો આત્મસ્વભાવ પ્રગટ કર્યો ને જેવો વાણીમાં કહ્યો તેવા આત્માની અનુભવ સહિત નિર્વિકલ્પ પ્રતીત કરવી તે સમ્યગ્દર્શન છે. સર્વજ્ઞ કેમ થયા ને તેમણે શું કહ્યું તેનું યથાર્થ જ્ઞાન સમ્યગ્દષ્ટિને જ હોય છે. અજ્ઞાનીને તો સર્વજ્ઞ કેમ થયા તેના ઉપાયની પણ ખબર નથી ને સર્વજ્ઞદવે શું કહ્યું તેની પણ ખબર નથી. અહીં તો કહે છે કે સર્વજ્ઞના માર્ગને જે ઓળખતા નથી ને વિપરીતમાર્ગને આદરે છે તેની મતિ ભ્રમિત છે, તે ભ્રમબુદ્ધિવાળો છે, મિથ્યાત્વરૂપ મહાપાપમાં તે ડૂબેલો છે. ગૃહસ્થનો ધર્મ પણ તેને હોતો નથી, તો મુનિધર્મની વાત જ કેવી !
બાહ્ય ને અંતરનો સર્વ સંગ છોડીને શુક્લધ્યાન વડે ભગવાન સર્વજ્ઞ થયા.” સમ્યગ્દર્શન ને આત્મભાન તો પહલાં હતું, પછી મુનિ થતાં બહારનો સર્વ પરિગ્રહ છોડયો, ને અંદરની અશુદ્ધતા છોડી. અશુદ્ધતા છોડી ત્યાં નિમિત્ત તરીકે બહારનો સંગ છોડ્યો-એમ કહેવાય છે. મુનિદશામાં સમસ્ત બાહ્યસંગનો ત્યાગ છે, દેહ ઉપર વસ્ત્રનો એક કટકો પણ હોતો નથી, ભોજન પણ હાથમાં જ લ્ય છે, જમીન પર સૂએ છે; અંદરમાં શુદ્ધોપયોગરૂપ આચરણ વડે અશુદ્ધતા અને તેનાં નિમિત્તો છૂટી ગયાં છે. શુદ્ધોપયોગની ધારારૂપ છે શુક્લધ્યાન, તેના વડે સ્વરૂપને ધ્યેયમાં લઈને પર્યાયને તેમાં લીન કરી તેનું નામ ધ્યાન છે, તેના વડે ઘાતિકર્મોનો નાશ થઈને કેવળજ્ઞાન થયું છે. જાઓ, પહેલાં પર્યાયમાં અશુદ્ધતા હતી, જ્ઞાન-દર્શન અધૂરા હતા, મોહુ હતો, તેથી ઘાતિકર્મો સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હતો, ને હવે શુદ્ધતા થતાં અશુદ્ધતા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #19
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(શ્રાવકધર્મપ્રકાશ ટળતાં કર્મો સાથેનો સંબંધ છૂટી ગયો, જ્ઞાન-દર્શન-સુખ-વીર્ય પરિપૂર્ણ પ્રગટી ગયા ને કર્મો નષ્ટ થયાં. –કયા ઉપાયથી? કે શુદ્ધોપયોગરૂપ ધર્મ વડે. –આ રીતે આમાં બધા તત્ત્વો આવી જાય છે; બંધ, મોક્ષ, ને મોક્ષમાર્ગ એ બધું બતાવી દીધું. સર્વજ્ઞદવે કહેલાં આવાં તત્ત્વોનું સ્વરૂપ સમજે તેને જ શ્રાવકધર્મ પ્રગટે.
ધર્મનું કથન કરવામાં સર્વશદેવનાં વચનો જ સત્ય છે, બીજાનાં નહિ. સર્વજ્ઞને માન્યા સિવાય કોઈ કહે કે હું મારી મેળે જાણીને ધર્મ કહું છું–તો તેની વાત સાચી ન હોય. વળી સર્વજ્ઞ-અરિહંતદેવ સિવાય બીજા મત પણ સરખા છે એમ જે માને તેને પણ ધર્મના સ્વરૂપની ખબર નથી. જૈન ને અજૈન બધા ધર્મોને સરખા માનનારને તો વ્યવહારશ્રાવકપણું પણ નથી. તેથી શ્રાવકના ધર્મના વર્ણનની શરૂઆતમાં જ સ્પષ્ટ કહ્યું કે સર્વજ્ઞના વચનથી કહેલો ધર્મ જ સત્ય છે ને બીજો સત્ય નથી, એવી પ્રતીત શ્રાવકને પહેલાં જ હોવી જોઈએ.
અહા, સર્વજ્ઞ એ તો જૈનધર્મના દેવ છે; દેવનું સ્વરૂપ પણ જે ન ઓળખે તેને ધર્મ કેવો? ત્રણલોક ને ત્રણકાળના સમસ્ત દ્રવ્ય-ગુણ-પર્યાયોને વર્તમાનમાં સર્વશદેવ સ્પષ્ટ જાણે છે, એ વાત પણ જેને નથી બેસતી તેને તો સર્વશદેવની કે મોક્ષતત્ત્વની પ્રતીત નથી, ને આત્માના પૂર્ણ જ્ઞાનસ્વભાવની પણ તેને ખબર નથી. શ્રાવક-ધર્માત્મા તો ભ્રાંતિરહિત સર્વજ્ઞદેવનું સ્વરૂપ જાણે છે ને એવું જ પોતાનું સ્વરૂપ સાધે છે. જેમ લીંડીપીપરના પ્રત્યેક દાણામાં ચોસઠપહોરી તીખાસ ભરી છે તે જ વ્યક્ત થાય છે, તેમ જગતના અનંત જીવોમાં પ્રત્યેક જીવમાં સર્વજ્ઞતાની તાકાત ભરેલી છે, તેનું ભાન કરીને તેમાં એકાગ્ર થતાં તે પ્રગટે છે. દેહથી પાર, કર્મથી પાર, રાગથી પાર ને અલ્પજ્ઞતાથી યે પાર પરિપૂર્ણ જ્ઞ-સ્વભાવી આત્મા જેવો ભગવાને જોયો ને પોતે પ્રગટ કર્યો તેવો જ વાણીમાં કહ્યો. તેવા આત્માની અને તે કહેનારા સર્વજ્ઞની પ્રતીત કરવા જાય ત્યાં રાગાદિની રુચિ રહેતી નથી; સંયોગ વિકાર કે અલ્પજ્ઞતાની રુચિ છૂટીને સ્વભાવસભુખ રુચિ થાય છે ત્યારે જ સ્વશે કહેલા ધર્મની ઓળખાણ થાય છે ને ત્યારે જ શ્રાવકપણું પ્રગટે છે. જૈનકુળમાં જન્મવાથી કાંઈ શ્રાવક નથી થઈ જવાતું પણ અંતરમાં જૈનપરમેશ્વર સર્વજ્ઞદેવની ઓળખાણ કરે તથા તેમણે કહેલા વસ્તુસ્વરૂપને ઓળખે ત્યારે જ શ્રાવકપણું થાય છે. અરે, શ્રાવકપણું કોને કહેવાય તેની પણ ઘણા જીવોને ખબર નથી. તેથી અહીં દેશવ્રત-ઉધોતનમાં પદ્મનંદીસ્વામીએ શ્રાવકના ધર્મનો ઉધત કર્યો છે, તેનું સ્વરૂપ પ્રકાશિત કર્યું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #20
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
માંગલિકમાં હંમેશા બોલે કે “વસિપUત્તો ઘમ્મો શvi પધ્વજ્ઞાનિ' – અર્થાત હું કેવળી ભગવાને કહેલા ધર્મનું શરણ ગ્રહું છું. પણ સર્વજ્ઞકેવળી કેવા છે અને તેમના કહેલા ધર્મનું સ્વરૂપ શું છે તેની ઓળખાણ વગર કોનું શરણ લેશે? ઓળખાણ કરે તો સર્વજ્ઞના ધર્મનું શરણ લીધું કહેવાય, ને તેને સ્વાશ્રયે સમ્યગ્દર્શનાદિ ધર્મ પ્રગટે. માત્ર બોલવાથી ધર્મનું શરણ મળે નહિ, પણ કેવળી ભગવાને જેવો ધર્મ કહ્યો છે તેની ઓળખાણ કરીને પોતામાં તેવો ભાવ પ્રગટ કરે તો કેવળીના ધર્મનું શરણ લીધું કહેવાય.
સૌથી પહેલાં સર્વજ્ઞદેવની અને તેમણે કહેલા ધર્મની ઓળખાણ કરવાનું કહ્યું. માત્ર બાહ્ય અતિશય વડે કે સમવસરણના વૈભવ વડે ભગવાનની ઓળખાણ ન કરાવી પણ સર્વજ્ઞતારૂપ ચિહ્ન વડે ભગવાનની ઓળખાણ કરાવી, તથા તેમનો કહેલો ધર્મ જ સત્ય છે એમ કહ્યું. જગતમાં છ પ્રકારનાં સ્વતંત્ર દ્રવ્યો, નવતત્ત્વો, અને તેમાં એકેક આત્માનો પૂર્ણ સ્વભાવ દેખાડીને સ્વાશ્રયે ધર્મ બતાવનારી સર્વજ્ઞની વાણી, ને રાગાદિક પરાશ્રિત ભાવથી ધર્મ મનાવનારી અજ્ઞાનીની વાણી, એના વચ્ચે વિવેક કરવો જોઈએ. સ્વાશ્રિત શુદ્ધોપયોગરૂપ શુક્લધ્યાનના સાધન વડે ભગવાન સર્વજ્ઞ થયા છે.
પ્રશ્ન- એ શુક્લધ્યાન કેવું હશે? એ શુક્લધ્યાનનો રંગ ધોળો હશે?
ઉત્તર- અરે ભાઈ, શુક્લધ્યાન એ તો ચૈતન્યના આનંદના અનુભવમાં લીનતાની ધારા છે, એ તો કેવળજ્ઞાન માટેની શ્રેણી છે. એને રંગ ન હોય. ધોળો રંગ એ તો રૂપી પુદ્ગલપર્યાય છે. અહીં શુક્લધ્યાનમાં “ શુક્લ’ એટલે ધોળો રંગ નહિ પણ શુક્લ એટલે રાગની મલિનતા વગરનું, ઊજળું પવિત્ર; એ શુક્લધ્યાન તો અરૂપી આત્માની અરૂપી પર્યાય છે ને એ સ્વભાવ-સાધન વડે જ ભગવાન કેવળજ્ઞાન પામ્યા છે. આવા સાધનને ઓળખે તો ભગવાનની સાચી ઓળખાણ થાય. આવી સર્વજ્ઞતાને સાધતાં સાધતાં વનવિહારી સંત પદ્મનંદી મુનિરાજે આ શાસ્ત્ર રચ્યું છે. તેઓ આત્માની શક્તિમાં જે પૂર્ણ આનંદ ભર્યો છે તેની પ્રતીત કરીને તેમાં લીનતા વડે તે ખોલતા હતા, સિદ્ધ ભગવાન સાથે અંતરમાં અનુભવદ્વારા વાત કરતા હતા ને સિદ્ધપ્રભુ જેવા અતીન્દ્રિય આનંદનો ઘણો અનુભવ કરતા હતા, ત્યાં ભવ્ય જીવો ઉપર કરુણા કરીને આ શાસ્ત્ર રચાઈ ગયું છે. ગૃહસ્થનો ધર્મ બતાવતાં કહે છે કે અરે જીવ! સૌથી પહેલાં તું સર્વજ્ઞદેવને ઓળખ. સર્વજ્ઞદેવને ઓળખતાં તારી સાચી જાત તને ઓળખાશે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #21
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦)
(શ્રાવકધર્મપ્રકાશ મહાવિદેહક્ષેત્રમાં અત્યારે સર્વજ્ઞ પરમાત્મા સીમંધર પ્રભુ વગેરે ભગવંતો બિરાજે છે, ત્યાં લાખો સર્વજ્ઞ ભગવંતો છે, એવા અનંતા થયા ને દરેક જીવમાં એવી તાકાત છે. અહો, આત્માની પૂર્ણ દશા પામેલા સર્વજ્ઞ પરમાત્મા આ જગતમાં બિરાજે છે–એવી વાત કાને પડતાં જ જેને આત્મામાં એવો ઉલ્લાસ આવ્યો કે વાહ! આત્માનો આવો વૈભવ! આત્માની આવી અચિંત્ય તાકાત ! જ્ઞાનસ્વભાવમાં સર્વજ્ઞ થગાની ને પૂર્ણ આનંદની તાકાત છે; મારા આત્મામાં પણ આવી જ તાકાત છે. - આ રીતે સ્વભાવનો મહિમા જેને જાગ્યો તેને શરીરનો રાગનો કે અલ્પજ્ઞતાનો મહિમા ઊડી જાય છે ને તેની પરિણતિ જ્ઞાનસ્વભાવ તરફ ઝૂકી જાય છે, તેનું પરિણમન સંસારભાવથી પાછું વળીને સિદ્ધપદ તરફ વળે છે. આવી દશા થાય તેને જ સર્વજ્ઞની ખરી પ્રતીત બેઠી છે, ને સર્વજ્ઞદેવે અલ્પકાળમાં જ તેની મુક્તિ દેખી છે.
સર્વજ્ઞતાના તો મહિમાની વાત જ શી! એ સર્વજ્ઞની ઓળખાણમાં પણ કેવા અપૂર્વ ભાવ છે ને તેમાં કેવો પુરુષાર્થ છે તેની લોકોને ખબર નથી. સર્વજ્ઞદેવને ઓળખતાં મુમુક્ષુને તેમના પ્રત્યે અપાર ભક્તિ ઉલ્લસે છે. જ્યાં પૂર્ણ જ્ઞાન-આનંદને પામેલા એવા સર્વજ્ઞ પરમાત્મા પ્રત્યે ઓળખાણપૂર્વકની ખરેખરી ભક્તિ ઊછળી ત્યાં હવે બીજા કોઈનો (પુણ્યનો કે સંયોગનો) મહિમા રહે જ નહિ, તેનો આદર રહે નહિ, ને ભવમાં રખડવાનો પણ સન્દહ રહે નહિ. અરે, જ્યાં જ્ઞાનસ્વભાવનો આદર કર્યો ને જે જ્ઞાનમાં સર્વજ્ઞને બેસાડયા તે જ્ઞાનમાં હવે ભવ કેવા ? જ્ઞાનમાં ભવ નથી, ભવનો સંદેહ નથી. અરે જીવ! એકવાર તો સર્વજ્ઞને ઓળખીને એનાં ગાણાં ગા. આ પૃથ્વીનું હરણિયું પણ જિન ભગવાનના ગાણાં સાંભળવા ઠેઠ ચંદ્રલોકમાં ગયું, તો અહીં સન્તો સર્વજ્ઞતાના મહિમાના ગુણગાન સંભળાવે ને તે સાંભળતાં મુમુક્ષુને ભક્તિ ન ઉલ્લસે એ કેમ બને? આવા સર્વજ્ઞની ઓળખાણ એ શ્રાવકનું પહેલું લક્ષણ છે, ને એ ધર્મનું મૂળ છે. સર્વજ્ઞને જે ઓળખાતો નથી, તેમના વચનમાં જેને ભ્રમ છે ને વિપરીત માર્ગને માને છે તેને તો શ્રાવકપણું હોતું નથી ને શુભભાવનું ય ઠેકાણું નથી, મિથ્યાત્વની તીવ્રતાને લીધે તેને મહાપાપી અથવા અપાત્ર કહ્યો છે. માટે મુમુક્ષુએ સૌથી પહેલાં સર્વજ્ઞદેવની ઓળખાણ કરવી-એ તાત્પર્ય છે.
અહો નાથ ! આપે એક સમયમાં ત્રણ કાળ ત્રણલોકને સાક્ષાત જાણ્યા ને દિવ્યવાણીમાં આત્માના સર્વજ્ઞરવભાવને જાહેર કર્યો; આપની તે વાણી અમે સાંભળી, તો હવે આપની સર્વજ્ઞતામાં કે મારા જ્ઞાનસ્વભાવમાં સંદેહ ન રહ્યો. આત્મામાં શક્તિ ભરી છે તેમાંથી સર્વજ્ઞતા ખૂલે છે-એવી આત્મશક્તિની જેને પ્રતીત નથી ને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #22
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૧૧ બહારના સાધનથી ધર્મ કરવા માંગે છે તે તો આંધળો છે, દષ્ટિ વગરનો છે. જ્ઞાનસ્વભાવની ને સર્વજ્ઞની શ્રદ્ધા વગર “શાસ્ત્રમાં આમ લખ્યું છે ને તેનો અર્થ આમ થાય' – એમ જ્ઞાની સાથે વાદવિવાદ કરે તે તો, આકાશમાં ઊડતા પંખીને ગણવા માટે દેખતાની સાથે આંધળો હોડ કરે એના જેવું છે. જ્ઞાનસ્વભાવની દષ્ટિ વગર, સર્વશે કહેલા શાસ્ત્રના અર્થ ઉકેલતાં આવડે નહિ. માટે પહેલા જ શ્લોકમાં સર્વશની અને તેમની વાણીની ઓળખાણ કરવાનું કહ્યું. સર્વજ્ઞની શ્રદ્ધા તે મોક્ષના મંડપનો માણેકથંભ છે; તે સર્વજ્ઞના એટલે કે મોક્ષતત્ત્વનાં ગાણા ગાઈને તેની શ્રદ્ધારૂપ માંગલિક કર્યું.
હવે આવા સર્વજ્ઞની ઓળખાણવાળા સમ્યગ્દષ્ટિ જીવોની વિરલતા બતાવીને તેનો મહિમા કરતાં બીજા શ્લોકમાં કહે છે કે સમ્યગ્દષ્ટિ એકલો હોય તો પણ આ લોકમાં શોભનીક ને પ્રશંસનીય છે.
છે. મોક્ષ..
दंसणमूलो धम्मो
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #23
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨)
(શ્રાવકધર્મપ્રકાશ [૨] ધર્મના આરાધક સમ્યગ્દષ્ટિની પ્રશંસા
જગતમાં સર્વશને અનુસરનારા સમ્યગ્દષ્ટિ જીવો તો બહુ થોડા છે, ને તેનાથી વિરુદ્ધ મિથ્યાદષ્ટિ જીવો ઘણા છે-એમ કોઈને થાય તો કહે છે કે હે ભાઈ ! આનંદદાયક એવા અમૃતપથરૂપ મોક્ષમાર્ગમાં સ્થિત સમ્યગ્દષ્ટિ કદાચ એક જ હોય તો તે એકલો પણ શોભનીક અને પ્રશંસનીક છે, ને મોક્ષમાર્ગથી ભ્રષ્ટ એવા મિથ્યાદષ્ટિ જીવો ઘણાય હોય તોપણ તે શોભનીક નથી. -આમ કહીને સમ્યકત્વની આરાધનામાં ઉત્સાહ જગાડે છે.
एकोप्यत्र करोति यः स्थितिमतिं प्रीतः शुचौ दर्शने सः श्लाध्यः खलु दुःखितौप्युदयतो दुष्कर्मणः प्राणिभृत्। अन्यैः किं प्रचुरैरपि प्रभुदितेः अत्यन्तदूरीकृत स्फीतानन्दभरप्रदामृतपथैः मिथ्यापथप्रस्थितैः।।२।।
જુઓ, આ સમ્યગ્દર્શનની વિરલતા બતાવીને કહે છે કે, આ જગતમાં અત્યંત પ્રીતિપૂર્વક જે જીવ પવિત્ર જૈનદર્શનમાં સ્થિતિ કરે છે અર્થાત્ શુદ્ધ સમ્યગ્દર્શનને નિશ્ચલપણે આરાધે છે તે જીવ ભલે એક જ હોય ને કદાચ પૂર્વકર્મોદયથી દુઃખિત હોય તો પણ તે પ્રશંસનીય છે, કેમકે સમ્યગ્દર્શનવડે પરમ આનંદદાયક એવા અમૃતમાર્ગમાં તે સ્થિત છે. અને અમૃતમય મોક્ષમાર્ગથી જે ભ્રષ્ટ છે ને મિથ્યામાર્ગમાં સ્થિત છે એવા મિથ્યાષ્ટિ જીવો ઘણા હોય ને શુભકર્મથી પ્રમુદિત હોય તોપણ તેથી શું પ્રયોજન છે? –એ કાંઈ પ્રશંસનીય નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #24
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ).
(૧૩ ભાઈ, જગતમાં તો કાગડા-કૂતરા-કીડી-મકોડા વગેરે અનંતા જીવો છે, પણ જૈનદર્શન પામીને જે જીવ પવિત્ર સમ્યગ્દર્શનાદિ રત્નત્રયની આરાધના કરે છે તે જ જીવ શોભનીક છે. સમ્યગ્દર્શન વગરના પુણ્ય પણ પ્રશંસનીય કે ઈચ્છનીક નથી. જગતમાં મિથ્યાષ્ટિ ઘણા હોય ને સમ્યગ્દષ્ટિ ભલે થોડા હોય-તેથી શું? જેમ જગતમાં કોલસા ઘણા હોય ને હીરા કોઈક જ હોય, તેથી શું કોલસાની કિંમત વધી ગઈ? ના, થોડા હોય તોપણ ઝગમગતા હીરા શોભે છે, તેમ થોડા હોય તોપણ સમ્યગ્દષ્ટિ જીવો જગતમાં શોભે છે. હીરા હંમેશા થોડા જ હોય. જૈનધર્મ કરતાં અન્ય કુમતને માનનારા જીવો અહીં ઘણા દેખાય છે તેથી ધર્મીને કદી એમ સદેહ ન થાય કે તે કુમત સાચા હશે ! તે તો નિઃશંકપણે પરમ પ્રીતિથી જૈનધર્મને એટલે કે સમ્યગ્દર્શનાદિ રત્નત્રયને આરાધે છે. ને એવા ધર્મી જીવોથી જ આ જગત શોભી રહ્યું છે.
સર્વજ્ઞદેવના કહેલા પવિત્ર દર્શનમાં જે પ્રીતિપૂર્વક સ્થિતિ કરે છે એટલે કે નિશ્ચલપણે શુદ્ધ સમ્યગ્દર્શનને આરાધે છે તે સમ્યગ્દષ્ટિ જીવ એકલો હોય તોપણ જગતમાં પ્રશંસનીય છે. ભલે કદાચ પૂર્વના કોઈ દુષ્કર્મના ઉદયથી તે દુ:ખિત હોયબહારની પ્રતિકૂળતાથી ઘેરાયેલો હોય, નિર્ધન હોય, કાળો-કૂબડો હોય, તોપણ અંદરની અનંત ચૈતન્યઋદ્ધિનો સ્વામી તે ધર્માત્મા પરમ આનંદરૂપ અમૃતમાર્ગમાં રહેલો છે, કરોડો-અબજોમાં તે એકલો હોય તોપણ શોભે છે, પ્રશંસા પામે છે. રત્નકરંડશ્રાવકાચારમાં સમન્તભદ્રસ્વામી કહે છે કે- જે જીવ સમ્યગ્દર્શન-સમ્પન્ન છે, તે ચંડાળના દેહમાં ઊપજ્યો હોય તોપણ, ગણધરદેવ તેને “દેવ' કહે છે; જેમ ભસ્મથી ઢંકાયેલા અંગારામાં અંદર જસ-તેજ છે તેમ ચંડાળદેહથી ઢંકાયેલો તે આત્મા અંદર સમ્યગ્દર્શનના દિવ્યગુણથી ઝળહળી રહ્યો છે.
सम्यग्दर्शनसम्पन्नमपि मातङ्गदेहजं।
देवा देवं विदुर्भस्मगूढाङ्गारान्तरौजसं ।।२८ ।। સમ્યગ્દષ્ટિ જીવ ગૃહસ્થ હોય તોપણ મોક્ષમાર્ગમાં સ્થિત છે. તેને ભલે બહારની પ્રતિકૂળતા કદાચ હો પણ અંદરમાં તો એને ચૈતન્યના આનંદની લહેર છે; ઇન્દ્રના વૈભવમાંય જે આનંદ નથી તે આનંદને તે અનુભવે છે. પૂર્વકર્મનો ઉદય તેને હલાવી શકતો નથી. તે સમ્યકત્વમાં નિશ્ચલ છે. કોઈ જીવ તિર્યંચ હોય ને સમ્યગ્દર્શન પામ્યો હોય, રહેવાનું મકાન ન હોય તોપણ તે આત્મગુણોથી શોભે છે, ને મિથ્યાષ્ટિ જીવ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૪ )
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
au
FRAN
(શ્રાવકધર્મપ્રકાશ
દેવના સિંહાસને બેઠો હોય તોપણ તે શોભતો નથી, પ્રશંસા પામતો નથી. બહારના સંયોગથી કાંઈ આત્માની શોભા નથી, આત્માની શોભા તો અંદરના સમ્યગ્દર્શનાદિ ગુણોથી છે. અરે, નાનકડું દેડકું હોય, સમવસરણમાં બેઠું હોય, તે ભગવાનની વાણી સાંભળી અંદરમાં ઊતરી સમ્યગ્દર્શનવડે ચૈતન્યના અપૂર્વ આનંદને અનુભવે, ત્યાં બીજા કયા સાધનની જરૂર છે? ને બહારની પ્રતિકૂળતા કયાં નડે છે? આથી કહે છે કે ભલે પાપકર્મનો ઉદય હોય પણ હે જીવ! તું સમ્યકત્વની આરાધનામાં નિશ્ચલ રહે. પાપકર્મનો ઉદય હોય તેથી કાંઈ સમ્યક્ત્વની કિંમત ચાલી જતી નથી, એને તો પાપકર્મ નિર્જરતું જાય છે. ચારેકોર પાપકર્મના ઉદયથી ઘેરાયેલો હોય, એકલો હોય છતાં જે જીવ પ્રીતિપૂર્વક સમ્યક્ત્વને ધારણ કરે છે તે અત્યંત આદરણીય છે; ભલે જગતમાં બીજા તેને ન માને, ભલે ઊંધીદષ્ટિવાળા તેને સાથ ન આપે, તોપણ એકલો એકલો તે મોક્ષના માર્ગમાં આનંદપૂર્વક ચાલ્યો જાય છે. શુદ્ધ આત્મામાં મોક્ષનો અમૃતમાર્ગ તેણે જોયો છે, તે માર્ગે નિઃશંક ચાલ્યો જાય છે. પૂર્વકર્મનો ઉદય કયાં એનો છે? એની વર્તમાન પરિણતિ કાંઈ ઉદય તરફ નથી ઝૂકતી, એની પરિણતિ તો ચૈતન્યસ્વભાવ તરફ ઝૂકીને આનંદમય બની ગઈ છે, તે પરિણતિથી તે એકલો શોભે છે. જેમ જંગલમાં વનનો રાજા સિંહ એકલો પણ શોભે છે તેમ સંસારમાં ચૈતન્યનો રાજા સમ્યગ્દષ્ટિ એકલો પણ શોભે છે. સમ્યક્ત્વ ભેગા પુણ્ય હોય તો જ તે જીવ શોભે–એવી પુણ્યની અપેક્ષા કાંઈ સમ્યગ્દર્શનમાં નથી. સમ્યગ્દષ્ટિ પાપના ઉદયથી પણ જુદો છે ને પુણ્યના ઉદયથી પણ જુદો છે; બંનેથી જુદો પોતાના જ્ઞાનભાવમાં સમ્યક્ત્વથી જ તે શોભે છે. આનંદમય અમૃતમાર્ગમાં આગળ વધતો તે એકલો મોક્ષમાં ચાલ્યો જાય છે શ્રેણીકરાજા અત્યારે નરકમાં છે પણ તેનો આત્મા સમ્યક્ત્વને લીધે અત્યારે પણ મોક્ષમાર્ગમાં ગમન કરી રહ્યો છે, સમ્યક્ત્વના પ્રતાપે થોડા વખતમાં તે ત્રણલોકના નાથ થશે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #26
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૧૫ અને જેને સમ્યગ્દર્શન નથી, ધર્મની જેને ખબર નથી, અમૃતમાર્ગથી જે ભ્રષ્ટ છે ને મિથ્યામાર્ગમાં ગમન કરે છે, તે જીવ ભલે કદાચ પુણ્યોદયના ઠાઠથી ઘેરાયેલો (છૂટો નહિ પણ ઘેરાયેલો) હોય ને લાખો-કરોડો જીવો તેને માનનારા હોય, તોપણ તે શોભતો નથી, પ્રશંસા પામતો નથી; અરે, ધર્મમાં એની શી કિંમત! “પવિત્ર જૈનદર્શન સિવાય બીજા કોઈ વિપરીત માર્ગને આટલા બધા જીવો માને છે માટે તેમાં કાંઈક શોભા હશે! કાંઈક સાચું હશે!' – તો કહે છે કે ના; એમાં અંશમાત્ર શોભા નથી, સત્ય નથી. એવા મિથ્યામાર્ગમાં લાખો જીવો હોય તોપણ તેઓ શોભતા નથી, કેમકે આનંદથી ભરેલા અમૃતમાર્ગની તેઓને ખબર નથી, તેઓ મિથ્યાત્વના ઝેરથી ભરેલા માર્ગમાં જઈ રહ્યા છે. જગતમાં કોઈ કુપંથને લાખો માણસો માને તેથી ધર્મીને શંકા ન પડે કે તેમાં કાંઈક શોભા હશે! ને સસ્પંથનાં બહુ થોડા જીવો હોય, પોતે એકલો હોય તોપણ ધર્મીને સંદેહ ન પડે કે સત્ય માર્ગ આ હશે કે બીજો હશે! -તે તો નિઃશંકપણે પરમ પ્રીતિપૂર્વક સર્વજ્ઞના કહેવા પવિત્ર માર્ગને સાધે છે. આ રીતે સત્પથમાં એટલે કે મોક્ષમાર્ગમાં સમ્યગ્દષ્ટિ એકલો પણ શોભે છે. જગતની પ્રતિકૂળતાનો ઘેરો એને સમ્યકત્વથી ડગાવી નથી શકતો. મોક્ષમાર્ગને અહીં આનંદથી ભરેલો અમૃતમાર્ગ (માનન્દ્રમરઅમૃતપથ ) કહ્યો છે, તેનાથી ભ્રષ્ટ મિથ્યામાર્ગમાં સ્થિત લાખો-કરોડો જીવો પણ શોભતા નથી; ને આનંદભર અમૃતમાર્ગમાં એક-બેત્રણ સમ્યગ્દષ્ટિ હોય તોપણ જગતમાં તે શોભે છે. માટે આવા સમ્યકત્વને નિશ્ચલપણે ધારણ કરવું. મુનિધર્મ હો કે શ્રાવકધર્મ હો, તેમાં સમ્યગ્દર્શન સૌથી પહેલું છે. સમ્યગ્દર્શન વગર શ્રાવક કે મુનિધર્મ હોય નહિ. માટે હે જીવ! તારે ધર્મ કરવો હોય ને ધર્મી થવું હોય તો પહેલાં તું આવા સમ્યગ્દર્શનની આરાધના કરે; સમ્યગ્દર્શનથી જ ધર્મીપણું થશે.
સતનું માપ સંખ્યા ઉપરથી નથી, ને સતને દુનિયાની પ્રશંસાની જરૂર નથી. દુનિયામાં ઝાઝા જીવો માને ને ઝાઝા જીવો આદર આપે તો જ સત સત કહેવાયએમ નથી, થોડા માનનાર હોય તો પણ સત્ શોભે છે; સત્ એકલું પોતાથી શોભે છે.
અહા, સર્વજ્ઞદેવે કહેલો આત્મા જેની પ્રતીતમાં આવી ગયો છે, અનુભવમાં આવી ગયો છે એવો સમ્યગ્દષ્ટિ જીવ પુણ્યની મંદતાથી કદાચ ધનહીન-પુત્રહીન હોય, શરીર કાળું-કૂબડું હોય, રોગી હોય, સ્ત્રી કે તિર્યંચ હોય, ચંડાળ વગેરે હલકા કુળમાં જમ્યો હોય, લોકોમાં અનાદર થતો હોય, બહારમાં અસાતાના ઉદયથી દુ:ખી હોયઆમ ગમે તેટલી પ્રતિકૂળતા વચ્ચે ઊભો હોય છતાં, સમ્યગ્દર્શનના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #27
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬)
(શ્રાવકધર્મપ્રકાશ પ્રતાપે તે પોતાના ચિદાનંદસ્વરૂપમાં સંતુષ્ટપણે મોક્ષને સાધી રહ્યો છે તેથી તે જગતમાં પ્રશંસનીય છે, ગણધરાદિ સંતો તેના સમ્યકત્વની પ્રશંસા કરે છે; એનો આનંદકંદ આત્મા કાંઈ નિર્ધન નથી, એનો આત્મા રોગી નથી, એનો આત્મા કાળોકૂબડો કે ચંડાળ નથી, એનો આત્મા સ્ત્રી નથી, એ તો ચિદાનંદસ્વરૂપપણે જ પોતાને અનુભવે છે, અંદરમાં અનંત ગુણની નિર્મળતાના નિધાન એની પાસે છે. સમ્યગ્દષ્ટિની અંતરની દશા વર્ણવતાં શ્રી દોલતરામજી કવિ કહે છે કે
ચિન્યૂરત દગધારીકી મોહે રીતિ લગત હૈ અટાપટી;
બાહર નારકીકૃત દુઃખ ભોગે અંતર સુખરસ ગટગટી. નારકીને બહારમાં કયાં કાંઈ સગવડ છે? છતાં તે સમ્યગ્દર્શન પામે છે; નાનું દેડકું પણ સમ્યગ્દર્શન પામે છે; તે પ્રશંસનીય છે. અઢીદ્વીપમાં સમવસરણ વગેરેમાં
GST ઘણા તિર્યંચો સમ્યગ્દષ્ટિ છે, તે ઉપરાંત
અઢીદ્વીપ બહાર તો અસંખ્યાતા તિર્યંચો આત્માના જ્ઞાન સહિત ચોથે-પાંચમે ગુણસ્થાને બિરાજી રહ્યા છે, સિંહ-વાઘ ને સર્પ જેવા પ્રાણીઓ પણ સમ્યગ્દર્શન પામે છે, તે જીવો પ્રશંસનીય છે. અંદરથી ચૈતન્યનું પાતાળ ફોડીને સમ્યગ્દર્શન પ્રગટયું છે-એના મહિમાની શી વાત? બહારના સંયોગથી જાએ એને એ મહિમા
ન દેખાય, પણ અંદર આત્માની દશા શું
છે છે તેને ઓળખે તો તેના મહિમાની ખબર પડે. સમ્યગ્દષ્ટિએ આત્માના આનંદને દેખ્યો છે, એનો સ્વાદ ચાખ્યો છે, ભેદજ્ઞાન થયું છે, તે ખરેખર આદરણીય છે, પૂજ્ય છે. મોટા રાજા-મહારાજાને પ્રશંસનીય ન કહ્યા, સ્વર્ગના દેવને પ્રશંસનીય ન કહ્યા, પણ સમ્યગ્દષ્ટિને પ્રશંસનીય કહ્યા, પછી ભલે તે તિર્યંચપર્યાયમાં હો, નરકમાં હો, દેવમાં હો કે મનુષ્યમાં હો, તે સર્વત્ર પ્રશંસનીય છે. જે સમ્યગ્દર્શનધર્મને સાધી રહ્યા છે તે જ ધર્મમાં અનુમોદનીય છે. સમ્યગ્દર્શન વગર બાહ્યત્યાગ-વ્રત કે શાસ્ત્રનું જાણપણું વગેરે ઘણું હોય તોપણ આચાર્ય દેવ કહે છે કે એ કાંઈ અમને પ્રશંસનીય લાગતું નથી, કેમકે એ કાંઈ આત્માના હિતનું કારણ બનતું નથી. હિતનું મૂળકારણ તો સમ્યગ્દર્શન છે. કરોડોઅબજો જીવોમાં એકાદ સમ્યગ્દષ્ટિ હોય તોપણ તે ઉત્તમ છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #28
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૧૭ પ્રશંસનીય છે, ને વિપરીતમાર્ગમાં ઘણા હોય તોપણ તે પ્રશંસનીય નથી. આમ સમજીને હે જીવ! તું સમ્યગ્દર્શનની આરાધના કર, એમ તાત્પર્ય છે.
શરીર કયાં આત્માનું છે? જે પોતાનું નથી તે ગમે તેવું હોય તેની સાથે આત્માને શું સંબંધ છે? -માટે ધર્મીની મોટપ સંયોગ વડે નથી, ધર્મીની મોટપ પોતાના ચિદાનંદસ્વભાવની અનુભૂતિથી જ છે. હજારો ઘેટાના ટોળા કરતાં વનમાં એકલો સિંહ પણ શોભે છે, તેમ જગતના લાખો જીવોમાં સમ્યગ્દષ્ટિ
:
તો
એકલો પણ (ગૃહસ્થપણામાં હોય તોપણ) શોભે છે. સમ્યગ્દર્શન વગરનો મુનિ શોભતો નથી ને સમ્યગ્દષ્ટિ મુનિપરા વગર પણ શોભે છે, તે મોક્ષનો સાધક છે, તે જિનેશ્વરદેવનો પુત્ર છે; લાખ પ્રતિકૂળતા વચ્ચે પણ તે જિનશાસનમાં શોભે છે. સમ્યગ્દર્શન વગરનો જીવ કયાંય શોભતો નથી. મિથ્યાષ્ટિવંત કરોડો ને સમ્યગ્દષ્ટિવંત એકાદ, છતાં સમ્યગ્દષ્ટિ જ શોભે છે. કીડીના ટોળા ઝાઝા ભેગા થાય તેથી કાંઈ તેની કિંમત વધી જાય નહિ, તેમ મિથ્યાષ્ટિ જીવો ઝાઝા ભેગા થાય તેથી કાંઈ તે પ્રશંસા પામે નહિ. સમ્યગ્દર્શન વગર પુણ્યના ઠાઠ ભેગા થાય તોપણ આત્મા શોભે નહિ ને નરકમાં જ્યાં હજારો-લાખો કે અસંખ્યાતા વર્ષો સુધી અનાજનો કણ કે પાણીનું ટીપું મળતું નથી ત્યાં પણ આનંદકંદ આત્માનું ભાન કરીને સમ્યગ્દર્શનથી આત્મા શોભી ઊઠે છે.* પ્રતિકૂળતા તે કાંઈ દોષ નથી ને અનુકૂળતા તે કાંઈ ગુણ નથી. ગુણ-દોષનો સંબંધ બહારના સંયોગ સાથે નથી; આત્માના સ્વભાવની ને સર્વજ્ઞ દેવની, શ્રદ્ધા સાચી છે કે ખોટી તેના ઉપર ગુણ-દોષનો આધાર છે. ધર્મી જીવ પોતાના
જિનેન્દ્ર ભગવાનના દર્શન કરતાં આપણે નીચેનો શ્લોક બોલીએ છીએ, તેમાં પણ આ જ ભાવના ગુંથાયેલી છે
जिनधर्मविनिर्मुक्तो मा भगत् चक्रवर्त्यपि। स्यात् चेटोपि दरिद्रोपि जिनधर्मानुवासितः।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #29
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮ )
(શ્રાવકધર્મપ્રકાશ
સ્વભાવના અનુભવથી-શ્રદ્ધાથી અત્યંત સંતુષ્ટ વર્તે છે, જગતના કોઈ સંયોગની આકાંક્ષા તેને નથી. સમ્યગ્દર્શન વગરનો કોઈ જીવ હજારો શિષ્યોથી પૂજાતો હોય તોપણ તે પ્રશંસનીય નથી, ને કોઈક સમ્યગ્દષ્ટિ-ધર્માતમાને માનનાર કોઈ ન હોય તોપણ તે પ્રશંસનીય છે, કેમકે તે મોક્ષનો પંથી છે, તે સર્વજ્ઞનો ‘લઘુનન્દન ' છે; મુનિ તે સર્વજ્ઞના મોટા પુત્ર છે ને સમકિતી તે લઘુનંદન એટલે નાનો પુત્ર છે. ભલે નાનો, પણ છે તો સર્વજ્ઞનો વારસદાર, તે અલ્પકાળમાં ત્રણલોકનો નાથ સર્વજ્ઞ થશે.
રોગાદિ ગમે તેવી પ્રતિકૂળતામાંય ‘હું સ્વયંસિદ્ધ, ચિદાનંદસ્વભાવી ૫રમાત્મા છું' એવી નિજાત્માની અંતરપ્રતીત ધર્મીને ખસતી નથી. આત્માના સ્વભાવની આવી પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે, ને તેમાં નિમિત્તરૂપ સર્વજ્ઞદેવની વાણી છે; તેમાં જેને સંદેહ છે તે જીવને ધર્મ હોતો નથી. સમ્યગ્દષ્ટિ જિનવચનમાં અને જિનવચને દર્શાવેલા આત્મસ્વભાવમાં પ્રતીતિ કરીને સમ્યગ્દર્શનમાં નિશ્ચલ સ્થિતિ કરે છે. આવા જીવો જગતમાં ત્રણેકાળે વિરલા જ હોય છે. ભલે થોડા હોય તોપણ તે પ્રશંસનીય છે. જગતના સામાન્ય જીવો ભલે તેને ન ઓળખે પણ સર્વજ્ઞભગવંતો સંતો ને જ્ઞાનીઓથી તે પ્રશંસાને પાત્ર છે, ભગવાને અને સંતોએ તેને મોક્ષમાર્ગમાં સ્વીકાર્યા છે. જગતમાં આથી મોટી બીજી કઈ પ્રશંસા છે? બહારમાં ગમે તેવા પ્રતિકૂળ પ્રસંગ હોય તોપણ સમ્યગ્દષ્ટિ-ધર્માત્મા પવિત્ર દર્શનથી ચલાયમાન થતા નથી.
પ્રશ્ન:- ચારેકોર પ્રતિકૂળતાથી ઘેરાયેલો હોય એવા દુઃખિયાને સમ્યગ્દર્શનની ફૂરસદ કયાંથી મળે ?
ઉત્ત૨:- ભાઈ ! સમ્યગ્દર્શનમાં કયાં કોઈ સંયોગની જરૂર છે? પ્રતિકૂળ સંયોગો કાંઈ દુઃખનું કારણ નથી ને અનુકૂળ સંયોગો કાંઈ સમ્યક્ત્વનું કારણ નથી. આત્મસ્વરૂપમાં ભ્રાંતિ જ દુઃખનું કારણ છે ને આત્મસ્વરૂપની નિર્ભ્રાન્ત પ્રતીતરૂપ સમ્યગ્દર્શન તે સુખનું કારણ છે. આ સમ્યગ્દર્શન કોઈ સંયોગોના આશ્રયે નથી પણ પોતાના સહજ સ્વભાવના જ આશ્રયે છે. અરે, નરકમાં તો કેટલી અસહ્ય પ્રતિકૂળતા છે! ત્યાં ખાવાનું અન્ન કે પીવાનું પાણી મળતું નથી, ઠંડી-ગરમીનો પાર નથી, શરીરમાં પીડાનો પાર નથી, કાંઈ જ સગવડતા નથી, છતાં ત્યાં પણ (સાતમી નરકમાં પણ) અસંખ્યાતા જીવો સમ્યગ્દર્શન પામેલા છે;–તે કોના આધારે પામ્યા? સંયોગનું લક્ષ છોડી પરિણિતને અંતરમાં વાળીને પોતાના આત્માના આશ્રયે સમ્યગ્દર્શન પામ્યા. નરકમાં પણ આવું સમ્યગ્દર્શન થાય છે તો અહીં કેમ ન થાય ? અહીં કાંઈ નરક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #30
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
' (૧૯ જેટલી તો પ્રતિકૂળતા નથી ને? પોતે પોતાની રુચિ પલટાવીને આત્માની દષ્ટિ કરે તો સંયોગ કાંઈ નડતા નથી. પોતે રુચિ ન પલટાવે ને સંયોગનો વાંક કાઢે એ તો મિથ્થાબુદ્ધિ છે.
અહીં, પૈસા હોય કે પુણ્ય હોય તો જીવ પ્રશંસનીય છે એમ ન કહ્યું, પણ જેની પાસે ધર્મ છે તે જ જીવ પ્રશંસનીય છે એમ કહ્યું. પૈસા કે પુણ્ય એ કયાં આત્માના સ્વભાવની ચીજ છે? જે પોતાના સ્વભાવની ચીજ ન હોય તેનાથી આત્માની શોભા કેમ હોય? હે જીવ! તારી શોભા તો તારા નિર્મળ ભાવોથી છે, બીજાથી તારી શોભા નથી. અંતરસ્વભાવની પ્રતીત કરીને તેમાં તું ઠર એટલી જ તારી મુક્તિની વાર છે.
અનુકૂળ-પ્રતિકૂળ સંયોગ ઉપરથી કાંઈ ધર્મ-અધર્મનું માપ નથી; ધર્મી હોય તેને પ્રતિકૂળતા આવે જ નહિ એવું નથી; હા, એટલું ખરું કે પ્રતિકૂળતામાંય ધર્મી જીવ પોતાના ધર્મને છોડે નહિ. કોઈ કહે કે ધર્મીને પુત્ર વગેરે મરે જ નહિ, ધર્મીને રોગ થાય જ નહિ. ધર્મીનાં વહાણ ડૂબે જ નહિ, તો એની વાત સાચી નથી, એને ધર્મના સ્વરૂપની ખબર નથી. ધર્મીનેય પૂર્વ પાપનો ઉદય હોય તો એ બધું બને. કોઈવાર ધર્મીના પુત્રાદિનું આયુષ ઓછું પણ હોય ને અજ્ઞાનીના પુત્રાદિનું આયુષ વિશેષ હોય, -પણ તેથી શું? એ તો પૂર્વના બાંધેલા શુભ-અશુભ કર્મના ચાળા છે, એની સાથે ધર્મ-અધર્મનો સંબંધ નથી. ધર્મીની શોભા તો પોતાના આત્માથી જ છે, કાંઈ સંયોગથી એની શોભા નથી. મિથ્યાદષ્ટિને સંયોગ કોઈવાર અનુકૂળ હોય, પણ અરે ! મિથ્યામાર્ગનું સેવન એ મહા દુઃખનું કારણ છે- એની પ્રશંસા શી? કુદૃષ્ટિનીકુમાર્ગની પ્રશંસા ધર્મી જીવ કરે નહિ. સમ્યક પ્રતીતિવડે નિજસ્વભાવથી જે જીવ ભરેલો છે ને પાપના ઉદયને કારણે સંયોગથી ખાલી છે ( અર્થાત્ અનુકૂળ સંયોગ તેને નથી) તોપણ તેનું જીવન પ્રશંસનીય છે-સુખી છે. હું મારા સુખસ્વભાવથી ભરેલો છું ને સંયોગથી ખાલી છું એવી અનુભૂતિ ધર્મીને સદાય વર્તે છે, તે સત્યનો સત્કાર કરનાર છે, આનંદદાયક અમૃતમાર્ગે ચાલનાર છે. અને સ્વભાવથી જે ખાલી છે અર્થાત જ્ઞાનાનંદથી ભરેલા નિજસ્વભાવને જે દેખતો નથી ને વિપરીતદષ્ટિથી રાગને જ ધર્મ માને છે, સંયોગથી ને પુણ્યથી પોતાને ભરેલો માને છે, તે જીવ બહારના સંયોગથી સુખી જેવો દેખાતો હોય તોપણ તે ખરેખર મહા દુઃખી છે, સંસારના માર્ગે છે. બહારનો સંયોગ એ કાંઈ વર્તમાન ધર્મનું ફળ નથી. ધર્માજીવ બહારથી ભલે ખાલી હોય પણ અંતરમાં ભરેલા સ્વભાવના ભરોસે તે કેવળજ્ઞાની થવાનો. અને જે જીવ સંયોગથી ભરેલો પણ સ્વભાવથી ખાલી છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #31
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦)
(શ્રાવકધર્મપ્રકાશ સમ્યગ્દર્શનથી રહિત છે તે ઊંધી દષ્ટિથી સંસારમાં રખડવાનો; આત્માને સ્વભાવથી ભરેલો ને સંયોગથી ખાલી માન્યો તો તેના ફળમાં સંયોગરહિત એવા સિદ્ધપદને પામશે. સંયોગથી આત્માની મોટાઈ નથી. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે
લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો? વધવાપણું સંસારનું નરદેહને હારી જવો,
એનો વિચાર નહીં અહોહો! એક પળ તમને હવો. અરે, સંયોગથી આત્માની મોટાઈ માનવી એ તો સ્વભાવને ભૂલીને આ મોંઘો મનુષ્યભવ હારી જવા જેવું છે માટે હે ભાઈ ! આવો મનુષ્ય અવતાર પામીને આત્માનું ભાન કેમ થાય ને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈને ભવભ્રમણ કેમ મટે-એનો પ્રયત્ન કર.
જગતમાં અસત્ માનનારા ઘણા હોય-તેથી શું? અને સત્યધર્મ સમજનારા થોડા જ હોય–તેથી શું? – તેથી કાંઈ અસની કિંમત વધી જાય ને સની કિંમત ઘટી જાય-એમ નથી. કીડીનાં ટોળાં ઘણાં હોય ને માણસ થોડા હોય–તેથી કાંઈ કીડીની કિંમત વધી ન જાય જગતમાં સિદ્ધો સદાય થોડા ને સંસારી જીવો ઝાઝા, તેથી સિદ્ધ કરતાં સંસારીની કિંમત શું વધી ગઈ ? જેમ અફીણનો ભલે મોટો ઢગલો હોય તોપણ તે કડવો છે, ને સાકરની નાની કટકી હોય તોપણ તે મીઠી છે, તેમ મિથ્યામાર્ગમાં કરોડો જીવો હોય તો પણ તે માર્ગ ઝેર જેવો છે, ને સમ્યકમાર્ગમાં ભલે થોડા જીવો હોય તોપણ તે માર્ગ અમૃત જેવો છે. જેમ-થાળી ભલે સોનાની હોય પણ જો તેમાં ઝેર ભર્યું હોય તો તે શોભતું નથી ને ખાનારને મારે છે, તેમ ભલે પુણ્યના ઠાઠ વચ્ચે પડ્યો હોય પણ જે જીવ મિથ્યાત્વરૂપી ઝેરસહિત છે તે શોભતો નથી, તે સંસારમાં ભાવમરણથી મરે છે. પણ, જેમ થાળી ભલે લોઢાની હોય પણ જો તેમાં અમૃત ભર્યું હોય તો તે શોભે છે ને ખાનારને તુતિ આપે છે, તેમ ભલે પ્રતિકૂળતાના ગંજ વચ્ચે પડો હોય પણ જે જીવ સમ્યગ્દર્શનરૂપી અમૃતથી ભરેલો છે તે શોભે છે, તે આત્માના પરમ સુખને અનુભવે છે ને અમૃત એવા સિદ્ધપદને પામે છે. પરમાત્મપ્રકાશ પૃ. ૨૦૦ માં કહ્યું છે કે
“वरं नरकवासोऽपि सम्यक्त्वेन हि संयुतः। ન તુ સચવરૂદીનચ નિવાસો ફિવિ રગતા”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #32
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૧
શ્રાવકધર્મપ્રકાશ)
સમ્યકત્વહિત જીવનો તો નરકવાસ પણ ભલો છે ને સમ્યકત્વરહિત જીવનો દેવલોકમાં નિવાસ પણ શોભતો નથી. સમ્યગ્દર્શન વગર દેવલોકના દેવો પણ દુઃખી જ છે. શાસ્ત્રો તો તેને પાપી કહે છે- “સખ્યત્ત્વરહિત નીવા: પુખ્યસરિતા માપ પાપળીવા મળ્યુન્તા' આમ જાણીને શ્રાવકે સૌથી પહેલાં સમ્યકત્વની આરાધના કરવી.
પહેલી ગાથામાં, ભગવાન સર્વજ્ઞદેવની અને તેમની વાણીની ઓળખાણ તથા શ્રદ્ધાપૂર્વક જ શ્રાવકધર્મ હોય છે-એ બતાવ્યું ને બીજી ગાથામાં, એવી શ્રદ્ધા કરનારા સમ્યગ્દષ્ટિ જીવો થોડા હોય તોપણ તે પ્રશંસનીય છે-એમ બતાવીને તેની આરાધનાનો ઉપદેશ આપ્યો. હવે ત્રીજી ગાથામાં શ્રી પદ્મનંદસ્વામી તે સમ્યગ્દર્શનને મોક્ષનું બીજ કહીને તેની પ્રાપ્તિ માટે પરમ ઉધમ કરવાનું કહે છે.
છ6969
સર્વજ્ઞનો ઘર્મ સુશર્ણ જાણી, છે આરાધ, આરાધ! પ્રભાવ આણી; કે અનાથ એકાન્ત સનાથ થાશે, એ એના વિના કોઈ ન બાહ્ય રહાશે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૨)
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Sun te
મોક્ષ
સમ્યકત્વ
[૩]
મોક્ષનું બીજ સમ્યક્ત્વ; સંસારનું બીજ મિથ્યાત્વ.
(સમ્યગ્દર્શન માટે ૫૨મ પ્રયત્નનો ઉપદેશ )
(શ્રાવકધર્મપ્રકાશ
卐
31.44%
મોક્ષનું બીજ સમ્યગ્દર્શન છે ને ભવનું બીજ મિથ્યાદર્શન છે; માટે જેઓ મોક્ષના અભિલાષી હોય એવા મુમુક્ષુ જીવો મોક્ષના બીજભૂત સમ્યગ્દર્શનને અત્યંત પ્રયત્નપૂર્વક પ્રાસ કરો. ઘણા ઘણા કાળથી આ ભવભ્રમણમાં ભમતાં કોઈક વિરલ પ્રાણી સ્વ-પ્રયત્ન વડે તે સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છે. તેની પ્રાપ્તિના ૫૨મ પ્રયત્ન માટે જ્ઞાનીનો ઉપદેશ છે.
ભવ મનુષ્ય ન તિય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Theme
बीजं मोक्षतरोर्दृशं भवतरोर्मिथ्यात्वमाहुर्जिनाः । प्राप्तायां दृशि तन्मुमुक्षुभिरलं यत्नो विधेयो बुधैः
संसारे बहुयोनिजालजटिले भ्राम्यन् कुकर्मावृतः।
क्व प्राणी लभते महत्यपि गते काले हि तां तामिह ।।३।।
મોક્ષરૂપી વૃક્ષનું બીજ સમ્યગ્દર્શન છે; ને સંસારરૂપી વૃક્ષનું બીજ મિથ્યાત્વ છે–એમ ભગવાન જિનદેવે કહ્યું છે. તેથી મુમુક્ષુએ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે અત્યન્ત પ્રયત્ન કર્તવ્ય છે. અરે, સંસારમાં ઘણા ઘણા ભવોમાં સમ્યગ્દર્શન વગ૨ કુકર્મોથી જીવ ભટકી રહ્યો છે, દીર્ઘકાળ વીતવા છતાં પ્રાણી સમ્યગ્દર્શનને કયાં પામે છે?– સમ્યગ્દર્શનની પ્રાપ્તિ મહા દુર્લભ છે. માટે હે જીવ! તું સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો ૫૨મ ઉઘમ કર; ને તે પામીને અતિ યત્નથી તેની રક્ષા કર.
Page #34
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૨૩ અષ્ટપ્રાભૃતમાં કુંદકુંદસ્વામીએ શરૂઆતમાં જ કહ્યું છે કે “વંસળમૂનો ઘમ્મો ૩વદ્દો નિખરેટિંગ સિસ્સા' અર્થાત્ જિનવરદેવે “દર્શન જેનું મૂળ છે એવો ધર્મ' શિષ્યોને ઉપદેશ્યો છે. મૂળ વગર જેમ ઝાડ નહિ, તેમ સમ્યગ્દર્શન વગર ધર્મ નહિ. ચૌદ ગુણસ્થાનોમાં, સમ્યગ્દર્શન ચોથા ગુણસ્થાને હોય છે ને વ્રત પાંચમાં ગુણસ્થાને હોય છે, મુનિદશા છઠ્ઠા-સાતમા ગુણસ્થાને હોય છે. સમ્યગ્દર્શન વગર માત્ર શુભરાગથી પોતાને પાંચમું-છઠ્ઠ ગુણસ્થાન કે ધર્મ માને કે મોક્ષમાર્ગ માની લ્ય તો તેમાં મિથ્યાત્વનું પોષણ થાય છે; મોક્ષમાર્ગના ક્રમની તેને ખબર નથી. મોક્ષમાર્ગમાં પહેલું સમ્યગ્દર્શન છે, તેના વગર ધર્મની શરૂઆત થાય નહિ, તેના વિના શ્રાવકપણું કે મુનિપણું સાચું હોય નહિ. અરે જીવ! ધર્મનું સ્વરૂપ શું છે ને મોક્ષમાર્ગનો ક્રમ શું છે તે પહેલાં જાણ. સમ્યગ્દર્શન વગરના પુણ્ય તેં અનંતવાર કર્યા છતાં તું સંસારમાં જ રખડયો ને તે દુઃખ જ ભોગવ્યા. માટે સમજ કે પુણ્ય તે કાંઈ મોક્ષનું સાધન નથી. મોક્ષનું બીજ તો સમ્યગ્દર્શન છે.
તે સમ્યગ્દર્શન કેમ થાય? રાગાદિ અશુદ્ધતા વગરનો આત્માનો શુદ્ધ ભૂતાર્થ-સ્વભાવ શું છે તેની અનુભૂતિથી જ આત્મા સમ્યગ્દષ્ટિ થાય છે. જ્યારથી સમ્યગ્દષ્ટિ થાય ત્યારથી જ મોક્ષમાર્ગી થાય છે. પછી એ જ ભૂતાર્થસ્વભાવના અવલંબનમાં આગળ વધતાં શુદ્ધિઅનુસાર પાંચમું-સાતમું વગેરે ગુણસ્થાનો પ્રગટે છે. ચોથા કરતાં પાંચમાં ગુણસ્થાને સ્વભાવનું વિશેષ અવલંબન છે, ત્યાં અપ્રત્યાખ્યાન સંબંધી ચારે કષાયો પણ છૂટી ગયા છે ને વીતરાગી આનંદ વધીગયો છે. સર્વાર્થસિદ્ધિના દેવ કરતાં પંચમ ગુણસ્થાનવર્તી દેડકાને આત્માનો આનંદ વધારે છે. પણ એ દશા સમ્યગ્દર્શનપૂર્વક જ હોય છે. માટે સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો પરમ પ્રયત્ન કર્તવ્ય છે.
' અરે, ચોરાસીના અવતારમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ઘણી જ દુર્લભ છે. સમકિતીને રાગાદિ પરિણામ આવે છતાં અંતરની દષ્ટિમાંથી શુદ્ધસ્વભાવ કદી ખસે નહિ. અહીં. શ્રાવકના વ્રતરૂપ શુભભાવ કરવાનો ઉપદેશ આપશે, છતાં ધર્મીની દષ્ટિમાં રાગની મુખ્યતા નથી પણ મુખ્યતા શુદ્ધ સ્વભાવની જ છે. દષ્ટિમાં જો સ્વભાવની મુખ્યતા છૂટીને રાગની મુખ્યતા થઈ જાય તો સમ્યગ્દર્શન પણ ન રહે. શુદ્ધસ્વભાવમાં મોક્ષદશા ખીલવાની તાકાત છે. જેણે આવા શુદ્ધસ્વભાવને પ્રતીતમાં લઈને સમ્યગ્દર્શન પ્રગટ કર્યું તેણે મોક્ષનું ઝાડ આત્મામાં વાવી દીધું, ને ચોરાસીના અવતારનું બીજ તેણે બાળી નાખ્યું. માટે હું મુમુક્ષુ ! તું આવા સમ્યકત્વનો પરમ ઉદ્યમ કર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #35
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૪).
(શ્રાવકધર્મપ્રકાશ જ્યાં સમ્યગ્દર્શન નથી ત્યાં ધર્મ નથી. જેને ભૂતાર્થસ્વભાવનું ભાન નથી ને રાગમાં એકત્વબુદ્ધિ છે તેને ધર્મ કેવો? તે શુભરાગથી વ્રતાદિ કરે તો પણ તે બાલવ્રત છે. અને તે બાલવ્રતના રાગને ધર્મ માને તો “બકરું કાઢતાં ઊંટીયું પઠું' એના જેવું થાય છે-એટલે જરાક અશુભ છોડીને શુભને ધર્મ માનવા ગયો ત્યાં મિથ્યાત્વના મોટા અશુભરૂપી ઊંટીયો પેસી ગયો. માટે શ્રાવકે સૌથી પહેલાં સર્વજ્ઞના વચન અનુસાર યથાર્થ વસ્તુસ્વરૂપ જાણીને, પરમ ઉધમપૂર્વક સમ્યકત્વ પ્રગટ કરવું જોઈએ. જીવની શોભા સમ્યકત્વથી જ છે.
સંયોગ ભલે ગમે તેવા પ્રતિકૂળ હો પણ અંદરમાં ચિદાનંદસ્વભાવની પ્રતીત કરીને શ્રદ્ધામાં આખા આત્માની અનુકૂળતા પ્રગટ કરી છે-તો તે ધન્ય છે.
આત્માના સ્વભાવથી વિરુદ્ધ માન્યતારૂપ જે ઊંધી શ્રદ્ધા તે મોટો અવગુણ છે; બહારની પ્રતિકૂળતા હોવી તે કાંઈ અવગુણ નથી.
અંતરમાં ચિદાનંદસ્વભાવની પ્રતીત કરીને મોક્ષમાર્ગ પ્રગટ કરવો તે મોટો સગુણ છે; બહારમાં અનુકૂળતાનો ઠાઠ હોવો તે કાંઈ ગુણ નથી.
આત્માની ધર્મસંપદા કયાંથી પ્રગટે છે તેની જેને ખબર નથી તે જ મહાન દરિદ્રી છે ને ભવભવમાં રખડીને દુઃખને ભોગવે છે. જે ધર્મીને આત્માની સ્વભાવસંપદાનું ભાન થયું છે તેની પાસે તો એવા મોટા ચૈતન્યનિધાન ભર્યા છે કે તેમાંથી કેવળજ્ઞાન ને સિદ્ધપદ કાઢશે; વર્તમાનમાં પુણ્યનો ઠાઠ ભલે ન હોય તોપણ તે જીવ મહાન પ્રશંસનીક છે. અહો, દ્રરિદ્ર-સમકિતી પણ કેવળીનો કેડાયત છે, સર્વજ્ઞના માર્ગે ચાલનારો છે, તેણે આત્મામાં મોક્ષનાં બીજ વાવી દીધાં છે, અલ્પકાળે તેમાંથી મોક્ષનું ઝાડ ફાલશે. પુષ્યમાંથી તો સંયોગ ફાલશે ને સમ્યગ્દર્શનમાંથી મોક્ષનાં મીઠાં ફળ પાકશે.
જુઓ, આ સમ્યગ્દર્શનનો મહિમા ! સમકિતી એટલે પરમાત્માનો પુત્ર; જૈનકુળમાં જન્મે એટલે માની લ્થ કે અમે શ્રાવક છીએ, પણ ભાઈ, શ્રાવક એટલે તો પરમાત્માનો પુત્ર; “પરમાત્માના પુત્ર” કેમ થવાય તેની આ રીત કહેવાય છે.
ભેદવિજ્ઞાન જગ્યો જિન્હેંકે ઘટ, શીતલ ચિત્ત ભયો જિમ ચંદન, કેલિ કરે શિવમારગમેં, જગમાંહીં જિનેશ્વરકે લઘુનન્દન.
જ્યાં ભેદજ્ઞાન અને સમ્યગ્દર્શન પ્રગટ કર્યું ત્યાં અંતરમાં અપૂર્વ શાંતિને અનુભવતો તે જીવ મોક્ષના માર્ગમાં કેલિ કરે છે, ને જગતમાં તે જિનેશ્વરદેવનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #36
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૫
શ્રાવકધર્મપ્રકાશ). લઘુનંદન છે. મુનિ તે મોટા પુત્ર છે ને સમકિતી તે નાના પુત્ર છે. આદિપુરાણમાં જિનસેનસ્વામીએ (સર્ગ ૨ શ્લોક ૫૪માં) ગૌતમગણધરને “સર્વજ્ઞપુત્ર” કહ્યા છે, તેમ અહીં સમકિતીને જિનેશ્વરના લઘુનંદન એટલે ભગવાનના નાના પુત્ર કહ્યા છે. અહા, સમ્યગ્દર્શન થયું ત્યાં કેવળીપ્રભુનો પુત્ર થયો. ભગવાનનો વારસદાર થયો. સર્વજ્ઞપદનો સાધક થયો. કોઈને પુણ્યયોગે બાપની મોટી મિલ્કતનો વારસો મળે પણ તે તો ક્ષણમાં ફૂ થઈ જાય છે, ને આ સમકિતી તો કેવળજ્ઞાની-સર્વજ્ઞપિતાના અક્ષય-નિધાનનો વારસદાર થયો, તે નિધાન કદી ખૂટે નહિ, સાદિઅનંત રહે. સમ્યગ્દર્શનથી આવી દશા પ્રગટ કરે તેને શ્રાવક કહેવાય. માટે શ્રાવકધર્મના ઉપાસકે નિરંતર પ્રયત્નપૂર્વક સમ્યગ્દર્શન ધારણ કરવું જોઈએ.
જેમ આંબાનું બીજ કેરીનું ગોટલું હોય, કાંઈ કડવી લીંબોડીના બીમાંથી મધુર આંબા ન પાકે. તેમ મોક્ષરૂપી જે મધુર આંબો તેનું બીજડું તો સમ્યગ્દર્શન છે; પુણ્યાદિ વિકાર તે કાંઈ મોક્ષનું બીજ નથી. ભાઈ, તારા મોક્ષનું બીજ તારા સ્વભાવની જાતનું હોય, પણ તેથી વિરુદ્ધ ન હોય. મોક્ષ એટલે પૂર્ણ આનંદરૂપ વીતરાગદશા, તો તેનું બીજ રાગ કેમ હોય? રાગમિશ્રિત વિચારોથી પણ પાર થઈને નિર્વિકલ્પ આનંદના અનુભવ સહિત આત્માની પ્રતીત કરવી તે સમ્યગ્દર્શન છે, ને તે જ મોક્ષનું મૂળ છે.
મોક્ષનું બીજ સમ્યગ્દર્શન, ને તે સમ્યગ્દર્શનનું બીજ આત્માનો ભૂતાર્થસ્વભાવ. –“ભૂયત્નમસિવો રજુ સક્કિી દવે નીવો' ભૂતાર્થ સ્વભાવનો આશ્રય કરનાર જીવ સમ્યગ્દષ્ટિ છે. મોક્ષનું મૂળ સમ્યગ્દર્શન છે એમ કહે પણ તે સમ્યગ્દર્શનનું સ્વરૂપ બીજી રીતે માને તો તેને પણ માર્ગની ખબર નથી. સમ્યગ્દર્શન કોઈ બીજાના આશ્રયે નથી, આત્માના સ્વભાવના આશ્રયે જ સમ્યગ્દર્શન છે.
પ્રશ્ન- મોક્ષમાર્ગ તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ કહ્યો છે ને?
ઉત્તર:- એ ખરું જ છે, પણ તેમાં બીજરૂપ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન વગર જ્ઞાન કે ચારિત્ર હોતાં નથી. પ્રથમ સમ્યગ્દર્શન હોય પછી જ જ્ઞાન-ચારિત્ર પૂર્ણ થતાં મોક્ષ થાય છે. પુરુષાર્થસિદ્ધિઉપાયમાં અમૃતચંદ્રસ્વામીએ પણ કહ્યું છે કે
एवं सम्यग्दर्शनबोधचरित्रत्रयात्मको नित्यं। तस्यापि मोक्षमार्गो भवति निषेव्यो यथाशक्ति।।२०।। तत्रादौ सम्यक्त्वं समुपाश्रयणीयमखिलयत्नेन। तस्मिन् सत्येव यतो भवति ज्ञानं चरित्रं च।। २१।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #37
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬
(શ્રાવકધર્મપ્રકાશ
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રએ ત્રણસ્વરૂપ મોક્ષમાર્ગ છે તે ગૃહસ્થોએ પણ સદાય યથાશક્તિ સેવવાયોગ્ય છે; તે ત્રણમાં પહેલાં સમ્યક્ત્વ છે, તે અખિલ યત્નથી અંગીકાર કરવાયોગ્ય છે, કેમકે તે હોય તો જ જ્ઞાન અને ચારિત્ર હોય છે. સમ્યગ્દર્શન વગ૨ના જ્ઞાન કે ચારિત્ર મોક્ષના સાધક થતા નથી; અને સમ્યક્ત્વસહિત યથાશક્તિ મોક્ષમાર્ગનું સેવન ગૃહસ્થને પણ હોય છે–એમ અહીં બતાવ્યું.
સમ્યગ્દર્શન પછી જે રાગ-દ્વેષ છે તે અત્યંત અલ્પ છે, તેમાં ધર્મીને એકત્વબુદ્ધિ નથી. મિથ્યાદષ્ટિને રાગ-દ્વેષમાં એકત્વબુદ્ધિ છે એટલે તેને અનંતાનુબંધી રાગદ્વેષ અનંત સંસારનું કારણ છે; આ રીતે મિથ્યાત્વ તે સંસારનું બીજ છે, ને સમ્યગ્દર્શન થતાં તેનો છેદ થઈને મોક્ષનાં બીજ રોપાય છે. સમ્યગ્દર્શનરૂપી ‘ બીજ ’ ઊગી તે વધીને કેવળજ્ઞાનરૂપી પૂર્ણિમા થયે છૂટકો, સમ્યકત્વ કહે છે કે ‘મને ગ્રહણ કરવાથી, ગ્રહણ કરનારની ઇચ્છા ન થાય તોપણ મારે તેને પરાણે મોક્ષ લઈ જવો પડે છે; માટે મને ગ્રહણ કરવા પહેલાં એ વિચાર કરવો કે મોક્ષે જવાની ઇચ્છા ફેરવવી હશે તોપણ કામ આવવાની નથી. મને ગ્રહણ કરવા પછી તો મારે તેને મોક્ષે પહોંચાડવો જ જોઈએ... એ મારી પ્રતિજ્ઞા છે.' -આમ કહીને શ્રીમદ્દરાજચંદ્રજીએ સમ્યક્ત્વનો મહિમા બતાવ્યો છે અને તેને મોક્ષનું મૂળ ક્યું છે. સમ્યક્ત્વ અંગીકાર કરે ને મોક્ષ ન થાય એમ બને નહિ; ને સમ્યક્ત્વ વગ૨ મોક્ષ થઈ જાય એમ પણ બને નહિ. માટે પરમ યત્નથી સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો ઉપદેશ છે.
અહા, સમ્યગ્દર્શન થતાં ચૈતન્યના ભંડારની તિજોરી ખૂલી ગઈ, હવે તેમાંથી જ્ઞાન-આનંદનો માલ જેટલો જોઈએ તેટલો બહાર કાઢ. પહેલાં મિથ્યાત્વના તાળામાં એ ખજાનો બંધ હતો, હવે સમ્યગ્દર્શનરૂપી કૂંચી વડે ખોલતાં ચૈતન્યના અખૂટ ભંડાર પ્રગટયા...સાદિ-અનંતકાળ સુધી એમાંથી કેવળજ્ઞાનને પૂર્ણઆનંદ લીધા જ કર...લીધા જ કર...તોપણ તે ભંડાર ખૂટે તેમ નથી, તેમ જ ઓછો પણ થાય તેમ નથી. અહા, સર્વજ્ઞપ્રભુએ અને વીતરાગી સન્તોએ આવો ચૈતન્યભંડાર ખોલીને બતાવ્યો, તો એને કોણ ન લ્યે ? કોણ ન અનુભવે !
સમ્યગ્દર્શન વગર ગમે તેટલું કરે તોપણ ચૈતન્યના ભંડાર ખૂલે નહિ, મોક્ષમાર્ગ પ્રગટે નહિ, શ્રાવકપણું પણ થાય નહિ. જે જીવ સાચા દેવ-ગુરુ-ધર્મનો વિરોધ કરે છે ને કુદેવ-કુગુરુ-કુધર્મનો આદર કરે છે તેને તો વ્યવહારથી પણ શ્રાવકપણું હોતું નથી, તે તો મિથ્યાત્વના તીવ્ર પાપમાં ડૂબેલા છે; એવા જીવને તો, પૂર્વનાં પુણ્ય હોય તે પણ ઘટી જાય છે. એવા જીવોને તો મહાપાપી કહીને પહેલી જ ગાથામાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #38
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ )
(૨૭
નિષેધ કર્યો છે, એનામાં તો ધર્મની લાયકાત નથી. અહીં તો સાચા શ્રાવક-ધર્માત્મા થવા માટે સૌથી પહેલાં સર્વજ્ઞદેવની ઓળખાણપૂર્વક સમ્યગ્દર્શનની શુદ્ધિ કરવાનો ઉપદેશ છે.
કોઈ કહે કે અમે દિગંબર ધર્મના સંપ્રદાયમાં જન્મ્યા એટલે સમ્યગ્દર્શન તો અમને હોય જ.' –તો એ વાત સાચી નથી. સર્વજ્ઞદેવે જેવો કહ્યો તેવા પોતાના ચૈતન્યસ્વભાવને ઓળખ્યા વગર કદી સમ્યગ્દર્શન થાય નહિ. દિગંબરધર્મ તો સાચો જ છે, પણ તું પોતે સમજ ત્યારે ને! સમજ્યા વગર એ સત્યનો તને શો લાભ? તારા ભગવાન અને ગુરુ તો સાચા છે પણ તેમનું સ્વરૂપ ઓળખ ત્યારે તું સાચો થા. ઓળખ્યા વગર તને શું લાભ ? (સમજ્યા વણ ઉપકાર શો? )
ધર્મની ભૂમિકા સમ્યગ્દર્શન છે, ને મિથ્યાત્વ તે મોટું પાપ છે. મિથ્યાદષ્ટિ મંદકષાય કરીને તેને મોક્ષનું કારણ માને ત્યાં તેને અલ્પ પુણ્ય સાથે મિથ્યાત્વનું મોટું પાપ બંધાય છે. માટે મિથ્યાત્વને ભગવાને ભવનું બીજ કહ્યું છે. મિથ્યાદષ્ટિ જીવ પુણ્ય કરે તોપણ તે કાંઈ તેને મોક્ષનું કારણ થતું નથી. સમકિતીને પુણ્યપાપ થતા હોવા છતાં તે તેને ભવનું બીજ નથી. સમકિતીને સમ્યક્ત્વમાંથી મોક્ષનો ફાલ આવશે, ને મિથ્યાદષ્ટિને મિથ્યાત્વમાંથી સંસારનો ફાલ આવશે. માટે મોક્ષાભિલાષી જીવોએ સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો અને તેની રક્ષાનો પ૨મ ઉધમ કરવો.
જે સમ્યગ્દર્શનનો ઉદ્યમ કરતો નથી ને પુણ્યને મોક્ષનું સાધન સમજીને તેની રુચિમાં અટકી જાય છે તેને કહે છે કે અરે મૂઢ! તને ભગવાનની ભક્તિ કરતાં આવડતી નથી; ભગવાન તારી ભક્તિને સ્વીકારતા નથી, કેમકે તારા જ્ઞાનમાં તેં ભગવાનને સ્વીકાર્યા નથી. પોતાના સર્વજ્ઞસ્વભાવને જેણે ઓળખ્યો તેણે ભગવાનને સ્વીકાર્યા, ને ભગવાને તેને મોક્ષમાર્ગમાં સ્વીકાર્યો, તે ભગવાનનો ખરો ભક્ત થયો. દુનિયા ભલે તેને ન માને કે પાગલ કહે પણ ભગવાને અને સંતોએ તેને મોક્ષમાર્ગમાં સ્વીકાર્યો છે, ભગવાનના ઘરે તે પહેલો છે. ભગવાનના જ્ઞાનમાં જેની મહા પાત્રતા ભાસી તેના જેવું મોટું માન કયું? તે તો ત્રણલોકમાં સૌથી મહાન એવી સર્વજ્ઞતાને પામશે. અને દુનિયા ભલે પૂજતી હોય-પણ ભગવાને જેને ધર્મને માટે નાલાયક કહ્યો તો તેના જેવું અપમાન બીજું કયું? અહો, ભગવાનની વાણીમાં જે જીવને માટે એમ આવ્યું કે આ જીવ તીર્થંકર થશે, આ જીવો ગણધર થશે–તો એના જેવું મહાભાગ્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #39
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮)
(શ્રાવકધર્મપ્રકાશ બીજાં કયું? સર્વજ્ઞના માર્ગમાં સમ્યગ્દષ્ટિનું મોટું સન્માન છે; ને મિથ્યાષ્ટિપણું તે જ મોટું અપમાન છે.
આ ઘોરદુઃખથી ભરેલા સંસારમાં રખડતાં જીવને સમ્યગ્દર્શન પામવું બહુ દુર્લભ છે; પણ તે જ ધર્મનું મૂળ છે એમ જાણીને આત્માર્થીએ પહેલાં જ તેનો ઉદ્યમ કરવો જોઈએ. જો મુનિદશા થઈ શકે તો કરવી, અને તે ન થઈ શકે તો શ્રાવકધર્મનું પાલન કરવું-એમ કહેશે, પણ તે બંનેમાં સમ્યગ્દર્શન તો પહેલાં હોવું જોઈએ, -એ મૂળભૂત રાખીને પછી મુનિધર્મ કે શ્રાવકધર્મની વાત છે.
પ્રશ્ન- એ સમ્યગ્દર્શન કેમ થાય?
ઉત્તર:- મૂલ્યક્સિકો નુ સમૂાફી દવડ્ડ નીવો એટલે સંયોગ અને વિકાર વગરનો શુદ્ધ ચિદાનંદસ્વભાવ કેવો છે તેને લક્ષમાં લઈ અનુભવ કરતાં સમ્યગ્દર્શન થાય છે. સમ્યગ્દર્શન બીજા કોઈના આશ્રયે થતું નથી. સંયોગ કે બંધભાવ જેટલો જ આત્માને અનુભવવો ને જ્ઞાનમય અબંધસ્વભાવી આત્માને ભૂલી જવો તે મિથ્યાત્વ છે. મિથ્યાત્વ સહિતની ક્રિયાઓ તે બધી એકડા વગરના મીંડાની જેમ ધર્મને માટે વ્યર્થ છે. છઠુંઢાળામાં પં. દોલતરામજીએ પણ કહ્યું છે કે
મુનિવ્રતધાર અનંતવાર ગ્રીવક ઉપજાયો,
પૈ નિજ આતમજ્ઞાન બિન સુખ લેશન પાયો. ગણધરાદિ સંતોએ સમ્યગ્દર્શનને મોક્ષનું બીજ કહ્યું છે. બી વગર ઝાડ ઉગાડવા માંગે તો કયાંથી ઊગે? –લોકો એને મૂર્ખ કહે. તેમ સમ્યગ્દર્શન વગર જે ધર્મનું ઝાડ ઉગાડવા માંગે છે તે પણ પરમાર્થમાં મૂર્ખ છે. અંતરમાં જેને રાગ સાથેની એકતા અત્યંત તૂટી છે ને બહારમાં વસ્ત્રાદિનો પરિગ્રહ છૂટયો છે એવા વીતરાગી સન્ત-મહાત્માનું આ કથન છે.
જીવે અનંતકાળમાં બીજું બધું મેળવ્યું છે પણ શુદ્ધ સમ્યગ્દર્શન કદી પ્રાપ્ત કર્યું નથી; મોટો દેવ ને રાજા-મહારાજા અનંતવાર થયો તેમ જ ઘોર નરકતિર્યંચનાં દુઃખો પણ અનંતવાર ભોગવ્યાં, પણ હું પોતે જ્ઞાનગુણનો ભંડાર ને આનંદસ્વરૂપ છું-એવી આત્મપ્રતીતિ કે અનુભવ તેણે પૂર્વે કદી ન કર્યો. સન્તો કરુણાથી કહે છે કે હે ભાઈ ! તને આવા ચૈતન્યતત્ત્વની પ્રતીતિનો અવસર ફરી ફરી કયાં મળશે? માટે આવો અવસર પામીને તેનો ઉદ્યમ કર; જેથી આ ભવદુઃખથી તારો છૂટકારો થાય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #40
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૯
શ્રાવકધર્મપ્રકાશ)
એ સમ્યગ્દર્શનનું સાધન શું? તો કહે છે કે ભાઈ ! તારા સમ્યગ્દર્શનનું સાધન તો તારામાં હોય, કે તારાથી બહાર હોય? આત્મા પોતે સત્વભાવી–સર્વજ્ઞસ્વભાવી પરમાત્મા છે, તેમાં અંતર્મુખ જોવાથી જ પરમાત્મા થવાય છે, બહારના સાધનથી થવાતું નથી. અંતરમાં જનારો તે અંતરાત્મા ને બહારથી માનનારો તે બહિરાત્મા.
જેમ ગોટલામાંથી આંબા, ને વાત , બાવળમાંથી બાવળ પાકે છે, તેમ લક છે. તે મોક્ષ , આત્મપ્રતીતિરૂપ સમ્યગ્દર્શનમાંથી તો
મોક્ષના આંબા પાકે છે, ને મિથ્યાત્વરૂપ તિવારી બાવળમાંથી બાવળ જેવી સંસારની ' ચારગતિ ફાટે છે. શુદ્ધ સ્વભાવમાંથી મિત્રો,
સંસરીને (બહાર નીકળીને) વિકારભાવમાં પરિણમ્યો તે જ સંસાર છે. શુદ્ધસ્વભાવના આશ્રયે વિકારનો અભાવ ને પૂર્ણાનંદની પ્રાપ્તિ તે મોક્ષ છે. આ રીતે આત્માનો સંસાર ને મોક્ષ બધું પોતામાં જ સમાય છે, તેનું કારણ પણ પોતામાં જ છે. બહારની પર ચીજ કાંઈ આત્માના સંસારનું કે મોક્ષનું કારણ નથી.
જે આત્માનું અસ્તિત્વ માને, સંસાર-મોક્ષ માને, ચાર ગતિ માને, ચારે ગતિમાં દુઃખ લાગે ને તેનાથી છૂટવા માંગે-એવા આસ્તિક જિજ્ઞાસુ જીવને માટે આ વાત છે. જગતમાં ભિન્ન ભિન્ન અનંત આત્માઓ અનાદિઅનંત છે. આત્મા અત્યારસુધી કયાં રહ્યો? કે આત્માના ભાન વગર સંસારની જાદી જુદી ગતિઓમાં જુદા જુદા શરીરો ધારણ કરીને દુ:ખી થયો. હવે તેનાથી કેમ છૂટાય ને મોક્ષ કેમ પમાય તેની આ વાત છે. અરે જીવ! અજ્ઞાનથી આ સંસારમાં તે જે દુ:ખો ભોગવ્યાં તેની શી વાત? તેમાં સત્સમાગમ સત્ સમજવાનો આ ઉત્તમ અવસર આવ્યો, આવા વખતે જો આત્માની દરકાર કરીને સમ્યગ્દર્શન નહિ પામ તો, દરિયામાં પડેલા રત્નની જેમ આ ભવસમુદ્રમાં તારો કયાંય પત્તો નહિ ખાય, ફરી ફરીને આવો ઉત્તમ અવસર હાથ નહિ આવે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ મા દુર્લભ જાણીને તેનો પરમ ઉદ્યમ કર.
અહીં તો સમ્યગ્દર્શન ઉપરાંત શ્રાવકના વ્રતનું પ્રકાશન કરવું છે; પણ તે પહેલાં એ બતાવ્યું કે વ્રતની ભૂમિકા સમ્યકત્વ છે; સમ્યગ્દષ્ટિને રાગ કરવાની બુદ્ધિ નથી, રાગ વડે મોક્ષમાર્ગ સધાશે એમ તે માનતા નથી; તેને ભૂમિકાઅનુસાર રાગના ત્યાગરૂપ વ્રત હોય છે. વ્રતમાં જે શુભરાગ રહ્યો તેને કાંઈ તે આદરણીય માનતા નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #41
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦)
(શ્રાવકધર્મપ્રકાશ ચૈતન્યસ્વરૂપમાં કંઈક એકાગ્ર થતાં અનંતાનુબંધી ઉપરાંત અપ્રત્યાખ્યાનસંબંધી કષાયોનો પણ અભાવ થઈને પંચમ ગુણસ્થાનને યોગ્ય જે શુદ્ધિ થઈ તે ખરો ધર્મ છે. ચોથા ગુણસ્થાનવર્તી સર્વાર્થસિદ્ધિના દેવ કરતાં પાંચમા ગુણસ્થાનવાળા શ્રાવકને આત્માનો આનંદ વિશેષ છે, -પછી ભલે તે મનુષ્ય હોય કે તિર્યચ. ઉત્તમપુરુષોએ સમ્યગ્દર્શન પ્રગટ કરીને મુનિના મહાવ્રતનું કે શ્રાવકના દેશવ્રતનું પાલન કરવું. રાગમાં કયાંય એકત્વબુદ્ધિ થાય નહિ ને શુદ્ધસ્વભાવની દષ્ટિ છૂટે નહિ –એ રીતે સમ્યગ્દર્શનના નિરંતર પાલનપૂર્વક ધર્મનો ઉપદેશ છે.
અરે જીવ! આ તીવ્ર સંકલેશથી ભરેલા સંસારમાં ભ્રમણ કરતાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. જેણે સમ્યગ્દર્શન કર્યું તેણે આત્મામાં મોક્ષનું ઝાડ વાવ્યું. માટે સર્વ ઉધમથી સમ્યગ્દર્શનનું સેવન કર.
સમ્યગ્દર્શન પામ્યા પછી શું કરવું તે હવે ચોથા શ્લોકમાં કહે છે.
भूयत्थमा
R.
सम्यग्दर
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #42
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ )
[૪]
સમ્યકત્વપૂર્વક વ્રતનો ઉપદેશ
હે ભાઈ! આત્માને ભૂલીને ભવમાં ભટકતાં અનંતકાળ વીતી ગયો, તેમાં મહા મોંઘો આ મનુષ્યઅવતાર ને ધર્મનો આવો દુર્લભ યોગ તને મળ્યો, તો હવે ૫૨માત્મા જેવો જે તા૨ો સ્વભાવ તેને દૃષ્ટિમાં લઇને મોક્ષનું સાધન કર. પ્રયત્નપૂર્વક સમ્યક્ત્વ પ્રગટ કરીને, પછી જો થઈ શકે તો શુદ્ધોપયોગરૂપ મુનિધર્મની ઉપાસના ક૨, ને જો એટલું ન બની શકે તો શ્રાવકધર્મનું જરૂર પાલન કર.
5
م
सम्प्राप्तेऽत्रभवे कथं कथमपि द्राधीयसाऽनेहसा । मानुष्ये शुचिदर्शने च महता कार्य तपो मोक्षदम्।। नो चेत्लोकनिषेधतोऽथ महतो मोहादशक्तेरथ । सम्पद्येत न तत्तदा गृहवतां षट्कर्मयोग्य व्रतं ॥४॥
( ૩૧
અનાદિકાળથી આ સંસારમાં ભ્રમણ કરતા જીવને મનુષ્યપણું પામવું કઠિન છે અને તેમાં પણ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. આ ભવમાં ભમતાં ભમતાં દીર્ઘકાળે આવું મનુષ્યપણું અને સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને, ઉત્તમ પુરુષોએ તો મોક્ષદાયક એવું તપ કરવું યોગ્ય છે એટલે કે મુનિદશા પ્રગટ કરવી યોગ્ય છે; અને જો લોકના નિષેધથી મોહની તીવ્રતાથી ને પોતાની અશક્તિથી મુનિપણું ન લઈ શકાય તો ગૃહસ્થને યોગ્ય દેવપૂજા વગેરે ષટ્કર્મનું તથા વ્રતનું પાલન કરવું જોઈએ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #43
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર)
(શ્રાવકધર્મપ્રકાશ
સચરોત
મુનિરાજ કહે છે કે હે ભવ્ય! આવું દુર્લભ મનુષ્યપણું પામીને આત્માના હિતને માટે તું મુનિધર્મ અંગીકાર કર, ને જો એટલું તારાથી ન થઈ શકે તો શ્રાવકધર્મનું તો અવશ્ય પાલન કર. - પણ બનેમાં સમ્યગ્દર્શનસહિતની વાત છે. મુનિધર્મ કે શ્રાવકધર્મ બંનેના મૂળમાં સમ્યગ્દર્શન અને સર્વજ્ઞની ઓળખાણ રાખીને આગળ વધવાની વાત છે. જેને એ સમ્યગ્દર્શન ન હોય તેણે તો પહેલાં તેનો ઉધમ કરવો જોઇએ. એ વાત તો પહેલી ત્રણ ગાથામાં બતાવી ગયા છીએ; ત્યારપછી આગળની ભૂમિકાની આ વાત છે.
સમ્યગ્દષ્ટિને ભાવના તો મુનિપણાની જ હોય; અહો! ક્યારે ચૈતન્યમાં લીન થઈને સર્વસંગપરિત્યાગી બની મુનિમાર્ગ વિચરું? શુદ્ધરત્નત્રયસ્વરૂપ જે ઉત્કૃષ્ટ મોક્ષમાર્ગ તે રૂપે ક્યારે પરિણમું?
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે! ક્યારે થઈશું બાહ્યાન્તર નિગ્રંથ જો, સર્વસંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને,
વિચરશું કવ મહપુરુષને પંથ જો. તીર્થકરો અને અર્વન્તો મુનિ થઈને ચૈતન્યના જે માર્ગે વિચર્યા તે માર્ગે | વિચરીએ એવો ધન્ય સ્વકાળ ક્યારે આવે! –એમ આત્માના ભાનપૂર્વક ધર્મજીવ ભાવના ભાવે છે. આવી ભાવના હોવા છતાં પોતાની શક્તિની મંદતાથી ને નિમિત્ત તરીકે ચારિત્રમોહની તીવ્રતાથી, તથા કુટુંબીજનો વગેરે લોકોના આગ્રહને વશ થઈને પોતે એવું મુનિપદ ગ્રહણ ન કરી શકે તો તે ધર્માત્મા ગૃહસ્થપણામાં રહીને શ્રાવકના ધર્મનું પાલન કરે તે અહીં બતાવ્યું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #44
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૩૩ શ્રી પદ્મનંદસ્વામીએ શ્રાવકના હંમેશનાં છ કર્તવ્ય બતાવ્યા છે
देवपूजा गुरूपास्तिः स्वाध्यायः संयमस्तपः दानं चेति गृहस्थानां षट्कर्माणि दिनेदिने।।७।।
(પદ્મનંદી-ઉપાસકસંસ્કાર) ભગવાન જિનેન્દ્રદેવની પૂજા, નિગ્રંથ ગુરુઓની ઉપાસના, વીતરાગી જૈનશાસ્ત્રોની સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન-આ છ કાર્યો ગૃહસ્થશ્રાવ દિવેદિને એટલે કે દરરોજ કરવા યોગ્ય છે. મુનિપણું ન થઈ શકે તો દષ્ટિની શુદ્ધતાપૂર્વક આ છ કર્તવ્ય દ્વારા શ્રાવકધર્મનું પાલન તો જરૂર કરવું.
ભાઈ, આવું મોંઘુ મનુષ્યજીવન પામીને એમ ને એમ ચાલ્યું જાય, તેમાં તું સર્વજ્ઞદેવની ઓળખાણ પણ ન કર, સમ્યગ્દર્શનનું સેવન ન કર, શાસ્ત્ર-સ્વાધ્યાય ના કર, ધર્માત્માની સેવા ન કર ને કષાયોની મંદતા પણ ન કર, તો આ જીવનમાં તે શું કર્યું? આત્માને ભૂલીને ભવમાં ભટકતાં અનંતકાળ વીતી ગયો તેમાં મહા મોંઘો આ મનુષ્યઅવતાર ને ધર્મનો આવો દુર્લભ યોગ તને મળ્યો, તો હવે પરમાત્મા જેવો જે તારો સ્વભાવ તેને દૃષ્ટિમાં લઈને મોક્ષનું સાધન કર. આ શરીર ને આ સંયોગો તો ક્ષણભંગુર છે, એમાં તો ક્યાંય સુખની છાયા પણ નથી. સુખીમાં પૂર્ણ સુખી તો સર્વજ્ઞ પરમાત્મા છે, બીજા સુખી મુનિવરો છે-જેઓ આનન્દની ઉર્મિપૂર્વક સર્વજ્ઞપદને સાધી રહ્યા છે, ને ત્રીજા સુખી સમ્યગ્દષ્ટિ-ધર્માત્મા છે-જેણે ચૈતન્યના પરમ આનંદસ્વભાવને પ્રતીતમાં લીધો છે ને એનો સ્વાદ ચાખ્યો છે. આવા સુખનો અભિલાષી જીવ પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કરીને મુનિધર્મનું કે શ્રાવકધર્મનું પાલન કરે છે, તેનો આ ઉપદેશ છે.
સંસારભ્રમણમાં જીવને પ્રથમ તો નિગોદાદિ એકેન્દ્રિયમાંથી નીકળીને ત્રાસપણું પામવું બહુ દુર્લભ છે, ત્રસપણામાંય પંચેન્દ્રિયપણું ને મનુષ્યપણું પામવું દુર્લભ છે; દુર્લભ હોવા છતાં જીવ અનંતવાર તે પામી ચૂક્યો છે પરંતુ સમ્યગ્દર્શન તે કદી પામ્યો નથી. માટે મુનિરાજ કહે છે કે હે ભવ્ય ! આ દુર્લભ મનુષ્યપણામાં તું સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરીને શુદ્ધોપયોગરૂપ મુનિધર્મની ઉપાસના કર; ને એટલું ન બની શકે તો શ્રાવકધર્મનું પાલન કર.
જુઓ, અહીં એ પણ કહ્યું કે જો મુનિપણું ન થઈ શકે તો શ્રાવકધર્મ પાળજે, પરંતુ મુનિપણાનું સ્વરૂપ અન્યથા માનીશ નહિ. શુદ્ધોપયોગ વગરના એકલા રાગને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #45
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪)
(શ્રાવકધર્મપ્રકાશ કે વસ્ત્રના ત્યાગને મુનિપણું માની લે તો તો શ્રદ્ધા પણ સાચી રહેતી નથી એટલે એને તો શ્રાવકનો ધર્મ પણ રહેતો નથી. ભલે કદાચ મુનિપણું ન લઈ શકાય પણ જો અંદર તેના સ્વરૂપની પ્રતીત બરાબર જાળવી રાખે તો સમ્યગ્દર્શન ટકી રહેશે; માટે તારાથી વિશેષ ન થાય તો જેટલું થાય તેટલું કરજે પણ શ્રદ્ધામાં તો વિપરીત માનીશ નહિ. શ્રદ્ધા સાચી હશે તો તેના બળે મોક્ષમાર્ગ ટકી રહેશે. શ્રદ્ધામાં જ ગોટા વાળીશ તો મોક્ષમાર્ગથી ભ્રષ્ટ થઈ જઈશ.
સમ્યગ્દર્શનથી જે શુદ્ધાત્માને પ્રતીતમાં લીધો તેમાં ઉગ્ર લીનતાથી શુદ્ધોપયોગ પ્રગટે ને પ્રચૂર આનંદનું સંવેદન અંતરમાં વર્તતું હોય, બહારમાં વસ્ત્રાદિ પરિગ્રહ છૂટી ગયા હોય-એવી મુનિદશા છે. અહો, એમાં તો ઘણી વીતરાગતા છે, એ તો પરમેષ્ઠીપદ છે. કુંદકુંદસ્વામી પોતે આવી મુનિદશામાં વર્તે છે, તેઓ પ્રવચનસારના મંગલાચરણમાં પંચપરમેષ્ઠી–ભગવંતોને વંદન કરે છે, તેમાં કહે છે કે “જેમણે પરમ શુદ્ધ-ઉપયોગભૂમિકાને પ્રાપ્ત કરી છે એવા શ્રમણોને પ્રણમું છું.” શુદ્ધોપયોગનું નામ ચારિત્રદશા છે, મોહ ને ક્ષોભ વગરના જે આત્મપરિણામ તે ચારિત્રધર્મ છે, તે જ મુનિપણું છે. મુનિમાર્ગ શું છે તેની જગતને ખબર નથી. કુંદકુંદાચાર્ય જેવા જે પદને નમસ્કાર કરે-એ મુનિપદ કેવું? અહીં, “નમો નો સવ્વ સાહૂણ' એમ કહીને પંચપરમેષ્ઠીપદમાં જેને નમસ્કાર થાય-એ સાધુપદના મહિમાની શી વાત!! એ તો મોક્ષનું સાક્ષાત્ કારણ છે.
અહીં કહે છે કે હે જીવ! મોક્ષનું સાક્ષાત્ કારણ એવું આ શુદ્ધચારિત્ર તેને તું અંગીકાર કર, સમ્યગ્દર્શન ઉપરાંત આવી ચારિત્રદશા પ્રગટ કર. ચારિત્રદશા વગર મોક્ષ નથી. ક્ષાયિક સમ્યકત્વ અને ત્રણજ્ઞાન સહિત એવા તીર્થંકર પણ જ્યારે શુદ્ધોપયોગરૂપ ચારિત્રદશા પ્રગટ કરે ત્યારે જ મુનિપણું ને કેવળજ્ઞાન પામે છે. તેથી સમ્યગ્દર્શન પામીને આવી ચારિત્રદશા પ્રગટ કરવી તે ઉત્તમ માર્ગ છે. પરંતુ લોકનિષેધથી અને પોતાના પરિણામમાં તે પ્રકારની શિથિલતાથી જો ચારિત્રદશા લઈ ન શકાય તો શ્રાવકને યોગ્ય વ્રતાદિ કરવા. દિગંબર મુનિદશા પાળવી તેમાં તો ઘણી વીતરાગતા છે; પરિણામની શક્તિ જોયા વગર એમ ને એમ મુનિપણું લઈ લ્ય ને પછી પાળી ન શકે તો ઊલટું મુનિમાર્ગની નિંદા થાય. માટે પોતાના શુદ્ધપરિણામની શક્તિ જોઈને મુનિપણું લેવું; શક્તિની મંદતા હોય તો મુનિપણાની ભાવનાપૂર્વક શ્રાવકધર્મનું આચરણ કરવું. પરંતુ તેના મૂળમાં સમ્યગ્દર્શન તો પહેલાં હોય જ, તેમાં નબળાઈ ન ચાલે. સમ્યકત્વમાં થોડુંક ને વિશેષ એવા પ્રકાર ન પડે, ચારિત્રમાં થોડુંક ને વિશેષ એવા પ્રકાર પડે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #46
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩૫
શ્રાવકધર્મપ્રકાશ)
શ્રાવકને બે કષાયોના અભાવ જેટલી શુદ્ધિ છે ને મુનિને ત્રણ કષાયોના અભાવ જેટલી શુદ્ધિ છે; જેટલી શુદ્ધતા તેટલો નિશ્ચયધર્મ છે ને તેટલો મોક્ષમાર્ગ છે, ને તે ભૂમિકામાં દેવપૂજા વગરેનો કે પંચમહાવ્રતાદિનો જે શુભરાગ છે તે વ્યવહારધર્મ છે, તે મોક્ષનું કારણ નથી પણ પુણ્યાત્સવનું કારણ છે. –આમ શુદ્ધતા અને રાગ વચ્ચેનો ભેદ ઓળખવો જોઈએ. સમ્યકત્વરૂપ ભાવશુદ્ધિ વગર એકલા શુભ ને અશુભ ભાવ તો અનાદિથી બધા જીવોને થયા જ કરે છે; તે એકલા શુભને ખરેખર વ્યવહાર કહેતા નથી. નિશ્ચય વગર વ્યવહાર કેવો? નિશ્ચયપૂર્વક જે શુભરાગરૂપ વ્યવહાર છે તે પણ કાંઈ ખરેખર ધર્મ નથી; તો પછી નિશ્ચય વગરના એકલા શુભરાગની શી વાત? –એને તો વ્યવહારધર્મ પણ ખરેખર ન કહેવાય.
સમ્યગ્દર્શન થતાં શુદ્ધતા પ્રગટે છે ને ધર્મ શરૂ થાય છે. ધર્મીને રાગમાં એકત્વબુદ્ધિ ન હોવા છતાં, દેવપૂજા ગુરુભક્તિ શાસ્ત્રસ્વાધ્યાય વગેરે સંબંધી શુભરાગ તેને થાય છે, તે રાગને તે કરે છે એમ પણ વ્યવહારે કહેવાય, ને તેને વ્યવહારધર્મ પણ કહેવાય; નિશ્ચયધર્મ તો અંદર ભૂતાર્થસ્વભાવના આશ્રયે જે શુદ્ધિ પ્રગટી તે જ છે. અરે, વીતરાગમાર્ગની અગમ્ય લીલા, રાગવડ ખ્યાલમાં આવે નહિ; શું રાગમાં ઊભો રહીને તારે વીતરાગમાર્ગને સાધવો છે? રાગવડે વીતરાગમાર્ગ કદી નહિ સધાય. રાગવડે ધર્મ માને એવા જીવની તો અહીં વાત નથી. અહીં તો જેણે ભૂતાર્થસ્વભાવની દષ્ટિથી સમ્યગ્દર્શન કર્યું છે તેને આગળ વધતાં મુનિધર્મ કે શ્રાવકધર્મનું પાલન કેવું હોય તેની વાત છે.
સમ્યગ્દર્શન થયું ત્યારે સ્વસંવેદનમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ તો આવ્યો છે, ત્યારપછી મુનિપણામાં તો તે અતીન્દ્રિય આનંદનું-પ્રચૂર-ઘણું સ્વસવેદન થાય છે. અહા ! મુનિવરોને તો શુદ્ધાત્માના સ્વસંવેદનમાં આનંદની ઘણી પ્રચૂરતા છે. સમયસારની પાંચમી ગાથામાં પોતાનો નિજવૈભવ વર્ણવતાં શ્રી આચાર્ય કુંદકુંદસ્વામી કહે છે કે- “અનવરત ઝરતા સુંદર આનંદની મુદ્રાવાળું જે અમંદ સંવેદન તે-રૂપ સ્વસંવેદનથી અમારો નિજવૈભવ પ્રગટયો છે.” પોતાને નિઃશંક વેદનમાં આવે છે કે અમને આવો આત્મવૈભવ પ્રગટયો છે. જુઓ, આ મુનિદશા! મુનિપણું એ તો સંવરતત્ત્વની ઉત્કૃષ્ટતા છે. જેને આવી મુનિદશાની ખબર નથી તેને સંવરતત્ત્વની ખબર નથી; શરીરમાં દિગંબરપણું થયું કે પંચમહાવ્રતોનો શુભરાગ થયો-એને જ મુનિપણું માની લેવું તે કાંઈ સાચું નથી; ને વસ્ત્રસહિત દશામાં મુનિપણું માને તેને તો ગૃહીત મિથ્યાત્વ પણ છૂટું નથી; મુનિદશાને યોગ્ય પરમ સંવરની ભૂમિકામાં તીવ્ર રાગના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #47
--------------------------------------------------------------------------
________________
35 )
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
देवपूजा
स्वाध्याय
गुरोपास्ति
संयम
तप
दान
( श्रावनां हंमेशनां छ र्तव्य ) देवपूजा गुरूपास्तिः स्वाध्यायः संयमस्तपः। दानं चेति गृहस्थानां षट्कर्माणि दिनेदिने।
(શ્રાવકધર્મપ્રકાશ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #48
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૩૭ કેવા કેવા નિમિત્તો છૂટી જાય તેની પણ તેને ખબર નથી, એટલે કે ભૂમિકાની શુદ્ધતાને પણ તેણે જાણી નથી. વસ્ત્રરહિત થયો હોય, પંચમહાવ્રત દોષરહિત પાળતો હોય, પણ જો અંદર ત્રણ કષાયના અભાવરૂપ શુદ્ધોપયોગ નથી તો તેનેય મુનિપણું નથી. મુનિમાર્ગ તો અલૌકિક છે. મહાવિદેહમાં અત્યારે સીમંધરપરમાત્મા સાક્ષાત્ તીર્થંકરપણે બિરાજે છે તેઓ આવો જ માર્ગ પ્રકાશી રહ્યા છે. એવા અનંતા તીર્થકરો થયા, લાખો સર્વજ્ઞભગવંતો અત્યારે વિદેહમાં વિચરે છે ને ભવિષ્યમાં અનંતા થશે, તેમની વાણીમાં મુનિપણાનો એક જ માર્ગ કહ્યો છે. અહીં કહે છે કે હે જીવ! આવું મુનિપણું અંગીકાર કરવા જેવું છે; જો તે અંગીકાર ન કરી શકે તો તેની શ્રદ્ધા રાખીને શ્રાવકધર્મને પાળજે.
શ્રાવક શું કરે?
તો કહે છે કે શ્રાવક પ્રથમ તો હંમેશા દેવપૂજા કરે. દેવ એટલે સર્વજ્ઞદેવ, તેમનું સ્વરૂપ ઓળખીને તેમના પ્રત્યે બહુમાનપૂર્વક રોજરોજ દર્શન-પૂજન કરે. પહેલાં જ સર્વજ્ઞની ઓળખાણની વાત કરી હતી. પોતે સર્વજ્ઞને ઓળખ્યા છે ને પોતે સર્વજ્ઞ થવા માંગે છે ત્યાં નિમિત્તપણે સર્વજ્ઞતાને પામેલા અહંન્તભગવાનના પૂજન-બહુમાનનો ઉત્સાહ ધર્મીને આવે છે. જિનમંદિર બંધાવવા, તેમાં જિનપ્રતિમા સ્થાપવા, તેની પંચકલ્યાણપૂજા-અભિષેક વગેરેના ઉત્સવ કરવા, એવા કાર્યોનો ઉલ્લાસ શ્રાવકને આવે છે, –એવી એની ભૂમિકા છે તેથી તેને શ્રાવકનું કર્તવ્ય કહ્યું છે. જો તેનો નિષેધ કરે તો મિથાત્વ છે. અને માત્ર એટલા શુભ રાગને જ ધર્મ સમજી લ્ય તો તેને પણ સાચું શ્રાવકપણું હોતું નથી-એમ જાણવું. સાચા શ્રાવકને તો દરેક ક્ષણે ભેગું શુદ્ધાત્માના શ્રદ્ધાનરૂપ સમ્યકત્વ વર્તે છે, ને તેના આધારે જેટલી શુદ્ધતા થઈ તેને જ તે ધર્મ જાણે છે. આવી દષ્ટિપૂર્વક તે દેવપૂજા વગેરે કાર્યોમાં પ્રવર્તે છે. સમન્તભદ્રસ્વામી, માનતુંગસ્વામી વગેરે મોટા મોટા મુનિઓએ પણ સર્વજ્ઞદેવની નમ્રતાપૂર્વક મહાન સ્તુતિ કરી છે; એકાવતારી ઇન્દ્રો પણ રોમરોમ ઉલ્લસી જાય એવી અદ્ભુત ભક્તિ કરે છે. “હું સર્વજ્ઞ પરમાત્મા! આ પંચમકાળે અમને તારા જેવી પરમાત્મદશાનો તો આત્મામાં વિરહ, ને આ ભરતક્ષેત્રમાં તારા સાક્ષાદર્શનનો પણ વિરહ ! નાથ, તારા દર્શન વિના કેમ રહી શકું ?' –એમ ભગવાનના વિરહમાં તેની પ્રતિમાને સાક્ષાત્ ભગવાન સમાન જાણીને શ્રાવક હંમેશા દર્શન-પૂજન કરે.- “જિનપ્રતિમા જિનસારખી.' કેમકે ધર્માન સર્વજ્ઞનું સ્વરૂપ પોતાના જ્ઞાનમાં ભાસ્યું છે, તેથી જિનબિંબને જોતાં તેને તે સ્મરણમાં આવે છે. નિયમસાર-ટીકામાં પદ્મપ્રભમુનિરાજ કહે છે કે જેને ભવભયરહિત એવા ભગવાન પ્રત્યે ભક્તિ નથી તે જીવ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #49
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮)
(શ્રાવકધર્મપ્રકાશ ભવસમુદ્રના વચ્ચે મગરના મુખમાં પડેલો છે. જેમ સંસારના રાગી પ્રાણીને સ્ત્રીનો વિરહુ કેવો ખટકે છે? ને તેના સમાચાર મળતાં કેવો રાજી થાય છે? તેમ ધર્મના પ્રેમી જીવને સર્વજ્ઞ પરમાત્માનો વિરહ ખટકે છે, ને તેની પ્રતિમાના દર્શન કરતાં કે સંતો દ્વારા તેનો સજેશ સાંભળતા (-શાસ્ત્રનું શ્રવણ કરતાં) તેને પરમાત્મા પ્રત્યે ભક્તિ ને ઉલ્લાસ આવે છે: “અહો મારા નાથ ! તનથી-મનથી-ધનથી સર્વસ્વથી તારા માટે શું શું કરું!' આ પાનંદસ્વામી જ શ્રાવકના છ કર્તવ્ય બતાવતાં ઉપાસકસંસ્કાર” માં કહે છે કે જે મનુષ્ય જિનેન્દ્રભગવાનને ભક્તિથી નથી દેખતો તથા તેમની પૂજા-સ્તુતિ નથી કરતો તેનું જીવન નિષ્ફળ છે ને તેના ગૃહસ્થાશ્રમને ધિક્કાર છે. મુનિ આથી વિશેષ શું કહે? માટે ભવ્યજીવોએ પ્રાતઃ ઊઠીને સૌ પ્રથમ દેવ-ગુરુનાં દર્શન તથા ભક્તિથી વંદન અને શાસ્ત્રશ્રવણ કર્તવ્ય છે, બીજાં કાર્યો પછી કરવાં. ગાથા-૧૫, ૧૬, ૧૭)
પ્રભો ! આપને ઓળખ્યા વગર મારો અનંતકાળ નિષ્ફળ ગયો, પણ હવે મેં આપને ઓળખ્યા છે. આપના પ્રસાદથી આપના જેવો મારો આત્મા મેં ઓળખ્યો છે; આપની કૃપાથી મને મોક્ષમાર્ગ મળ્યો ને હવે મારા જન્મ-મરણનો છેડો આવી ગયો. -આમ ધર્મીજીવને દેવ-ગુરુ પ્રત્યે ભક્તિનો પ્રમોદ આવે છે. શ્રાવકને સમ્યગ્દર્શનની સાથે આવા ભાવો હોય છે એમ અહીં બતાવવું છે. એમાં જેટલો રાગ છે તેટલું પુણ્ય છે, રાગવગરની જેટલી શુદ્ધિ છે તેટલો ધર્મ છે.
શ્રાવક જિનપૂજાની જેમ હંમેશા ગુરુની ઉપાસના કરે તથા હંમેશાં શ્રતની સ્વાધ્યાય કરે. સમસ્ત તત્ત્વોનું નિર્દોષસ્વરૂપ જેનાથી દેખાય એવું જ્ઞાનનેત્ર ગુરુઓના પ્રસાદથી જ પ્રાપ્ત થાય છે. જે જીવ નિગ્રંથ ગુરુઓને માનતો નથી, તેમની ઓળખાણ અને ઉપાસના કરતો નથી, તેને તો સૂરજ ઊગવા છતાં અંધારું છે. એ જ રીતે વીતરાગી ગુરુઓએ પ્રકારેલા સતુશાસ્ત્રોનો જે અભ્યાસ નથી કરતો, તેને નેત્ર હોવા છતાં વિદ્વાનો અંધ કહે છે. વિકથા વાંચ્યા કરે ને શાસ્ત્રસ્વાધ્યાય ન કરે-એના નેત્ર શા કામના? શ્રીગુરુ પાસે રહીને જે શાસ્ત્ર સાંભળતો નથી ને હૃદયમાં ધારણ કરતો નથી તે મનુષ્યને કાન તથા મન નથી-એમ કહ્યું છે. (ઉપાસકસંસ્કાર-ગા. ૧૮ થી ૨૧)
આ રીતે દેવપૂજા, ગુરુસેવા ને શાસ્ત્રસ્વાધ્યાય એ શ્રાવકનું હંમેશનું કર્તવ્ય છે. જે ઘરમાં દેવ-ગુરુ-શાસ્ત્રની ઉપાસના થતી નથી તે તો ઘર નથી પણ જેલખાનું છે. જેમ ભક્ત-પુત્રને પોતાની માતા પ્રત્યે કેવો વાત્સલ્યભાવ ને ભક્તિ આવે છે! અહો, મારી માતા ! તારા ઉપકાર અપાર છે. તારે માટે શું-શું કરું!તેમ ધર્માત્મા શ્રાવકને તથા જિજ્ઞાસુ જીવને ભગવાન પ્રત્યે, ગુરુ પ્રત્યે ને જિનવાણી માતા પ્રત્યે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #50
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
( ૩૯
શ્રાવકધર્મપ્રકાશ )
અંતરથી ભક્તિનો ઉમળકો આવે છેઃ અહો, મારા નાથ! તમારા માટે હું શું-શું કરું? ક્યા પ્રકારે તમારી સેવા કરું! આવો ભાવ ભક્તને ઊછળ્યા વગર રહેતો નથી. છતાં તેની જેટલી હદ છે તેટલી તે જાણે છે. માત્ર તે રાગમાં ધર્મ માનીને રોકાઈ જતો નથી, ધર્મ તો અંતરના ભૃતાર્થસ્વભાવના અવલંબને છે-તે સ્વભાવને પ્રતીતમાં લીધો છે. આવા સમ્યગ્દર્શનસહિત મુનિધર્મ ન પાળી શકે તો શ્રાવકધર્મનું પાલન કરે તેનું આ વર્ણન છે.
શ્રાવકધર્મમાં છ કર્તવ્યને મુખ્ય કહ્યાં છે. એક જિનપૂજા, બીજું ગુરુસેવા ને ત્રીજું શાસ્ત્રસ્વાધ્યાય-એ ત્રણની વાત કરી. તે ઉપરાંત પોતાની ભૂમિકાને યોગ્ય સંયમ, તપ અને દાન પણ શ્રાવક હંમેશા કરે. વિષયોમાં સુખબુદ્ધિ તો પહેલેથી છૂટી ગઈ છે, તે ઉપરાંત વિષય-કષાયોમાંથી પરિણતિ પાછી વાળીને અંતરમાં એકાગ્રતાનો રોજરોજ અભ્યાસ કરે. મુનિરાજને તેમ જ સાધર્મીધર્માત્માને આહારદાન, શાસ્ત્રદાન વગેરેની ભાવના પણ રોજરોજ કરે. ભરતચક્રવર્તી જેવાય શ્રાવકપણામાં જમવા ટાણે રોજ ભક્તિથી મુનિવરોને યાદ કરે છે કે કોઈ મુનિરાજ પધા૨ે તો તેમને આહારદાન દઈને પછી હું જમું. મુનિરાજ પધારતાં અત્યંત ભક્તિપૂર્વક આહારદાન કરે છે. દાન વગ૨ના ગૃહસ્થપણાને નિષ્ફળ કહ્યું છે. જે પુરુષ મુનિ વગેરેને ભક્તિથી ચતુર્વિધદાન (આહાર-શાસ્ત્ર ઔષધ અને અભય એ ચાર પ્રકારના દાન) નથી દેતો તેનું ઘર તે ખરેખર ઘ નથી પણ તેને બાંધવા માટેનો બંધપાશ છે. –એમ દાનસંબંધી ઘણો ઉપદેશ પદ્મનંદીસ્વામીએ આપ્યો છે. (જુઓ ઉપાસકસંસ્કાર અધિકાર ગાથા ૩૧ થી ૩૬) શ્રાવકની ભૂમિકામાં ચૈતન્યની દષ્ટિ સહિત આવા છ કાર્યોનાં ભાવ સહજ હોય છે.
‘શ્રાવકધર્મપ્રકાશ ’ એટલે કે ગૃહસ્થાશ્રમમાં સમ્યક્ત્વપૂર્વક ધર્મનો પ્રકાશ થઈને વૃદ્ધિ થાય તેનું આ વર્ણન છે. પ્રથમ તો સમ્યગ્દર્શનની દુર્લભતા બતાવી. આમ તો સમ્યગ્દર્શન સદાકાળ દુર્લભ છે, તેમાં પણ અત્યારે તો તેની સાચી વાત સાંભળવા મળવી પણ દુર્લભ થઈ ગઈ છે. અને સાંભળવા મળે તોપણ ઘણા જીવોને તેની ખબર પડતી નથી. અહીં કહે છે કે આવું દુર્લભ સમ્યગ્દર્શન પામીને ઉત્તમ પુરુષોએ મુનિધર્મ અંગીકાર કરવો, વૈરાગ્યસ્વરૂપમાં રમણતા વધારવી.
પ્રશ્ન:- શાસ્ત્રમાં તો કહ્યું છે કે પહેલાં મુનિદશાનો ઉપદેશ દેવો. તમે તો પહેલાં સમ્યગ્દર્શનનો ઉપદેશ આપીને પછી મુનિદશાની વાત કરો છો? સમ્યગ્દર્શન વગર મુનિપણું હોય જ નહિ એમ કહો છો !
ઉત્તર :- એ બરાબર છે; શાસ્ત્રમાં પહેલાં મુનિપણાનો ઉપદેશ દેવાની જે વાત કરી છે, તે તો શ્રાવકપણું ને મુનિપણું એ બેની અપેક્ષાએ પહેલાં મુનિપણાની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #51
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦)
(શ્રાવકધર્મપ્રકાશ વાત કરી છે, પણ કાંઈ સમ્યગ્દર્શન પહેલાં મુનિપણું લઈ લેવાની વાત નથી કરી. સમ્યગ્દર્શન વગર તો મુનિધર્મ કે શ્રાવકધર્મ હોતો જ નથી. તેથી પહેલાં સમ્યગ્દર્શનની મૂળ વાત કરીને પછી મુનિધર્મ ને શ્રાવકધર્મની વાત કરી છે. (શાસ્ત્રમાં આવે છે કે ક્ષાયિકસમ્યગ્દષ્ટિ જીવોમાં દેશસંયમ કરતાં સીધું મુનિપણું લેનારા જીવો વધુ હોય છે.)
ભાઈ, આવું મનુષ્યપણું પામીને સમ્યકત્વસહિત જો મુનિદશા થાય તો કરજે, તે તો ઉત્તમ છે, ને જો એટલું તારી શક્તિની હીનતાથી ન થઈ શકે, તો શ્રાવકધર્મના પાલન વડે મનુષ્યભવની સાર્થકતા કરજે. આવો મનુષ્યઅવતાર ફરીફરી મળવો દુર્લભ છે. આ શરીર ક્ષણમાં ફૂ થઈને તેનાં રજકણો હવામાં ઊડી જશે.
રજકણ તારાં રખડશે જેમ રખડતી રેત,
પછી નરભવ પામીશ ક્યાં? ચેત ચેત નર ચેત! જેમ એક ઝાડ લીલુંછમ હોય તે બળીને ભસ્મ થઈ જાય ને તેની રાખ હવામાં ચારેકોર ઊડી જાય; પછી ફરીને તે ઝાડનાં તે જ રજકણો ભેગાં થઈને ફરીને તે જ સ્થળે તેવા જ ઝાડરૂપે પરિણમે-એ કેવું દુર્લભ છે! મનુષ્યપણું તો એના કરતાંય દુર્લભ છે.-માટે એને તું ધર્મસેવન વગર વિષય-કષાયોમાં વેડફી ન નાંખ.
જિનદર્શન વગેરે છ કાર્યો શ્રાવકને દરરોજ હોય છે. અહીં સમ્યગ્દર્શન સહિત શ્રાવકની મુખ્ય વાત છે; સમ્યગ્દર્શન પહેલાં જિજ્ઞાસુભૂમિકામાં પણ ગૃહસ્થને જિનદર્શન-પૂજા-સ્વાધ્યાય વગેરે કાર્યો હોય છે. સાચા દેવ-ગુરુ-શાસ્ત્રને ઓળખે નહિ, તેની ઉપાસના કરે નહિ તે તો વ્યવહારથી પણ શ્રાવક ન કહેવાય.
પ્રશ્ન- દેવ-ગુરુ-શાસ્ત્ર તરફનો ભાવ એ તો પરાશ્રિતભાવ છે ને?
ઉત્તર- એમાં ભેગો પોતાને ધર્મનો પ્રેમ પોષાય છે. સંસાર સંબંધી સ્ત્રીપુત્ર-શરીર-વેપાર વગેરે તરફનો ભાવ તેમાં તો પાપનું પોષણ છે, તેની દિશા બદલીને ધર્મના નિમિત્તો તરફનો ભાવ આવે તેમાં તો રાગની મંદતા થાય છે તથા ત્યાં સાચી ઓળખાણનો ને સ્વાશ્રયનો અવકાશ છે. ભાઈ, પરાશ્રયભાવ તો પાપ અને પુણ્ય બને છે, પણ ધર્મના જિજ્ઞાસુને પાપ તરફનું વલણ છૂટીને ધર્મના નિમિત્તરૂપ દેવ-ગુરુ-ધર્મ તરફ વલણ જાય છે. એનો વિવેક ન કરે ને સ્વદે પાપમાં પ્રવર્તે કે કુવાદિને માને એને તો ધર્મી થવાની પાત્રતા પણ નથી.
સર્વજ્ઞ કેવા હોય, તેના સાધક ગુરુ કેવા હોય, તેમની વાણીરૂપ શાસ્ત્ર કેવાં હોય, તે શાસ્ત્રોમાં આત્માનો સ્વભાવ કેવો બતાવ્યો છે, –તેના અભ્યાસનો રસ હોવો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #52
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ )
(૪૧
જોઈએ. સત્શાસ્ત્રોની સ્વાધ્યાય જ્ઞાનની નિર્મળતાનું કારણ છે. લૌકિક નોવેલ ને ચોપાનિયાં વાંચે તેમાં તો પાપભાવ છે; જેને ધર્મનો પ્રેમ હોય તેને રોજરોજ નવાનવા વીતરાગી શ્રુતની સ્વાધ્યાયનો ઉત્સાહ હોય. લક્ષમાં તો છે કે જ્ઞાન મારા સ્વભાવમાંથી આવે છે, પણ એ સ્વભાવમાં એકાગ્ર નથી રહેવાતું ત્યારે શાસ્ત્રસ્વાધ્યાય દ્વારા વારંવાર તેનું ધોલન કરે છે. સર્વાર્થસિદ્ધિના દેવો ૩૩ સાગરોપમ સુધી તત્ત્વચર્ચા કરે છે. એ બધાય દેવોને આત્માનું ભાન છે, એક ભવે મોક્ષ જવાના છે, બીજું કાંઈ કામ (વેપારધંધો કે રસોઈપાણી ) તેમને નથી. ૩૩ સાગરોપમ એટલે અસંખ્યાત વર્ષો સુધી ચર્ચા કરતાં ય જેનું રહસ્ય પૂરું ન થાય એવું ગંભી૨ શ્રુતજ્ઞાન છે, તેના અભ્યાસનો ઘણો પ્રેમ ધર્મીને હોય; જ્ઞાનનો રસ હોય. ચોવીસે કલાક એકલી વિકથામાં કે વેપારધંધાના પરિણામમાં રચ્યો રહે ને જ્ઞાનના અભ્યાસમાં જરાય રસ ન લ્યુ-એ તો પાપમાં પડેલા છે. ધર્મી શ્રાવકને તો જ્ઞાનનો કેટલો રસ હોય !
પ્રશ્ન:- પણ શાસ્ત્રઅભ્યાસમાં અમારી બુદ્ધિ ન ચાલે તો ?
ઉત્ત૨:- એ બહાનું ખોટું છે. હા, કદાચ ન્યાય-વ્યાકરણ કે ગણિત જેવી બાબતમાં બુદ્ધિ ન ચાલે, પણ જો આત્માની સમજણનો પ્રેમ હોય તો શાસ્ત્રમાં આત્માનું સ્વરૂપ શું કહ્યું છે, તેને ધર્મ કઈ રીતે થાય-એ બધું કેમ ન સમજાય? ન સમજાય ત્યાં ગુરુગમે કે સાધર્મીને પૂછીને સમજવું જોઈએ; પણ પહેલેથી ‘ નહિ સમજાય ' એમ કહીને શાસ્ત્રનો અભ્યાસ જ છોડી ધે એને તો જ્ઞાનનો પ્રેમ નથી.
,
સર્વજ્ઞદેવની ઓળખાણપૂર્વક સેવા-પૂજા, સન્ત-ગુરુ-ધર્માત્માની સેવા, સાધર્મીનો આદર-એ શ્રાવકને જરૂર હોય છે. ગુરુસેવા એટલે ધર્મમાં જે વડીલો છે, ધર્મમાં જે મોટા છે ને ઉપકારી છે તેમના પ્રત્યે વિનય-બહુમાનનો ભાવ હોય છે. શાસ્ત્રનું શ્રવણ પણ વિનયપૂર્વક કરે. પ્રમાદપૂર્વક કે હાથમાં પંખો લઈને હવા ખાતાં ખાતાં શાસ્ત્ર સાંભળે તો તે અવિનય છે. શાસ્ત્ર સાંભળવાના પ્રસંગે વિનયથી
ધ્યાનપૂર્વક એનું જ લક્ષ રાખવું જોઈએ. આ ઉપરાંત ભૂમિકાને યોગ્ય રાગ ઘટાડીને સંયમ તપ ને દાન પણ શ્રાવક હંમેશાં કરે, આ ઉપરાંત શ્રાવકને વ્રત કેવાં હોય તે
હવેની ગાથામાં કહેશે.
આ શુભકાર્યોમાં કાંઈ રાગને આદરવાનું નથી બતાવવું; પણ ધર્માત્માને શુદ્ધદષ્ટિપૂર્વક કઈ ભૂમિકામાં રાગની કેટલી મંદતા હોય તે બતાવવું છે. ભગવાન સર્વજ્ઞ પરમાત્માના કેડાયત, વનમાં વસનારા વીતરાગી સન્ત ૯૦૦ વર્ષ પહેલાં થયેલા પદ્મનંદીમુનિરાજે આ શ્રાવકધર્મનો પ્રકાશ કર્યો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #53
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨ )
(શ્રાવકધર્મપ્રકાશ
શ્રાવકને સર્વજ્ઞદેવની પૂજા, ધર્માત્માગુરુઓની સેવા, શાસ્ત્રસ્વાધ્યાય-તે કર્તવ્ય છે એમ વ્યવહા૨ે ઉપદેશ છે. શુદ્ધોપયોગ કરવો એ તો પહેલાં વાત કરી, પણ તે ન થઈ શકે તો શુભની ભૂમિકામાં શ્રાવકને કેવા કાર્યો હોય તે બતાવવા અહીં તેને કર્તવ્ય કહ્યું છે–એમ સમજવું. આમાં જેટલો શુભરાગ છે તે તો પુણ્યબંધનું કારણ છે, ને સમ્યગ્દર્શનસહિત જેટલી શુદ્ધતા છે તે મોક્ષનું કારણ છે. સમ્યગ્દર્શન પામીને મોક્ષમાર્ગમાં જેણે ગમન કર્યું છે એવા શ્રાવકને રસ્તામાં કેવા ભાવો હોય છે તે ઓળખાવીને શ્રાવકધર્મનો ઉદ્યોત કર્યો છે. આવો મનુષ્યઅવતાર અને આવું ઉત્તમ જૈનશાસન પામીને, હે જીવ! તેને તું વ્યર્થ ન ગુમાવ; પ્રથમ તો સર્વજ્ઞ-જિનદેવને ઓળખીને સમ્યગ્દર્શન પ્રગટ કર, અને પછી મુનિદશાનાં મહાવ્રત ધારણ કર, જો મહાવ્રત ન બની શકે તો શ્રાવકનાં ધર્મોનું પાલન કર ને શ્રાવકનાં દેશવ્રત ધારણ કર. શ્રાવકનાં વ્રત કેવાં હોય તે હવેની ગાથામાં કહે છે.
vies
આત્માર્થી જીવ નિષ્પ્રયોજન પ્રવૃત્તિમાં પડે નહિ. ને જેમાં પોતાના આત્માનું હિત થાય એવી સત્સંગપ્રવૃત્તિમાં ઉત્સાહથી પ્રવર્તે.
હે આત્માર્થી બંધુ! તારા આનંદમય આત્માને સાધવા માટે બીજી બધી ચિન્તા છોડીને ૫૨મ પ્રેમથી આત્માને ચિંતવ.
卐
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #54
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૪૩
શ્રાવકનાં વ્રતોનું વર્ણન
સમ્યગ્દષ્ટિ-પંચમગુણસ્થાની શ્રાવક એનો રાગ કેટલો ઘટી ગયો હોય! ને એનો વિવેક કેટલો હોય ! એકાવતારી ઇન્દ્ર અને સર્વાર્થસિદ્ધિના દેવો કરતાં ય ઊંચી જેની પદવી, એના વિવેકની ને એના મંદરાગની શી વાત! અંદર શુદ્ધાત્માને દૃષ્ટિમાં લઈને સાધી રહ્યા છે ને પર્યાયમાં રાગ ઘણો ઘટી ગયો છે. મુનિ કરતાં થોડીક જ ઓછી એની દશા છે. આવી શ્રાવકદશા અલૌકિક છે.
આ દેશવ્રત-ઉદ્યતન એટલે શ્રાવકનાં વ્રતોનું પ્રકાશન ચાલે છે. સૌથી પહેલાં સર્વજ્ઞદેવે કહેલા ધર્મની ઓળખાણ કરવાનું કહ્યું, પછી સમ્યગ્દષ્ટિ એકલો પણ મોક્ષમાર્ગમાં શોભે છે એમ કહીને સમ્યકત્વની પ્રેરણા કરી; ત્રીજી ગાથામાં સમ્યગ્દર્શનને મોક્ષવૃક્ષનું બીજ કહીને, તેની દુર્લભતા બતાવી, તથા યત્નપૂર્વક સમ્યત્વ પ્રાપ્ત કરીને તેની રક્ષા કરવાનું કહ્યું. સમ્યકત્વ પામીને પછી મુનિધર્મનું કે શ્રાવકધર્મનું પાલન કરવાનો ઉપદેશ આપ્યો, તેમાં શ્રાવકનાં હંમેશનાં છ કર્તવ્ય પણ બતાવ્યા.
હવે શ્રાવકનાં વ્રતોનું વર્ણન કરે છે
दृग्मूलव्रतमष्टधा तदनु च स्यात्पंचधाणुव्रतं। शीलाख्यं च गुणव्रतं त्रयमतः शिक्षाश्चतस्रः पराः।। रात्रौ भोजनवर्जनं शुचिपटात् पेयं पयः शक्तितो। मौनादिव्रतमप्यनुष्ठितमिदं पुण्याय भव्यात्मनाम्।।५।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #55
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪)
(શ્રાવકધર્મપ્રકાશ
શ્રાવક સમ્યગ્દર્શનપૂર્વક આઠ મૂળગુણનું પાલન કરે; તથા પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત ને ચાર શિક્ષાવ્રત-એ સાત શીલવ્રત;-એમ કુલ બાર વ્રત; રાત્રિભોજનપરિત્યાગ, પવિત્ર વસ્ત્રથી ગળેલા જળનું પીવું તથા શક્તિઅનુસા૨ મૌનાદિ વ્રતનું પાલન કરવું;- આ બધા આચરણ ભવ્યજીવોને પુણ્યનું કારણ છે.
જુઓ, આમાં બે વાત કરી. એક તો દશ્ એટલે સૌથી પહેલાં સમ્યગ્દર્શન હોય–એ વાત કરી; ને બીજું આ બધા શુભઆચરણ તે પુણ્યનું કારણ છે, એટલે કે આસવનું કારણ છે, મોક્ષનું કારણ નહિ. મોક્ષનું કારણ તો સમ્યગ્દર્શનપૂર્વક જેટલી વીતરાગતા થઈ તે જ છે.
જેને આત્મભાન થયું છે, કષાયોથી ભિન્ન આત્મભાવ અનુભવ્યો છે, પૂર્ણ વીતરાગતાની ભાવના છે, પણ હજી પૂર્ણ વીતરાગતા નથી થઈ, ત્યાં શ્રાવકપણામાં તેને કેવું આચરણ હોય તે અહીં બતાવ્યું છે. જેમ સ્વયં ગતિવંતને ધર્માસ્તિકાય નિમિત્ત છે તેમ સ્વાશ્રિત શુદ્ધતાવડે જેણે મોક્ષમાર્ગમાં ગમન કર્યું છે એવા જીવને વચ્ચેની ભૂમિકામાં આવા વ્રતાદિ શુભઆચરણ નિમિત્તરૂપે હોય છે. સમ્યગ્દર્શન થતાં ચોથા ગુણસ્થાનથી શુદ્ધતા શરૂ થઈ છે-નિશ્ચયમોક્ષમાર્ગના અંશની શરૂઆત થઈ ગઈ છે, પછી પાંચમે ગુણસ્થાને શુદ્ધતા વધી ગઈ છે ને રાગ ઘણો ઘટી ગયો છે; તે ભૂમિકામાં જે શુભરાગ રહ્યો તેના આચરણની મર્યાદા કેવી છે ને તેમાં કેવાં વ્રત હોય છે તે બતાવ્યું છે. આ શુભરાગનું આચરણ શ્રાવકને પુણ્યબંધનું કારણ છે. એટલે ધર્મી જીવ અભિપ્રાયમાં આવા રાગને પણ કર્તવ્ય માનતા નથી. રાગના એક અંશને પણ ધર્મી જીવ મોક્ષમાર્ગ માને નહિ એટલે તેને કર્તવ્ય માને નહિ. પણ વ્યવહારમાં અશુભથી બચવા શુભને કર્તવ્ય કહેવાય; કેમકે તે ભૂમિકામાં તેવા ભાવો હોય છે.
જ્યાં શુદ્ધતાની શરૂઆત થઈ છે પણ પૂર્ણતા નથી થઈ ત્યાં વચ્ચે સાધકને મહાવ્રત કે દેશવ્રતના પરિણામ હોય છે; પણ જેને હજી શુદ્ધતાનો અંશ પણ પ્રગટયો નથી, જેને પરના કર્તૃત્વની બુદ્ધિ છે, જે રાગને મોક્ષમાર્ગ માને છે તેને તો મિથ્યાત્વનું શલ્ય ઊભું છે, એવા શલ્યવાળા જીવને વ્રત હોતાં નથી, કેમકે વ્રતી તો નિઃશલ્ય હોય છે, નિ:શો વ્રતી' એ ભગવાન ઉમાસ્વામીનું સૂત્ર છે. જેને મિથ્યાત્વશલ્ય ન હોય, જેને માયાશલ્ય ન હોય, જેને નિદાનશલ્ય ન હોય, તેને જ પાંચમું ગુણસ્થાન ને વ્રતીપણું હોય
પહેલી વાત દત્ત એટલે કે સમ્યગ્દર્શનની છે, સર્વજ્ઞદેવની ઓળખાણપૂર્વક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #56
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૪૫ સમ્યગ્દર્શન હોવું તે પહેલી શરત છે, પછી આગળની વાત છે. શ્રાવકને સમ્યગ્દર્શનપૂર્વક અષ્ટમૂળગુણનું પાલન નિયમથી હોય.
વડના ટેટા, પીપર, કઠુંમર, ઉમર તથા પાકર એ પાંચે ક્ષીરવૃક્ષને ઉદમ્બર કહે છે. તે ત્રસહિંસાના સ્થાન છે તેનો ત્યાગ, તથા ત્રણ “મકાર એટલે કે મધ માંસ ને મદિરા એ ત્રણનો નિયમથી ત્યાગ તે અષ્ટમૂળગુણ છે; અથવા પાંચ અણુવ્રતનું પાલન ને મધ-માંસ-મધુનો નિરતિચાર ત્યાગ તે શ્રાવકના આઠ મૂળગુણ છે; તે તો દરેક શ્રાવકને નિયમથી હોય, -મનુષ્ય હો કે તિર્યંચ હો, પુરુષ હો કે સ્ત્રી હો. અઢીદીપ બહાર તીર્થંચોમાં અસંખ્યાતા સમ્યગ્દષ્ટિ છે તેમ જ શ્રાવકો-પંચમગુણસ્થાની પણ અસંખ્યાતા છે. સમ્યગ્દષ્ટિને જેવો શુદ્ધસ્વભાવ છે તેવો પ્રતીતમાં આવી ગયો છે ને પર્યાયમાં તેવું અલ્પ શુદ્ધપરિણમન થયું છે. શુદ્ધસ્વભાવની શ્રદ્ધાના પરિણમનપૂર્વક શુદ્ધતાનું પરિણમન હોય છે ને એવી શુદ્ધિ સાથે શ્રાવકને આઠ મૂળગુણ, ત્રસહિંસાના અભાવરૂપ પાંચ અણુવ્રત, રાત્રિભોજન-ત્યાગ, વગેરે હોય છે. તે સંબંધી શુભભાવ છે તે પુણ્યનું ઉપાર્જન કરનાર છે, “પુષ્પીય ભવ્યાત્મનામા' કોઈ તેને મોક્ષનું કારણ માની લ્ય તો તે ભૂલ છે. શ્રી ઉમાસ્વામીએ મોક્ષશાસ્ત્રમાં પણ શુભઆસવના પ્રકરણમાં વ્રતોનું વર્ણન કર્યું છે, તેને કાંઈ સંવર તરીકે નથી વર્ણવ્યા.
અહીં શ્રાવકને મધ-માંસ વગેરેનો ત્યાગ હોવાનું કહ્યું, પરંતુ એ ધ્યાન રાખવું કે પહેલી ભૂમિકામાં સાધારણ જિજ્ઞાસુને પણ મધ-માંસ-મધુ-રાત્રિભોજન વગેરે તીવ્ર પાપનાં સ્થાનોનો તો ત્યાગ જ હોય જ, ને શ્રાવકને તો પ્રતિજ્ઞાપૂર્વક નિયમથી તેનો ત્યાગ હોય છે.
રાત્રિભોજનમાં ઘણી ત્રસહિંસા થાય છે, તેથી શ્રાવકને તેનો ત્યાગ હોય. એ જ રીતે અળગણ પાણીમાં પણ ત્રસ જીવો હોય છે. શુદ્ધ અને જાડા કપડાથી ગળીને પછી જ શ્રાવક પાણી પીએ. મેલાં કપડાથી પાણી ગળે તો તો તે કપડાના મેલમાં જ ત્રસ જીવ હોય, માટે કહ્યું કે શુદ્ધવસ્ત્રથી ગળેલું પાણી પીવાના કામમાં ધ્યે. રાત્રે તો પાણી પીએ નહિ ને દિવસે ગળીને પીએ. રાત્રે ત્રસ જીવોનો ઘણો સંચાર હોય છે, એટલે રાત્રિના ખાન-પાનમાં ત્રસજીવોની હિંસા થાય છે. જેમાં ત્રસહિંસા હોય એવા કોઈ કાર્યનાં પરિણામ વ્રતી-શ્રાવકને હોઈ શકે નહિ.
ભક્ષ્ય-અભક્ષ્યના વિવેક વગર કે દિવસ-રાતના વિવેક વગર ગમે તેમ વર્તતો હોય ને કહે કે અમે શ્રાવક છીએ, –પણ ભાઈ ! શ્રાવકને તો કેટલો રાગ ઘટી ગયો હોય? એનો વિવેક કેટલો હોય? એકાવતારી ઇન્દ્ર અને સર્વાર્થસિદ્ધિના દેવો કરતાંય ઊંચી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #57
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬)
(શ્રાવકધર્મપ્રકાશ જેની પદવી, –એના વિવેકની ને એના મંદરાગની શી વાત? અંદર શુદ્ધાત્માને દષ્ટિમાં લઈને સાધી રહ્યા છે, ને પર્યાયમાં રાગ ઘણો જ ઘટી ગયો છે. મુનિ કરતાં થોડીક જ ઓછી એની દશા છે. –આવી શ્રાવકદશા અલૌકિક છે. ત્યાં ત્રસહિંસાના ભાવ કેવા ? ને અંદર ત્રસહિંસાના ભાવ ન હોય એટલે બહારમાં પણ એવું ત્રસહિંસાનું આચરણ સહેજે ન જ હોય, –એવો મેળ છે. અંદર ત્રસહિંસાના પરિણામ ન હોય ને બહાર હિંસાની ગમે તેવી પ્રવૃત્તિ થયા કરે એમ ન હોય. કોઈ કહે બધું અભક્ષ ખાવું ખરું પણ ભાવ ન કરવા, -તો એ સ્વચ્છંદી છે, પોતાના પરિણામનો એને વિવેક નથી. ભાઈ, જ્યાં અંદરથી પાપના ભાવ છૂટી ગયા ત્યાં, “બહારમાં પાપની ક્રિયા ભલે હોય” એવી ઊંધી વૃત્તિ ઊઠે જ કેમ ? મોઢામાં કંદમૂળ ભચડતો હોય ને કહે કે અમને રાગ નથી, –એ તો સ્વચ્છંદતા છે. ભાઈ, આ તો વીતરાગનો માર્ગ છે. તું સ્વચ્છંદપૂર્વક રાગનું સેવન કર ને તને વીતરાગમાર્ગ હાથમાં આવી જાય-એમ બને નહિ. સ્વચ્છેદથી રાગને સેવે ને પોતાને મોક્ષમાર્ગી માની લે એને તો દષ્ટિ પણ ચોકખી નથી; સમ્યગ્દર્શન જ નથી, ત્યાં શ્રાવકપણાની કે મોક્ષમાર્ગની વાત કેવી? બીડી-તમાકુના વ્યસન કે વાસી અથાણાં-મુરબ્બા એ બધામાં ત્રસહિંસા છે, શ્રાવકને તેનું સેવન હોય નહિ. એ પ્રમાણે ત્રસહિંસાના જેટલા સ્થાનો હોય, જ્યાં જ્યાં ત્રસહિંસાનો સંભવ હોય તેવાં આચરણ શ્રાવકને હોય નહિ-એમ સમજી લેવું.
મધ, માંસ અને મધુ અર્થાત્ દારૂ, તથા પાંચ પ્રકારનાં ઉદમ્બર ફળ, તેનો ત્યાગ તો શ્રાવકને પ્રથમ જ હોય-એમ પુરુષાર્થસિદ્ધિઉપાયમાં અમૃતચંદ્રાચાર્યદેવે કહ્યું છે. જેને એનો ત્યાગ નથી તેને વ્યવહારથી પણ શ્રાવકપણું નથી અને તે ધર્મશ્રવણને પણ યોગ્ય નથી. સમન્તભદ્રસ્વામીએ રત્નકાંડશ્રાવકાચારમાં ત્રસહિંસાદિના ત્યાગરૂપ પાંચ અણુવ્રતનું પાલન તથા મધ-માંસ-મધુનો ત્યાગ-એ પ્રમાણે અષ્ટમૂળગુણ કહ્યા છે. મૂળ તો બંનેમાં ત્રસહિંસાને લગતા તીવ્ર પાપપરિણામોના ત્યાગની વાત છે. જે ગૃહસ્થને સમ્યગ્દર્શનપૂર્વક પાંચ પાપના ને ત્રણ “મ'કારના ત્યાગની દઢતા થઈ તેને સમસ્ત ગુણરૂપી મહેલનો પાયો નંખાયો. અનાદિથી સંસારભ્રમણનું કારણ જે મિથ્યાત્વ અને તીવ્ર પાપ તેનો અભાવ થતાં જીવ અનેક ગુણગ્રહણને પાત્ર થયો, તેથી આ અખત્યાગને અષ્ટમૂળગુણ કહ્યા છે. ઘણા લોકો દવા વગેરેમાં મધ ખાય છે, પરંતુ માંસની જેમ જ મધને પણ અભક્ષ્ય ગયું છે. રાત્રિભોજનમાં પણ ત્રસહિંસાનો મોટો દોષ છે. શ્રાવકને એવા પરિણામ હોય નહિ.
ભાઈ, અનંતકાળમાં તને આવો મનુષ્ય અવતાર મળ્યો તો તેમાં આત્માનું હિત કેમ થાય–તેનો વિચાર કર. એક અંગુલ જેટલા ક્ષેત્રમાં અસંખ્યાતા ઔદારિક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #58
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪૭
શ્રાવકધર્મપ્રકાશ) શરીર, એકેક શરીરમાં અનંતા જીવો; તે કેટલા? કે અત્યાર સુધીમાં જે અનંત સિદ્ધ થયા તેના કરતાં અનંતગુણા નિગોદજીવો એકેક શરીરમાં છે; તે નિગોદમાંથી નીકળીને ત્રસપણે પામવું ને તેમાં આવું મનુષ્યપણું ને જૈનધર્મનો આવો અવસર મળવો એ તો બહુ જ દુર્લભ છે. ભાઈ ! તને તેની પ્રાપ્તિ થઈ છે તો આત્માની દરકાર કરીને મુનિદશા કે શ્રાવકદશા પ્રગટ કર. આવો અવસર ધર્મના સેવન વગર નિષ્ફળ ન ગુમાવીશ. સર્વજ્ઞપ્રભુએ કહેલો આત્માના હિતનો સાચો રસ્તો અનંતકાળે તે જોયો નથી. સેવ્યો નથી. તે માર્ગ અહીં સર્વજ્ઞ પરમાત્માના કેડાયત સંતો તને બતાવી રહ્યા છે. સતી રાજમતી, દ્રૌપદી, સીતાજી, બ્રાહ્મી-સુંદરી, ચંદના, અંજના તથા રામચંદ્ર, ભરત, સુદર્શન, વારિષણકુમાર વગેરે શ્રાવકો પહેલાં રાજપાટમાં હતા ત્યારે પણ સંસારથી એકદમ ઉદાસીન હતા, તેઓ આત્માના ભાનપૂર્વક ધર્મનું સેવન કરતા હતા. એટલે કે ગૃહસ્થપણામાંય થઈ શકે એવા ધર્મની (શ્રાવકધર્મની) આ વાત છે. પછી છઠ્ઠી-સાતમાં ગુણસ્થાનરૂપ મુનિદશા એ વિશેષ ઊંચી દશા છે, તે ગૃહસ્થપણામાં રહીને ન થઈ શકે. પણ ગૃહસ્થપણામાં રહીનેય જે સમ્યગ્દર્શનપૂર્વક શક્તિ અનુસાર વીતરાગધર્મનું સેવન કરે છે તે પણ અલ્પકાળે મુનિદશા ને કેવળજ્ઞાન પ્રગટ કરીને મોક્ષને પામશે.
શુદ્ધસ્વરૂપનો જ્યાં સમ્યફ નિર્ણય થયો ત્યાં મોક્ષના દરવાજા ખૂલ્યા. ગૃહવાસમાં રહેલા સમ્યગ્દષ્ટિને પણ આત્મદર્શન વડે મોક્ષના દરવાજા ખૂલી ગયા છે. શુદ્ધ સ્વતત્ત્વનું ઉપાદેયપણું અને સમસ્ત પરભાવોનું અનુપાદેયપણું-એવા ભેદજ્ઞાનના બળે તે મોક્ષમાર્ગને સાધી રહ્યા છે. એવા નિર્મોહી ગૃહસ્થને સમન્તભદ્ર સ્વામીએ પ્રશંસનીય અને “મોક્ષમાર્ગસ્થ' કહ્યો છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #59
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૮)
(શ્રાવકધર્મપ્રકાશ
શ્રાવકનાં બાર વ્રત
પોતાના આંગણે મુનિરાજને દેખતાં ધર્માત્માને ઘણો આનંદ થાય છે. શ્રાવકને આઠ પ્રકારના કષાયના અભાવથી સમ્યકત્વપૂર્વક જેટલી શુદ્ધતા પ્રગટી છે તેટલો મોક્ષમાર્ગ છે. આવો મોક્ષમાર્ગ હોય ત્યાં ત્રસહિંસાના પરિણામ હોતાં નથી. ભાઈ! આત્માના ખજાના ખોલવા માટે આવો અવસર મળ્યો તેમાં વિકથામાં વખત ગુમાવવાનું કેમ પાલવે? સમ્યકત્વસહિત અંશે વીતરાગભાવપૂર્વક શ્રાવકપણું શોભે છે.
પાંચમી ગાથામાં પાંચ અણુવ્રત ત્રણ ગુણવ્રત ને ચાર શિક્ષાવ્રત એમ જે બાર વ્રત કહ્યાં તે ક્યા ક્યા છે? તે બતાવીને તેનું પાલન કરવાનું કહે છે
हन्ति स्थावरदेहिनः स्वविषये सर्वान्त्रसान् रक्षति ब्रूते सत्यमचौर्यवृत्तिमबलां शुद्धां निजां सेवते। दिग्देशव्रत दण्डवर्जनमतः सामायिकं प्रौषधं दानं भोगयुगप्रमाणमुररी कुर्याद् गृहीति व्रती।।६।।
દેશવ્રતી શ્રાવકને જોકે પ્રયોજનવશ (–આહાર વગેરેમાં) સ્થાવર જીવોની | હિંસા હોય છે પરંતુ સમસ્ત ત્રસ જીવોની તે રક્ષા કરે છે, સત્ય બોલે છે, અચૌર્યવ્રત પાળે છે, શુદ્ધ સ્વસ્ત્રીના સેવનમાં સંતોષ એટલે કે પરસ્ત્રીસેવનનો ત્યાગ તેને હોય છે; તથા પાંચમું વ્રત પરિગ્રહની મર્યાદા તે પણ શ્રાવકને હોય છે. હુજી મુનિદશા નથી એટલે સર્વ પરિગ્રહનો ભાવ છૂટ્યો નથી પણ તેની મર્યાદા આવી ગઈ છે. પરિગ્રહમાં ક્યાંય સુખ નથી એવું ભાન છે ને “કંઈ પણ પરદ્રવ્ય મારું નથી, હું તો જ્ઞાનમાત્ર છું”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #60
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪૯
શ્રાવકધર્મપ્રકાશ) એવી અંતરદૃષ્ટિમાં તો સર્વ પરિગ્રહ છૂટેલો જ છે, પણ ચારિત્ર અપેક્ષાએ હજી ગૃહસ્થને સર્વ પરિગ્રહું છૂટયો નથી. મિથ્યાત્વનો પરિગ્રહું છૂટયો છે ને બીજા પરિગ્રહની મર્યાદા થઈ ગઈ છે. આ રીતે પાંચ અણુવ્રત ગૃહી-શ્રાવકને હોય છે; તથા દિગ્ગત દેશવ્રત અને અનર્થદંડના ત્યાગરૂપ વ્રત એ ત્રણ ગુણવ્રત હોય છે ને સામાયિક, પ્રૌષધોપવાસ, દાન અર્થાત અતિથિસંવિભાગ અને ભોગોપભોગપરિમાણ એ ચાર શિક્ષાવ્રત હોય છે. આ પ્રમાણે શ્રાવકને બાર વ્રત હોય છે. આ વ્રત પુણ્યનો હેતુ છે-એ વાત પાંચમી ગાથામાં કહી ગયા છે.
ચાર અનંતાનુબંધી અને ચાર અપ્રત્યાખ્યાની એ આઠ કષાયના અભાવથી શ્રાવકને સમ્યકત્વપૂર્વક જેટલી શુદ્ધતા પ્રગટી છે તેટલો મોક્ષમાર્ગ છે; આવો મોક્ષમાર્ગ પ્રગટયો હોય ત્યાં ત્રસહિંસાના પરિણામ હોતાં નથી. આત્મા પરજીવને મારી શકે કે જીવાડી શકે એવી બહારની ક્રિયાના કર્તુત્વની આ વાત નથી, પણ અંદર એવા હિંસાના પરિણામ જ તેને થતા નથી. દરેક દ્રવ્ય-ગુણ-પર્યાયની મર્યાદા પોતાની વસ્તુના પ્રવર્તનમાં જ છે, કોઈ પણ દ્રવ્ય-ગુણ-પર્યાયનું પરમાં પ્રવર્તન થતું નથી. - આવા વસ્તુસ્વરૂપના ભાનપૂર્વક અંદરમાં કંઇક સ્થિરતા થાય ત્યારે વ્રત હોય; ને તેને શ્રાવકપણું કહેવાય. આવા શ્રાવકને ત્રસહિંસાનો તો સર્વથા ત્યાગ હોય, ને સ્થાવરહિંસાની પણ મર્યાદા હોય. –એવું અહિંસાવ્રત હોય છે.
એ જ રીતે સત્યના ભાવ હોય ને અસત્યનો ત્યાગ હોય, ચોરીનો ત્યાગ હોય; પરસ્ત્રીનો ત્યાગ હોય ને સ્વસ્ત્રીમાં સંતોષ, અને તે પણ શુદ્ધ હોય ત્યારે, એટલે કે ઋતુમતી-અશુદ્ધ હોય ત્યારે તેનો પણ ત્યાગ, -આ પ્રકારનું એકદેશ બ્રહ્મચર્ય હોય; તથા પરિગ્રહની કંઈક મર્યાદા હોય; આ પ્રમાણે શ્રાવકને પાંચ અણુવ્રત હોય છે.
પાંચ અણુવ્રત ઉપરાંત શ્રાવકને ત્રણ ગુણવ્રત પણ હોય છે:પ્રથમ દિગ્ગત એટલે દશે દિશામાં અમુક મર્યાદા સુધી જ ગમન કરવાની
જીવનપર્યત પ્રતિજ્ઞા કરવી તે; બીજુ દેશવ્રત એટલે, દિગ્ગતમાં જે મર્યાદા બાંધી છે તેમાં પણ અમુક કાળ
સુધી અમુક ક્ષેત્રની બહાર ન જવાનો નિયમ કરવો તે; ત્રીજો અનર્થદંડ પરિત્યાગવત એટલે વગર પ્રયોજને પાપકાર્ય કરવાનો ત્યાગ;
તેના પાંચ પ્રકાર-અપધ્યાન, પાપનો ઉપદેશ, પ્રમાદચર્યા, જેનાથી હિંસા થાય એવા શસ્ત્ર વગેરેનું દાન અને દુઃશ્રુતિ-જેનાથી રાગદ્વેષની વૃદ્ધિ થાય એવી દુષ્ટ કથાઓનું શ્રવણ, તે ન કરે. આ રીતે શ્રાવકને ત્રણ ગુણવ્રત હોય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #61
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૦)
(શ્રાવકધર્મપ્રકાશ વળી ચાર શિક્ષાવ્રત હોય છેસામાયિક- એટલે પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવક દરરોજ પરિણામને અંતરમાં
એકાગ્ર કરવાનો અભ્યાસ કરે. પ્રૌષધઉપવાસ- આઠમ-ચૌદસના દિવસોમાં શ્રાવક ઉપવાસ કરીને પરિણામને વિશેષ એકાગ્ર કરવાનો પ્રયોગ કરે. બધો આરંભ છોડીને ધર્મધ્યાનમાં જ
આખો દિવસ વ્યતીત કરે. દાન- પોતાની શક્તિ અનુસાર યોગ્યવસ્તુનું દાન કરે; આહારદાન, શાસ્ત્રદાન,
ઔષધદાન, અભયદાન-એ પ્રમાણે ચાર પ્રકારનાં દાન શ્રાવક કરે. તેનું વિશેષ વર્ણન આગળ કરશે. અતિથિ પ્રત્યે એટલે મુનિ કે ધર્માત્મા શ્રાવક પ્રત્યે બહુમાનપૂર્વક આહારદાનાદિ કરે, શાસ્ત્રો આપે, જ્ઞાનનો પ્રચાર કેમ
વધે-એવી ભાવના તેને હોય. આને અતિથિસંવિભાગવત પણ કહેવાય છે. ભોગોપભોગપરિમાણવ્રત- એટલે ખાવાપીવાની વગેરે જે વસ્તુ એકવાર
ઉપયોગમાં આવે તેને ભોગસામગ્રી કહેવાય, ને વસ્ત્રાદિ જે સામગ્રી વારંવાર ઉપયોગમાં આવે તેને ઉપભોગસામગ્રી કહેવાય, તેનું પ્રમાણ કરે, મર્યાદા કરે. તેમાંથી સુખબુદ્ધિ તો પહેલેથી છૂટી ગઈ છે કેમકે જેમાં સુખ માને તેની મર્યાદા ન હોય.
આ રીતે પાંચ અણુવ્રત ને ચાર શિક્ષાવ્રત-એ પ્રમાણે બાર વ્રત શ્રાવકને હોય છે. આ વ્રતોમાં જે શુભવિકલ્પ છે તે તો પુણ્યબંધનું કારણ છે ને તે વખતે જેટલી શુદ્ધતા વર્તે છે તે સંવર-નિર્જરા છે. જ્ઞાયક આત્મા રાગના એક અંશનોય કર્તા નથી, ને રાગના એક અંશથી તેને લાભ નથી–એવું ભાન ધર્મીને વર્તે છે. જો જ્ઞાનમાં રાગનું કર્તુત્વ માને કે રાગથી લાભ માને તો મિથ્યાત્વ છે. સમ્યકત્વપૂર્વકના શુભરાગમાં પાપથી બચ્યો તેટલો લાભ કહેવાય, પણ ધર્મનો લાભ તે શુભરાગમાં નથી. ધર્મનો લાભ તો જેટલો વીતરાગભાવ થયો તેટલો જ છે. સમ્યત્વ સહિત અંશે વીતરાગભાવપૂર્વક શ્રાવકપણું શોભે છે.
ભાઈ, આત્માના ખજાના ખોલવા માટે આવો અવસર મળ્યો, તેમાં વિકથામાં, કૂથલીમાં ને પાપાચારમાં વખત ગુમાવવાનું કેમ પાલવે? સર્વજ્ઞપરમાત્માએ કહેલો આત્માનો શુદ્ધસ્વભાવ લક્ષમાં લઈને વારંવાર તેને અનુભવવાનો ને તેમાં એકાગ્રતાનો અખતરો કર. લોકોમાં મમતાવાળા જીવો ભોજનાદિ સર્વપ્રસંગે સ્ત્રીપુત્રાદિને મમતાથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #62
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૫૧
શ્રાવકધર્મપ્રકાશ) યાદ કરે છે, તેમ ધર્મના પ્રેમવાળો જીવ ભોજનાદિ સર્વપ્રસંગે પ્રેમપૂર્વક ધર્માત્માને યાદ કરે છે કે મારા આંગણે કોઈ ધર્માત્મા કે કોઈ મુનિરાજ પધારે તો તેમને ભક્તિથી જમાડીને પછી હું જમું. ભરત ચક્રવર્તી જેવા ધર્માત્મા પણ ભોજન સમયે રસ્તા ઉપર આવી કોઈ મુનિરાજના આગમનની પ્રતીક્ષા કરતા, ને મુનિરાજ
-
-- --- રોહિલ પધારતાં પરમ ભક્તિપૂર્વક આહારદાન કરતા. અહા ! જાણે આંગણે કલ્પવૃક્ષ ફળ્યું, એથી પણ વિશેષ આનંદ મોક્ષમાર્ગસાધક મુનિરાજને પોતાના આંગણે દેખીને ધર્માત્માને થાય છે. પોતાને રાગરહિત ચૈતન્યસ્વભાવની દષ્ટિ છે ને સર્વસંગત્યાગની બુદ્ધિ છે ત્યાં ગૃહસ્થને આવા શુભભાવ આવે છે. તે શુભરાગની મર્યાદા જેટલી છે તેટલી તે જાણે છે. અંતરનો મોક્ષમાર્ગ તો રાગથી પાર ચૈતન્યસ્વભાવના આશ્રયે પરિણમે છે. શ્રાવકના વ્રતમાં એકલા શુભરાગની વાત નથી. જે શુભરાગ છે તેને તો જૈનશાસનમાં પુણ્ય કહ્યું છે ને તે વખતે શ્રાવકને જેટલી શુદ્ધતા સ્વભાવના આશ્રયે વર્તે છે તેટલો ધર્મ છે, તે પરમાર્થવ્રત છે, ને તે મોક્ષનું સાધન છે-એમ જાણવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #63
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પર)
(શ્રાવકધર્મપ્રકાશ
[૭]
ગૃહસ્થને સત્પાત્રદાનની મુખ્યતા
ભાઈ, લક્ષ્મી તો ક્ષણભંગુર છે; તું દાનવડે લક્ષ્મી વગેરેનો પ્રેમ ઘટાડીને ધર્મનો પ્રેમ વધાર. જેને ધર્મનો ઉલ્લાસ હોય તેને ધર્મપ્રસંગમાં તન-મન-ધન ખર્ચવાનો ઉલ્લાસ આવ્યા વગર રહે નહિ. ધર્મની શોભા કેમ વધે, ધર્માત્માઓ કેમ આગળ વધે ને સાધર્મીઓને કાંઈ પ્રતિકૂળતા હોય તો તે કેમ દૂર થાય-એવા પ્રસંગ વિચારીને શ્રાવક તેમાં ઉત્સાહથી વર્તે. આમ ધર્મના પ્રેમવાળા શ્રાવકને દાનના ભાવ હોય છે.
સમ્યગ્દર્શનપૂર્વક દેશવ્રતી શ્રાવકને અષ્ટમૂળગુણ તથા બાર અણુવ્રત હોય છેએ બતાવ્યું. હવે કહે છે કે –ગૃહસ્થને જોકે જિનપૂજા વગેરે અનેક કાર્યો હોય છે તોપણ તેમાં સત્પાત્રદાન સૌથી મુખ્ય છે
देवाराधनपूजनादिबहुषु व्यापारकार्येषु सत्पुण्योपार्जनहेतुषु प्रतिदिनं संजायमानेष्वपि। संसारार्णवतारणे प्रवहणं सत्पात्रमुद्दिश्य यत् तद्देशव्रतधारिणो धनवतो दानं प्रकृष्टो गुणः।।७।।
શ્રાવકને સત્પુણ્યોપાર્જનના કારણરૂપ જિનદેવનું આરાધન-પૂજન આદિ અનેક કાર્યો હંમેશાં હોય છે, તેમાં પણ ધનવાન શ્રાવકને તો, સંસારસમુદ્રને પાર કરવા માટે નૌકાસમાન એવું સત્પાત્રદાન તે ઉત્તમગુણ છે; એટલે કે શ્રાવકના બધા કાર્યોમાં દાન તે મુખ્ય કાર્ય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #64
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૫૩
શ્રાવકધર્મપ્રકાશ )
ધર્મી જીવ રોજરોજ ધર્મની પ્રભાવના, જ્ઞાનનો પ્રચાર, ભગવાનની પૂજાભક્તિ વગેરે કાર્યોમાં પોતાની લક્ષ્મીનો સદુપયોગ કર્યા કરે છે, તેમાંય ધર્માત્મા-મુનિ વગેરે પ્રત્યે ભક્તિપૂર્વક દાન દેવું મુખ્ય છે. આહારદાન, ઔષધદાન, જ્ઞાનદાન ને અભયદાન, એ ચાર પ્રકારનાં દાન હવેના ચાર શ્લોકમાં બતાવશે.
અહીં ધનવાન ( ધનવતો) શ્રાવક કહ્યા, તેથી કાંઈ લક્ષપણિ કે કરોડપતિ હોય તેને જ ધનવાન કહેવાય-એમ નથી; સો રૂપિયાની મૂડીવાળો હોય તો તે પણ મૂડીવાળો છે; ધનવાન એટલે જેણે હજી પરિગ્રહ છોડયો નથી એવા શ્રાવકોનું મુખ્ય કાર્ય સત્પાત્રદાન છે. સમ્યગ્દર્શનપૂર્વક જ્યાં આવો દાન-પૂજાદિનો શુભરાગ આવે છે ત્યાં અંતર્દષ્ટમાં તે રાગનો પણ નિષેધ વર્તે છે, એટલે તે ધર્મી ને તે રાગથી ‘ સપુણ્ય ’ બંધાય છે. અજ્ઞાનીને ‘સપુણ્ય' હોતાં નથી કેમકે તેને તો રાગના આદરની બુદ્ધિથી પુણ્યની સાથે મિથ્યાત્વનો રસ ભેગો બંધાય છે.
અહીં દાનની મુખ્યતા કહી છે તેથી બીજાનો નિષેધ ન સમજવો. જિનપૂજા વગેરેને પણ સત્પુણ્યના હેતુ કહ્યા છે, તે પણ શ્રાવકને દરરોજ હોય. કોઈ તેનો નિષેધ કરે તો તેને શ્રાવકપણાની કે ધર્મની ખબર નથી.
જિનપૂજાને કોઈ ધર્મ જ માની લ્યે તો ખોટું, ને જિનપૂજાનો કોઈ નિષેધ કરે તોતે પણ ખોટું. જિનપ્રતિમા એ જૈનધર્મમાં અનાદિની વસ્તુ છે. પણ એ જિનપ્રતિમા વીતરાગ હોય- ‘બિનપ્રતિમા બિનસારહી.' કોઈએ જિનપ્રતિમા ઉપર આભરણમુગટ-વસ્ત્ર વગેરે ચડાવીને તેનું સ્વરૂપ વિકૃત કરી નાંખ્યું, ને કોઈએ જિનપ્રતિમાના દર્શન-પૂજનમાં પાપ મનાવીને તેનો નિષેધ કરી નાંખ્યો, –એ બંનેની ભૂલ છે. આ સંબંધી એક દૃષ્ટાન્ત-બે મિત્રો હતા; એક મિત્રના પિતાએ બીજાના પિતાને ૧૦૦ ( એકસો ) રૂપિયા ઊછીના આપેલા, ને ચોપડામાં લખી રાખેલા. બંનેના પિતા ગુજરી ગયા પછી કેટલાક વર્ષો જુના ચોપડા જોતાં એક મિત્રને ખબર પડી કે મારા પિતાએ મિત્રના પિતાને એકસો રૂપિયા આપ્યા છે; પણ તેને તો ઘણાં વર્ષ થઈ ગયા એમ ધારીને તે ૧૦૦ ઉપર બીજા બે મીંડા ચડાવીને ૧૦૦, ૦૦ ( દશહજાર ) કરી નાંખ્યા, ને પછી મિત્રને કહ્યું કે તમારા પિતાને મારા પિતાએ દશહજાર રૂપિયા આપેલા, માટે પાછા આપો. આ મિત્રે કહ્યું કે હું મારા જુના ચોપડા તપાસીને પછી કહું. ઘરે જઈને પિતાના ચોપડા જોયા તો તેમાં દશહજારને બદલે ૧૦૦ રૂા. નીકળ્યા. આથી તેણે વિચાર્યું કે જો સો રૂપિયા કબુલ કરીશ તો મારે દશહજાર આપવા પડશે. એટલે તેની બુદ્ધિ બગડી ને તેણે તો મૂળમાંથી તે ૨કમ ઊડાડી દીધી કે મારા ચોપડામાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #65
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪)
(શ્રાવકધર્મપ્રકાશ
કાંઈ નીકળતું નથી. આમાં સો રૂપિયાની રકમ તો સાચી હતી, પણ એકે લોભથી તેમાં બે મીંડા વધારી દીધા ને બીજાએ તે રકમ સાવ કાઢી નાંખી. તેમ અનાદિ જિનમાર્ગમાં જિનપ્રતિમા, જિનમંદિર, તેની પૂજા વગેરે યયાર્થ છે, પણ એકે બે મીંડાની જેમ તેના ઉપર વસ્ત્ર-આભરણ વગેરે પરિગ્રહ વધારીને વિકૃતિ કરી નાંખી, ને બીજાએ તો શાસ્ત્રમાં મૂર્તિ જ નથી એમ ખોટા અર્થ કરીને તેનો નિષેધ કર્યો. અને આ બે ઉપરાંત, વીતરાગી જિનપ્રતિમાને સ્વીકારીને પણ તેના તરફના શુભરાગને જે મોક્ષના સાધનરૂપ ધર્મ મનાવે તે પણ ધર્મનું સાચું સ્વરૂપ સમજ્યા નથી. ભાઈ, જિનપ્રતિમા છે, તેના દર્શન-પૂજનનો ભાવ હોય છે, પણ તેની હ્રદ કેટલી ? કે શુભરાગ જેટલી. -એથી આગળ વધીને એને જો તું ૫૨માર્થ ધર્મ માની લે તો તે તારી ભૂલ છે.
એક શુભવિકલ્પ ઊઠે તે પણ ખરેખર જ્ઞાનનું કાર્ય નથી; હું તો સર્વજ્ઞસ્વભાવી છું, જેમ સર્વજ્ઞમાં વિકલ્પ નથી તેમ મારા જ્ઞાનમાં પણ વિકલ્પ નથી. ‘આ વિકલ્પ ઊઠે છે ને ?' –તો કહે છે કે તે કર્મનું કાર્ય છે, મારું નહિ. હું તો જ્ઞાન છું, જ્ઞાનનું કાર્ય વિકલ્પ કેમ હોય ? -આમ જ્ઞાનીને રાગથી પૃથક્ સ્વભાવના ભાનપૂર્વક તેને ટાળવાનો ઉદ્યમ વર્તે છે. જેણે રાગથી પૃથક્ સ્વરૂપને જાણ્યું નથી ને રાગને પોતાનું સ્વરૂપ માન્યું છે તે રાગને કયાંથી ટાળશે ? આવા ભેદજ્ઞાન વગર સામાયિક પણ સાચી ન હોય. સામાયિક એ તો બે ઘડી અંતરના નિર્વિકલ્પ આનંદના અનુભવનો એક અખતરો છે; ને દિવસ-રાત ચોવીસ કલાક આનંદના અનુભવની અજમાયશ તેનું નામ પ્રૌષધ છે; અને શરીર છૂટવાના પ્રસંગે અંતરમાં એકાગ્રતાનો વિશેષ અભ્યાસ તેનું નામ સલ્લેખના અથવા સંથારો છે. પણ જેને રાગથી ભિન્ન આત્મસ્વભાવનો અનુભવ જ નથી તેને કેવી સામાયિક? ને કેવા પ્રૌષધ ? ને કેવા સંથારા? ભાઈ, આ વીતરાગના માર્ગ, જગતથી ન્યારા છે.
અહીં અત્યારે તો, સમ્યગ્દર્શન સહિત જેણે વ્રત અંગીકાર કર્યા છે એવા ધર્મીશ્રાવકને જિનપૂજા વગેરે ઉપરાંત દાનનો ભાવ હોય છે તેની વાત ચાલે છે. તીવ્રલોભરૂપી કૂવાની ભેખડમાં ફસાયેલા જીવોને તેમાંથી બહાર કાઢવા માટે શ્રી પદ્મનંદીસ્વામીએ કરુણા કરીને દાનનો ખાસ ઉપદેશ આપ્યો છે. દાનઅધિકારની ૪૬મી ગાથામાં કાગડાનું દષ્ટાન્ત આપીને કહે છે કે-જે લોભીપુરુષ દાન દેતો નથી તે લક્ષ્મીના મોહરૂપી બંધનથી બંધાયેલો છે, તેનું જીવન વ્યર્થ છે; તેના કરતાં તો કાગડો સારો છે કે જે પોતાને મળેલા ઊકડિયા કો...કો...કરીને બીજા કાગડાને ભેગા કરીને ખાય છે! જ્યારે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #66
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૫૫ તારા ગુણ દાઝયા એટલે કે તેમાં વિકૃતિ થઈ ત્યારે રાગથી પુણ્ય બંધાયા, તે પુણ્યથી કંઈક લક્ષ્મી મળી, ને હવે તું સત્પાત્રના દાનમાં તે ન ખરચ, ને એકલા પાપહેતુમાં જ ખરચ તો તને એકલું પાપનું બંધન થાય છે; તારી એ લક્ષ્મી તને બંધનનું જ કારણ છે. સત્પાત્રદાન વગરનું જીવન નિષ્ફળ છે, કેમકે જેમાં ધર્મનો ને ધર્માત્માનો પ્રેમ નથી-એમાં આત્માને શો લાભ?
ભાઈ, આ દાનનો ઉપદેશ સંતો તારા હિતને માટે આપે છે સંતો તો વીતરાગ છે, એને કાંઈ તારા ધનની સ્પૃહા નથી; એતો પરિગ્રહરહિત દિગંબર સન્ત વનજંગલમાં વસનારા ને ચૈતન્યના આનંદમાં ઝૂલનારા છે. આ જીવન, યૌવન ને ધન એ બધું સ્વપ્રમાન ક્ષણભંગુર છે, –છતાં પણ જે જીવો સત્પાત્રદાન વગેરેમાં તેનો ઉપયોગ નથી કરતા ને લોભરૂપી કૂવાની ભેખડમાં ભરાયેલા છે તેમના ઉપર કરુણા કરીને તેમના ઉદ્ધાર માટે સંતોએ આ ઉપદેશ આપ્યો છે. અંતરમાં સમ્યક્દષ્ટિપૂર્વક બીજા ધર્માત્માઓ પ્રત્યે દાન-બહુમાનનો ભાવ આવે તેમાં પોતાની ધર્મભાવના ઘૂંટાય છે, તેથી એમ કહ્યું કે દાન તે શ્રાવકને ભવસમુદ્રથી તરવા માટે જહાજમાન છે. જેને પોતાને ધર્મનો પ્રેમ છે તેને બીજા ધર્માત્મા પ્રત્યે પ્રમોદ-પ્રેમ ને બહુમાન આવે છે. ધર્મ, ધર્મજીવના આધારે છે, તેથી જેને ધર્મી જીવો પ્રત્યે પ્રેમ નથી તેને ધર્મનો જ પ્રેમ નથી. જે મનુષ્ય સાધર્મી-સજ્જનો પ્રત્યે શક્તિઅનુસાર વાત્સલ્ય નથી કરતો તેનો આત્મા પ્રબળ પાપથી ઢંકાયેલો છે અને તે ધર્મથી વિમુખ છે અર્થાત તે ધર્મનો અભિલાષી નથી. ભવ્યજીવોએ સાધર્મી સજ્જનો સાથે અવશ્ય પ્રીતિ કરવી જોઈએ –એમ ઉપાસકસંસ્કારની ૩૬મી ગાથામાં પદ્મનંદીસ્વામીએ કહ્યું છે. ભાઈ, લક્ષ્મી તો ક્ષણભંગુર છે; તું દાન દ્વારા લક્ષ્મી વગેરેનો પ્રેમ ઘટાડીને ધર્મનો પ્રેમ વધાર. પોતાને ધર્મનો ઉલ્લાસ આવે એટલે ધર્મપ્રસંગમાં તન-મન-ધન ખર્ચવાનો ભાવ ઉછળ્યા વગર રહે નહિ; ધર્માત્માને દેખતાં તેને પ્રેમ ઉલ્લશે. તે જગતને દેખાડવા ખાતર દાનાદિ નથી કરતો, પરંતુ પોતાને અંતરમાં ધર્મનો એવો પ્રેમ સહેજે ઉલ્લસે છે.
ધર્માત્માને દષ્ટિમાં તો આત્માના આનંદસ્વભાવની જ મુખ્યતા છે, પણ તેને શુભકાર્યોમાં દાનની મુખ્યતા છે. નજરમાં આત્માના આનંદની મુખ્યતા રાખીને, ભૂમિકા અનુસાર દાનાદિના શુભભાવોમાં તે પ્રવર્તે છે. તે કોઈને દેખાડવા ખાતર નથી કરતો પણ અંતરમાં ધર્મપ્રત્યે તેને સહજપણે ઉલ્લાસ આવે છે.
લોકો સ્થૂળદષ્ટિથી ધર્મીને માત્ર શુભભાવ કરતો દેખે છે, પણ અંદરના ઊંડાણમાં ધર્મીને મૂળભૂત દષ્ટિ વર્તે છે કે જે ધ્રુવસ્વભાવનું અવલંબન કદી છોડતી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #67
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૬)
(શ્રાવકધર્મપ્રકાશ
નથી ને રાગને કદી પોતાપણે કરતી નથી, –તેને લોકો ઓળખતા નથી, પણ ધર્મનું મૂળ તો તે દૃષ્ટિ છે. ‘ધર્મનાં મૂળ ઊંડા છે.’ ઊંડો એવો જે અંતરંગ ધ્રુવસ્વભાવ તે ધર્મનો વડલો છે, તે ધ્રુવ ઉ૫૨ દષ્ટિ મુકિને એકાગ્રતાનું સીંચન કરતાં એ વડલામાંથી કેવળજ્ઞાન પાકશે. અજ્ઞાનીના શુભભાવ કે પરલક્ષી શાસ્ત્રભણતર એ તો ભાદરવા માસના ભીંડા જેવા છે, તે લાંબોકાળ ટકશે નહિ. ધર્માત્માને ધ્રુવસ્વભાવની દૃષ્ટિથી ધર્મનો વિકાસ થાય છે. વચ્ચે શુભરાગ અને પુણ્ય આવે તેને તો તે હેય જાણે છે; જે વિકાર છે તેનો મહિમા શો? ને તેનાથી આત્માની મોટાઈ શી? અજ્ઞાની તો રાગવડે પોતાની મોટાઈ માનીને, સ્વભાવની મહત્તાને ભૂલી જાય છે ને સંસારમાં રખડે છે. જ્ઞાનીને સસ્વભાવની દૃષ્ટિપૂર્વક જે પુણ્ય બંધાય તેને સતપુણ્ય કહેવાય; અજ્ઞાનીના પુણ્યને સત્પુણ્ય કહેતા નથી.
જેને રાગની-પુણ્યની ને તેના ફળની પ્રીતિ છે તે તો હજી સંયોગ લેવાની ભાવનાવાળો છે, એટલે તેને દાનની ભાવના સાચી ન હોય. પોતે તૃષ્ણા ઘટાડે તો દાનનો ભાવ કહેવાય. પણ હજી કોઈકનું લેવામાં રાજી છે ને જેને સંયોગની ભાવના છે તે રાગ ઘટાડીને દાન દેવામાં રાજી કયાંથી થશે ? મારો આત્મા જ્ઞાનસ્વભાવી, પોતાથી પૂરો છે, પ૨નું ગ્રહણ કે ત્યાગ મારામાં છે જ નહિ, –આવા અસંગસ્વભાવની દૃષ્ટિવાળો જીવ પ૨સંયોગ માટે વલખાં ન નાંખે; એને સંયોગની ભાવના કેટલી ટળી ગઈ હોય? પણ એનાં માપ અંતરની દૃષ્ટિ વગર ઓળખાય નહીં.
ભાઈ, તને પુણ્યોદયથી લક્ષ્મી મળી ને જૈનધર્મના સાચા દેવ-ગુરુ મહારત્ન તને મહાભાગ્યે મળ્યા; હવે જો તું ધર્મપ્રસંગમાં તારી લક્ષ્મી વાપરવાને બદલે સ્ત્રીપુત્ર તથા વિષયકષાયના પાપભાવમાં જ ધનનો ઉપયોગ કર તો હાથમાં આવેલું રત્ન દરિયામાં ફેંકી દેવા જેવું તારું કામ છે. ધર્મનો જેને પ્રેમ હોય તે તો, ધર્મની વૃદ્ધિ કેમ થાય, ધર્માત્માઓ કેમ આગળ વધે, સાધર્મીઓને કાંઈ પણ પ્રતિકૂળતા હોય તો તે કેમ દૂર થાય-એવા પ્રસંગો વિચારી-વિચારીને તેને માટે ઉત્સાહથી ધન ખર્ચે છે. ધર્મી જીવ વારંવા૨ જિનેન્દ્રપૂજનનો મહોત્સવ કરે. પુત્રના લગ્નમાં કેવા ઉત્સાહથી ધન વાપરે છે! ઉધાર કરીને પણ ખર્ચે છે, તો ધર્મની લગનીમાં દેવ-ગુરુની પ્રભાવના ખાતર ને સાધર્મીના પ્રેમ ખાતર તેથી પણ વિશેષ ઉલ્લાસપૂર્વક પ્રવર્તવું યોગ્ય છે. એકવાર શુભભાવમાં કાંઈક વાપર્યું–એટલે બસ, –એમ નહિ પરંતુ વારંવાર શુભકાર્યોમાં ઉલ્લાસથી વર્તે.
દાન પોતાની શક્તિઅનુસાર હોય, કરોડની મૂડીમાંથી સો રૂપિયા ખર્ચે -તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #68
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(પ૭ કાંઈ શક્તિઅનુસાર ન કહેવાય. ઉત્કૃષ્ટપણે ચોથો ભાગ, મધ્યમપણે છઠ્ઠો ભાગ ને ઓછામાં ઓછો દશમો ભાગ વાપરે તેને શક્તિ અનુસાર કહ્યું છે.
જાઓ, આ કાંઈ કોઈ પરને માટે કરવાની વાત નથી, પણ આત્માના ભાનસહિત પરિગ્રહની મમતા ઘટાડવાની વાત છે. નવા નવા મહોત્સવના પ્રસંગ ઊભા કરીને શ્રાવક પોતાનો ધર્મનો ઉત્સાહ વધારતો જાય ને પાપભાવ ઘટાડતો જાય. તેમાં મુનિરાજને કે ધર્માત્માને પોતાના આંગણે પધરાવીને ભક્તિથી આહારદાન કરવું તેને પ્રધાન કર્તવ્ય કહ્યું કેમકે તેમાં પોતાને ધર્મના સ્મરણનું ને ધર્મની ભાવનાની પુષ્ટિનું સીધું નિમિત્ત છે. મુનિરાજ વગેરે ધર્માત્માને દેખતાં જ પોતાને રત્નત્રયધર્મની ભાવના ઉગ્ર થાય છે.
કોઈ કહે કે અમારી પાસે બહુ ઝાઝી મૂડી નથી; તો કહે છે કે ભાઈ, ઓછી મૂડી હોય તો ઓછું પણ વાપર. તને તારા ભોગવિલાસ માટે લક્ષ્મી મળે છે ને ધર્મપ્રભાવનાનો પ્રસંગ આવે ત્યાં તું હાથ ધોઈ નાંખે છે, તો તારા પ્રેમની દિશા જ ધર્મ તરફ નથી પણ સંસાર તરફ છે. ધર્મના ખરા પ્રેમવાળો ધર્મપ્રસંગમાં ઝાલ્યો ન
ભાઈ, લક્ષ્મીની મમતા તો તને માત્ર પાપબંધનું કારણ છે; સ્ત્રી-પુત્ર માટે કે શરીર માટે તું જે લક્ષ્મી વાપરીશ તે તો તને માત્ર પાપબંધનું જ કારણ થશે. ને વીતરાગી દેવ-ગુરુ-ધર્મ-શાસ્ત્ર-જિનમંદિર વગેરેમાં તારી લક્ષ્મીનો જે સદુપયોગ કરીશ તે પુણ્યનું કારણ થશે તથા તેમાં તારા ધર્મના સંસ્કાર પણ દઢ થશે. માટે સંસારનાં નિમિત્તો ને ધર્મનાં નિમિત્તો એ બંનેનો વિવેક કર. ધર્માત્મા શ્રાવકને તો સહેજે એ વિવેક હોય છે ને તેને સુપાત્રદાનનો ભાવ હોય છે. જેમ સગાંવહાલાંને પ્રેમથી-આદરથી જમાડે છે તેમ, સાચું સગપણ સાધર્મીતણું-સાધર્મી ધર્માત્માઓને પ્રેમથી-બહુમાનથી ઘરે બોલાવીને જમાડે; –આવા દાનના ભાવને સંસારથી તરવાનો હેતુ કહ્યો, કેમકે મુનિના ને ધર્માત્માના અંતરના જ્ઞાનાદિની ઓળખાણ તે સંસારથી તરવાનો હેતુ થાય છે. સમ્યક ઓળખાણપૂર્વકના દાનની આ વાત છે. સમ્યગ્દર્શન વગર એકલા દાનના શુભપરિણામથી ભવકટી થઈ જાય-એમ બનતું નથી. અહીં તો સમ્યગ્દર્શનપૂર્વક ધર્મશ્રાવકને દાનના ભાવ હોય છે તેની મુખ્યતા છે.
હવે એ દાનના ચાર પ્રકાર છે-આહારદાન, ઔષધદાન, જ્ઞાનદાન ને અભયદાન; તેનું વર્ણન કરે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #69
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮)
(શ્રાવકધર્મપ્રકાશ
[૮]
આહારદાનનું વર્ણન
ચૈતન્યની મસ્તીમાં મસ્ત એવા મુનિને જોતાં ગૃહસ્થને એવો ભાવ આવે કે અહો, રત્નત્રયને સાધનારા આ સંતને શરીરની અનુકૂળતા રહે એવા આહાર-ઔષધ આપું-જેથી તેઓ રત્નત્રયને નિર્વિધ સાધે. આમાં એને મોક્ષમાર્ગનું બહુમાન છે કે અહો! ધન્ય આ સંતને ધન્ય આજનો દિવસ કે મારા આંગણે મોક્ષમાર્ગી મુનિરાજના પગલાં થયા. આજ તો મારા આંગણે મોક્ષમાર્ગ સાક્ષાત્ આવ્યો... વાહ, ધન્ય આવો મોક્ષમાર્ગ! આમ મોક્ષમાર્ગ મુનિને જોતાં જ શ્રાવકનું હૃદય બહુમાનથી ઊછળી જાય છે. જેને ધર્મી પ્રત્યે ભક્તિ નથી, આદર નથી તેને ધર્મનો પ્રેમ નથી.
ધર્મી શ્રાવકને આહારદાનનો કેવો ભાવ હોય તે અહીં બતાવે છે
सर्वो वाञ्छति सौख्यमेव तनुभृत् तन्मोक्ष एव स्फुटं दृष्टयादित्रय एव सिध्यति स तन्निर्ग्रन्थ एव स्थितम्। तघृतिर्वपुषोऽस्य वृत्तिरशनात् तद्दीयते श्रावकैः काले क्लिष्टतरेऽपि मोक्षपदवी प्रायस्ततो वर्तते।।८।।
સર્વે જીવો સુખ વાંછે છે; તે સુખ પ્રગટપણે મોક્ષમાં છે, તે મોક્ષની સિદ્ધિ સમ્યગ્દર્શનાદિ રત્નત્રય વડે થાય છે; રત્નત્રય નિર્ચન્થ-દિગંબર સાધુને હોય છે; સાધુની સ્થિતિ શરીરના નિમિત્તે હોય છે, જે શરીરની સ્થિતિ ભોજનના નિમિત્તે હોય છે; તે ભોજન શ્રાવકો વડે દેવામાં આવે છે. એ રીતે આ અતિશય કિલષ્ટકાળમાં પણ મોક્ષમાર્ગની પ્રવૃત્તિ “પ્રાયઃ” તે શ્રાવકોના નિમિત્તે વર્તે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #70
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ).
(૫૯ વ્યવહારનું કથન છે એટલે પ્રાય: શબ્દ મુકયો છે; નિશ્ચયથી તો આત્માના શુદ્ધભાવના આશ્રયે જ મોક્ષમાર્ગ ટકેલો છે; ને તે ભૂમિકામાં નિગ્રંથશરીર, આહાર વગેરે બાહ્યનિમિત્તો હોય છે, એટલે દાનના ઉપદેશમાં પ્રાય: એના દ્વારા જ મોક્ષમાર્ગ પ્રવર્તે છે-એમ નિમિત્તથી કહેવાય છે. ખરેખર કાંઈ આહારથી કે શરીરથી મોક્ષમાર્ગ ટકે છે-એમ નથી બતાવવું. અરે, મોક્ષમાર્ગ ટકવામાં જ્યાં મહાવ્રતના શુભરાગનોય ટેકો નથી ત્યાં શરીરની ને આહારની શી વાત? એના આધારે મોક્ષમાર્ગ કહેવો એ તો બધી નિમિત્તની વાત છે. અહીં તો આહારદાન દેવામાં ધર્મી શ્રાવકનું ધ્યેય કયાં છે? તે બતાવવું છે. દાનાદિના શુભભાવ વખતેય ધર્મી ગૃહસ્થને અંતરમાં મોક્ષમાર્ગનું બહુમાન છે; પુણ્યનું બહુમાન નથી, બાહ્યક્રિયાનું કર્તુત્વ નથી, પણ મોક્ષમાર્ગનું જ બહુમાન છે કે અહો, ધન્ય આ સંત ! ધન્ય આજનો દિવસ કે મારે આંગણે મોક્ષમાર્ગી મુનિરાજનાં પગલાં થયાં. આજ તો જીવતો-જાગતો મોક્ષમાર્ગ મારે આંગણે આવ્યો. અહો, ધન્ય આવો મોક્ષમાર્ગ! –આમ મોક્ષમાર્ગી મુનિને જોતાં જ શ્રાવકનું હૃદય બહુમાનથી ઊછળી જાય છે, મુનિ પ્રત્યે તેને અતિશય ભક્તિ ને પ્રમોદ જાગે છે. “સાચું ” રે સગપણ સાધર્મી તણું” –બીજા લૌકિક સંબંધ કરતાં એને ધર્માત્મા પ્રત્યે વિશેષ ઉલ્લાસ આવે છે. મોહી જીવોને સ્ત્રી-પુત્ર-ભાઈ–બહેન વગેરે પ્રત્યે પ્રેમરૂપ ભક્તિ આવે છે તે તો પાપભક્તિ છે; ધર્મી જીવને દેવ-ગુરુ-ધર્માત્મા પ્રત્યે પરમ પ્રીતિરૂપ ભક્તિ ઊછળી જાય છે; તે પુણ્યનું કારણ છે ને તેમાં પોતાને ધર્મનો પ્રેમ પોષાય છે. જેને ધર્મી પ્રત્યે ભક્તિ ન હોય તેને ધર્મ પ્રત્યે પણ ભક્તિ નથી, કેમકે ધર્મી વિના ધર્મ હોતો નથી. જેને ધર્મનો પ્રેમ હોય તેને ધર્માત્મા પ્રત્યે ઉલ્લાસ આવ્યા વિના રહે નહિ.
સીતાજીના વિરહમાં રામચંદ્રજીની ચેષ્ટા સાધારણ લોકોને તો પાગલ જેવી લાગે, પણ એમના અંતર કંઈક જાદા હતા. અહો, સીતા મારી સાધર્મિણી ! એના હૃદયમાં ધર્મ વસે છે, એને આત્મજ્ઞાન વર્તે છે; એ કયાં હશે ? આ જંગલમાં એનું શું થયું હશે? એમ સાધર્મીપણાને લીધે રામચંદ્રજીને સીતાના હરણથી વિશેષ લાગી આવ્યું હતું. અરે, એ ધર્માત્મા દેવ-ગુરુની પરમ ભક્ત, એને મારો વિયોગ થયો, મને એવી ધર્માત્મા-સાધર્મિણીનો વિરહ થયો, -એમ ધર્મની પ્રધાનતાનો વિરહ છે. પણ જ્ઞાનીના હૃદયને મૂઢ જીવો પારખી ન શકે.
ધર્મી-શ્રાવક બીજા ધર્માત્માને દેખીને આનંદિત થાય છે ને બહુમાનથી આહાર-દાનાદિનો ભાવ આવે છે, તેનું આ વર્ણન ચાલે છે. મુનિને તો કાંઈ શરીર ઉપર રાગ નથી, એ તો ચૈતન્યની સાધનામાં લીન છે; ને કયારેક દેહની સ્થિરતા અર્થે આહારની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #71
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૦)
(શ્રાવકધર્મપ્રકાશ વૃત્તિ ઊઠે ત્યારે આહાર માટે નગરીમાં પધારે છે. આવા મુનિને જોતાં ગૃહસ્થને એવો ભાવ આવે છે કે અહો! રત્નત્રયને સાધનારા આ મુનિને શરીરની અનુકૂળતા રહે એવા આહાર-ઔષધ આપું, જેથી તેઓ રત્નત્રયને નિર્વિધ્ર સાધે. આમ વ્યવહારથી શરીરને ધર્મનું સાધન કહ્યું છે ને તે શરીરનું નિમત્ત અન્ન છે; એટલે ખરેખર તો આહારદાન દેવા પાછળ ગૃહસ્થની ભાવના પરંપરા રત્નત્રયના પોષણની જ છે, એનું લક્ષ રત્નત્રય ઉપર છે, ને તે ભક્તિપૂર્વક પોતાના આત્મામાં રત્નત્રયની ભાવના પુષ્ટ કરે છે. રામ અને સીતા જેવા પણ પરમ ભક્તિથી મુનિઓને આહાર દેતા હતા.
મુનિના આહારની ખાસ વિધિ છે. મુનિ જ્યાંત્યાં આહાર ન કરે; જૈનધર્મની શ્રદ્ધાવાળા હોય એવા શ્રાવકને ત્યાં જ, નવધાભક્તિ વગેરે વિધિપૂર્વક મુનિ આહાર કરે. શ્રાવકને ત્યાં પણ બોલાવ્યા વગર (-ભક્તિથી પડગાહન-નિમંત્રણ કર્યા વગર) મુનિ આહાર માટે પધારે નહિ. ને પછી શ્રાવક અત્યંત પ્રસન્નતાપૂર્વક નવવિધ ભક્તિ કરીને નિર્દોષ આહાર મુનિના હાથમાં આપે. (૧–પ્રતિગ્રહણ અર્થાત્ આદરપૂર્વક નિમંત્રણ, ૨-ઉચ્ચ આસન, ૩-પાદપ્રક્ષાલન, ૪-પૂજન-સ્તુતિ, પ-પ્રણામ, ૬-મનશુદ્ધિ, ૭–વચનશુદ્ધિ, ૮-કાયશુદ્ધિ અને લ-આહારશુદ્ધિ-આવી નવધાભક્તિપૂર્વક શ્રાવક આહારદાન આપે.) જે દિવસે મુનિના આહારદાનનો પ્રસંગ પોતાના આંગણે બને તે દિવસે તો શ્રાવકના આનંદનો પાર ન હોય. શ્રી રામ અને સીતા જેવા પણ જંગલમાં મુનિને ભક્તિથી આહારદાન કરે છે ત્યારે એક ગીધપક્ષી (જટાયુ) પણ તે દેખીને તેની અનુમોદના કરે છે ને તેને જાતિસ્મરણજ્ઞાન થાય છે. શ્રેયાંસકુમારે જ્યારે ઋષભમુનિને પ્રથમ આહારદાન કર્યું ત્યારે ભરત ચક્રવર્તી તેને ધન્યવાદ દેવા તેના ઘરે ગયા હતા. અહીં મુનિની ઉત્કૃષ્ટ વાત લીધી, તેમ બીજા સાધર્મી શ્રાવક-ધર્માત્મા પ્રત્યે પણ આહારદાન વગેરેનો ભાવ ધર્મીને હોય છે. આવા શુભભાવ શ્રાવકની ભૂમિકામાં હોય છે તેથી તેને શ્રાવકનો ધર્મ કહ્યો છે, છતાં તેની મર્યાદા કેટલી? –કે પુણ્યબંધ થાય એટલી, એથી વધુ નહીં. દાનનો મહિમા વર્ણવતાં શાસ્ત્રમાં ઉપચારથી એમ પણ કહે કે મુનિને આહારદાન તે શ્રાવકને મોક્ષનું કારણ છે, -ત્યાં ખરેખર તો શ્રાવકને તે વખતે જે સમ્યકશ્રદ્ધા જ્ઞાન વર્તે છે તે જ મોક્ષનું કારણ છે, રાગ કાંઈ મોક્ષનું કારણ નથી, - એમ સમજવું.
સર્વે જીવોને સુખ જોઈએ છે. પૂર્ણ સુખ મોક્ષદશામાં છે. મોક્ષનું સાધન સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #72
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૬૧ એ રત્નત્રય નિર્ગથ મુનિને હોય છે. મુનિનું શરીર આકરાદિન નિમિત્તે ટકે છે. આહારનું નિમિત્ત ગૃહસ્થ-શ્રાવકો છે.
માટે પરંપરાએ ગૃહસ્થ મોક્ષમાર્ગનું કારણ છે. જે શ્રાવકે મુનિને ભક્તિથી આહારદાન આપ્યું તેણે મોક્ષમાર્ગ ટકાવ્યો-એમ પરંપરા નિમિત્તથી કહ્યું છે. પણ આમાં આહાર લેનાર ને દેનાર બને સમ્યગ્દર્શનવાળા છે, બંનેને રાગનો નિષેધ ને સ્વભાવનો આદર વર્તે છે. આહારદાન દિનારને પણ સત્પાત્ર ને કુપાત્રનો વિવેક છે. ગમે તેવા મિથ્યાષ્ટિ-અન્યલિંગીને ગુરુ માનીને આદરે તેમાં તો મિથ્યાત્વની પુષ્ટિ થાય છે.
ધર્મી શ્રાવકને તો મોક્ષમાર્ગની પ્રવૃત્તિનો પ્રેમ છે. સુખ તો મોક્ષદશામાં છે એમ તેણે જાણ્યું છે એટલે તેને બીજે ક્યાંય સુખબુદ્ધિ નથી. રત્નત્રયધારી દિગંબરમુનિ આવા મોક્ષસુખને સાધી રહ્યા છે, તેથી મોક્ષાભિલાષી જીવને આવા મોક્ષસાધક મુનિ પ્રત્યે પરમ ઉલ્લાસ, ભક્તિ ને અનુમોદના આવે છે, ત્યાં આહારદાન વગેરેના પ્રસંગ સહેજે બની જાય છે.
જુઓ, અહીં તો શ્રાવક પણ એવા છે કે જેને મોક્ષમાં જ સુખ ભાસ્યું છે, સંસારમાં એટલે પુણ્યમાં-રાગમાં-સંયોગમાં કયાંય સુખ ભાસ્યું નથી. જેને પુણ્યમાં મીઠાસ લાગે, રાગમાં સુખ લાગે, તેને મોક્ષના અતીન્દ્રિય સુખની પ્રતીત નથી, ને મોક્ષમાર્ગી મુનિવર પ્રત્યે તેને સાચી ભક્તિ ઉલ્લસતી નથી. મોક્ષસુખ તો રાગ વગરનું છે; એને ઓળખ્યા વગર, રાગને સુખનું કારણ માને તેણે મોક્ષને કે મોક્ષમાર્ગી સન્તોને ઓળખ્યા નથી. ને ઓળખાણ વગરની ભક્તિને સાચી ભક્તિ કહેવાય નહીં.
મુનિને આહારદાન દેનાર શ્રાવકનું લક્ષ મોક્ષમાર્ગ ઉપર છે કે અહા ! આ ધર્માત્મા મુનિરાજ મોક્ષમાર્ગને સાધી રહ્યા છે. એ મોક્ષમાર્ગના બહુમાનથી ને તેની પુષ્ટિની ભાવનાથી આહારદાન આપે છે તેથી તેને મોક્ષમાર્ગ ટકાવવાની ભાવના છે. ને પોતામાં પણ તેવો મોક્ષમાર્ગ પ્રગટ કરવાની ભાવના છે; તેથી કહ્યું કે આહારદાન દેનાર શ્રાવકદ્વારા મોક્ષમાર્ગની પ્રવૃત્તિ થાય છે. જેમ ઘણીવાર સંઘ જમાડનારને એવી ભાવના હોય છે કે આમાં કોઈ જીવ બાકી રહી જવો ન જોઈએ, કેમકે આમાં કદાચ કોઈ જીવ તીર્થકર થનાર હોય તો! -આ રીતે જમાડવામાં તેને અવ્યક્તપણે તીર્થકરાદિના બહુમાનનો ભાવ છે. તેમ અહીં મુનિને આહાર દેનાર શ્રાવકની મીટ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #73
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬ર)
(શ્રાવકધર્મપ્રકાશ મોક્ષમાર્ગ ઉપર છે, આહાર દઉં ને પુણ્ય બંધાય-એના ઉપર એનું લક્ષ નથી. એનું એક દષ્ટાન્ત આવે છે કે કોઈએ ભક્તિથી એક મુનિરાજને આહારદાન દીધુંને તેના આંગણે રત્નાવૃષ્ટિ થઈ, ત્યાં બીજો કોઈ લોભી માણસ એમ વિચારવા લાગ્યો કે હું પણ આ મુનિને આહારદાન કરું જેથી મારા ઘરે રત્નોની વૃષ્ટિ થશે. –જાઓ, આ ભાવનામાં તો લોભનું પોષણ છે. શ્રાવકને એવી ભાવના ન હોય; શ્રાવકને તો મોક્ષમાર્ગના પોષણની ભાવના હોય કે અહા ! ચૈતન્યના અનુભવથી જેવો મોક્ષમાર્ગ આ મુનિરાજ સાધી રહ્યા છે તેવો મોક્ષમાર્ગ હું પણ સાધું. આવી મોક્ષમાર્ગની પ્રવૃત્તિની ભાવના તેને વર્તે છે. માટે આ કિલષ્ટ કાળમાં પણ પ્રાયઃ આવા શ્રાવકોદ્વારા મોક્ષમાર્ગની પ્રવૃત્તિ છે-એમ કહ્યું છે.
અંદરમાં શુદ્ધ દષ્ટિ તો છે, રાગથી પૃથક ચૈતન્યનું વદન થયું છે, ત્યાં શ્રાવકને આવો શુભભાવ આવે તેના ફળથી તે મોક્ષફળને સાધે છે એમ પણ ઉપચારથી કહેવાય, પણ ખરેખર તે વખતે અંતરમાં જે રાગથી પાર દષ્ટિ પડી છે તે જ મોક્ષને સાધી રહી છે. (પ્રવચનસાર ગાથા-૨૫૪માં પણ એ જ અપેક્ષાએ વાત કરી છે.) અંતરદૃષ્ટિને સમજ્યા વગર એકલા રાગથી ખરેખર મોક્ષ થવાનું માની લ્ય તો તેને શાસ્ત્રના અર્થની કે સંતોના હૃદયની ખબર નથી, મોક્ષમાર્ગનું સ્વરૂપ તે જાણતો નથી. અત્યારે અધિકાર જ વ્યવહારની મુખ્યતાથી છે એટલે તેમાં તો વ્યવહારકથન હોય; અંદર દષ્ટિનો પરમાર્થ લક્ષમાં રાખીને સમજવું જોઈએ.
એકકોર જોરશોરથી ભારપૂર્વક એમ કહેવાય છે કે ભૂતાર્થસ્વભાવના આશ્રયે જ ધર્મ થાય, ને અહીં કહ્યું કે આહારના ને શરીરના નિમિત્તે ધર્મ ટકે છે, –છતાં તેમાં કાંઈ પરસ્પર વિરોધ નથી, કેમકે પહેલું પરમાર્થકથન છે ને બીજું ઉપચારકથન છે. મોક્ષમાર્ગની પ્રવૃત્તિ પ્રાય: ગૃહસ્થોએ દીધેલા દાનથી થાય છે, એમાં “પ્રાય:' શબ્દ એમ સૂચવે છે કે એ નિયમરૂપ નથી; જ્યાં શુદ્ધાત્માના આશ્રયે મોક્ષમાર્ગ ટકે ત્યાં આહારાદિન નિમિત્ત કહેવાય, –એટલે એ તો ઉપચાર જ થયો. શુદ્ધ આત્માના આશ્રયે મોક્ષમાર્ગ ટકે છે-એ નિયમરૂપ સિદ્ધાન્ત છે, એના વિના મોક્ષમાર્ગ હોઈ શકે નહિ.
સુખ એટલે મોક્ષ; આત્માની મોક્ષદશા એ જ સુખ છે; એ સિવાય મકાનમાં, પૈસામાં, સ્ત્રીમાં, શરીરમાં, રાગમાં-કયાંય સુખ નથી, ધર્મીને આત્મા સિવાય કયાંય સુખબુદ્ધિ નથી. ચૈતન્યથી બહાર કોઈ પ્રવૃત્તિમાં કયાંય સુખ છે જ નહીં. આત્માનો જે મુક્તસ્વભાવ તેના અનુભવમાં સુખ છે. સમ્યગ્દષ્ટિએ આવા આત્માનો નિશ્ચય કર્યો છે, તેના સુખનો સ્વાદ ચાખ્યો છે. અને, ઉગ્ર અનુભવ વડે જેઓ મોક્ષને સાક્ષાત્
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #74
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૬૩ સાધી રહ્યા છે એવા મુનિ પ્રત્યે અત્યંત ઉલ્લાસથી ને ભક્તિથી તે આહારદાન દે છે.
આનંદસ્વરૂપ આત્મામાં શ્રદ્ધા-જ્ઞાન-સ્થિરતા તે મોક્ષનું કારણ છે ને વચ્ચે વ્રતાદિ શુભપરિણામ તે પુણ્યબંધનું કારણ છે. આત્માના આનંદસાગરને ઊછાળીને તેમાં જે મગ્ન છે એવા નગ્ન મુનિઓ રત્નત્રયને સાધી રહ્યા છે, તેના નિમિત્તરૂપ દેહ છે ને દેહને ટકવાનું કારણ આહાર છે, તેથી જેણે ભક્તિથી મુનિને આહાર આપ્યો તેણે મોક્ષમાર્ગ આપ્યો, એટલે કે તેના ભાવમાં મોક્ષમાર્ગ ટકાવવાનો આદર થયો. આ રીતે ભક્તિથી આહારદાન દેનારા શ્રાવકો તે આ દુઃષમકાળમાં મોક્ષમાર્ગની પ્રવૃત્તિનું કારણ છે. આમ સમજીને મુનિ વગેરે સત્પાત્રને ધર્માત્મા શ્રાવકે રોજ ભક્તિથી દાન દેવું જોઈએ. અહો, મારા ઘરે કોઈ ધર્માત્મા-સન્ત પધારે, જ્ઞાનધ્યાનમાં અતીન્દ્રિયઆનંદના ભોજન જમનારા કોઈ સંત મારા ઘરે પધારે, તો ભક્તિથી તેમને ભોજન કરાવીને પછી હું જમે. –આવો ભાવ ગૃહસ્થ-શ્રાવકને રોજ રોજ આવે છે. ઋષભદેવના જીવે પૂર્વે આઠમા ભવમાં મુનિવરોને પરમ ભક્તિથી આહારદાન દીધું હતું, ને તિર્યંચો પણ તેનું અનુમોદન કરીને ઉત્તમ ફળને પામ્યા હતા, એ વાત પુરાણોમાં પ્રસિદ્ધ છે. શ્રેયાંસકુમારે આદિનાથ મુનિરાજને આહારદાન દીધું હતું, ચંદનાસતીએ મહાવીર મુનિરાજને આહારદાન દીધું હતું. -એ બધા પ્રસંગો પ્રસિદ્ધ છે.
આ રીતે ચાર પ્રકારના દાનમાંથી આહારદાનની વાત કરી, હવે બીજા ઔષધિદાનનો ઉપદેશ આપે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #75
--------------------------------------------------------------------------
________________
૬૪ )
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૯ ] ઔષધદાનનું વર્ણન
(શ્રાવકધર્મપ્રકાશ
જુઓ, અહીં દાનમાં સામે સત્પાત્ર તરીકે મુખ્યપણે મુનિ લીધા છે, એટલે કે ધર્મના લક્ષપૂર્વકના દાનની આમાં મુખ્યતા છે. દાન ક૨ના૨ની મીટ મોક્ષમાર્ગ ઉ૫૨ લાગી છે. શુદ્ધોપયોગ વડે કેવળજ્ઞાનના કબાટ ખોલી રહેલા મુનિવરો દેહ પ્રત્યે નિર્મમ હોય છે. પરંતુ શ્રાવકો ભક્તિપૂર્વક ધ્યાન રાખીને નિર્દોષ આહાર સાથે નિર્દોષ ઔષધ પણ આપે છે. મુનિને તો ચૈતન્યના મધદરિયામાંથી આનંદના મોજાં ઊછળ્યા છે. એને ઠંડી ગરમીનું કે દેહની રક્ષાનું લક્ષ કયાં છે!
શ્રાવક મુનિ વગેરેને ઔષધદાન આપે-તે કહે છે
स्वेच्छाहारविहारजल्पनतया नीरुग्वपुर्जायते साधूनां तु न सा ततस्तदपटु प्रायेण संभाव्यते । कुर्यादौषधपथ्यवारिभिरिदं चारित्र भारक्षमं यत्तस्मादिह वर्तते प्रशमिनां धर्मो गृहस्थोत्तमात्।। ९।।
ઈચ્છાઅનુસાર આહાર-વિહાર ને સંભાષણ વડે શ૨ી૨ નીરોગ રહે છે, પરંતુ મુનિઓને તો ઇચ્છાનુસાર ભોજનાદિ હોતું નથી, તેથી તેમનું શરીર પ્રાયઃ અશક્ત જ રહે છે. પરંતુ ઉત્તમગુહસ્થો યોગ્ય ઔષધ તથા પથ્ય ખોરાક-પાણીવડે મુનિઓના શરીરને ચારિત્રપાલન માટે સમર્થ બનાવે છે. એ રીતે મુનિધર્મની પ્રવૃત્તિ ઉત્તમ શ્રાવકો વડે થાય છે. –માટે ધર્મી ગુહસ્થોએ આવા દાનધર્મનું પાલન કરવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #76
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૬૫ જેઓ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન ઉપરાંત શુદ્ધોપયોગ વડે કેવળજ્ઞાનના કબાટ ખોલી રહ્યા છે એવા મુનિરાજ દેહથી પણ અત્યંત ઉદાસીન હોય છે, તેઓ વન-જંગલમાં રહે છે, ઠંડીમાં ઓઢવાનું કે ગરમીમાં સ્નાન કરવાનું તેમને હોતું નથી, રોગાદિ થાય તો ઔષઘ પણ લેતા નથી, દિવસમાં એક વખત નિર્દોષ આહાર લ્ય, તેમાં પણ કોઈ વાર ઠંડો આહાર મળે, કોઈ વાર ભરઉનાળામાં ગરમ આહાર મળે, એમ ઇચ્છાનુસાર આહાર તેમને નથી, એટલે મુનિને ઘણીવાર રોગ-નિર્બળતા વગેરે થાય છે; પરંતુ એવા પ્રસંગે ધર્માત્મા ઉત્તમ-શ્રાવકો મુનિનું ધ્યાન રાખે છે, તેમને રોગ વગેરે થયો હોય તો તે જાણીને, આહાર વખતે આહારની સાથે નિર્દોષ ઔષધિ પણ આપે છે, તથા ઋતુઅનુસાર યોગ્ય આહાર આપે છે. એમ ભક્તિપૂર્વક શ્રાવકો મુનિનું ધ્યાન રાખે છે. અહીં ઉત્કૃષ્ટપણે મુનિની વાત લીધી છે. આથી એમ ન સમજવું કે મુનિ સિવાયના બીજા જીવોને આહાર કે ઔષધદાન દેવાનો નિષેધ છે. શ્રાવક બીજા જીવોને પણ તેમની ભૂમિકાને યોગ્ય આદરથી કે કરુણાબુદ્ધિથી યોગ્ય દાન આપે. પણ ધર્મપ્રસંગની મુખ્યતા છે, ત્યાં ધર્માત્માને દેખતાં વિશેષ ઉલ્લાસ આવે છે. મુનિ તે ઉત્તમ પાત્ર છે તેથી તેની મુખ્યતા છે.
અહી, મુનિદશા શું છે-તેની જગતને ખબર નથી. નાનકડા રાજકુમાર હોય ને મુનિ થઈને ચૈતન્યને સાધતા હોય, ચૈતન્યના અતીન્દ્રિય આનંદનું પ્રચૂર સ્વસંવેદન જેને પ્રગટયું હોય, એવા મુનિ દેહથી તો અત્યંત ઊદાસીન છે. -
સર્વ ભાવથી ઔદાસિન્ય વૃત્તિ કરી,
માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો. ગમે તેવી ઠંડી હોય પણ દેહ સિવાય બીજો પરિગ્રહ જેને નથી; બાહ્ય દષ્ટિવાળા જીવોને લાગે કે આવા મુનિ બહુ દુઃખી હશે. અરે ભાઈ, એના અંતરમાં તો આનંદના ઊભરા વહે છે કે જે આનંદની કલ્પનાય તને નથી આવી શકતી. ચૈતન્યના એ આનંદની હૂંફમાં ઠંડી-ગરમીનું લક્ષ જ કયાં છે? જેમ મધ્યબિંદુથી દરિયો ઊછળે તેમ ચૈતન્યના અંતરના મધ્યમાંથી મુનિને આનંદના મોજાં ઊછળ્યા છે. આવા મુનિને રોગાદિ થાય તો ભક્તિપૂર્વક ધ્યાન રાખીને ઉત્તમ ગૃહસ્થો પથ્ય આહારની સાથે યોગ્ય ઔષધિ પણ આપે છે-આનું નામ સાધુની વૈયાવૃત્ય છે; તે ગુરુભક્તિનો એક પ્રકાર છે. શ્રાવકના કર્તવ્યમાં પહેલાં દેવપૂજા કહી ને બીજી ગુરુઉપાસના કહી, તેમાં આવા પ્રકારના ભાવ શ્રાવકને હોય છે. મુનિ પોતે તો બોલે નહિ કે મને આવો રોગ થયો છે માટે આવો ખોરાક કે આવી દવા આપો, પણ ભક્તિવાળા શ્રાવકો એનું ધ્યાન રાખે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #77
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬)
(શ્રાવકધર્મપ્રકાશ જાઓ, આમાં એકલા શુભરાગની વાત નથી પણ સર્વજ્ઞની શ્રદ્ધા અને સમ્યગ્દર્શન કેવાં હોય તે પહેલાં બતાવી ગયા છે, એવી શ્રદ્ધાપૂર્વકના શ્રાવકધર્મની આ વાત છે. જ્યાં શ્રદ્ધા જ સાચી ન હોય ને કુદેવ-કુગુરુનું સેવન હોય ત્યાં તો શ્રાવકધર્મ હોતો નથી.
શ્રાવકને મુનિ વગેરે ધર્માત્મા પ્રત્યે કેવો પ્રેમ હોય છે તે અહીં બતાવવું છે. જેમ પોતાના શરીરમાં રોગાદિ થતાં દવા કરવાનો રાગ થાય છે, તો મુનિ વગેરે ધર્માત્મા પ્રત્યે પણ ધર્મીને વાત્સલ્યથી ઔષધિદાનનો ભાવ આવે છે. વહાલા પુત્રને રોગાદિ થતાં તેનું કેવું ધ્યાન રાખે છે! તો ધર્મીને તો સૌથી વહાલા ધર્માત્મા છે, તેના પ્રત્યે તેને આહારદાન-ઔષધદાન-શાસ્ત્રદાન વગેરેનો ભાવ આવ્યા વગર રહેતો નથી. અહીં કાંઈ દવાથી શરીર સારું રહે કે શરીરથી ધર્મ કે એ સિદ્ધાંત નથી સ્થાપવો, પણ ધર્મીને રાગનો પ્રકાર કેવો હોય છે તે બતાવવું છે. જેને ધર્મ કરતાં સંસાર તરફનો પ્રેમ વધી જાય તે ધર્મી શેનો? સંસારમાં જીવો સ્ત્રી-પુત્ર વગેરેની વર્ષગાંઠ, લગ્નપ્રસંગ વગેરેના બહાને રાગના મલાવા કરે છે–ત્યાં તો અશુભભાવ છે, છતાં મલાવા કરે છે, તો ધર્મનો જેને રંગ છે તે ધર્મી જીવ ભગવાનના જન્મકલ્યાણક, મોક્ષકલ્યાણક, કોઈ યાત્રાપ્રસંગ, ભક્તિપ્રસંગ, જ્ઞાનપ્રસંગ-વગેરે બહાને ધર્મનો ઉત્સાહ વ્યક્ત કરે છે. શુભના અનેક પ્રકારોમાં ઔષધદાનનો પણ પ્રકાર શ્રાવકને હોય છે તેની વાત કરી. હવે ત્રીજો જ્ઞાનદાન છે તેનું વર્ણન કરે છે.
હે શ્રાવક! આ ભવદુઃખ તને વહાલા ન લાગતા હોય તે સ્વભાવસુખનો અનુભવ તું ચાહતો હો, તો તારા ધ્યેયની દિશા પલટાવી નાંખ; જગતથી ઉદાસ થઈ અંતરમાં ચૈતન્યને ધ્યાવતાં તને પરમઆનંદ પ્રગટશે ને ભવની વેલડી ક્ષણમાં તૂટી જશે. આનંદકારી પરમ-આરાધ્ય ચૈતન્યદેવ તારામાં જ બિરાજી રહ્યો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #78
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
[૧૦] જ્ઞાનદાન અર્થાત્ શાસ્ત્રદાનનું વર્ણન કુંદકુંદાચાર્યના જીવે પૂર્વે ભરવાડના ભાવમાં ભક્તિપૂર્વક મુનિને શાસ્ત્ર આપ્યું હતું-તે દાખલો શાસ્ત્રદાન માટે પ્રસિદ્ધ છે. જુઓ, આ જ્ઞાનદાનનો ઘણો મહિમા છે. જેણે સાચા શાસ્ત્રની ઓળખાણ કરી છે કે પોતે સમ્યજ્ઞાન પ્રગટ કર્યું છે તેને એવો ભાવ આવે છે કે અહો, આવી જિનવાણી ને આવી ગુરુવાણી જગતમાં પ્રચાર પામે ને જીવો સમ્યજ્ઞાન પામીને પોતાનું હિત કરે. જ્ઞાનના બહુમાનપૂર્વક શાસ્ત્રદાન વડે જ્ઞાનનો ઘણો ક્ષયોપશમભાવ ખીલી જાય છે.
જ્ઞાનદાનનો મહિમા અને તેનું મહાન ફળ કેવળજ્ઞાન બતાવે છે
व्याख्या पुस्तकदानमुन्नत्तधियां पाठाय भव्यात्मनां भक्त्या यक्रियते श्रुताश्रयमिदं दानं तदाहुर्बुधाः। सिद्धेस्मिन् जननान्तरेषु कतिषु त्रैलोक्य-लोकोत्सवः श्रीकारिप्रकटीकृताखिलजगत् कैवल्यभाबो जनाः।।१०।।
સર્વજ્ઞદેવના કહેલા શાસ્ત્રોનું ભક્તિપૂર્વક વ્યાખ્યાન કરવું તથા વિશાળ બુદ્ધિવાળા ભવ્ય જીવોને વાંચવા માટે ભક્તિપૂર્વક પુસ્તકો આપવા તેને જ્ઞાનીજનો શાસ્ત્રદાન અથવા જ્ઞાનદાન કહે છે. આવા જ્ઞાનદાનનું ફળ શું? તો કહે છે કે આવા જ્ઞાનદાન વડે ભવ્ય જીવ થોડા જ ભવોમાં, ત્રણ લોકને ઉત્સવકારી તથા શ્રીકારી એટલે કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #79
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮ )
(શ્રાવકધર્મપ્રકાશ
સમવસરણાદિ લક્ષ્મીને કરનાર, અને લોકના સમસ્ત પદાર્થોને હસ્તરેખા સમાન સાક્ષાત્ દેખનાર એવા કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે; એટલે કે તીર્થંકરપદવી સહિત કેવળજ્ઞાનને પામે છે, એવી વાત લીધી છે. જ્ઞાનની આરાધનાનો જે ભાવ છે તેના ફળમાં કેવળજ્ઞાન પામે છે ને વચ્ચે જ્ઞાનના બહુમાનનો, ધર્મીના બહુમાનનો જે શુભભાવ છે તેનાથી તીર્થંક૨૫દ વગેરે મળે છે માટે પોતાના હિતના ચાહક શ્રાવકે હંમેશ જ્ઞાનદાન અવશ્ય કરવા યોગ્ય છે.
જુઓ, આ જ્ઞાનદાનનો મહિમા ! સાચા શાસ્ત્ર શું તેની જેણે ઓળખાણ કરી છે ને પોતે સમ્યજ્ઞાન પ્રગટ કર્યુ છે તેને એવો ભાવ આવે છે કે અહો, આવી જિનવાણી ને આવી ગુરુવાણી જગતમાં પ્રચાર પામે ને જીવો સભ્યજ્ઞાન પામીને પોતાનું હિત કરે. આવી જ્ઞાનપ્રચારની ભાવનાપૂર્વક પોતે શાસ્ત્ર લખે, લખાવે, વાંચે, પ્રસિદ્ધ કરે, લોકોને સહેલાઈથી શાસ્ત્ર મળે-એમ કરે;–આવો જ્ઞાનદાનનો ભાવ ધર્મી જીવને આવે છે, ને ધર્મના જિજ્ઞાસુને પણ એવો ભાવ આવે છે.
જ્ઞાનદાનમાં પોતાને જ્ઞાનનું બહુમાન ઘુંટાય છે. ત્યાં કોઈ સમ્યગ્દષ્ટિ જીવને એવા ઊંચા પુણ્ય બંધાઈ જાય છે કે તીર્થંકર થાય, ને સમવસરણમાં દિવ્યધ્વનિ છૂટે, એ દિવ્યધ્વનિ ઝીલીને ઘણા જીવો ધર્મ પામે. ‘અભીક્ષ્ણ જ્ઞાનોપયોગ' એટલે જ્ઞાનના તીવ્રરસથી વારંવાર તેમાં ઉપયોગ જોડવો-તેને પણ તીર્થંકરપ્રકૃતિનું કારણ કહ્યું છે. પણ આવો ભાવ ખરેખર કોને હોય ? કે જ્ઞાનસ્વરૂપ આત્માને જાણીને જેણે સમ્યગ્દર્શન પ્રગટ કર્યુ હોય એટલે પોતે ધર્મ પામ્યો હોય તેને જ જ્ઞાનદાન કે અભીક્ષ્ણજ્ઞાનોપયોગ યથાર્થ હોય છે. સાચો માર્ગ જેણે જાણ્યો છે એવા શ્રાવકના ધર્મની આ વાત છે. સમ્યગ્દર્શન વગ૨ તો વ્રત-દાન વગેરે શુભ કરવા છતાં અનાદિથી સંસારમાં રખડી રહ્યો છે. અહીં તો ભેદજ્ઞાન કરીને જે મોક્ષમાર્ગે ચડયો છે એવા જીવની વાત છે. જે પોતે જ જ્ઞાન નથી પામ્યો તે બીજાને જ્ઞાનદાન શું કરશે ? જ્ઞાનના નિર્ણય વગર શાસ્ત્ર વગેરેના બહુમાનથી પુસ્તક વગેરેનું દાન કરે તેમાં મોક્ષમાર્ગ વગરના પુણ્ય બંધાય, પણ અહીં શ્રાવકધર્મમાં તો મોક્ષમાર્ગ સહિતના દાનાદિની પ્રધાનતા છે; એટલે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ તો પ્રથમ કરવી જોઈએ, તેના વગર મોક્ષમાર્ગ થાય નહીં. જ્ઞાનદાન-શાસ્ત્રદાન કરનાર શ્રાવકને સત્શાસ્ત્ર ને કુશાસ્ત્ર વચ્ચે વિવેક છે. સર્વજ્ઞની વાણી ઝીલીને ગણધરાદિ સંતોએ ગુંથેલા વીતરાગી શાસ્ત્રોને ઓળખીને તેનું દાન અને પ્રચાર કરે; પણ મિથ્યાદષ્ટિએ રચેલા, તત્ત્વવિરુદ્ધ, કુમાર્ગના પોષક એવા કુશાસ્ત્રને તે માને નહિ, તેનું દાન કે પ્રચાર કરે નહિ. અનેકાન્તમય સતશાસ્ત્રને ઓળખીને તેના જ દાનાદિ કરે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #80
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ )
( ૬૯
સંયોગની ને અશુદ્ધતાની રુચિ છોડીને, પોતાના ચિદાનંદ સ્વભાવની દૃષ્ટિરુચિપ્રીતિ કરવી તે સમ્યગ્દર્શન છે, તે ધર્મની પહેલી ચીજ છે, તેના વગર પુણ્ય બંધાય પણ કલ્યાણ ન થાય, મોક્ષમાર્ગ ન થાય. પુણ્યની રુચિમાં અટક્યો, પુણ્યના વિકલ્પમાં કર્તૃત્વ બુદ્ધિથી તન્મય થઈને રોકાણો તેને પુણ્યની સાથે મિથ્યાત્વનું પાપ પણ ભેગું બંધાય છે. પં. શ્રી ટોડરમલજી મોક્ષમાર્ગપ્રકાશકના છઠ્ઠા અધ્યાયમાં કહે છે કે – “જૈનધર્મમાં તો એવી આમ્નાય છે કે પહેલા મોટું પાપ છોડાવી, પછી નાનું પાપ છોડાવવામાં આવે છે. તેથી એ મિથ્યાત્વને સાત વ્યસનાદિથી પણ મહાન પાપ જાણી પહેલાં છોડાવ્યું છે માટે જે પાપના ફળથી ડરતો હોય તથા પોતાના આત્માને દુ:ખસમુદ્રમાં ડુબાડવા ન ઈચ્છતો હોય તે જીવ આ મિથ્યાત્વપાપને અવશ્ય છોડો. નિંદા-પ્રશંસાદિના વિચારથી પણ શિથિલ થવું યોગ્ય નથી.”
k
કોઈ કહે કે સમ્યક્ત્વ તો બહુ ઊંચી ભૂમિકામાં હોય, પહેલાં તો વ્રત-સંયમ હોય, તો તેને જિનમતના ક્રમની ખબર નથી. ‘જિનમતમાં તો એવી પરિપાટ છે કે પહેલાં સમ્યક્ત્વ હોય, પછી વ્રત હોય.' (મોક્ષમાર્ગપ્રકાશક પાનું ૨૯૫) “મુનિપદ લેવાનો ક્રમ તો આ છે કે પહેલાં તત્ત્વજ્ઞાન થાય, પછી ઉદાસીન પરિણામ થાય, પરિષહાદિ સહન કરવાની શક્તિ થાય, અને તે પોતાની મેળે જ મુનિ થવા ઈચ્છે, ત્યારે શ્રીગુરુ તેને મુનિધર્મ અંગીકાર કરાવે. પણ આ તે કઈ જાતની વિપરીતતા છે કે તત્ત્વજ્ઞાનરહિત ને વિષયાસક્ત જીવને માયાવડે વા લોભ બતાવી મુનિપદ આપી, પાછળથી અન્યથા પ્રવૃત્તિ કરાવવી! એ તો મોટો અન્યાય છે.” -૨૦૦ વર્ષ પહેલાં પં. ટોડરમલ્લજીનું આ કથન છે.
બંધનાં પાંચ કારણોમાં મિથ્યાત્વ સૌથી મુખ્ય કારણ છે. મિથ્યાત્વ છોડયા વગર અવ્રત કે કષાયાદિ છૂટે નહિ. મિથ્યાત્વ છૂટતાં અનંતા બંધન એક ક્ષણમાં તૂટી જાય છે. જેને હજી મિથ્યાત્વ છોડવાની તો દરકાર નથી તેને અવ્રત ક્યાંથી છૂટશે ? ને વ્રત ક્યાંથી આવશે ? આત્મા શું છે તેની જેને ખબર નથી તે શેમાં ઊભો રહીને વ્રત કરશે. ચિદાનંદસ્વરૂપનો અનુભવ થયા પછી તેમાં જરાક વિશેષ સ્થિરતા થાય. ત્યારે બે કષાયચોકડીના અભાવરૂપ પંચમગુણસ્થાન તથા શ્રાવકધર્મ પ્રગટે ને તેને વ્રત સાચાં હોય. આવા શ્રાવકધર્મના ઉદ્યોતનનો આ અધિકાર છે.
સમ્યગ્દર્શન વગર કલેશ ( આનંદ નહિ પણ કલેશ) સહન કરીને મરી જાય તોપણ ભવ ઘટવાનો નથી. કળશ-ટીકા પૃ. ૧૨૬ માં પં. શ્રી રાજમલજી કહે છે કેશુભક્રિયા પરંપરા-આગળ જતાં મોક્ષનું કારણ થશે-એવો અજ્ઞાનીનો ભ્રમ છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #81
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૦)
(શ્રાવકધર્મપ્રકાશ
હિંસા-જૂઠું-ચોરી–અબ્રહ્મ-પરિગ્રહ એનાથી રહિતપણું, તથા મહા પરિષહોનું સવુંતેના ઘણા બોજાથી, ઘણા કાળ સુધી મળે શૂરા હોતે દુ! લઘુત દ તે હૈં તો રો તથાપિ એના વડે કર્મક્ષય તો થતો નથી. અજ્ઞાનીને એ બધી શુભક્રિયા તો કષ્ટરૂપ છે, દુઃખરૂપ છે, શુદ્ધસ્વરૂપના અનુભવની જેમ એ કાંઈ સુખરૂપ નથી, અનુભવનો જે પરમ આનંદ છે તેની ગંધ પણ શુભરાગમાં નથી. એવા શુભરાગને કોઈ મોક્ષનું કારણ માને -પરંપરા પણ એ રાગ મોક્ષનું કારણ થવાનું માને તો કહે છે કે તે જાઠો છે, ભ્રમમાં છે. મોક્ષનું કારણ એ નથી; મોક્ષનું કારણ તો શુદ્ધસ્વરૂપનો અનુભવ છે.
પ્રશ્ન:- ચોથા કાળમાં શુદ્ધસ્વરૂપનો અનુભવ તે મોક્ષનું કારણ ભલે હોય, પણ આ કઠણ પંચમકાળમાં તો રાગ મોક્ષનું કારણ હશે ને?
ઉત્ત૨:- પંચમકાળમાં થયેલા મુનિ પંચમકાળના જીવોને તો આ વાત સમજાવે છે. ચોથા કાળનો ધર્મ જુદો ને પંચમકાળનો ધર્મ જુદો-એમ કાંઈ નથી. ધર્મ એટલે કે મોક્ષનો માર્ગ ત્રણે કાળે એક જ પ્રકારનો છે. જ્યારે અને જ્યાં, જે કોઈ જીવ મોક્ષ પામશે તે રાગને છોડીને શુદ્ધસ્વરૂપના અનુભવથી જ મોક્ષ પામશે. ક્યારેય કોઈ પણ ક્ષેત્રે, કોઈ પણ જીવ રાગ વડે મોક્ષ પામે નહિ, એ નિયમ છે.
પહેલાં જેણે મોક્ષમાર્ગનું આવું સ્વરૂપ નક્કી કર્યું છે ને સમ્યગ્દર્શન વડે પોતામાં તેવો અંશ પ્રગટ કર્યો છે, તેને પછી રાગની મંદતાના કેવા પ્રકારો હોય તેના થનમાં ચાર પ્રકારના દાનની વાત ચાલે છે. મુનિ વગેરે ધર્માત્મા પ્રત્યે ભક્તિથી આહારદાન-ઔષધદાન ઉપરાંત શાસ્ત્રદાનનો ભાવ પણ શ્રાવકને આવે છે. એને વીતરાગી શાસ્ત્રનો ઘણો વિનય અને બહુમાન હોય; વીતરાગી જ્ઞાનની પ્રભાવના કેમ થાય, ઘણા જીવોમાં એનો પ્રચાર કેમ થાય, એ માટે તે પોતાની શક્તિ લગાવે. આમાં બીજા જીવો સમજે કે ન સમજે તેની મુખ્યતા નથી પણ ધર્મીને પોતાને સમ્યજ્ઞાનનો ઘણો પ્રેમ છે તેની મુખ્યતા છે; એટલે બીજા જીવો પણ સાચું તત્ત્વજ્ઞાન કેમ પામે તેવી ભાવના ધર્મીને હોય છે.
સર્વજ્ઞદેવે કહેલા શાસ્ત્રોનું રહસ્ય પોતે જાણીને બીજાને તે સમજાવવું ને ભક્તિથી તેનો પ્રચાર કરવો તે જ્ઞાનદાન છે. અંતરમાં તો પોતે પોતાને સમ્યજ્ઞાનનું દાન દીધું, ને બહારમાં બીજા જીવો પણ આવું જ્ઞાન પામે ને ભવદુઃખથી છૂટે-એવી ભાવના ધર્મીને થાય છે. શાસ્ત્રના જાણપણાના બહાને, બીજાને સમજાવવાના બહાને કે પ્રચાર કરવાના બહાને પોતાના માન-પ્રતિષ્ઠા કે મોટાઈની ભાવના હોય તો તો તે પાપ છે. ધર્મીને એવી ભાવના હોતી નથી. ધર્માત્મા તો કહે છે કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #82
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ).
(૭૧ અરે, અમારી જ્ઞાનચેતનાથી અમારું કાર્ય અમારા આત્મામાં થઈ રહ્યું છે, ત્યાં બહાર બીજાને બતાવવાનું શું કામ છે! બીજા જીવો જાણે તો આને સંતોષ થાય એવું કાંઈ નથી, એને તો અંતરમાં આત્માથી જ સંતોષ છે.
પોતે એકલા એકલા અંતરમાં પોતાના આત્માનું કલ્યાણ કરી ત્યે તે મોટા, કે ઘણા જીવોને સમજાવે તે મોટા?' – અરે ભાઈ ! બીજા સમજે કે ન સમજે તેની સાથે આને શું સંબંધ છે? કદાચિત્ બીજા ઘણા જીવો સમજે તોપણ તેમના કારણે આને જરા પણ લાભ થયો છે એમ નથી; અને ધર્મીને કદાચિત્ વાણીનો યોગ ઓછો હોય (–મૂક કેવળી ભગવાનની જેમ વાણીનો યોગ ન પણ હોય) તો તેથી કાંઈ તેનો અંતરનો લાભ અટકી જાય એમ નથી. બહારમાં બીજા જીવો સમજે એના ઉપરથી ધર્મીનું માપ કાઢવા જે માંગે છે તેને ધર્મીની અંતરની દશાની ખબર નથી.
અહીં જ્ઞાનદાનમાં તો એ વાત છે કે પોતાને એવા ભાવ થાય છે કે બીજા જીવો પણ સાચું જ્ઞાન પામે; પણ બીજા જીવો સમજે કે ન સમજે તે તેમની લાયકાતથી છે, તેની સાથે આને કાંઈ લેવાદેવા નથી. પોતાને પહેલાં અજ્ઞાન હતું ને મહા દુઃખ હતું, તે ટળીને પોતાને સમ્યજ્ઞાન થયું ને અપૂર્વ સુખ પ્રગટયું એટલે પોતાને સમ્યજ્ઞાનનો મહિમા ભાસ્યો છે, તેથી બીજા જીવો પણ આવું સમ્યજ્ઞાન પામે તો તેમનું દુઃખ મટે ને સુખ પ્રગટે- એમ અંતરમાં ધર્મીને જ્ઞાનની પ્રભાવનાનો ભાવ આવે છે અને સાથે તે જ વખતે અંતરમાં શુદ્ધઆત્માની ભાવનાથી જ્ઞાનની પ્ર-ભાવના ઉત્કૃષ્ટ ભાવના અને વૃદ્ધિ અંતરમાં થઈ જ રહી છે.
જુઓ, આ શ્રાવકની દશા ! આવી દશા થાય ત્યારે તો હજી જૈનનું શ્રાવકપણું કહેવાય, ને મુનિદશા તો ત્યારપછી હોય. સર્વજ્ઞનો અને સર્વજ્ઞની વાણીનો પોતે નિર્ણય કર્યો છે. જેને પોતાને જ નિર્ણય નથી તે સાચા જ્ઞાનની શું પ્રભાવના કરશે? આ તો પોતાના જ્ઞાનમાં નિર્ણયસહિત ધર્માત્માની વાત છે. વળી ધર્માત્માને, વિશેષ બુદ્ધિવંતને બહુમાનપૂર્વક શાસ્ત્રો આપવા તે પણ જ્ઞાનદાન છે, શાસ્ત્રોના સાચા અર્થો સમજાવવા, પ્રસિદ્ધ કરવા તે પણ જ્ઞાનદાનનો પ્રકાર છે. કોઈ સાધારણ માણસને જ્ઞાનનો વિશેષ પ્રેમ હોય ને તેને શાસ્ત્રો ન મળતાં હોય તો ધર્મી તેને પ્રેમપૂર્વક શાસ્ત્રો મેળવી આપે-આવો ભાવ ધર્મીને આવે છે. પોતાની પાસે કોઈ શાસ્ત્ર હોય ને બીજા પાસે ન હોય ત્યાં, બીજો વાંચશે તો મારાથી આગળ વધી જશે અથવા મારું માન ઘટી જશે, એમ ઈર્ષાને લીધે કે માનને લીધે; શાસ્ત્ર જોવા માંગે તોય ન આપે-એવા જીવને જ્ઞાનનો ખરો પ્રેમ નથી ને શુભભાવનું ય ઠેકાણું નથી. ભાઈ, બીજો જીવ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #83
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭ર)
(શ્રાવકધર્મપ્રકાશ જ્ઞાનમાં આગળ વધતો હોય તો ભલેને વધે, તું તેનું અનુમોદન કરજે. તને જ્ઞાનનો પ્રેમ હોય તો, બીજા પણ જ્ઞાન પામે તેમાં અનુમોદન હોય કે ઈર્ષા હોય? બીજાના જ્ઞાનની જો ઈર્ષા આવે છે તો તારે શાસ્ત્ર ભણી ભણીને માન પોષવું છે, તને જ્ઞાનનો ખરો પ્રેમ નથી. જ્ઞાનના પ્રેમવાળાને બીજાના જ્ઞાનની ઈર્ષા ન હોય પણ અનુમોદના હોય. એક જીવ ઘણા વખતથી મુનિ હોય, બીજો જીવ પાછળથી હમણાં જ મુનિ થયો હોય ને તરત કેવળજ્ઞાન પામી જાય, ત્યાં પહેલા મુનિને એમ ઈર્ષા નથી થતી કે અરે, હજી તો આજે જ દીક્ષા લીધી ને મારા પહેલાં આ કેવળજ્ઞાન પામી ગયો! પણ ઊછું અનુમોદન આવે છે કે વાહ! ધન્ય છે એમને કે એમણે કેવળજ્ઞાન સાધી લીધું, મને પણ એ જ ઇષ્ટ છે, મારે પણ એ જ કરવાનું છે. એમ અનુમોદન વડે તે પણ પોતાના પુરુષાર્થને ઉપાડે છે. ઈર્ષા કરનારો તો અટકી જાય છે, ને અનુમોદન કરનાર પોતાનો પુરુષાર્થ ઉપાડે છે. પોતાના અંતરમાં જ્યાં જ્ઞાનસ્વભાવનું બહુમાન છે ત્યાં રાગ વખતે જ્ઞાનની પ્રભાવનાનો ને અનુમોદનાનો ભાવ આવ્યા વિના રહે નહિ; જ્ઞાનના બહુમાનને લીધે તે થોડા જ કાળમાં કેવળજ્ઞાન પામશે. રાગનું ફળ કેવળજ્ઞાન નથી પણ જ્ઞાનના બહુમાનનું ફળ કેવળજ્ઞાન છે અને સાથે શુભરાગથી જે ઉત્તમ પુણ્ય બંધાયા તેના ફળમાં સમવસરણાદિ રચાશે ને ઇન્દ્રો એનો મહોત્સવ કરશે. અત્યારે અહીં ભલે કોઈને ખબર ન પડે પણ કેવળજ્ઞાન થતાં ત્રણલોકમાં આશ્ચર્યકારી ખળભળાટ થઈ જશે, ઇન્દ્રો એનો મહોત્સવ કરશે ને ત્રણલોકમાં આનંદ થશે.
અહો, આ તો વીતરાગમાર્ગ છે. વીતરાગનો માર્ગ તો વીતરાગ જ હોય ને! વીતરાગભાવની વૃદ્ધિ થાય એ જ સાચી માર્ગપ્રભાવના છે. રાગને જે આદરણીય બતાવે તે જીવ વીતરાગમાર્ગની પ્રભાવના કેમ કરી શકે? એને તો રાગની જ ભાવના હોય. જૈનધર્મના ચારે અનુયોગના શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે. ધર્મી જીવ વીતરાગીતાત્પર્ય બતાવીને તે ચારે અનુયોગનો પ્રચાર કરે. તીર્થકરાદિ મહાન ધર્માત્માઓના જીવનની કથા, તેમનાં આચરણનું વર્ણન, કરણાનુયોગમાં ગુણસ્થાન વગેરેનું વર્ણન ને દ્રવ્યાનુયોગમાં અધ્યાત્મનું વર્ણન- એ ચારે પ્રકારના શાસ્ત્રોમાં વીતરાગતાનું જ તાત્પર્ય છે. તે શાસ્ત્રનો બહુમાનપૂર્વક પોતે અભ્યાસ કરે ને પ્રચાર કરે. જેમ ઝવેરાતના દાગીનાને કે કિંમતી વસ્ત્ર વગેરેને કેવા પ્રેમથી સાચવીને ઘરમાં રાખે છે એના કરતાંય વિશેષ પ્રેમથી શાસ્ત્રોને ઘરમાં બિરાજમાન કરે, અને શણગારીને એનું બહુમાન કરે-એ બધો જ્ઞાનનો વિનય છે.
શાસ્ત્રદાન સંબંધમાં કુંદકુંદસ્વામીના પૂર્વભવનો દાખલો પ્રસિદ્ધ છે; પૂર્વભવમાં તેઓ એક શેઠને ત્યાં ગાયોના ગોવાળ તરીકે હતા. એક વાર તે ગોવાળને વનમાંથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #84
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ )
( ૭૩
કોઈ શાસ્ત્ર મળી આવ્યું; તેણે અત્યંત બહુમાનપૂર્વક કોઈ મુનિરાજને તે શાસ્ત્રનું દાન કર્યું. તે વખતે અવ્યક્તપણે જ્ઞાનના અચિંત્યમહિમાનો કોઈ ભાવ જાગ્યો; ત્યાંથી તે શેઠના ઘરે જ તેઓ જન્મ્યા; નાની ઉંમરમાં જ મુનિ થયા ને જ્ઞાનના અગાધ દરિયા તેમને ઉલ્લુસ્યા. અહા, એમણે તો તીર્થંકર૫૨માત્માની દિવ્યવાણી સાક્ષાત્ સાંભળી, ને ભરતક્ષેત્રમાં જ્ઞાનના ધોધ વહેવડાવ્યા. એમને અંત૨માં જ્ઞાનની ઘણી શુદ્ધિ પ્રગટી, ને બહારમાં પણ શ્રુતની મહાન પ્રતિષ્ઠા આ ભરતક્ષેત્રમાં તેમણે કરી. અહા, એમના નિજવૈભવની શી વાત! જ્ઞાનદાનથી એટલે કે જ્ઞાનના બહુમાનના ભાવથી જ્ઞાનનો ક્ષયોપશમભાવ ખીલે છે; અને અહીં તો એનું ઉત્કૃષ્ટ ફળ બતાવતાં કહે છે કે તે જીવ થોડા ભવમાં કેવળજ્ઞાન પામશે, તેને સમવસરણની શોભા રચાશે ને ત્રણલોકના જીવો તેનો ઉત્સવ કરશે. કેમકે જ્ઞાનાનંદસ્વભાવની આરાધના ભેગી વર્તે છે એટલે આરાધકભાવની ભૂમિકામાં આવા ઊંચા પુણ્ય બંધાય છે; તેમાં ધર્મનું લક્ષ જ્ઞાનસ્વભાવની આરાધના ઉપર છે, રાગ કે પુણ્ય ઉપર તેનું લક્ષ નથી; તે તો વચ્ચે અનાજની સાથેના રાડાંની જેમ સહેજે આવી જાય છે.
જ્ઞાનસ્વભાવની આરાધનાથી ધર્મી જીવ સર્વજ્ઞપદને સાધે છે. તેને કોઈ વાર એમ પણ થાય કે, અરે! અમે ભગવાન પાસે હતા, ભગવાનની વાણી સાંભળતા, ને ભગવાન પાસે પ્રશ્નોનું સીધું સમાધાન મેળવતા; હવે ભરતક્ષેત્રમાં ભગવાનનો વિરહ થયો, કોને પ્રશ્ન પૂછશું? ને કોણ સમાધાન કરશે? -ધર્માત્માને સર્વજ્ઞપ૨માત્માનો આવો વિરહ ઊગે છે. ભરતચક્રવર્તી જેવાનેય ઋષભદેવપ્રભુ મોક્ષ પધાર્યા ત્યારે આવો વિરહ થયો હતો. અંદર પોતાને પૂર્ણ જ્ઞાનની ભાવના છે, કે અરે! આ પંચમકાળે અમારા સર્વજ્ઞપદનો અમને વિરહ! એટલે નિમિત્તમાંય સર્વજ્ઞના વિરહ સાલે છે. આ ભરતક્ષેત્રમાં કુંદકુંદપ્રભુને વિચાર થયો−અરે નાથ! પંચમકાળમાં આ ભરતક્ષેત્રે તારા વિરહ પડયા; સર્વજ્ઞતાના વિરહ પડયા-આમ સર્વજ્ઞ પ્રત્યે ભક્તિનો ભાવ ઉલ્લસ્યો, ને તેમને ચિંતવવા લાગ્યા. ત્યાં પુણ્યનો યોગ હતો ને પાત્રતા પણ ઘણી હતી, તેથી સીમંધરભગવાન પાસે જવાનું બન્યું. અહા, ભરતક્ષેત્રના માનવી દેહ સહિત વિદેહક્ષેત્રે ગયા, ને ભગવાનના ભેટા થયા. ભગવાનની દિવ્યધ્વનિ સીધેસીધી ઝીલીને તેમણે આ ભરતક્ષેત્રમાં શ્રુતજ્ઞાનના ધોરિયા વહાવ્યા. એમને આરાધકભાવનું જોર ઘણું ને સાથે પુણ્યનો પણ મહાન યોગ. એમણે તો તીર્થંકર જેવું કામ કર્યું છે.
આરાધકના પુણ્ય લોકોત્તર હોય છે. તીર્થંકરનો જીવ ગર્ભમાં આવવાને છ મહિનાની વાર હોય, હજી તો તે જીવ (શ્રેણીક વગેરે કોઈ ) નરકમાં હોય કે સ્વર્ગમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #85
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪).
(શ્રાવકધર્મપ્રકાશક હોય, ત્યાં તો ઇન્દ્ર-ઇન્દ્રાણી અહીં આવીને તેમના માતા-પિતાનું બહુમાન કરે કે ધન્ય રત્નકૂખધારિણી માતા! છ મહિના પછી આપની કૂખે ત્રણ લોકના નાથ તીર્થકર આવવાના છે-આમ બહુમાન કરે ને જ્યાં તે જન્મવાના હોય ત્યાં રોજરોજ કરોડો રત્નોની વૃષ્ટિ થવા માંડે. છ મહિના પહેલાં નરકમાં પણ તે જીવને ઉપદ્રવો શાંત થઈ જાય. તીર્થંકર પ્રકૃતિનો ઉદય તો પછી તેમાં ગુણસ્થાને કેવળજ્ઞાન થશે ત્યારે આવશે, પણ ત્યાર પહેલાં તેની સાથે આવા પુણ્ય હોય છે. (અહીં ઉત્કૃષ્ટ પુણ્યની વાત છે; બધાય આરાધક જીવને આવા પુણ્ય હોય-એવું નથી, પણ તીર્થકર થનાર જીવને આવા પુણ્ય હોય છે.) આ તો બધી અચિંત્ય વાતું છે. આત્માનો સ્વભાવ પણ અચિંત્ય, ને તેનો જે આરાધક થયો એનાં પુણ્ય પણ અચિંત્ય! આવા આત્માના લક્ષે શ્રાવક-ધર્માત્મા જ્ઞાનદાન કરે છે, તેમાં તેને રાગનો નિષેધ છે ને જ્ઞાનનો આદર છે, તેથી તે કેવળજ્ઞાન પામીને તીર્થકર થશે, ત્રણ લોકના જીવો તેનો ઉત્સવ કરશે ને એની દિવ્યધ્વનિથી ધર્મનો ધોખમાર્ગ ચાલશે.
આ રીતે જ્ઞાનદાનનું વર્ણન કર્યું.
જન્મ-મરણ વડે આખા લોકમાં ભમી ચૂકેલા આ જીવને બધુંય સુલભ છે પણ એક યથાર્થજ્ઞાન મહા દુર્લભ છે. તે જ્ઞાનની પ્રાપ્તિનો સુઅવસર આવ્યો છે, ત્યારે તેની પ્રાપ્તિ, રક્ષા અને વૃદ્ધિ માટે જીવે પ્રમાદ કરવો ન જોઈએ. સૌથી દુર્લભ એવી અમૂલ્ય બોધિની પ્રાપ્તિનો આ અવસર હે જીવ! તું ચૂકીશ મા. -કેમકે
“દુર્લભ હૈ સંસારમેં એક યથારથ જ્ઞાન”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #86
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૭૫
[૧૧] અભયદાનનું વર્ણન
ઘર્મી જીવ સમ્યગ્દર્શનાદિવડે જેમ પોતાનું દુઃખ ટાળવાનો ઉપાય કરે છે તેમ બીજા જીવો ઉપર પણ તેને કરુણાનો ભાવ આવે છે. જેને જીવદયા જ નથી તેને તો ધર્મ કે દાન સાચાં ક્યાંથી હોય?... ખરું અભયપણું એ છે કે જેનાથી ભવભ્રમણનો ભય ટળે, ને આત્મા નિર્ભયપણે સુખના પંથે વળે. અજ્ઞાન જ સૌથી મોટા ભયનું કારણ છે. સમ્યજ્ઞાનવડે જ તે ભય ટળીને અભયપણું થાય છે, માટે જીવોને સમ્યજ્ઞાનના માર્ગમાં જોડવા તે સાચું અભયદાન છે.
શ્રાવકધર્મના કથનમાં ચાર પ્રકારના દાનનું વર્ણન ચાલે છે; તેમાં આહારદાન, ઔષધદાન તથા જ્ઞાનદાન એ ત્રણનું વર્ણન થયું. હવે ચોથું અભયદાન, તેનું વર્ણન કરે છે
सर्वेषामभयं प्रवृद्धकरुणैर्यद्दीयते प्राणिनां दानं स्यादभयादि तेन रहितं दानत्रयं निष्फलम्। आहारौषधाशास्त्रदानविधिभिः क्षुद्रोगजाडयादयं
यत्तत्पात्रजने विनश्यति ततो दानं तदेकं परम्।। અતિશય કરુણાવંત ભવ્ય જીવો દ્વારા સમસ્ત પ્રાણીઓને જે અભય દેવામાં આવે છે તે અભયાદિ દાન છે. બાકીનાં ત્રણે દાન આ જીવદયા વગર નિષ્ફળ છે. આહારદાનથી ક્ષુધાનો ભય ટળે છે, ઔષધદાનથી રોગનો ભય મટે છે ને શાસ્ત્રદાનથી મૂર્ખતાનો ભય ટળે છે- એ રીતે એ ત્રણે દાનથી પણ જીવોને અભય જ દેવામાં આવે છે; માટે બધા દાનોમાં અભયદાન તે જ એક શ્રેષ્ઠ ને પ્રશંસનીય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #87
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬ )
(શ્રાવકધર્મપ્રકાશ ધર્મી જીવ પોતાના આત્મામાં જેમ સમ્યગ્દર્શનાદિ વડે દુ:ખ ટાળવાનો ઉપાય કરે છે તેમ બીજા જીવોને પણ દુઃખ ન થાય, તેમનું દુઃખ મટે એવો કરુણાનો ભાવ તેને હોય છે. જીવદયા પણ જેને ન હોય તેને તો એકેય દાન સાચાં હોતાં નથી. કોઈ જીવને હણવાની કે દુઃખ દેવાની વૃત્તિ ધર્મીને હોતી નથી; બધા જીવો પ્રત્યે કરુણા હોય છે. દુ:ખી જીવો પ્રત્યે કરૂણાપૂર્વક પાત્ર અનુસાર આહાર, ઔષધ કે જ્ઞાન વગેરે આપીને તેનો ભય મટાડે છે. જાઓ, આવા કૂણા પરિણામ શ્રાવકને સહેજે હોય છે.
ખરું અભયદાન તો તેને કહેવાય કે જેનાથી ભવભ્રમણનો ભય ટળે ને આત્મા નિર્ભયપણે સુખના પંથે વળે. અજ્ઞાન અને મિથ્યાત્વ જ જીવને સૌથી મોટા ભયનું ને દુઃખનું કારણ છે; સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન થતાં તે ભય ટળીને આત્મા અભયપણું પામે છે. એટલે જીવોને સમ્યજ્ઞાનના માર્ગમાં જોડવા તે મોટું અભયદાન છે. તેથી ભગવાનને પણ અભયદાતાર (૩મયવયા) કહેવાય છે
ભગવાન અને સંતો કહે છે કે હે જીવ! તું તારું સ્વરૂપ ઓળખીને નિર્ભય થા. શંકાનું નામ ભય છે; જેને સ્વરૂપમાં શંકા છે તેને મરણ વગેરેનો ભય કદી મટે નહિ. સમ્યગ્દષ્ટિ જીવો જ નિઃશંક હોવાથી નિર્ભય છે, તેમને મરણાદિ સાત પ્રકારના ભય હોતા નથી. કુંદકુંદસ્વામી કહે છે કે
સમ્યકત્વવંત જીવો નિઃશંકિત તેથી છે નિર્ભય, અને
છે સપ્ત ભય પ્રવિમુક્ત જેથી તેથી તે નિઃશંક છે. સ્વરૂપની ભ્રાંતિ ટળી ત્યાં ભય ટળ્યો. દેહ જ હું નથી, હું તો આત્મા છું, ત્યાં મારે મરણ કેવું? ને મરણ જ નથી પછી મરણનો ભય કેવો? મિથ્યાત્વમાં મરણનો ભય હતો, મિથ્યાત્વ ટળ્યું ત્યાં મરણાદિનો ભય મટયો. આ સિવાય રોગાદિનો કે સિંહ-વાઘનો ભય થોડો કાળ ભલે મટે પણ જ્યાં સુધી આ ભય ન મટે ત્યાં સુધી જીવને સાચું સુખ થાય નહિ આ રીતે જ્ઞાની સમજાવે છે કે હું ભાઈ! તું તો જ્ઞાનસ્વરૂપ છો; આ દેહુ ને જન્મમરણ એ ખરેખર તારું સ્વરૂપ નથી; અજ્ઞાનથી તે દેહને પોતાનો માનીને તેમાં સુખ કયું છે તેથી તને રોગનો, યુવાનો, મરણાદિનો ભય લાગે છે. પણ દેહથી ભિન્ન વજ જેવું તારું જ્ઞાનસ્વરૂપ છે તે નિર્ભય છે, તેને અંતરમાં જોતાં પર સંબંધી કોઈ ભય તને રહેશે નહિ–આ રીતે અભયસ્વરૂપ સમજાવીને જ્ઞાની સાચું અભયદાન આપે છે, તેમાં બધા દાન સમાઈ જાય છે. પણ જે જીવો આવું સમજવાની લાયકાતવાળા ન હોય એવા દુ:ખી જીવો પ્રત્યે પણ શ્રાવક કરુણા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #88
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૭૭ કરીને, જે પ્રકારે તેનો ભય ઓછો થાય તે પ્રકારે તેને આહાર, ઔષધ વગેરેનું દાન આપે છે. પોતાના આત્માનો ભય ટાળ્યો છે ને બીજાને અભય દેવાનો શુભભાવ આવે છે- આવી શ્રાવકની ભૂમિકા છે. પોતાનો જ ભય જેણે ટાળ્યો નથી તે બીજાનો ભય ક્યાંથી મટાડશે? અજ્ઞાનીનેય જોકે કરણાભાવ આવે ને દાનનો ભાવ આવે, તેમાં તેને પણ શુભભાવ છે, પણ જ્ઞાની જેવો ઉત્તમ પ્રકાર તેને હોતો નથી.
જાઓ. કેટલાક જીવો અસંયમી જીવો પ્રત્યે દયા-દાનના પરિણામને પાપ મનાવે છે. તે તો અત્યંત વિપરીતતા છે. ભૂખ્યાને કોઈ ખવડાવે, તરસ્યાને પાણી પાય, દુષ્કાળ હોય, ગાયો ઘાસ વગરે મરતી હોય ને કોઈ દયાભાવથી તેને લીલું ઘાસ ખવડાવે, તો તેથી કાંઈ તેને પાપ નથી, એના દયાના ભાવ છે તે પુણ્યનું કારણ છે. જીવદયાના ભાવમાં પાપ મનાવે એને તો ઘણી વિપરીતતા છે. ધર્મ ચીજ તો હજી જાદી છે, પણ આને તો પુણ્ય ને પાપ વચ્ચેનો ય વિવેક નથી.
એવી રીતે કોઈ જીવો પંચેન્દ્રિય વગેરે જીવોની હિંસા કરીને તેમાં ધર્મ મનાવે છે –એ તો મહાન પાપી છે. એવા હિંસામાર્ગને જિજ્ઞાસુ કદી માને નહિ. એક પણ જીવને હણવાનો કે દુ:ખી કરવાનો ભાવ ધર્મી શ્રાવકને હોય નહીં. અરે, વીતરાગમાર્ગને સાધવા આવ્યો એનાં પરિણામ તો કેટલા કોમળ હોય! પદ્મનંદસ્વામી તો કહે છે કે મારા નિમિત્તે કોઈ પ્રાણીને દુ:ખ ન થાઓ. કોઈને મારી નિંદાથી કે મારા દોષનું ગ્રહણ કરવાથી સંતોષ થતો હોય તો એ રીતે પણ તે સુખી થાઓ; કોઈને આ દેવું જોઈતો હોય તો દેહ લઈને પણ તે સુખી થાઓ-એટલે કે અમારા નિમિત્તે કોઈને ભય ન હો, દુઃખ ન હો. એટલે કે અમને કોઈ પ્રત્યે દ્વેષ કે ક્રોધ ન હો... એમ પોતે પોતાના વીતરાગભાવમાં રહેવા માંગે છે. ત્યાં તો ચારિત્રવંત મુનિની મુખ્યતાથી વાત છે, તેમાં ગૌણપણે શ્રાવક પણ આવી જાય છે, કેમકે શ્રાવકને પણ પોતાની ભૂમિકા અનુસાર એવી જ ભાવના હોય છે. સામા જીવો પોતપોતાના ગુણ-દોષને કારણે અભયપણું પામો કે ન પામો-એ વસ્તુ એમને આધીન છે, પણ અહીં જ્ઞાનીને પોતાના ભાવમાં બધા જીવો પ્રત્યે અભય દેવાની વૃત્તિ છે. અમારો કોઈ શત્રુ નથી, અમે કોઈના શત્રુ નથી-એવી ભાવનામાં જ્ઞાનીને અનંતાનુબંધી કષાયોનો તદ્દન અભાવ છે. તે ઉપરાંત બીજા રાગ-દ્વેષાદિની પણ ઘણી મંદતા થઈ ગઈ છે; ને શ્રાવકને તો (પંચમ ગુણસ્થાને) એથી પણ ઘણો જ રાગ ટળી ગયો છે, ને હિંસાદિના પરિણામ છૂટી ગયા છે. –આ રીતે શ્રાવકના દેશવ્રતનું આ પ્રકાશન છે.
આત્માનો ચિદાનંદસ્વભાવ, તદ્દન રાગરહિત છે તે જેણે શ્રદ્ધામાં લીધો છે. અથવા તો શ્રદ્ધામાં લેવા માંગે છે એવા જીવને રાગની કેટલી મંદતા હોય, દેવ-ગુરુધર્મ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #89
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૮).
(શ્રાવકધર્મપ્રકાશ તરફના પરિણામ કેવા હોય, સર્વજ્ઞની ઓળખાણ કેવી હોય-તે બધા પ્રકારો આ અધિકારમાં મુનિરાજે બહુ સરસ વર્ણવ્યા છે. સભામાં આ ત્રીજી વખત તે વંચાય છે. મહા પુણ્ય હોય ત્યારે જૈનધર્મનો ને સત્યના શ્રવણનો આવો યોગ મળે; તે સમજવા માટે અંતરમાં ઘણી પાત્રતા હોય છે. એક રાગનો કણિયો પણ જેમાં નથી એવા સ્વભાવનું શ્રવણ કરવામાં ને તેને સમજવાની પાત્રતામાં જે જીવ આવ્યો તેને સ્થૂળ અનીતિનો, તીવ્ર કષાયોનો, માંસ-મધ વગેરે અભક્ષ્યના ભક્ષણનો તથા કુદેવ-કુગુરુકુમાર્ગના સેવનનો તો ત્યાગ હોય જ; ને સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનો આદર, સાધર્મીનો પ્રેમ, પરિણામોમાં કોમળતા, વિષયોની મીઠાસનો ત્યાગ, વૈરાગ્યનો રંગ-એવી લાયકાત હોય છે. આવી પાત્રતા વગર એમ ને એમ તત્ત્વ પ્રણમી જાય એવું નથી. ભરત ચક્રવર્તીના નાની નાની ઉંમરના રાજકુમારો પણ આત્માના ભાનસહિત રાજપાટમાં હતા, તેમનું અંતર જગતથી ઉદાસ હતું. નાના રાજકુમારો રાજસભામાં આવીને બે ઘડી બેસે છે ત્યાં રાજભંડારમાંથી તેને કરોડો સોનામહોર આપવાનું ભરત કહે છે. પણ નાનકડા કુમારો વૈરાગ્યથી કહે છે-પિતાજી! એ સોનામહોરો રાજભંડારમાં જ રહેવા દો... અમારે એને શું કરવી છે? અમે તો મોક્ષલક્ષ્મીને સાધવા આવ્યા છીએ, પૈસા ભેગા કરવા આવ્યા નથી. પરની સાથે અમારા સુખનો સંબંધ નથી, પરથી નિરપેક્ષ અમારું સુખ અમારા આત્મામાં છે એમ દાદાજી (ઋષભદેવ ભગવાન) ના પ્રતાપે અમે જાણ્યું છે, ને એ જ સુખને સાધવા માંગીએ છીએ-જુઓ, કેટલા ઉદાસ ! આ તો પાત્રતા સમજાવવા એક દાખલો આપ્યો. આ રીતે ધર્મની લાયકાતવાળા જીવને બધા પદાર્થો કરતાં આત્માના સ્વભાવનો ને દેવગુરુ-ધર્મનો વિશેષ પ્રેમ હોય છે; ને સમ્યક ભાન સહિત તે રાગાદિને ટાળતો જાય છે. તેમાં વચ્ચે દેવપૂજા વગેરે કાર્યો કેવા હોય છે તે બતાવ્યું તથા ચાર પ્રકારના દાનનું વર્ણન કર્યું. હવે તે દાનનું ફળ કહેશે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #90
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ )
[૧૨]
શ્રાવકને દાનનું ફળ
卐
ધર્માત્માને શુદ્ધતાની સાથેના શુભથી ઊંચા પુણ્ય બંધાય છે પણ એની નજર તો આત્માની શુદ્ધતાને સાધવા ઉ૫૨ છે. જે જીવ સમ્યગ્દર્શન કરે નહિ ને એકલા શુભાગથી જ મોક્ષ થવાનું માનીને તેમાં અટકી ૨હે તે કાંઈ મોક્ષ પામે નહિ, તેને તો શ્રાવકપણું ય સાચું ન હોય...... સામો જીવ ધર્મની આરાધના કરી રહ્યો હોય તેને જોતાં ધર્મીને તેના પ્રત્યે પ્રમોદ આવે કેમકે પોતાને આરાધનાનો તીવ્ર પ્રેમ છે.
( ૭૯
*
સર્વજ્ઞદેવે કહેલા વસ્તુસ્વરૂપનો નિર્ણય કરીને જેણે સમ્યગ્દર્શન પ્રગટ કર્યું છે, તે ઉપરાંત મુનિદશાની ભાવના હોવા છતાં જે હજી મહાવ્રત અંગીકાર કરી શકતો નથી તેથી શ્રાવકધર્મરૂપ દેશવ્રતનું પાલન કરે છે, એવા જીવને આહારદાન, ઔષધદાન, શાસ્ત્રદાન, અભયદાન- એ ચાર પ્રકારના દાનનો ભાવ આવે છે તેનું વર્ણન કર્યું; હવે તે દાનનું ફળ બતાવે છે
आहारात्सुखितौषधादतितरां निरोगता जायते
शास्त्रात्पात्र निवेदितात्परभवे पाण्डित्यमत्यद्भुतम् एतत्सर्वगुणप्रभापरिकरः पुंसोऽभयात्दानतः
पर्यन्ते पुनरोन्नतोन्नतपद प्राप्तिर्विभुक्तिस्ततः।।१२।।
ઉત્તમ વગેરે પાત્રોને આહારદાન દેવાથી પરભવમાં સ્વર્ગાદિ સુખની પ્રાપ્તિ થાય છે, ઔષધદાનથી અતિશય નીરોગતા તથા સુંદર રૂપ મળે છે, શાસ્ત્રદાનથી અત્યંત અદ્દભુત પાંડિત્ય પ્રગટે છે અને અભયદાનથી જીવને આ બધા ગુણોનો પરિવાર પ્રાપ્ત થાય છે; તથા ક્રમેક્રમે ઉન્નત પદવીની પ્રાપ્તિપૂર્વક તે મોક્ષને પામે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #91
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
20)
(શ્રાવકધર્મપ્રકાશ જાઓ, આ દાનનું ફળ ! શ્રાવકધર્મના મૂળમાં જે સમ્યગ્દર્શન રહેલું છે તે લક્ષમાં રાખીને આ વાત સમજવાની છે. સમ્યકત્વની ભૂમિકામાં દાનાદિના શુભ રાગથી એવા ઊંચા પુણ્ય બંધાય છે કે ઇન્દ્રપદ, ચક્રવર્તીપદ વગેરે પામે છે અને તે પુણ્યના ફળમાં હેયબુદ્ધિ છે એટલે તે રાગ તોડીને, વીતરાગ થઈને મોક્ષ પામશે. આ અપેક્ષાએ ઉપચાર કરીને દાનના ફળમાં આરાધક જીવને મોક્ષની પ્રાપ્તિ કહી દીધી પણ જે જીવ સમ્યગ્દર્શન કરે નહિ ને એકલા શુભરાગથી જ મોક્ષ થવાનું માની તેમાં અટકી રહે, તે કાંઈ મોક્ષ પામે નહિ, તેને તો શ્રાવકપણુંય સાચું ન હોય. દાનના ફળમાં પુણ્યથી સ્વર્ગનાં સુખ, નીરોગ-રૂપાળું શરીર, ચક્રવર્તીપદના વૈભવ વગેરે મળે તેમાં ક્યાંય જ્ઞાનીને સુખબુદ્ધિ નથી, અંતરના ચૈતન્યસુખને પ્રતીતમાં ને આસ્વાદમાં લીધું છે, એ સિવાય બીજે ક્યાંય સુખ ભાસતું નથી. દાનના ફળમાં કોઈને એવી ઋદ્ધિ પ્રગટે કે એના શરીરના નાવણનું પાણી છાંટતાં બીજાના રોગ મટી જાય ને મૂછ ઊતરી જાય. શાસ્ત્રદાનથી જ્ઞાનાવરણનો ક્ષયોપશમ થાય ને આશ્ચર્યકારી બુદ્ધિ ખીલે. જુઓને, ગોવાળના ભાવમાં શાસ્ત્રદાન દઈને જ્ઞાનનું બહુમાન કર્યું તો આ ભવમાં કુંદકુંદાચાર્યદેવને કેવું શ્રત પ્રગટયું! ને કેવી લબ્ધિ પ્રગટી ! એ તો જ્ઞાનના અગાધ દરિયા હતા; તીર્થંકરભગવાનની સાક્ષાત્ દિવ્યધ્વનિ આ પંચમકાળે તેમને સાંભળવા મળી. માંગળિકના શ્લોકમાં મહાવીર ભગવાન અને ગૌતમગણધર પછી મંત્નિ શુન્દ્રન્દા કહીને ત્રીજાં તેમનું નામ લેવાય છે. દેવ-ગુરુ-શાસ્ત્રના અનાદરથી જીવને તીવ્ર પાપ બંધાય છે, ને દેવ-ગુરુ-શાસ્ત્રના બહુમાનથી જીવને જ્ઞાનાદિ ખીલે છે. જેમ દાણાની સાથે ઘાસ તો સહેજે પાકે છે, પણ સારો ખેડૂત કાંઈ ઘાસને માટે વાવણી નથી કરતો, એની નજર તો અનાજ ઉપર છે. તેમ ધર્માત્માને શુદ્ધતાની સાથેના શુભથી ઊંચા પુણ્ય બંધાય છે ને ચક્રવર્તી આદિ ઊંચી પદવી સહેજે મળે છે, પણ એની નજર તો આત્માની શુદ્ધતા સાધવા ઉપર છે, પુણ્ય કે તેના ફળની આકાંક્ષા એને નથી. જેને પુણ્યના ફળની વાંછા છે એવા મિથ્યાષ્ટિને તો ઊંચા પુણ્ય બંધાતા નથી; ચક્રવર્તી વગેરે ઊંચી પદવીને યોગ્ય પુણ્ય મિથ્યાષ્ટિની ભૂમિકામાં બંધાતા નથી. સમ્યગ્દર્શન વગરનો જીવ, મુનિરાજ વગેરે ઉત્તમ પાત્રને આહારદાન આપે કે અનુમોદના કરે તો તેના ફળમાં તે ભોગભૂમિમાં ઊપજે છે, ત્યાં અસંખ્ય વર્ષનું આયુષ્ય હોય છે ને દશવિધ કલ્પવૃક્ષ એને પુણ્યનાં ફળ આપે છે. ઋષભદેવ વગેરેના જીવે પૂર્વે મુનિઓને આહારદાન દીધેલું તેથી ભોગભૂમિમાં જન્મ્યા હતા, ને ત્યાં મુનિના ઉપદેશથી સમ્યગ્દર્શન પામ્યા હતા. શ્રેયાંસકુમારે ઋષભદેવ ભગવાનને આહારદાન કર્યું તેનો મહિમા તો પ્રસિદ્ધ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #92
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
( ૮૧
કુંદકુંદસ્વામીનો જીવ પૂર્વે ભરવાડના ભાવમાં જ્ઞાનના અચિન્ય બહુમાનપૂર્વક શાસ્ત્રદાન કરે છે. બીજા ભવમાં તેમને સીમંધરનાથની સાક્ષાત્ દિવ્યવાણી સાંભળવાનું મહાભાગ્ય મળે છે
તે શ્રુતની મહાન પ્રભાવના કરે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #93
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૨ )
(શ્રાવકધર્મપ્રકાશ
આવા ભક્તિ-પૂજા-આહારદાન વગેરે શુભભાવ શ્રાવકોને હોય છે, એવી જ એની ભૂમિકા છે. દૃષ્ટિમાં તો અત્યારથી જ તે રાગને હેય કર્યો છે એટલે દષ્ટિના બળે અલ્પકાળમાં ચારિત્ર પ્રગટ કરી, રાગને સર્વથા છોડીને તે મુક્તિ પામશે.
સામો જીવ ધર્મની આરાધના કરી રહ્યો હોય તેને જોતાં ધર્મીને તેના પ્રત્યે પ્રમોદ–બહુમાન ને ભક્તિનો ભાવ ઉલ્લસે છે, કેમકે પોતાને કેવી આરાધનાનો તીવ્ર પ્રેમ છે. એટલે તેના પ્રત્યે ભક્તિથી (−હું તેના ઉપર ઉપકાર કરું છું એવી બુદ્ધિથી નહિ પણ આદરપૂર્વક) શાસ્ત્રદાન, આહારદાન વગેરે ભાવ આવે છે. એ બહાને પોતે પોતાનો રાગ ઘટાડે છે ને આરાધનાની ભાવના પુષ્ટ કરે છે. જીઓ, આ તો વીતરાગી સંતે વસ્તુસ્વરૂપ પ્રગટ કર્યું છે-જેઓ અત્યંત નિઃસ્પૃહ હતા, જેમને કાંઈ પરિગ્રહ ન હતો, જેમને જગત પાસેથી કાંઈ લેવું ન હતું. ધર્મી જીવ પણ નિઃસ્પૃહ હોય છે, એને પણ કોઈ પાસેથી લેવાની કામના નથી. લેવાની વૃત્તિ તે તો પાપ છે. ધર્મી જીવ તો દાનાદિ વડે રાગ ઘટાડવા માંગે છે. કોઈ ધર્મીને વિશેષ પુણ્યથી વધારે વૈભવ પણ હોય, તેથી કરીને કાંઈ તેને વધારે રાગ છે-એમ નથી. રાગનું માપ સંયોગ ઉ૫૨થી નથી. અહીં તો ધર્મની નીચલી ભૂમિકામાં (શ્રાવકદશામાં ) ધર્મ કેટલો હોય, રાગ કેવો હોય ને તેનું ફળ કેવું હોય તે બતાવ્યું છે. ત્યાં જેટલી વીતરાગતા થઈ છે તેટલો ધર્મ છે ને તેનું ફળ તો આત્મશાંતિનું વેદન છે; સ્વર્ગાદિ વૈભવ મળે તે કાંઈ વીતરાગભાવરૂપ ધર્મનું ફળ નથી, એ તો રાગનું ફળ છે. કોઈ જીવ અહીં બ્રહ્મચર્ય પાળેને સ્વર્ગમાં એને અનેક દેવીઓ મળે તો શું બ્રહ્મચર્યના ફળમાં દેવી મળી? ના, બ્રહ્મચર્યમાં જેટલો રાગ ટળ્યો ને વીતરાગભાવ થયો તેનું ફળ તો આત્મામાં છે, પણ હજી તે પૂર્ણ વીતરાગ થયો નથી એટલે અનેક પ્રકારનો શુભ ને અશુભ રાગ બાકી રહી ગયો છે; હવે ધર્મીને જે શુભરાગ બાકી રહી ગયો છે તેના ફળમાં તે ક્યાં જશે? શું નરકાદિ હલકી ગતિમાં જશે ? ના; એ તો દેવલોકમાં જ જાય. એટલે દેવલોકની પ્રાપ્તિ તે રાગનું ફળ છે, ધર્મનું નહિ. અહીં પુણ્યનું ફળ બતાવીને કાંઈ તેની લાલચ નથી કરાવતા, પણ રાગ ઘટાડવાનો ઉપદેશ આપે છે. જેમ સ્ત્રી, શરીર વગેરે ખાતર અશુભભાવથી શક્તિપ્રમાણે ખર્ચ ઉત્સાહપૂર્વક કરે છે, ત્યાં બીજાએ તેને કહેવું નથી પડતું કે તું આટલું વા૫૨. તો જેને ધર્મનો પ્રેમ છે તે જીવ પોતાની મેળે ઉત્સાહથી દેવ-ગુરુ-ધર્મની ભક્તિ, પાત્રદાન વગેરેમાં વારંવાર પોતાની લક્ષ્મીનો ઉપયોગ કરે છે–એમાં કોઈના કહેવાની રાહ નથી જોતો. રાગ તો પોતાને માટે ઘટાડવો છે ને! કાંઇ બીજાની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #94
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ).
(૮૩ ખાતર રાગ નથી ઘટાડવો. માટે ધર્મીજીવે ચતુર્વિધ દાન વગેરે દ્વારા પોતાનો રાગ ઘટાડવો એવો ઉપદેશ છે. ૧રા
અનેક પ્રકારના આરંભના પાપથી ભરેલો જે ગૃહસ્થાશ્રમ, તેમાં પાપથી બચવા માટે દાન એ મુખ્ય કાર્ય છે, તેનો ઉપદેશ હવેની છ ગાથામાં આપે છે.
સન્મેદશિખરજી તીર્થની યાત્રા
સમ્યકત્વાદિ રત્નત્રયગુણના ધારક એવા ગુણીજનો પ્રત્યે ઘર્મીને પ્રમોદ હોય છે; એ રત્નત્રયને તથા તેના આરાધક ગુણીજનોને દેખીને તેને અંતરમાં પ્રેમ-હર્ષ-ઉત્સાહ ને બહુમાન જાગે છે, તેને વાત્સલ્ય ઉલસે છે. ગુણીજનો પ્રત્યે જેને પ્રમોદ ન આવે, તો સમજવું કે તે જીવને ગુણના મહિમાની ખબર નથી, તેને પોતામાં ગુણ પ્રગટયા નથી. પોતામાં જેને ગુણ પ્રગટયા હોય તેને તેવા ગુણ બીજામાં દેખતાં પ્રમોદ આવ્યા વિના રહે નહિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #95
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૪)
(શ્રાવકધર્મપ્રકાશ | [૧૩] અનેકવિધ પાપોથી બચવા ગૃહસ્થ દાન કરે
અહ, જેને સર્વજ્ઞના ધર્મનો મહિમા આવ્યો છે, અંતર્દષ્ટિથી આત્માના ધર્મને જે સાધે છે, મહિમાપૂર્વક વીતરાગભાવમાં જે આગળ વધે છે, ને ઘણો રાગ ઘટાડવાથી જેને શ્રાવકપણું થયું છે. એ શ્રાવકના ભાવ કેવા હોય તેની આ વાત છે. સર્વાર્થસિદ્ધિના દેવ કરતાંય જેની પદવી ઊંચી, ને સ્વર્ગના ઇન્દ્ર કરતાંય જેનું આત્મસુખ વધારે- એવી શ્રાવકદશા છે. તે શ્રાવક પણ હંમેશા દાન કરે છે. એકલા લક્ષ્મીની લોલુપતાના પાપભાવમાં જીવન વીતાવી વે ને આત્માની કાંઈ દરકાર કરે નહિ- એવું જીવન ધર્માનું કે જિજ્ઞાસુનું હોય નહિ.
ગૃહસ્થને દાનની પ્રધાનતાનો ઉપદેશ આપે છે
कृत्वाऽकार्यशतानि पापबहुलान्याश्रित्य खेदं परं भ्रात्वा वारिधिमेखलां वसुमती दुःखेनयच्चार्जितम्। तत्पुत्रादपि जीवितादपि धनं प्रियोऽस्य पन्था शुभो
दानं तेन च दियतामिदमहो नान्येन तत्सद्गति।।१३।।
જીવોને પુત્ર કરતાં અને પોતાના જીવન કરતાં પણ ધન વધારે વહાલું છે; પાપથી ભરેલા સેંકડો અકાર્યો કરીને, સમુદ્ર પર્વત ને પૃથ્વીમાં ભ્રમણ કરીને, તથા અનેક પ્રકારનાં કષ્ટથી મહા ખેદ ભોગવીને દુઃખથી જે ધન પ્રાપ્ત કરે છે તે ધન, જીવોને પુત્ર કરતાં અને જીવન કરતાં પણ વધારે વહાલું છે. આવા ધનને વાપરવાનો શુભ ભાર્ગ એક દાન જ છે, એના સિવાય ધન ખર્ચવાનો બીજો કોઈ ઉત્તમ માર્ગ નથી. માટે આચાર્યદવ કહે છે કે અહો, ભવ્ય જીવો! તમે આવું દાન કરો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #96
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૮૫
શ્રાવકધર્મપ્રકાશ)
જુઓને, અત્યારે તો જીવોને પૈસા કમાવા માટે કેટલા પાપ ને જૂઠાણા કરવા પડે છે! દરિયાપારના દેશમાં જાય, અનેક પ્રકારનાં અપમાન સહન કરે, સરકાર પૈસા લઈ લેશે એમ દિન-રાત ભયભીત રહ્યા કરે–એમ પૈસા માટે કેટલાં કષ્ટ સહન કરે છે ને કેટલા પાપ કરે છે? એના ખાતર પોતાનું કિંમતી જીવન પણ વેડફી નાંખે છે, પુત્રાદિનો પણ વિયોગ સહન કરે છે–એ રીતે જીવન કરતાં ને પુત્ર કરતાંય ધનને વહાલું ગણે છે- તો આચાર્યદવ કહે છે કે ભાઈ ! આવું વહાલું ધન, જેના ખાતર તે કેટલાં પાપ કર્યા- તે ધનનો સાચો-ઉત્તમ ઉપયોગ શું? તેનો વિચાર કર. સ્ત્રી-પુત્ર ખાતર કે વિષય-ભોગો ખાતર તું જેટલું ધન ખર્ચીશ, તેમાં તો ઊલટું તને પાપબંધન થશે. માટે લક્ષ્મીની સાચી ગતિ તો એ છે કે રાગ ઘટાડીને દેવ-ગુરુધર્મની પ્રભાવના, પૂજા-ભક્તિ, શાસ્ત્રપ્રચાર, દાન વગેરે ઉત્તમકાર્યોમાં તેનો ઉપયોગ કરવો.
પ્રશ્ન- દીકરા માટે કાંઈ ન રાખવું?
ઉત્તર:- ભાઈ, જો તારો પુત્ર સપુત્ર અને પુણ્યવંત હશે તો તે તારા કરતાં સવાયું ધન પ્રાપ્ત કરશે; અને જો તે કપુત્ર હશે તો તારી ભેગી કરેલી બધી લક્ષ્મીને ભોગવિલાસમાં વેડફી નાંખશે, ને પાપમાર્ગમાં ઉપયોગ કરીને તારા ધનની ધૂળ કરી નાંખશે તો હવે તારે સંચય કોને માટે કરવો છે? પુત્રનું નામ લઈને તારે તારો લોભ પોષવો હોય તો જુદી વાત છે! બાકી તો
પુત્ર સપુત તો સંચય શાનો?
પુત્ર કપુત તો સંચય શાનો? માટે, લોભાદિ પાપના કૂવામાંથી તારા આત્માનું રક્ષણ થાય તેમ કર; લક્ષ્મીના રક્ષણની મમતા છોડ ને દાનાદિ વડે તારી તૃષ્ણા ઘટાડ. વીતરાગી સંતોને તો તારી પાસેથી કાંઈ જોઈતું નથી. પણ જેને તદ્દન રાગ વગરના સ્વભાવની રુચિ જાગી, વીતરાગસ્વભાવ તરફ જેનું પરિણમન વળ્યું તેનો રાગ ઘટયા વગર રહે નહીં. કોઈના કહેવાથી નહિ પણ પોતાના સહજ પરિણામથી જ મુમુક્ષુને રાગ ઘટી જાય છે.
આ સંબંધમાં ધર્મી-ગૃહસ્થના કેવા વિચાર હોય તે દર્શાવતાં શ્રી સમન્તભદ્રસ્વામી રત્નકરંડશ્રાવકાચારમાં કહે છે કે
યદિ પાપનિરોધોવન્યસંપદા કિં પ્રયોજનમ્
અથ પાપાસ્ત્રવોન્ટ્સન્યસંપદા કિં પ્રયોજનમ્ ૨૭. જો પાપનો આસ્રવ મને અટકી ગયો છે તો મને મારા સ્વરૂપની સંપદા પ્રાપ્ત થશે, ત્યાં બીજી સંપદાનું મારે શું કામ છે ? અને જો મને પાપનો આસ્રવ થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #97
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૬ )
(શ્રાવકધર્મપ્રકાશ
તો એવી સંપદાથી મને શું લાભ છે? જે સંપદા મેળવતાં પાપ બંધાતુ હોય ને મારા સ્વરૂપની સંપદા લૂંટાતી હોય એવી સંપદા શું કામની? -આમ બંને રીતે સંપદાનું અસાર૫ણું જાણીને ધર્મી તેનો મોહ છોડે છે. એકલા લક્ષ્મીની લોલુપતાના પાપભાવમાં જીવન વીતાવી ઘે ને આત્માની કાંઈ દરકાર કરે નહિ–એવું જીવન ધર્મીનું કે જિજ્ઞાસુનું હોય નહિ. અહીઁ, જેને સર્વજ્ઞનો મહિમા આવ્યો છે, અંતરષ્ટિથી આત્માના સ્વભાવને જે સાધે છે, મહિમાપૂર્વક વીતરાગમાર્ગમાં જે આગળ વધે છે, ને ઘણો રાગ ઘટાડવાથી જેને શ્રાવકપણું થયું છે-એ શ્રાવકના ભાગ કેવા હોય તેની આ વાત છે. સર્વાર્થસિદ્ધિના દેવ કરતાંય જેની પદવી ઊંચી છે, સ્વર્ગના ઇન્દ્ર કરતાં જેનું આત્મસુખ વધારે છે- એવી શ્રાવકદશા છે. સ્વભાવના સામર્થ્યનું જેને ભાન છે, વિભાવની વિપરીતતા સમજે છે અને ૫૨ને પૃથક દેખે છે, એવો શ્રાવક રાગના ત્યાગ વડે પોતામાં ક્ષણે ક્ષણે શુદ્ધતાનું દાન કરે છે ને બહારમાં બીજાને પણ રત્નત્રયના નિમિત્તરૂપ શાસ્ત્ર વગેરેનું દાન કરે છે.
આવું મનુષ્યપણું પામીને, આત્માની દરકાર કરીને તેના જ્ઞાનની કિંમત આવવી જોઈએ. શ્રાવકને સ્વાધ્યાય-દાન વગેરે શુભભાવો વિશેષ હોય છે. એને જ્ઞાનનો રસ હોય, પ્રેમ હોય, એટલે હંમેશા સ્વાધ્યાય કરે; નવા નવા શાસ્ત્રોની સ્વાધ્યાય કરતાં જ્ઞાનની નિર્મળતા વધતી જાય, ને નવા નવા વીતરાગભાવો ખીલતા જાય. અપૂર્વતત્ત્વનું શ્રવણ કે સ્વાધ્યાય કરતાં એને એમ થાય કે અહો, આજે મારો દિવસ સફળ થયો. છ પ્રકારના અંતરંગ તપમાં ધ્યાન પછી બીજો નંબર સ્વાધ્યાયનો કહ્યો છે.
શ્રાવકને બધા પડખાંનો વિવેક હોય છે. સ્વાધ્યાય વગેરેની જેમ દેવપૂજા વગેરે કાર્યોમાં પણ તે ભક્તિથી વર્તે છે. શ્રાવકને ભગવાન સર્વજ્ઞદેવ પ્રત્યે પરમ પ્રીતિ હોય... અહો, આ તો મારું ઇષ્ટ-ધ્યેય! એમ જીવનમાં તે ભગવાનને જ ભાળે છે. હરતાં-ફરતાં દરેક પ્રસંગમાં તેને ભગવાન યાદ આવે છે. નદીના ઝરણાંનો કલકલ અવાજ આવે ત્યાં કહે છે કે હે પ્રભો! આપે પૃથ્વીને છોડીને દીક્ષા લીધી તેથી અનાથ થયેલી આ પૃથ્વી કલરવ કરતી રડે છે ને તેના આંસુનો આ પ્રવાહ છે. આકાશમાં સૂર્ય-ચન્દ્રને દેખતાં કહે છે કે પ્રભો! આપે શુક્લધ્યાન વડે ઘાતીકર્મોને જ્યારે ભસ્મ કરી નાખ્યા ત્યારે તેના તણખા આકાશમાં ઊડયા, તે તણખા જ આ સૂર્ય-ચન્દ્રરૂપે ઊડતા દેખાય છે-અને ધ્યાનાગ્નિમાં ભસ્મ થઈને ઊડેલા કર્મના દળીયા આ વાદળાં રૂપે હજી જ્યાંત્યાં ઘૂમી રહ્યાં છે. -આવી ઉપમા વડે ભગવાનના શુક્લધ્યાનને યાદ કરે છે ને પોતે તેની ભાવના ભાવે છે. ધ્યાનની અગ્નિ ને વૈરાગ્યનો વાયરો તેનાથી લા લાગી ને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #98
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૮૭ કર્મો બળી ગયા, તેમાંથી આ સૂર્ય-ચંદ્રરૂપી ફૂલિંગા ઊડ્યા. ધ્યાનસ્થ ભગવાનના વાળ હવામાં ફરફર થતા દેખીને કહે છે કે, એ વાળ નથી, એ તો ભગવાનના અંતરમાં ધ્યાન વડે જે કર્મો બની રહ્યા છે તેના ધુમાડા ઊડે છે. આ રીતે સર્વજ્ઞદેવને ઓળખીને શ્રાવકને એની ભક્તિનો રંગ લાગ્યો છે. તેની સાથે ગુરુની ઉપાસના, શાસ્ત્રનો સ્વાધ્યાય વગેરે પણ હોય છે. શાસ્ત્રો તો કહે છે કે અરે, કાનવડ જેણે વિતરાગી સિદ્ધાંતનું શ્રવણ કર્યું નહિ ને મનમાં તેનું ચિંતન કર્યું નહિ, તેને કાન અને મન મળ્યા તે ન મળ્યા બરાબર જ છે. આત્માની દરકાર નહિ કરે તો કાન ને મન બંને ગુમાવીને એકેન્દ્રિયાદિમાં ચાલ્યો જશે. કાનની સફળતા એમાં છે કે ધર્મનું શ્રવણ કરે, મનની સફળતા એમાં છે કે આત્મિકગુણોનું ચિંતવન કરે, ને ધનની સફળતા એમાં છે કે સત્પાત્રદાનમાં તેનો ઉપયોગ થાય. ભાઈ, અનેક પ્રકારનાં પાપ કરી કરીને તે ધન ભેગું કર્યું, તો હવે પરિણામ પલટાવીને તેનો એવો ઉપયોગ કર કે જેથી તારાં પાપ ધોવાય ને તને ઉત્તમ પુણ્ય બંધાય-એવો ઉપયોગ તો ધર્મના બહુમાનથી સત્પાત્રદાન કરવું-એ જ છે.
લોકોને જીવનથી ને પુત્રથી યે ધન વહાલું હોય છે, પણ ધર્મી-શ્રાવકને ધન કરતાં ધર્મ વહાલો છે, એટલે ધર્મની ખાતર ધન વાપરવાનો અને ઉલ્લાસ આવે છે. તેથી શ્રાવકના ઘરમાં અનેક પ્રકારે દાનનો વેપાર હંમેશા ચાલ્યા કરે છે. ધર્મ અને દાન વગરના ઘરને તો સ્મશાનખૂલ્ય ગણીને કહે છે કે એવા ગૃહવાસને તો ઊંડા પાણીમાં જઈને “સ્વા... હા' કરી દેજે. જે એકલા પાપબંધનનું જ કારણ થાય એવા ગૃહવાસને તું તિલાંજલિ દઈ દેજે, પાણીમાં ઝબોળી દેજે. અરે, વીતરાગી સંતો આ દાનનો ગુંજારવ કરે છે. એ સાંભળતાં કયા ભવ્યજીવનું હૃદયકમળ ન ખીલે? કોને ઉત્સાહુ ન આવે? ભ્રમરના ગુંજારવથી ને ચન્દ્રના ઉદયથી કમળની કળી તો ખીલી ઊઠ, પત્થર ન ખીલે; તેમ આવો ઉપદેશ-ગુંજારવ સાંભળતાં ધર્મની રુચિવાળા જીવનું હૃદય તો ખીલી ઊઠે કે વાહ! દેવ-ગુરુ-ધર્મની સેવાનો અવસર આવ્યો... મારા ધન્ય ભાગ્ય.. કે મને દેવ-ગુરુનું કામ મળ્યું-આમ ઉલ્લસી જાય. શાસ્ત્રમાં કહે છે કે શક્તિપ્રમાણે દાન કરવું. તારી પાસે એક રૂપિયાની મૂડી હોય તો તેમાંથી એક પૈસો આપજે.. પણ દાન જરૂર કરજે, લોભ ઘટાડવાનો અભ્યાસ જરૂર કરજે. લાખોકરોડોની મૂડી ભેગી થાય ત્યારે જ દાન દઈ શકાય ને ઓછી મૂડી હોય તેમાંથી દાન ન દઈ શકાય-એવું કાંઈ નથી. પોતાનો લોભ ઘટાડવાની વાત છે, એમાં કાંઈ મૂડીના માપ ઉપર જોવાનું નથી. સારો શ્રાવક મૂડીનો ચોથો ભાગ ધર્મમાં વાપરે, મધ્યમપણે છઠ્ઠો ભાગ વાપરે ને ઓછામાં ઓછો દશમો ભાગ વાપરે-એવો ઉપદેશ છે. જેમ ચંદ્રકાન્ત મણિની સફળતા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #99
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૮)
(શ્રાવકધર્મપ્રકાશ ક્યારે? કે ચંદ્રના સંયોગે એમાંથી પાણી ઝરે ત્યારે તેમાં લક્ષ્મીની સફળતા કયારે ? કે સત્પાત્રના સંગે તે દાનમાં વપરાય ત્યારે. ધર્મીને તો આવા ભાવો હોય જ છે પણ એના દાખલાથી બીજા જીવોને સમજાવે છે.
સંસારમાં લોભી જીવો ધન મેળવવા માટે કેવા કેવા પાપ કરે છે! લક્ષ્મી તો જોકે પુણ્ય અનુસાર મળે છે પણ તેને મેળવવા માટે ઘણા જીવો જૂઠું-ચોરી વગેરે અનેક પ્રકારનાં પાપભાવ કરે છે. કદાચ કોઈ જીવ એવા ભાવ ન કરે ને પ્રમાણિકતાથી વેપાર કરે તો પણ લક્ષ્મી મેળવવાનો ભાવ તે પાપ જ છે. આ બતાવીને અહીં એમ કહે છે કે ભાઈ, જે લક્ષ્મી ખાતર તું આટલા-આટલા પાપ કરે છે અને જે લક્ષ્મી પુત્રાદિ કરતાં ય તને વધુ વહાલી છે, તે લક્ષ્મીનો ઉત્તમ ઉપયોગ એ જ છે કે સત્પાત્રદાન વગેરે ધર્મકાર્યમાં તે વાપર; સત્પાત્રદાનમાં વપરાયેલી લક્ષ્મી અસંખ્યગણી થઈને ફળશે. એક માણસ ચાર-પાંચ હજાર રૂપિયાની નવી નોટું લાવ્યો ને ઘરે સ્ત્રીને આપી, તે બાઈએ તે ચૂલા પાસે મુકેલી અને બીજા કામે જરા દૂર ગઈ. તેનો નાનો છોકરો પાછળ સગડી પાસે બેઠો હતો; શિયાળાનો દિ' હતો. છોકરાએ નોટુંના કાગળિયા લઈને સગડીમાં નાંખ્યા ને ભડકો થયો એટલે તાપવા લાગ્યો. ત્યાં તો મા આવી, છોકરો કહે-બા, જો. કેવી સગડી કરી ! જોતાંવેંત મા સમજી ગઈ કે અરે, આણે તો પાંચ હજાર રૂા. નો ભડકો કર્યો! એને એવો ક્રોધ ચડ્યો ને છોકરાને એટલો બધો માર્યો કે છોકરો મરી ગયો. જુઓ, પુત્ર કરતાં ય ધન કેટલું વહાલું છે !!
બીજો એક બનાવઃ એક ભરવાડણ દૂધ વેચીને તેના ત્રણ રૂપિયા લઈને પોતાને ગામ જતી હતી; દુષ્કાળના દિવસો હતા, રસ્તામાં લુંટારુ મળ્યા. બાઈને બીક લાગી કે આ લોકો મારા રૂપિયા પડાવી લેશે, એટલે તે રોકડા ત્રણ રૂપિયા પેટમાં ગળી ગઈ. પણ લૂટારુઓએ તે જોયું ને બાઈને મારી નાંખીને તેના પેટમાંથી રૂપિયા કાઢયા-જુઓ, આ ક્રૂરતા ! આવા જીવો દોડીને નરક ન જાય તો બીજે ક્યાં જાય? આવા તીવ્ર પાપનાં પરિણામ તો જિજ્ઞાસુને હોય જ નહિ. ઘણા લોકોને તો લક્ષ્મી રળવાની ધૂન આડે પૂરું ખાવનોય વખત ન મળે, દેશ છોડીને અનાર્ય જેવા પરદેશમાં જાય, જ્યાં ભગવાનના દર્શન પણ ન મળે, સત્સંગ પણ ન મળે; અરે ભાઈ ! જેને ખાતર તે આટલું કર્યું તે લક્ષ્મીનો કંઈક સદુપયોગ કર. ૫૦-૬૦ વર્ષ સંસારની મજૂરી કરી-કરીને, મરવા પડ્યો હોય, મરતાં મરતાં છેલ્લી ઘડીએ બચી જાય ને પથારીમાંથી ઊઠે તોપણ પાછો ત્યાં ને ત્યાં પાપકાર્યમાં જોડાઈ જાય છે...પણ એમ નથી વિચારતો કે અરે, જીંદગી આખી ધન રળવામાં ગુમાવી ને મફતનાં પાપ બાંધ્યા, છતાં આ ધન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #100
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૮૯
શ્રાવકધર્મપ્રકાશ) તો કાંઈ સાથે આવવાનું નથી, માટે મારા હાથે રાગ ઘટાડીને એનો કંઈક સદુપયોગ કરું ને જીવનમાં કાંઈક આત્માનું હિત થાય એવો ઉદ્યમ કરું. દેવ-ગુરુ-ધર્મનો ઉત્સાહ, સત્પાત્રદાન, તીર્થયાત્રા વગેરેમાં રાગ ઘટાડીશ ને લક્ષ્મીનો ઉપયોગ કરીશ તોપણ તને અંતરમાં એમ સંતોષ થશે કે જીવનમાં આત્માના હિત માટે મેં કંઈક કર્યું છે. બાકી એકલા પાપમાં જ જીવન ગાળીશ તો તારી લક્ષ્મી પણ નિષ્ફળ જશે ને મરણ ટાણેય તું પસ્તાઈશ કે અરે, જીવનમાં આત્માના હિત માટે કાંઈ ન કર્યું અશાંતિપણે દેહ છોડીને કોણ જાણે કયાં જઈને ઉતારા કરીશ? માટે હે ભાઈ! છઠ્ઠીસાતમા ગુણસ્થાને ઝૂલતા મુનિરાજે કણા કરીને તારા હિતને માટે આ શ્રાવકધર્મનો ઉપદેશ આપ્યો છે. તારી પાસે ગમે તેટલા ધનના ઢગલા હોય-પણ તેમાંથી તારું કેટલું? –કે તું દાનમાં વાપર તેટલું તા. રાગ ઘટાડીને દાનાદિ સત્કાર્યમાં વપરાય એટલું જ ધન સફળ છે. વારંવાર સત્પાત્ર દાનના પ્રસંગથી, મુનિવરો-ધર્માત્માઓ વગેરે પ્રત્યે બહુમાન, વિનય, ભક્તિ વગેરે પ્રકારે તને ધર્મના સંસ્કાર રહ્યા કરશે ને એ સંસ્કાર પરભવમાંય સાથે આવશે- લક્ષ્મી કાંઈ પરભવમાં સાથે નહિ આવે માટે કહે છે કે સંસારના કાર્યોમાં (વિવાહ, ભોગોપભોગ વગેરેમાં) તું લોભ કરતો હો તો ભલે કર, પણ ધર્મકાર્યોમાં તું લોભ કરીશ નહિ, ત્યાં તો ઉત્સાહપૂર્વક વર્તજ. જે પોતાને ધર્મી-શ્રાવક કહેવડાવે છે પણ ધર્મપ્રસંગમાં ઉત્સાહ તો આવતો નથી, ધર્મને ખાતર ધન વગેરેનો લોભ પણ ઘટાડી શકતો નથી, તો આચાર્યદવ કહે છે કે તે ખરેખર ધર્મી નથી પણ દંભી છે, ધર્મીપણાનો તે ખાલી દંભ કરે છે. ધર્મનો જેને ખરેખર રંગ હોય તેને તો ધર્મપ્રસંગમાં ઉત્સાહ આવે જ; ને ધર્મના નિમિત્તોમાં જેટલું ધન ખર્ચાય તેટલું જ સફળ છે-એમ સમજીને દાન વગેરેમાં તે ઉત્સાહથી વર્તે છે.
આ રીતે દાનની વાત કરી; એ જ વાત હજી વિશેષ પ્રકારે કરે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #101
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૦)
(શ્રાવકધર્મપ્રકાશ
[૧૪] ગૃહસ્થપણું દાનથી જ શોભે છે
ઘર્મની પ્રભાવના વગેરે માટે દાન કરવાનો પ્રસંગ આવે ત્યાં ધર્મના પ્રેમી જીવનું હૃદય થનગણાટ કરતું ઉદારતાથી ઊછળી જાય કે-અહો, આવા ઉત્તમ કાર્ય માટે જેટલું ધન વપરાય તેટલું સફળ છે. જે ઘન પોતાના હિત માટે કામ ન આવે ને પાપબંધનું જ કારણ થાય-એ ધન શા કામનું? - એવા ઘનથી ધનવાનપણું કોણ કહે? સાચો ધનવાન તો એ છે કે જે ઉદારતાપૂર્વક ધર્મકાર્યમાં પોતાની લક્ષ્મી વાપરે છે.
શ્રાવકના હંમેશનાં જે કર્તવ્ય છે તેમાંથી દાનનું આ વર્ણન ચાલે છે
दानेनैव गृहस्थता गुणवती लोकस्योद्योतिका नैव स्यान्ननु तद्विना धनवतो लोकद्वयध्वंसकृत्। दुर्व्यापारशतेषु सत्सु गृहिणः पापं यदुत्पद्यते
तन्नाशाय शशांकशुभ्रयशसे दानं न चान्यत्परम्।। १४।। ધનવાન મનુષ્યોનું ગૃહસ્થપણું દાનવડે જ ગુણકારી છે, તથા દાન વડે જ આ લોક તથા પરલોક બંનેનો ઉધોત થાય છે; દાન વગરનું ગૃહસ્થપણું તો બંને લોકનો ધ્વંસ કરનારું છે. ગૃહસ્થને સેંકડો પ્રકારના દુર્ભાપારથી જે પાપ થાય છે તેનો નાશ દાનવડ જ થાય છે, ને દાનવડે ચંદ્રસમાન ઉજ્જવળ યશ પ્રાપ્ત થાય છે. આ રીતે પાપનો નાશ ને યશની પ્રાપ્તિ માટે ગૃહસ્થને સત્પાત્રદાન સમાન બીજું કાંઈ નથી. માટે પોતાનું હિત ચાહનારા ગૃહસ્થોએ દાન વડે ગૃહસ્થપણું સફળ કરવું જોઈએ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #102
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ).
(૯૧ દેવ-ગુરુ-શાસ્ત્ર તરફના ઉલ્લાસથી સંસાર તરફનો ઉલ્લાસ ઘટાડે છે ત્યાં દાનાદિનો શુભભાવ આવે છે, એટલે ગૃહસ્થ પાપ ઘટાડીને શુભભાવ કરવો-એવો ઉપદેશ છે. તું શુભભાવ કર એવો ઉપદેશ વ્યવહારમાં હોય છે. પરમાર્થમાં તો રાગનુંય કર્તુત્વ આત્માના સ્વભાવમાં નથી. રાગના કણિયાનુંય કર્તુત્વ માને કે તેનાથી મોક્ષમાર્ગ માને તો મિથ્યાદષ્ટિ છે એમ શુદ્ધદષ્ટિના વર્ણનમાં આવે; એવી દષ્ટિપૂર્વક રાગની ઘણી મંદતા ધર્મીને હોય છે. રાગ વગરનો સ્વભાવ દષ્ટિમાં લે ને રાગ ઘટે નહિ એમ કેમ બને? અહીં કહે છે કે જેને દાનાદિના શુભભાવનુંય ઠેકાણું નથી, એકલા પાપભાવમાં જે પડ્યા છે તેની તો આ લોકમાંય શોભા નથી ને પરલોકમાંય તેને સારી ગતિ મળતી નથી. પાપથી બચવા માટે પાત્રદાન જ ઉત્તમ માર્ગ છે. મુનિવરોને તો પરિગ્રહ જ નથી, એમને તો અશુભ પરિણતિ છેદાઈ ગઈ છે ને ઘણી આત્મરમણતા વર્તે છે-એમની તો શી વાત? અહીં તો ગૃહસ્થને માટે ઉપદેશ છે. જેમાં અનેક પ્રકારના પાપના પ્રસંગ છે એવા ગૃહસ્થપણામાં પાપથી બચવા પૂજા-દાન-સ્વાધ્યાય વગેરે કર્તવ્ય છે. તીવ્રલોભી પ્રાણીને સંબોધીને કાર્તિકસ્વામી તો કહે છે કે અરે જીવ! આ લક્ષ્મી ચંચળ છે, એની મમતા તું છોડ. તું તીવ્ર લોભથી બીજા માટે (–દેવ-ગુરુ-શાસ્ત્રના શુભ કાર્યોમાં) તો લક્ષ્મી નથી વાપરતો, પરંતુ તારા દેહ માટે તો વાપર! એટલી તો મમતા ઘટાડ-એ રીતે પણ લક્ષ્મીની મમતા ઘટાડતાં શીખશે તો કયારેક શુભકાર્યોમાં પણ લોભ ઘટાડવાનો પ્રસંગ આવશે. અહીં તો ધર્મના નિમિત્ત તરફના ઉલ્લાસ ભાવથી જે દાનાદિ થાય તેની જ મુખ્ય વાત છે. જેને ધર્મનું લક્ષ નથી તે કંઈક મંદરાગ વડે દાનાદિ કરે તો સાધારણ પુણ્ય બાંધે, પણ અહીં તો ધર્મના લક્ષ સહિતના પુણ્યની મુખ્યતા છે; એટલે અધિકારની શરૂઆતમાં જ અરિહન્તદેવની ઓળખાણની વાત લીધી હતી. શાસ્ત્રમાં તો જ્યારે જે પ્રકરણ ચાલતું હોય ત્યારે તેનું વિસ્તારથી વર્ણન કરે, બ્રહ્મચર્ય વખતે બ્રહ્મચર્યનું વર્ણન કરે, ને દાન વખતે દાનનું વર્ણન કરે; મૂળભૂત સિદ્ધાંત લક્ષમાં રાખીને દરેક કથનના ભાવ સમજવા જોઈએ.
લોકોમાં તો જેની પાસે ઘણું ધન હોય તેને લોકો ધનવાન કહે છે; પરંતુ શાસ્ત્રકાર કહે છે કે જે લોભી છે એની પાસે ગમે તેટલું ધન પડ્યું હોય તો પણ તે ધનવાન નથી પણ રંક છે, કેમ કે જે ધન ઉદારતાપૂર્વક સત્કાર્યમાં વાપરવા માટે કામ ન આવે, પોતાના હિતને માટે કામ ન આવે ને એકલા પાપબંધનું જ કારણ થાય એ ધન શા કામનું? ને એવા ધનથી ધનવાનપણું કોણ માને? સાચો ધનવાન તો એ છે કે જે ઉદારતાપૂર્વક પોતાની લક્ષ્મીને દાનમાં વાપરે છે. ભલે લક્ષ્મી થોડી હોય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #103
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૨ )
(શ્રાવકધર્મપ્રકાશ
પણ જેનું હ્રદય ઉદાર છે તે ધનવાન છે ને લક્ષ્મીના ઢગલા હોવા છતાં જેનું હૃદય ટૂંકું છે – કંજુસ છે તે દારિદ્રી છે. એક કહેવત છે કે
*
૨ણે ચડયા રજપૂત છૂપે નહિ... દાતા છૂપે નહિ ઘ૨ માંગણ આયા...
જેમ યુદ્ધમાં ખાંડાના ખેલનો પ્રસંગ આવે ત્યાં રજપૂતની શૂરવીરતા છાની રહે નહિ; એ ઘરના ખૂણે સંતાઈને બેસી ન રહે, એનું શૌર્ય ઊછળી જાય. તેમ જ્યાં દાનનો પ્રસંગ આવે ત્યાં ઉદાર દિલના માણસનું હૃદય છાનું ન રહે; ધર્મના પ્રસંગમાં પ્રભાવના વગેરે માટે દાન કરવાનો પ્રસંગ આવે ત્યાં ધર્મના પ્રેમી જીવનું હૃદય થનગણાટ કરતું ઉદારતાથી ઊછળી જાય; એ છટકવાના બહાનાં ન કાઢે, કે એને પરાણે પરાણે કહેવું ન પડે, પણ પોતાના જ ઉત્સાહથી તે દાનાદિ કરે કે અહો, આવા ઉત્તમકાર્યમાં જેટલું દાન કરું તેટલું ઓછું છે. મારી જે લક્ષ્મી આવા કાર્યમાં વપરાય તે સફળ છે. આ રીતે શ્રાવક દાનવડે પોતાનું ગૃહસ્થપણું શોભાવે છે. શાસ્ત્રકાર હજી પણ એ વાતનો વિશેષ ઉપદેશ આપે છે.
સંસા૨માં જ્યારે હજારો પ્રકા૨ની પ્રતિકૂળતા કયારેક એકસામટી આવી પડે, કયાંય માર્ગ ન સૂઝે, તે પ્રસંગે ઉપાય શું ? ઉપાયએક જ કે-ધૈર્યપૂર્વક જ્ઞાનભાવના. જ્ઞાનભાવના ક્ષણમાત્રમાં બધી મુંઝવણને ખંખેરી નાંખીને હિત માર્ગ સઝાડે છે, શાંતિ આપે છે, કોઈ અલૌકિક ધૈર્ય અને અચિંત્ય તાકાત આપે છે. ગૃહસ્થ-શ્રાવકોને પણ જ્ઞાનભાવના ” હોય છે.
ፍ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #104
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૯૩
[૧૫]
પાત્રદાનમાં વપરાય એ જ સાચું ધન છે
દેવ-ગુરુ-ધર્મના પ્રસંગમાં વારંવાર દાન કરવાથી ધર્મના સંસ્કાર તાજા રહ્યા કરે છે ને ધર્મની રુચિનું વારંવાર ઘોલન થતાં આગળ વધવાનું કારણ થાય છે. જે જીવ પા૫કાર્યમાં તો ધન ઉત્સાહથી વાપરે છે ને ધર્મકાર્યમાં કંજુસાઈ કરે છે તેને ધર્મનો સાચો પ્રેમ નથી. ધર્મના પ્રેમવાળો ગૃહસ્થ સંસાર કરતાં વધારે ઉત્સાહથી ધર્મકાર્યોમાં વર્તે છે.
ગૃહસ્થનું જે ધન પાત્રદાનમાં વપરાય તે જ સફળ છે એમ કહીને દાનની પ્રેરણા આપે છે
पात्राणामुपयोगी यत्किल धनं तत्धीमतां मन्यते येनानंतगुणं परत्र सुखदं व्यावर्तते तत्पुनः। यद्भोगाय गतं पुनर्धनयतः तन्नष्टमेव ध्रुवं सर्वासामिति सम्पदां गृहवतां दानं प्रधानं फलम्।।
જે ધન સત્પાત્રદાનના ઉપયોગમાં આવે છે તે ધનને જ બુદ્ધિમાનો ખરેખર ધન સમજે છે, કેમકે સત્પાત્રમાં વપરાયેલું તે ધન પરલોકમાં અનંતગણું થઈને સુખ આપશે. પરંતુ જે ધન ભોગાદિ પાપકાર્યોમાં વપરાય છે તે તો ચોક્કસપણે નષ્ટ થઈ જાય છે. આ રીતે પાત્રદાન એ જ ગૃહસ્થની સમસ્ત સંપદાનું ઉત્તમ ફળ છે એમ સમજવું.
જાઓ, આવું સમજે એને પાપપરિણામ કેટલા ઓછા થઈ જાય ! ને પુણ્યપરિણામ કેટલા વધી જાય ! અને છતાં ધર્મ તો એનાથી પણ જુદી ત્રીજી જ વસ્તુ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #105
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪)
(શ્રાવકધર્મપ્રકાશ
છે. ભાઈ, પાપ ને પુણ્ય વચ્ચે તો વિવેક કર, કે સંસારના ભોગાદિને માટે જે કરું તો મને પાપબંધનું કારણ છે; ને ધર્મપ્રસંગમાં, ધર્માત્માના બહુમાન વગેરેને માટે જે કરું તે પુણ્યનું કારણ છે, ને તેના ફળમાં પરલોકમાંય એવી સંપદા મળશે પણ ધર્માત્મા તો એ સંપદાને પણ છોડી, મુનિ થઈ, રાગરહિત એવા કેવળજ્ઞાનને સાધીને મોક્ષ પામશે. આમ ત્રણેનો વિવેક કરીને ધર્મો જીવ મુનિદશા ન થઈ શકે ત્યાં સુધી ગૃહસ્થપણામાં પાપથી બચીને દાનાદિ શુભકાર્યોમાં પ્રવર્તે છે.
શ્રી પદ્મનંદીસ્વામીએ દાનનો ખાસ જુદો અધિકાર પણ વર્ણવ્યો છે. (તેના ઉપ૨ પણ અનેકવાર પ્રવચનો થઈ ગયાં છે.) ભાઈ! સ્ત્રી આદિ માટે તું જે ધન ખર્ચે છે તે તો વ્યર્થ છે, પુત્ર-પુત્રીના લગ્ન વગેરેમાં ગાંડો થઈને ધન વાપરે છે તે તો વ્યર્થ છે, માત્ર વ્યર્થ નહિ પણ ઉલટું પાપનું કારણ છે. તેને બદલે હૈ ભાઈ! જિનમંદિર માટે, વીતરાગી શાસ્ત્રોને માટે તથા ધર્માત્મા-શ્રાવક-સાધર્મી વગેરે સુપાત્રોને માટે તારી જે લક્ષ્મી વપરાય તે ધન્ય છે. લક્ષ્મી તો જોકે જડ છે પણ તેના દાનનો જે ભાવ છે તે ધન્ય છે એમ સમજવું, કેમકે સત્કાર્યમાં જે લક્ષ્મી ખરચાણી તેનું ફળ અનંતગણું આવશે. એની દૃષ્ટિમાં ધર્મની પ્રભાવનાનો ભાવ છે એટલે આરાધક-ભાવથી પુણ્યનો રસ અનંતો વધી જાય છે. નવ દેવ કહ્યા છે-પાંચ પરમેષ્ઠી, જિનમંદિર, જિનબિંબ, જિનવાણી અને જિનધર્મ-આ નવે પ્રકારના દેવ પ્રત્યે ધર્મીને ભક્તિનો ઉલ્લાસ આવે છે. જે જીવ પાપકાર્યોમાં તો ધન ઉત્સાહથી વાપરે છે ને ધર્મકાર્યોમાં કંજુસાઈ કરે છે, તો તે જીવને ધર્મનો સાચો પ્રેમ નથી; ધર્મ કરતાં સંસારનો પ્રેમ એને વધારે છે. ધર્મના પ્રેમવાળો ગૃહસ્થ પોતાની લક્ષ્મી સંસાર કરતાં વધારે ઉત્સાહપૂર્વક ધર્મકાર્યોમાં વાપરે છે.
ભાઈ! એક તો લક્ષ્મી મેળવવા માટે તેં અનેક પ્રકારે લોભ, કુટિલતા, કાળાબજાર, અસત્ય વગેરે પાપ કર્યા, અને પાછો તેનો ઉપયોગ પણ તું ભોગ વગરે અશુભકાર્યોમાં જ કરે છે-તો તો તને ઉલટું પાપ બંધાય છે ને તારી લક્ષ્મી પણ નકામી જાય છે. માટે ઉત્તમદાનાદિ સત્કાર્યમાં તું લક્ષ્મીનો ઉપયોગ કર જેથી તારાં પાપ છૂટે ને લક્ષ્મીનું ઉત્તમ ફળ મળે, એટલે કે પરલોકમાંય તને સ્વર્ગાદિ સંપદા મળશે. અહીં પુણ્યનું ઉત્તમ ફળ બતાવવા સ્વર્ગસુખની વાત કરી છે, ધર્મીને કાંઈ સ્વર્ગના વૈભવની ભાવના નથી.
અરે, ચૈતન્યને સાધવા માટે જ્યાં સર્વસંગપરિત્યાગી મુનિ થવાની ભાવના હોય, ત્યાં લક્ષ્મીનો મોહ ન ઘટે એ કેમ બને? લક્ષ્મીમાં, ભોગોમાં કે શરીરમાં સુખબુદ્ધિ ધર્મીને હોતી નથી. આત્માનું સુખ એણે જોયું છે એટલે વિષયસુખોની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #106
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ )
તૃષ્ણા તેને તૂટી ગઈ છે-જેમાં સુખ નહીં તેની ભાવના કોણ કરે ? ધર્માત્માના પરિણામ ઘણાં કૂણા હોય છે, તીવ્ર પાપભાવ એને હોતાં નથી.
(૯૫
આ રીતે
લોભીયાને માટે કાગડાનો દાખલો શાસ્ત્રકારે આપ્યો છે: બળેલી રસોઈના ઉકડિયા મળે ત્યાં કાગડો કો... કો... કરવા માંડ છે, ત્યાં અલંકારથી આચાર્ય કહે છે કે અરે, આ કાગડો પણ કો... કો... કરતો બીજા કાગડાને ભેગા કરીને ખાય છે, અને તું? રાગવડે તારા ગુણ દાઝયા ત્યારે પુણ્ય બંધાયા ને તેના ફળમાં આ લક્ષ્મી મળી, આ તારા ગુણના દાઝેલા ઉકડિયાને જો તું એકલો-એકલો ખા ને સાધર્મપ્રેમ વગેરેમાં તેનો ઉપયોગ ન કર, તો શું કાગડા કરતાંય તું નીચે ઊતરી ગયો ? માટે હૈ ભાઈ, પાત્રદાનનો મહિમા જાણીને તું તારી લક્ષ્મીનો સદુપયોગ કર.
પ્રધુમ્નકુમારે પૂર્વભવમાં ઔષઘદાન કરેલું તેથી તેમને કામદેવ જેવું રૂપ તથા અનેક ઋદ્ધિઓ મળી હતી; લક્ષ્મણની પટરાણી વિશલ્યાદેવીએ પૂર્વભવે એક અજગરને અભયદાન કરેલું તેથી તેને એવી ઋદ્ધિ મળી હતી કે તેના સ્નાનના પાણી વડે લક્ષ્મણ વગેરેની મૂર્છા ઊતરી ગઈ. વજંઘ અને શ્રીમતીની વાત પણ પ્રસિદ્ધ છે, તેઓ આહારદાન વડે ભોગભૂમિમાં ઉપજ્યા હતા ને ત્યાં મુનિરાજના ઉપદેશથી
સમ્યગ્દર્શન પામ્યા હતા; તેમના આહારદાનમાં અનુમોદન કરનારા ચારે જીવો (સિંહ, વાનર, નોળિયો ને ભૂંડ) પણ ભોગભૂમિમાં તેમની સાથે જ ઉપજ્યા ને સમ્યગ્દર્શન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #107
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૬).
(શ્રાવકધર્મપ્રકાશ પામ્યા. જોકે સમ્યગ્દર્શન એ કાંઈ પૂર્વના શુભરાગનું ફળ નથી; પરંતુ સમ્યગ્દર્શન પામ્યા એટલે પૂર્વના રાગને પરંપરા કારણ પણ કહેવાય છે, એવી ઉપચારની પદ્ધતિ છે. દેવ-ગુરુ-ધર્મના પ્રસંગમાં વારંવાર દાન કરવાથી તને ધર્મના સંસ્કાર તાજા રહ્યા કરશે. ને ધર્મની રુચિનું વારંવાર ઘોલન થતાં તને આગળ વધવાનું કારણ થશે.
ધર્મના પ્રેમ સહિત દાનાદિનો જે ભાવ થયો તે પૂર્વે અનંતકાળમાં નહિ થયેલો એવો અપૂર્વ છે, ને તેના ફળમાં જે શરીરાદિ મળશે તે પણ અપૂર્વ છે કેમકે આરાધકભાવ સહિતના પુણ્ય જેમાં નિમિત્ત હોય એવું શરીર પણ પૂર્વે અજ્ઞાનદશામાં કદી મળ્યું ન હતું. જીવના ભાવમાં અપૂર્વતા થતાં સંયોગોમાં પણ અપૂર્વતા થઈ ગઈ. સત્પાત્રમાં દાનના પ્રસંગે અંતરમાં પોતાને ધર્મની પ્રીતિ પોષાય છે તેની મુખ્યતા છે. તેની સાથેનો રાગ અને પુણ્ય પણ જુદા પ્રકારના હોય છે-આ રીતે દાનનું ઉત્તમ ફળ જાણવું.
તીર્થરાજ સમેદશિખર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #108
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
[૧૬] પુણ્યફળને છોડીને ધર્માજીવ મોક્ષને સાધે છે
પ્રભો! દિવ્યધ્વનિવડે આપે આત્માના અચિંત્યનિધાન ખુલ્લા કરીને બતાવ્યા, તો હવે આ જગતમાં એવો કોણ છે કે આ નિધાન પાસે રાજપાટના નિધાનને તણસમ ગણીને ન છોડે? -ને ચૈતન્યનિધાનને ન સાધે? અહા, ચૈતન્યના આનંદનિધાન જેણે દેખ્યા એને રાગનાં ફળરૂપ બાહ્યવૈભવ તો તરણાંતૂલ્ય લાગે છે.
पुत्रे राज्यमशेषमर्थिषु धनं दत्त्वाऽभयं प्राणिषु प्राप्ता नित्यसुखास्पदं सुतपसा मोक्षं पुरा पार्थिवाः। मोक्षस्यापि भवेत्ततः प्रथमतो दानं निधानं बुधैः शक्त्या देयमिदं सदातिचपले द्रव्ये तथा जीविते।।१६।।
આ જીવન અને ધન બંને અત્યંત ક્ષણભંગુર છે એમ જાણીને બુધજનોએચતુર પુરુષોએ સદા શક્તિ પ્રમાણે દાન કરવું જોઈએ, કેમકે મોક્ષનું પ્રથમ કારણ દાન છે. પૂર્વે અનેક રાજાઓ યાચકજનોને ધન આપીને, સર્વે પ્રાણીઓને અભય આપીને, અને સમસ્ત રાજ્ય પુત્રને આપીને સમ્યક તપ વડે નિત્ય સુખાસ્પદ એવા મોક્ષને પામ્યા.
જાઓ, અહીં એમ બતાવે છે કે દાનના ફળમાં ધર્મી જીવને રાજ્યસંપદા વગેરે મળે તેમાં તેઓ સુખ માનીને મૂછઈ જતા નથી, પણ દાનાદિ વડે તેનો ત્યાગ કરીને મુનિ થઈને મોક્ષને સાધવા ચાલ્યા જાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #109
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૮)
(શ્રાવકધર્મપ્રકાશ જેમ સારો ખેડૂત બીજની રક્ષા કરીને બાકીનું અનાજ ભોગવે છે, ને બીજ વાવે છે તેના હજારગણા દાણા પાકે છે, તેમ ધર્માજીવ પુણ્યફળરૂપ લક્ષ્મી વગેરે વૈભવનો ઉપભોગ ધર્મની રક્ષાપૂર્વક કરે છે, ને દાનાદિ સત્કાર્યોમાં વાપરે છે જેથી તેનું ફળ વધતું જાય છે ને ભવિષ્યમાં તીર્થંકરદેવનું સમવસરણ તથા ગણધરાદિ સંત ધર્માત્માઓનો યોગ-વગેરે ધર્મના ઉત્તમનિમિત્તો મળે છે, ત્યાં આત્મસ્વરૂપને સાધી, બાહ્ય પરિગ્રહ છોડી, મુનિ થઈ, કેવળજ્ઞાનરૂપ અનંત આત્મવૈભવને પ્રાપ્ત કરે છે.
પુણ્યના નિષેધની ભૂમિકામાં (એટલે કે વીતરાગભાવને સાધતાં સાધતાં) જ્ઞાનીને અનંતગુણા પુણ્ય બંધાય છે. પુણ્યની રુચિવાળા અજ્ઞાનીને જે પુણ્ય બંધાય તેના કરતાં, પુણ્યનો નિષેધ કરનાર જ્ઞાનીની ભૂમિકામાં જે પુણ્ય બંધાય તે અલૌકિક હોય છે, જેનાથી તીર્થંકરપદ મળે, ચક્રવર્તીપદ મળે, બળદેવપદ મળે એવા પુણ્ય આરાધક જીવને જ હોય છે, રાગની રુચિવાળા વિરાધકને એવા પુણ્ય બંધાતા નથી અને તે પુણ્યનાં ફળ આવે ત્યારે પણ જ્ઞાની તે સંયોગોને અધ્રુવ-ક્ષણભંગુર-વીજળી જેવા ચપળ જાણીને તેનો ત્યાગ કરે છે ને ધ્રુવ એવા સુખધામ આત્માને સાધવા સર્વસંગત્યાગી મુનિ થાય છે ને મોક્ષને સાધે છે. પહેલેથી દાનની ભાવના વડ રાગ ઘટાડ્યો હતો તેથી આગળ વધતાં વઘતાં સર્વ સંગ છોડીને મુનિ થાય છે પણ પહેલેથી ગૃહસ્થપણામાં દાનાદિ વડે થોડોક રાગ ઘટાડતાં પણ જેને નથી આવડતો, રાગરહિત સ્વભાવ શું છે તે લક્ષમાં પણ નથી લેતો, તે સર્વ રાગને છોડીને મુનિપણું કયાંથી લેશે? –આ અપેક્ષાએ મોક્ષનું પ્રથમ કારણ દાન કહ્યું છે.
જ્ઞાની જાણે છે કે, એક તો લક્ષ્મી વગેરે બાહ્યસંયોગમાં મારું સુખ જરા પણ નથી; બીજું તે સંયોગો ક્ષણભંગુર છે, અને તેનું આવવું-જવું તે પૂર્વનાં પુણ્ય-પાપને આધીન છે. પુણ્ય હોય તો, દાનમાં ખરચવાથી લક્ષ્મી ખૂટતી નથી, ને પુણ્ય ખૂટે તો લાખ ઉપાય વડે પણ તે રહેતી નથી-આમ જાણતા થકા તે મહાપુરુષો ધન વગેરે પરિગ્રહ છોડીને મુનિ થાય છે; ને સર્વપરિગ્રહું છોડીને મુનિપણું ન લઈ શકાય તો
ત્યાં સુધી તેનો ઉપયોગ દાનાદિમાં કરે છે. આ રીતે ત્યાગ અથવા દાન-એ બે જ લક્ષ્મીના ઉત્તમ માર્ગ છે. અજ્ઞાની તો પરિગ્રહમાં સુખ માનતો હોવાથી તેની મમતા કરીને તેને સંઘરી રાખવા માગે છે. જેમ વધારે પરિગ્રહ તેમ વધારે સુખ-એવી અજ્ઞાનીની ભ્રમણા છે. જ્ઞાની જાણે છે કે જેટલો પરિગ્રહુ છૂટે તેટલું સુખ છે. એકલા બાહ્યત્યાગની વાત નથી; અંદરનો મોહ છૂટે ત્યારે પરિગ્રહ છૂટયો કહેવાય.
અહા, ચૈતન્યના આનંદનિધાન જેણે દેખ્યા એને રાગના ફળરૂપ બાહ્યવૈભવ તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #110
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૯૯
શ્રાવકધર્મપ્રકાશ) તરણાંતૂલ્ય લાગે છે. ઋષભદેવ ભગવાનની સ્તુતિમાં પદ્મનંદસ્વામી કહે છે કે અહો નાથ! દિવ્યધ્વનિ વડે આપે આત્માના અચિંત્ય નિધાન ખુલ્લા કરીને બતાવ્યા, તો હવે આ જગતમાં એવો કોણ છે કે આ નિધાન પાસે રાજપાટના નિધાનને તૃણસમ
ગણીને ન છોડે? -ને ચૈતન્યનિધાનને ન સાધે ! જાઓને, બાહુબલી જેવા બળવાન જોદ્ધા ક્ષણમાં રાજસંપદા છોડીને એવા ચાલી નીકળ્યા કે પાછું વાળીને જોયું નહિ કે પાછળ રાજનું શું થાય છે! ચૈતન્યની સાધનામાં અડગપણે એવા લીન થયા કે ઊભા ઊભા કેવળજ્ઞાન લીધું. શાન્તિનાથ, કુંથુનાથ, અરનાથ જેવા ચક્રવર્તી-તીર્થકરો, તેમજ ભરતચક્રવર્તી, રામચંદ્રજી, પાંડવો વગેરે મહાપુરુષો પણ ક્ષણમાં રાજવૈભવ છોડીને મુનિ થયા; જીવનમાં પહેલેથી ભિન્નતાની ભાવના ઘૂંટી હતી, રાગને રાજથી પહેલેથી અલિત હતા તેથી ક્ષણમાં જેમ સર્પ કાંચળી ઉતારે
તેમ, રાજ ને રાગ બંનેને છોડીને મુનિ થયા ને સ્વરૂપને સાધ્યું. અજ્ઞાનીને તો સાધારણ પરિગ્રહની મમતા છોડવી પણ કઠણ પડે છે. ચક્રવર્તીની સંપદાની તો શી વાત ! પણ ચૈતન્યસુખ પાસે તેનેય તુચ્છ સમજીને એક પળમાં છોડી દીધી. તેથી કવિ કહે છે કે
છયાનવે હજાર નાર છિનકમેં દીની છાર, અરે મન! તા નિહાર, કાહે તું ડરત હૈ? છહોં ખંડકી વિભૂતિ છાંડત ન બેર કીન્હીં, ચમ્ ચતુરંગનસોં નેહ ન ધરત હૈ; નૌ નિધાન આદિ જે ચૌદહ રતન ત્યાગ, દેહુ સેતી નેહું તૌડ વન વિચરત હૈ, ઐસી વિભૌ ત્યાગત વિલંબ જિન કીન્હો નાહીં
તેરે કહો કેતી નિધિ? સોચ કયો કરત હૈ! અરે, લક્ષ્મી અને જીવન અત્યંત ચપળ છે, તેના શા ભરોસા? લક્ષ્મીનું બીજું નામ “ચપલા' કહ્યું છે, કેમકે તે મેઘધનુષ્યની જેમ ચપળ છે-ક્ષણભંગુર છે. લક્ષ્મી કયારે ચાલી જશે ને જીવન કયારે પૂરું થઈ જશે એના કાંઈ ભરોસા નથી. કાલનો કરોડપતિ કે રાજા-મહારાજા, આજ ભિખારી બની જાય છે, આજનો નીરોગી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #111
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૦)
(શ્રાવકધર્મપ્રકાશ બીજી ક્ષણે મરી જાય છે, સવારે જેનો રાજ્યાભિષેક થયો સાંજે તેની જ ચિત્તા બળતી જોવામાં આવે છે. ભાઈ, એ તો બધું અધ્રુવ છે; માટે ધ્રુવ ચૈતન્યસ્વભાવને દષ્ટિમાં લઈને એ લક્ષ્મી વગેરેના મોહને છોડ. ધર્મશ્રાવક કે જિજ્ઞાસુ ગૃહસ્થ પોતાની વસ્તુમાંથી શક્તિ હોય તે પ્રમાણે યાચકોને ઇચ્છિત દાન આપે. દાન યોગ્યવસ્તુનું હોય, અયોગ્ય વસ્તુનું દાન ન હોય. લૌકિક કથાઓમાં આવે છે કે અમુક રાજાએ પોતાના શરીરનું માંસ કાપીને દાનમાં આપ્યું, અથવા અમુક ભક્ત પોતાના એકના એક પુત્રનું માથું દાનમાં આપ્યું, -પણ એ વસ્તુ ધર્મથી વિરુદ્ધ છે, એને દાન ન કહેવાય, એ તો કુદાન છે. દાન દેનારને પણ યોગ્ય-અયોગ્યનો વિવેક હોવો જોઈએ. જે આદરણીય હોય એવા ધર્માત્મા વગેરે પ્રત્યે આદરપૂર્વક દાન આપે, ને બીજા દીન-દુ:ખી જીવો પ્રત્યે કરુણા બુદ્ધિથી દાન આપે. ધર્મીને એમ થાય કે મારા નિમિત્તે જગતમાં કોઈ પ્રાણીને દુઃખ ન હો. સર્વે પ્રાણી પ્રત્યે અહિંસાભાવરૂપ અભયદાન છે. વળી શાસ્ત્રદાન વગેરેનું વર્ણન પણ અગાઉ થઈ ગયું છે-આવા દાનને મોક્ષનું પ્રથમ કારણ કહ્યું છે.
પ્રશ્ન- મોક્ષનું મૂળ તો સમ્યગ્દર્શન છે, તો અહીં દાનને મોક્ષનું પ્રથમ કારણ કેમ કહ્યું?
ઉત્તર- પહેલાં શરૂઆતમાં સર્વજ્ઞની ઓળખાણની વાત કરી હતી તે સહિતની આ વાત છે. તેમજ શ્રાવકને પ્રથમ ભૂમિકામાં ધર્મનો ઉલ્લાસ ને દાનનો ભાવ જરૂર હોય છે તે બતાવવા વ્યવહારથી તેને મોક્ષનું પ્રથમ કારણ કહ્યું. એટલો રાગ ઘટાડતાં પણ જેને નહિ આવડે તે વીતરાગી મોક્ષમાર્ગમાં કયાંથી આવશે? વીતરાગદષ્ટિપૂર્વક જેટલો રાગ ઘટયો તેટલો મોક્ષમાર્ગ છે. પહેલાં દાનાદિમાં રાગ ઘટાડતાં શીખશે તો આગળ વધીને મુનિપણું લેશે ને મોક્ષમાર્ગને સાદ્રશે. આ અપેક્ષાએ દાનને મોક્ષનું પ્રથમ કારણ કહ્યું છે એમ સમજવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #112
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૧/૧
[૧૭] મનુષ્યપણું પામીને કાં મુનિ થા, કાં દાન દે
જૈનધર્મનો ચરણાનુયોગ પણ અલૌકિક છે. દ્રવ્યાનુયોગના અધ્યાત્મનો અને ચરણાનુયોગના પરિણામનો મેળ હોય છે. દષ્ટિ સુધરે ને પરિણામ ગમે તેવા થયા કે એમ ન બને. અધ્યાત્મની દષ્ટિ થાય ત્યાં દેવ-ગુરુની ભક્તિ, દાન, સાધર્મી પ્રત્યે વાત્સલ્ય વગેરે ભાવો સહેજે આવે જ. શ્રાવકના અંતરમાં મુનિદશાની પ્રીતિ છે એટલે હંમેશાં ત્યાગ પ્રત્યે લક્ષ રહ્યા કરે છે, ને મુનિરાજને દેખતાં ભક્તિથી એનાં રોમરોમ ઉલ્લસી જાય છે. ભાઈ! આવો મનુષ્ય અવતાર મળ્યો છે તો મોક્ષમાર્ગ સાધીને એને સફળ કર.
શ્રાવકનાં ધર્મોનું વર્ણન સર્વજ્ઞની ઓળખાણથી શરૂ કર્યું હતું, તેમાં આ દાનનું પ્રકરણ ચાલે છે. તેમાં કહે છે કે આવું દુર્લભ મનુષ્યપણું પામીને દેઓ મોક્ષનો ઉધમ નથી કરતા, એટલે કે મુનિપણું પણ નથી લેતા ને દાનાદિ શ્રાવકધર્મનું પણ પાલન નથી કરતા, તેઓ તો મોહબંધનમાં બંધાયેલા છે
ये मोक्षप्रति नोद्यताः सुनुभवे लब्धेपि दुर्बुद्धयः ते तिष्ठति गृहे न दानमिह चेत् तन्मोहपाशो दृढः। मत्वेदं गृहिणा यथर्द्धि विविधं दानं सदा दीयतां
तत्संसारसरित्पति प्रतरणे पोतायते निश्चितं।।१७।। આવો ઉત્તમ મનુષ્યભવ પામીને પણ જે દુર્બુદ્ધિ જીવો મોક્ષનો ઉદ્યમ કરતા નથી, ને ગૃહસ્થપણામાં રહીને દાન પણ દેતા નથી, તેઓનું ગૃહસ્થપણું તો દઢ મોહપાશ છે-આમ સમજીને ગૃહસ્થોએ પોતાની ઋદ્ધિઅનુસાર વિવિધ પ્રકારે દાન સદા કર્તવ્ય છે, કેમકે ગૃહસ્થને તે દાન સંસારસમુદ્રને તરવા માટે ચોક્કસ જહાજમાન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #113
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૨)
(શ્રાવકધર્મપ્રકાશ પ્રથમ તો આવું મનુષ્યપણું પામીને મુનિ થઈ ને મોક્ષનો સાક્ષાત્ ઉદ્યમ કરવા જેવું છે. તેટલી શક્તિ ન હોય તો ગૃહસ્થપણામાં રહી દાન તો જરૂર કરવું જોઈએ. એટલું પણ જે નથી કરતા ને સંસારના એકલા પાપમાં જ રચ્યાપચ્યા રહે છે તેઓ તો તીવ્ર મોથી સંસારની દુર્ગતિમાં રખડે છે. -એનાથી બચવા માટે દાન તે ઉત્તમ જહાજસમાન છે. દાનમાં દેવ-ગુરુ-શાસ્ત્રના પ્રસંગની મુખ્યતા છે એટલે તેમાં ધર્મના સંસ્કાર રહ્યા કરે, ને રાગ ઘટતો જાય અને આગળ જતાં મુનિપણું લઈને તે મોક્ષમાર્ગને સાધશે. શ્રાવકના અંતરમાં મુનિદશાની પ્રીતિ છે એટલે હંમેશા ત્યાગ પ્રત્યે લક્ષ રહ્યા કરે છે; મુનિરાજને દેખતાં ભક્તિથી તેના રોમરોમ ઉલ્લસી જાય છે. મુનિપણાની ભાવનાની વાતો કરે ને હજી રાગ થોડોક ઘટાડવાનું પણ ઠેકાણું ન હોય, લોભાદિનો પાર ન હોય-એવા જીવને ધર્મનો ખરો પ્રેમ નથી. ધર્મી જીવ, મુનિ કે અજિંકા ન થઈ શકે તેથી ભલે ગૃહવાસમાં રહ્યા હોય, પણ ગૃહવાસમાં રહ્યા છતાં એના આત્મામાં કેટલી ઉદાસીનતા હોય !!
અરે, આવો મનુષ્ય અવતાર મળ્યો છે, જૈનધર્મનો ને સત્સંગનો એવો ઉત્તમ યોગ મળ્યો છે, તો આત્માને સાધીને મોક્ષમાર્ગવડે તેને સફળ કર. સંસારના મોહમાં જ જીવન વીતાવે છે તેને બદલે અંતર પ્રયત્નવડે આત્મામાંથી માલ કાઢ, આત્માનો વૈભવ પ્રગટ કર. ચૈતન્યના નિધાન પાસે જગતના બીજા બધા નિધાન તુચ્છ છે. અહા, સંતોએ આવા ચૈતન્યનિધાન ખોલીને બતાવ્યા, તે જાણીને, પરિગ્રહ છોડીને આ ચૈતન્યખજાનો લેવા ન આવે એવા મૂર્ખ કોણ હોય? આવા ચૈતન્યનિધાન દેખ્યા પછી બહારના મોહમાં ફસ્યા રહે એવા મૂર્ખ કોણ હોય? કરોડો રૂપિયા આપવા છતાં જેના આયુષનો એક સમય પણ વધી શકે નહિ એવા આ કિંમતી મનુષ્યજીવનને જે વ્યર્થ ગુમાવે છે ને જન્મ-મરણના અંતનો ઉપાય નથી કરતો તે દુર્બુદ્ધિ છે. ભાઈ, આ આત્માને સાધવાના ટાણાં છે. તારા ખજાનામાંથી જેટલો વૈભવ કાઢ તેટલો નીકળે તેમ છે. અરે, આવો અવસર કોણ ગુમાવે? આનંદના ભંડાર ખૂલ્યા તો તે આનંદને કોણ ન લ્ય? મોટા મોટા ચક્રવર્તીઓ ને નાનકડા રાજકુમારો એ ચૈતન્યખજાના લેવા માટે બહારના ખજાના છોડી-છોડીને વનમાં સીધાવ્યા ને અંતરમાં ધ્યાન કરી કરીને સર્વજ્ઞપદના અચિંત્ય નિધાન ખોલ્યા તેમણે જીવનને સફળ કર્યું.
એ રીતે ધર્માત્મા તો આત્માના આનંદનો ખજાનો કેમ વધે તેના જ ઉધમી છે. જે દુર્બુદ્ધિ જીવ એવો ઉદ્યમ નથી કરતો ને તૃષ્ણાની તીવ્રતાથી પરિગ્રહ જ ભેગો કર્યા કરે છે તેનું તો જીવન વ્યર્થ છે. દાન વગરનો ગૃહસ્થ તો મોહની જાળમાં ફસાયેલો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #114
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ).
(૧૦૩ છે. જેમ રસના-ઇન્દ્રિયનું તીવ્ર લોલુપી માછલું જાળમાં ફસાય છે, ને દુઃખી થાય છે તેમ તીવ્ર લોલુપી ગૃહસ્થ મિથ્યાત્વમોહની જાળમાં ફસાયેલો છે ને સંસારભ્રમણમાં દુઃખી થાય છે. આવા સંસારથી બચવા માટે દાન તે નૌકાસમાન છે. માટે ગૃહસ્થોએ પોતાની ઋદ્ધિના પ્રમાણમાં દાન કરવું જોઈએ.
ઋદ્ધિના પ્રમાણમાં' એટલે શું? લાખો-કરોડોની મૂડીમાંથી પાંચ-દશ રૂપિયા ખરચે-તે કાંઈ ઋદ્ધિના પ્રમાણમાં ન કહેવાય. અથવા, બીજા કોઈ કરોડપતિએ પાંચહજાર વાપર્યા ને હું તો તેનાથી ઓછી મૂડીવાળો છું-માટે મારે તો તેનાથી ઓછું વાપરવું-એવી સરખામણી ન કરાય. મારે તો મારો રાગ ઘટાડવા માટે કરવું છે ને? તેમાં બીજાનું શું કામ છે?
પ્રશ્ન- અમારી પાસે ઓછી મૂડી હોય તો દાન કયાંથી કરીએ?
ઉત્તર- ભાઈ, વિશેષ મૂડી હોય તો જ દાન થાય એવું કાંઈ નથી. વળી તું તારા સંસારના કાર્યોમાં તો ખર્ચ કરે છે કે નહિ? તો ધર્મકાર્યમાં પણ ઉલ્લાસ લાવીને, ઓછી મૂડીમાંથીયે તારી શક્તિ પ્રમાણે વાપર. દાન વગરનું ગૃહસ્થપણું નિષ્ફળ છે. અરે, મોક્ષનો ઉદ્યમ કરવાનો આ અવસર છે. તેમાં બધોય રાગ ન છૂટે તો થોડોક રાગ તો ઘટાડ! મોક્ષને માટે તો બધોય રાગ છોડયે છૂટકો છે; દાનાદિ વડે થોડોક રાગ ઘટાડતાં પણ જો તને ન આવડે તો મોક્ષનો ઉદ્યમ તું કઈ રીતે કરીશ? અહા, આવા મનુષ્યપણામાં આત્મામાં રાગરહિત જ્ઞાનદશા પ્રગટ કરવાનો પ્રયત્ન જે નથી કરતા ને પ્રમાદથી વિષયકષાયોમાં જ જીવન વીતાવે છે તે તો મૂઢબુદ્ધિથી મનુષ્યપણું હારી જાય છે-પછી તેને પસ્તાવો થશે કે અરેરે ! મનુષ્યપણામાં અમે કાંઈ ન કર્યું! જેને ધર્મનો પ્રેમ નથી, જે ઘરમાં ધર્માત્મા પ્રત્યેની ભક્તિ ના ઉલ્લાસથી તન-મન-ધન વપરાતાં નથી તે ખરેખર ઘર નથી પણ મોહનું પીંજરું છે, સંસારનું જેલખાનું છે, ધર્મની પ્રભાવના અને દાન વડે જ ગૃહસ્થપણાની સફળતા છે. મુનિપણે વર્તતા તીર્થકરને કે બીજા મહા મુનિઓને આહારદાન આપે ત્યાં રનવૃષ્ટિ થાય, તે દેખીને બીજાને એમ થયું કે હું પણ દાન દઉં જેથી મારે ત્યાં પણ રત્નો વરસે-આવી ભાવના સહિત આહારદાન દીધું; આહાર દેતો જાય ને આકાશ સામે જોતો જાય કે હમણાં મારા આંગણામાં રત્નો વરસશે! –પણ કાંઈ ન વરસ્યું-જુઓ, આ દાન ન કહેવાય; એમાં તો મૂઢ જીવને લોભનું પોષણ છે. ધર્મી જીવ દાન આપે તેમાં તો તેને ગુણ પ્રત્યેનો પ્રમોદ છે ને રાગ ઘટાડવાની ભાવના છે. પહેલાં મૂઢપણામાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #115
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૪)
(શ્રાવકધર્મપ્રકાશ કુદેવ-કુગુરુ ઉપર જેવો પ્રેમ હતો તેના કરતાં અધિક પ્રેમ જો સાચા દેવ-ગુરુ પ્રત્યે ન આવે તો તેણે સાચા દેવ-ગુરુને ખરેખર ઓળખ્યા જ નથી, માન્યા નથી, તે દેવ-ગુરુનો ભક્ત નથી; એને તો સત્તાસ્વરૂપમાં કૂલટા સ્ત્રીસમાન કહ્યો છે.
જાઓ, આ જૈનધર્મનો ચરણાનુયોગ પણ કેવો અલૌક્કિ છે! જૈન-શ્રાવકના આચરણ કેવા હોય તેની આ વાત છે. રાગની મંદતાના આવા આચરણ વગર જૈનશ્રાવકપણું કહેવાય નહિ. એક રાગના અંશનુંય કર્તુત્વ પણ જેની દષ્ટિમાં રહ્યું નથી એના આચરણમાં પણ રાગ કેટલો મંદ પડી જાય! એવા ને એવા પહેલાં જેવા જ રાગ-દ્વેષ કર્યા કરે તો સમજવું કે એની દષ્ટિમાં કાંઈ અપૂર્વતા આવી નથી, એની રુચિમાં કાંઈ પલટો થયો નથી. રુચિ અને દૃષ્ટિ પલટતાં તો આખી પરિણતિમાં અપૂર્વતા આવી જાય, પરિણામની ઉથલપાથલ થઈ જાય. આ રીતે દ્રવ્યાનુયોગના અધ્યાત્મનો અને ચરણાનુયોગના પરિણામનો મેળ હોય છે. દષ્ટિ સુધરે ને પરિણામ ગમે તેવા થયા કરે એમ નથી. દેવ-ગુરુ પ્રત્યે ભક્તિ, દાન વગેરે પ્રકારે પરિણામની મંદતાનું પણ જેને ઠેકાણું ન હોય તેને તો દષ્ટિ સુધરવાનો પ્રસંગ નથી. જિજ્ઞાસુની ભૂમિકામાં પણ સંસાર તરફના પરિણામોની ઘણી જ મંદતા થઈ જાય છે ને ધર્મનો ઉત્સાહ વધી જાય છે.
દાનાદિના શુભ પરિણામ તે મોક્ષનું કારણ છે એમ ચરણાનુયોગમાં ઉપચારથી કહેવાય છે, પણ તેમાં જેટલા અંશે રાગનો અભાવ થયો તેટલા અંશે મોક્ષનું કારણ ગણીને દાનને ઉપચારથી મોક્ષનું કારણ કહ્યું; એટલે પરંપરા તે મોક્ષનું કારણ થશેપણ કોને? કે શુભરાગમાં ધર્મ માનીને નહિ અટકે તેને. પરંતુ શુભરાગને જ જે ખરેખર મોક્ષકારણ માનીને અટકી જશે તેને તો તે ઉપચારથી પણ મોક્ષમાર્ગ નથી. વીતરાગી શાસ્ત્રોનો કોઈ પણ ઉપદેશ રાગ ઘટાડવા માટે જ હોય છે, રાગને પોષવા માટે હોતો નથી.
અહો, જેણે પોતાના આત્માનો સંસારથી ઉદ્ધાર કરવો છે તેને સંસારથી ઉદ્ધાર કરવાનો માર્ગ બતાવનારા દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે પરમ ઉલ્લાસ આવે છે. જેઓ ભાવથી પાર થયા છે તેમના પ્રત્યે ઉલ્લાસથી રાગ ઘટાડીને પોતે પણ ભવથી તરવાના માર્ગમાં આગળ વધે છે. જે જીવ ભવથી તરવાનો કામી હોય તેને કુદેવ-કુગુરુકુશાસ્ત્ર પ્રત્યે પ્રેમ આવે જ નહિ કેમકે તેના પ્રત્યેનો પ્રેમ તો સંસારમાં ડુબવાનું કારણ છે.
પ્રશ્ન- સાચા દેવ-ગુરુ પ્રત્યે પ્રેમ કરવો તે પણ રાગ જ છે ને? ઉત્તર- એ ખરું, પણ સાચા દેવ-ગુરુની ઓળખાણ સહિત તેના તરફનો રાગ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #116
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૧૦૫ તે સવારની સંધ્યાના લાલ રંગ જેવો છે, તેની પાછળ થોડા વખતમાં વીતરાગતાથી ઝગઝગતો સૂર્ય ઊગશે ને કુદેવાદિનો રાગ તે તો સાંજની સંધ્યા જેવો છે, તેની પાછળ અંધકાર છે એટલે કે સંસારભ્રમણ છે.
જ્યાં ધર્મના પ્રસંગે ભીડ પડે ત્યાં તન-મન-ધન અર્પી દેતાં ધર્મી ઝાલ્યો ન રહે, એને કે 'વું ન પડે કે ભાઈ ! તમે આટલું કરો ને! પણ સંઘ ઉપર, ધર્મ ઉપર કે સાધર્મી ઉપર જ્યાં ભીડનો પ્રસંગ આવ્યો ને જરૂર પડી ત્યાં ધર્માત્મા પોતાની સર્વશક્તિ થી તૈયાર જ હોય. જેમ રણસંગ્રામમાં રજપૂતનું શૌર્ય છૂપે નહિ તેમ ધર્મપ્રસંગમાં ધર્માત્માનો ઉત્સાહ છાનો ન રહે. ધર્માત્માનો ધર્મપ્રેમ એવો છે કે ધર્મપ્રસંગે તેનો ઉત્સાહ ઝાલ્યો ન રહે; ધર્મની રક્ષા ખાતર કે પ્રભાવના ખાતર સર્વસ્વ હોમી દેવાનો પ્રસંગ આવે તોય પાછું વાળીને જુએ નહિ. આવા ધર્મોત્સાહપૂર્વક દાનાદિનો ભાવ તે શ્રાવકને ભવસમુદ્રથી તરવા માટે જહાજમાન છે. માટે ગૃહસ્થોએ હરરોજ દાન કર્તવ્ય છે.
આ રીતે દાનનો ઉપદેશ આપ્યો; હવે જિનેન્દ્રભગવાનના દર્શનનો વિશેષ ઉપદેશ આપે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #117
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૬ ).
(શ્રાવકધર્મપ્રકાશ
[૧૮] જિનેન્દ્ર-દર્શનનો ભાવભીનો ઉપદેશ
ભગવાનની પ્રતિમા જોતાં “અહો, આવા ભગવાન !' એમ એકવાર પણ જો સર્વશદેવનું યથાર્થ સ્વરૂપ લક્ષગત કરી લીધું તો કહે છે કે ભવથી તારો બેડો પાર છે. સવારમાં ભગવાનના દર્શન વડે પોતાના ઇષ્ટ-ધ્યેયને સંભાળીને પછી જ શ્રાવક બીજી પ્રવૃત્તિ કરે. એ જ રીતે પોતે જમતાં પહેલાં મુનિવરોને યાદ કરે કે અહા, કોઈ સંત-મુનિરાજ કે ધર્માત્મા મારા આંગણે પધારે તો ભક્તિપૂર્વક તેમને ભોજન કરાવીને પછી હું જમું. દેવ-ગુરુની ભક્તિનો આવો પ્રવાહ શ્રાવકનાં હૃદયમાં વહેતો હોય. ભાઈ ! ઊઠતાંવેંત સવારમાં તને વીતરાગ ભગવાન યાદ નથી આવતા, ધર્માત્મા સંત-મુનિ યાદ નથી આવતા, ને સંસારના ચોપાનિયાં વેપારધંધા કે સ્ત્રી આદિ યાદ આવે છે, તો તું જ વિચાર કે તારી પરિણતિ કઈ તરફ જઈ રહી છે?
ભગવાન સર્વશદેવની શ્રદ્ધાપૂર્વક ધર્મશ્રાવકને રોજ જિનેન્દ્રદેવના દર્શન, સ્વાધ્યાય, દાન વગેરે કાર્યો હોય છે તેનું વર્ણન ચાલે છે, તેમાં સાતમી ગાથાથી શરૂ કરીને સત્તરમી ગાથા સુધી અનેક પ્રકારે દાનનો ઉપદેશ કર્યો. જે જીવ જિનેન્દ્રદેવના દર્શન-પૂજન નથી કરતો તથા મુનિવરોને ભક્તિપૂર્વક દાન નથી દેતો તેનું ગૃહસ્થપણું પત્થરની નૌકાસમાન ભવસમુદ્રમાં ડુબાડનાર છે-એમ હવે કહે છે
यैर्नित्यं विलोक्यते जिनपतिः न स्मर्यते नार्च्यते न स्तूयेत न दीयते मुनिजने दानं च भक्तया परम्। सामर्थ्य सति तद्गृहाश्रमपदं पाषाणनावा समं तत्रस्था भवसागरेतिविषमे मञ्जन्ति नश्यन्ति च।।१८।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #118
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૦૭
શ્રાવકધર્મપ્રકાશ).
સામર્થ્ય હોવા છતાં પણ જે ગૃહસ્થ હંમેશા પરમ ભક્તિથી જિનપતિના દર્શન નથી કરતો, અર્ચન નથી કરતો ને સ્તવન નથી કરતો, તેમ જ પરમ ભક્તિથી મુનિજનોને દાન નથી દેતો, તેનું ગૃહસ્થાશ્રમપદ પત્થરની નાવ સમાન છે, તે પત્થરની નૌકા જેવા ગૃહસ્થપદમાં સ્થિત થયેલો તે જીવ અત્યંત ભયંકર એવા ભવસાગરમાં ડૂબે છે ને નષ્ટ થાય છે.
જિનેન્દ્રદેવ-સર્વજ્ઞપરમાત્માનાં દર્શન-પૂજન તે શ્રાવકનું હંમેશનું કર્તવ્ય છે. હંમેશના છ કર્તવ્યમાં પણ સૌથી પહેલું કર્તવ્ય જિનેન્દ્રદેવના દર્શન-પૂજન છે. સવારમાં ભગવાનનાં દર્શન વડે પોતાના ધ્યેયરૂપ ઈષ્ટપદને સંભાળીને પછી જ શ્રાવક બીજી પ્રવૃત્તિ કરે. એ જ રીતે પોતે જમતાં પહેલાં હંમેશાં મુનિવરોને યાદ કરે કે અહા, કોઈ સંત-મુનિરાજ કે ધર્માત્મા મારા આંગણે પધારે તો ભક્તિપૂર્વક તેમને ભોજન કરાવીને પછી હું જમું-આ રીતે શ્રાવકના હૃદયમાં દેવ-ગુરુની ભક્તિનો પ્રવાહ વહેતો હોય. જે ઘરમાં આવી દેવ-ગુરુની ભક્તિ નથી તે ઘર તો પથરાની નૌકા જેવું ડૂબાડનાર છે. છઠ્ઠી અધિકારમાં (શ્રાવકાચાર-ઉપાસકસંસ્કાર ગાથા ૩૫ માં) પણ કહ્યું હતું કે દાન વગરનો ગૃહસ્થાશ્રમ પત્થરની નૌકા સમાન છે. ભાઈ ! ઊઠતાંવેંત સવારમાં તને વીતરાગભગવાન યાદ નથી આવતા, ધર્માત્મા સંત-મુનિ યાદ નથી આવતા, ને સંસારના ચોપાનિયાં વેપાર-ધંધા કે સ્ત્રી આદિ યાદ આવે છે તો તું જ વિચાર કે તારી પરિણતિ કઈ તરફ જઈ રહી છે? – સંસાર તરફ કે ધર્મ તરફ? આત્મપ્રેમી હોય તેનું તો જીવન જ જાણે દેવ-ગુરુમય થઈ જાય.
“હરતાં ફરતાં પ્રગટ હરિ દેખું રે..
મારું જીવ્યું સફળ તબ લેખું રે..” પં. બનારસીદાસજી કહે છે કે “જિનપ્રતિમા બિનસારવી” જિનપ્રતિમામાં જિનવરદેવની સ્થાપના છે, તેના ઉપરથી જિનવરદેવનું સ્વરૂપ જે ઓળખી લે છે, એ રીતે જિનપ્રતિમાને જિનસમાન જ દેખે છે તે જીવને ભવસ્થિતિ અતિ અલ્પ હોય છે, અલ્પકાળે તે મોક્ષ પામે છે. “પર્વમ' (ભાગ ૬ પાનું ૪૨૭) માં પણ જિનબિંબદર્શનને સમ્યકત્વની ઉત્પત્તિનું નિમિત્તે કહ્યું છે તથા તેનાથી નિદ્ધત અને નીકાચીતરૂપ મિથ્યાત્વાદિ કર્મકલાપનો પણ ક્ષય થવાનું કહ્યું છે. એની રુચિમાં વીતરાગી-સર્વજ્ઞસ્વભાવ પ્રિય લાગ્યો છે ને સંસારની રુચિ એને છૂટી ગઈ છેએટલે નિમિત્તમાં પણ એવા વીતરાગીનિમિત્ત પ્રત્યે તેને ભક્તિભાવ ઊછળે છે. જે પરમભક્તિથી જિનેન્દ્રભગવાનના દર્શન નથી કરતો, તો એનો અર્થ એ થયો કે એને વીતરાગભાવ નથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #119
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૮)
(શ્રાવકધર્મપ્રકાશ ચતો, એને તરવાનું નિમિત્ત નથી રુચતું પણ સંસારમાં ડૂબવાનું નિમિત્ત રુચે છે. જેવી રુચિ હોય તેવા પ્રકાર તરફ વલણ ગયા વગર રહે નહિ. માટે કહે છે કે વીતરાગી જિનદેવને દેખતાં જેના અંતરમાં ભક્તિ નથી ઉલ્લસતી, જેને પૂજા
સ્તુતિનો ભાવ નથી જાગતો તે ગૃહસ્થ દરિયા વચ્ચે પથ્થરની નાવમાં બેઠો છે. નિયમસારમાં પદ્મપ્રભમુનિ કહે છે કે- હે જીવ!
भवभयभेदिनी भगवति भवतः किं भक्तिरत्र न शमस्ति?
तर्हि भवाम्बुधिमध्यग्राहमुखान्तर्गतो भवसि।।१२।। ભવભયને ભેદનારા એવા આ ભગવાન પ્રત્યે શું તને ભક્તિ નથી? – જો નથી તો તું ભવસમુદ્રની વચ્ચે મગરના મુખમાં છે.
(((
C)
2)
C AD MA હલી
-
ला
आलम्बन भवजले पतता जतानाम :
અરે, મોટા મોટા મુનિઓ પણ જિનદેવના દર્શન અને સ્તુતિ કરે છે ને તને જો એવો ભાવ નથી આવતો, ને એકલા પાપમાં જ રચ્યોપચ્યો રહે છે તો તું ભવસમુદ્રમાં ડૂબી જઈશ, ભાઈ ! માટે તારે આ ભવદુઃખના દરિયામાં ન ડૂબવું હોય ને એનાથી તરવું હોય તો સંસાર તરફનું તારું વલણ બદલીને વીતરાગી દેવ-ગુરુ તરફ તારા પરિણામને વાળ, તેઓ ધર્મનું સ્વરૂપ શું કહે છે તે સમજ, તેમણે કહેલા આત્મસ્વરૂપને સચિમાં લે-તો ભવસમુદ્રમાંથી તારો છૂટકારો થશે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #120
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૦૯
શ્રાવકધર્મપ્રકાશ)
ભગવાનની મૂર્તિમાં “આ ભગવાન છે” એવો સ્થાપનાનિષેપ ખરેખર સમ્યગ્દષ્ટિને જ હોય છે; કેમકે, સમ્યગ્દર્શનપૂર્વક પ્રમાણજ્ઞાન હોય છે, પ્રમાણપૂર્વક સમ્યક નય હોય છે, ને નય વડે સાચો નિક્ષેપ થાય છે. નિક્ષેય નય વિના નહિ, નય પ્રમાણ વિના નહિ, ને પ્રમાણ શુદ્ધાત્માની દષ્ટિ વગર નહીં. અહા, જુઓ તો ખરા, આ વસ્તુસ્વરૂપ! જૈનદર્શનની એક જ ધારા ચાલી જાય છે. ભગવાનની પ્રતિમા જોતાં “અહો આવા ભગવાન!” એમ એકવાર પણ જો સર્વજ્ઞદેવનું યથાર્થ સ્વરૂપ લક્ષગત કરી લીધું, તો કહે છે કે ભવથી તારો બેડો પાર છે!
અહીં એકલા દર્શન કરવાની વાત નથી કરી, પણ એક તો “પરમ ભક્તિથી, દર્શન કરવાનું કહ્યું છે, તેમજ અર્ચન (-પૂજન) અને સ્તુતિ કરવાનું પણ કહ્યું છે. સાચી ઓળખાણપૂર્વક જ પરમ ભક્તિ જાગે; ને સર્વશદેવની સાચી ઓળખાણ હોય
ત્યાં તો આત્માનો સ્વભાવ લક્ષગત થઈ જાય, એટલે તેને દીર્થસંસાર હોય નહીં. આ રીતે ભગવાનના દર્શનની વાતમાં પણ ઊંડું રહસ્ય છે. માત્ર ઉપરથી માની લ્થ કે, સ્થાનકવાસી લોકો મૂર્તિને ન માને ને આપણે દિગંબર જૈન એટલે મૂર્તિને માનીએતો એવા રૂઢિગત ભાવથી દર્શન કરે, તેમાં ખરો લાભ થાય નહિ, સર્વજ્ઞદેવની
ઓળખાણ સહિત કરે તો જ ખરો લાભ થાય. (આ વાત “સત્તાસ્વરૂપ” માં ઘણા વિસ્તારથી સમજાવી છે.)
અરે ભાઈ ! તને આત્માનાં દર્શન કરતાં ન આવડ ને આત્માનું સ્વરૂપ દેખવા માટે દર્પણ સમાન એવા જિનદેવનાં દર્શન પણ તું નથી કરતો, તો તું ક્યાં જઈશ બાપુ! જિનેન્દ્રભગવાનનાં દર્શન-પૂજન પણ ન કર ને તું તને જૈન કહેવડાવ-એ તારું જૈનપણું કેવું? જે ઘરમાં રોજરોજ ભક્તિપૂર્વક દેવ-ગુરુનાં દર્શન-પૂજન થાય છે, મુનિવરો વગેરે ધર્માત્માને આદરપૂર્વક દાન દેવાય છે- તે ઘર ધન્ય છે; અને એના વગરનું ઘર તો સ્મશાનતુલ્ય છે. અરે ! વીતરાગી સંત આથી વિશેષ શું કર્યું? એવા ધર્મ વગરના ગૃહસ્થાશ્રમને તો હે ભાઈ! દરિયાના ઊંડા પાણીમાં તિલાંજલિ દઈ દેજે! નહિતર એ તને ડૂબાડશે!
ધર્મી જીવ રોજ-રોજ જિનેન્દ્ર ભગવાનના દર્શનાદિ કરે છે. જેમ સંસારના રાગી જીવો સ્ત્રી-પુત્રાદિના મોઢાંને કે ફોટાને પ્રેમથી જાએ છે, તેમ ધર્મનો રાગી જીવ વીતરાગપ્રતિમાના દર્શન ભક્તિથી કરે છે. રાગની આટલી દિશા બદલાવતાં પણ જેને ન આવડે તે વીતરાગમાર્ગને કઈ રીતે સાધશે? જેમ વહાલા પુત્ર-પુત્રીને ન દેખે તો એની માતાને ચેન પડતું નથી, અથવા માતાને ન દેખે તો બાળકને ચેન પડતું નથી,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #121
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૦)
(શ્રાવકધર્મપ્રકાશ તેમ ભગવાનના દર્શન વગર ધર્માત્માને ચેન પડતું નથી. “અરેરે, આજ મને પરમાત્માના દર્શન ન થયા, આજે મેં મારા ભગવાનને ન દીઠા, મારા વહાલા નાથના દર્શન આજે મને ન મળ્યા!' આમ ધર્મીને ભગવાનના દર્શન વગર ચેન પડતું નથી. (ચલણા રાણીને જેમ શ્રેણીકના રાજમાં પહેલાં ચેન પડતું ન હતું તેમ.) અંતરમાં પોતાને ધર્મની લગની છે તે પૂર્ણદશાની ભાવના છે એટલે પૂર્ણદશાને પામેલા ભગવાનને ભેટવા માટે ધર્મીના અંતરમાં ખટક ગરી ગઈ છે; સાક્ષાત તીર્થકરના વિયોગમાં તેમની વીતરાગપ્રતિમાને પણ જિનવરસમાન જ સમજીને ભક્તિથી દર્શન-પૂજન કરે છે, ને વીતરાગના બહુમાનથી એવી ભક્તિ-સ્તુતિ કરે કે જોનારનાય રોમરોમ ઉલ્લસી જાય-આ રીતે જિનેન્દ્રદેવના દર્શન, મુનિવરોની સેવા, શાસ્ત્રસ્વાધ્યાય, દાન વગેરેમાં શ્રાવક પ્રતિદિન વર્તે છે.
અહીં તો મુનિરાજ કહે છે કે શક્તિ હોવા છતાં રોજરોજ જે જિનદેવના દર્શન નથી કરતો તે શ્રાવક જ નથી; તે તો પત્થરની નૌકામાં બેસીને ભવસાગરમાં ડૂબે છે. તો પછી વીતરાગપ્રતિમાના દર્શન-પૂજનનો જે નિષેધ કરે એની તો વાત શી કરવી ? –એમાં તો જિનમાર્ગની ઘણી વિરાધના છે. અરે, સર્વજ્ઞને પૂર્ણ પરમાત્માદશા પ્રગટી ગઈ તેવી પરમાત્મદશાનો જેને પ્રેમ હોય, તેને તેના દર્શનનો ઉલ્લાસ આવ્યા વગર કેમ રહે? એ તો પ્રતિદિન ભગવાનના દર્શન કરીને પોતાની પરમાત્મદશારૂપ ધ્યેયને રોજરોજ તાજું કરે છે.
ભગવાનના દર્શનની જેમ મુનિવરો પ્રત્યે પણ ધર્મીને પરમ ભક્તિ હોય. ભરત ચક્રવર્તી જેવા પણ મહાન આદરપૂર્વક ભક્તિથી મુનિઓને આહારદાન દેતા, ને પોતાના અંગણે મુનિ પધારે ત્યારે પોતાને ધન્ય માનતા અહા ! મોક્ષમાર્ગી મુનિનાં દર્શન પણ ક્યાંથી !! –એ તો ધન્ય ભાગ્ય ને ધન્ય ઘડી ! મુનિના વિરહે મોટા ધર્માત્માઓ પ્રત્યે પણ એવો બહુમાનનો ભાવ આવે કે અહો ધનભાગ્ય, મારા આંગણે ધર્માત્માનાં પગલાં થયાં! આવા ધર્મના ઉલ્લાસથી ધર્મીશ્રાવક મોક્ષમાર્ગને સાધે છે; ને જેને ધર્મનો આવો પ્રેમ નથી તે સંસારમાં ડૂબે છે.
કોઈ કહે કે મૂર્તિ તો પાષાણની છે! પણ ભાઈ, એમાં જ્ઞાનબળે પરમાત્માનો નિક્ષેપ કર્યો છે કે “આ પરમાત્મા છે.” - એ નિક્ષેપની ના પાડવી તે જ્ઞાનની જ ના પાડવા જેવું છે. જિનબિંબદર્શનને તો સમ્યગ્દર્શનનું નિમિત્ત ગપ્યું છે, તે નિમિત્તનો પણ જે નિષેધ કરે તેને સમ્યગ્દર્શનની ખબર નથી. સમન્તભદ્રસ્વામી તો કહે છે કે હે જિન! અમને તારી સ્તુતિનું વ્યસન પડી ગયું છે. જેમ વ્યસની મનુષ્ય પોતાના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #122
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૧૧૧ વ્યસનની વસ્તુ વગર રહી શકતો નથી તેમ સર્વજ્ઞના ભક્તોને સ્તુતિનું વ્યસન છે એટલે ભગવાનની સ્તુતિ-ગુણગાન વગર તે રહી શકતા નથી. ધર્માત્માના હૃદયમાં સર્વજ્ઞદેવના ગુણગાન કોતરાઈ ગયા છે. અહા, સાક્ષાત્ ભગવાનને દેખવાનું મળે - એ તો બલિહારી છે. કુંદકુંદાચાર્ય જેવાએ વિદેહમાં જઈને સીમંધરનાથને સાક્ષાત્ દેખ્યા-એમની તો શી વાત! અત્યારે તો અહીં એવો કાળ નથી. અરે, તીર્થકરોનો વિરહ, કેવળીઓનો વિરહ, મોટા સંતમુનિઓનો પણ વિર–એવા કાળે જિનપ્રતિમાના દર્શન વડે પણ ધર્મી જીવ ભગવાનનું સ્વરૂપ યાદ કરે છે. આ રીતે વીતરાગ જિનમુદ્રા જોવામાં જેને હોંશ ન આવે તે જીવ સંસારની તીવ્ર સચિને લીધે ભવના દરિયામાં ડુબવાનો છે. વીતરાગનો ભક્ત તો વીતરાગદેવનું નામ સાંભળતા ને દર્શન કરતાં હર્ષિત થઈ જાય. જેમ સારા વિનયવંત પુત્રો રોજ સવારમાં માતા-પિતા પાસે જઈને વિવેકથી પગે લાગે છે, તેમ ધર્મી જીવ પ્રભુ પાસે બાળક જેવા થઈને વિનયથી રોજેરોજ ધર્મપિતા જિનેન્દ્ર ભગવાનના દર્શન કરે છે, સ્તુતિ-પૂજા કરે છે; મુનિવરોને ભક્તિથી આહારદાન કરે છે. આવા વીતરાગી દેવ-ગુરુની ભક્તિ વગરનો જીવ મિથ્યાત્વની નાવમાં બેસીને ચારગતિના સમુદ્રમાં ડૂબે છે ને મોંઘા મનુષ્યજીવનને નષ્ટ કરી નાખે છે માટે ધર્મના પ્રેમી જીવે દેવ-ગુરુની ભક્તિના કાર્યોમાં હંમેશા પોતાના ધનનો અને જીવનનો સદુપયોગ કરવો-એમ ઉપદેશ છે.
આ રીતે જિનેન્દ્રદેવના દર્શનનો તથા દાનનો ઉપદેશ આપીને હવે દાતાની પ્રશંસા કરે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #123
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૨)
(શ્રાવકધર્મપ્રકાશ [૧૯] ધર્માત્મા એ કલિયુગનાં કલ્પવૃક્ષ છે.
આચાર્ય કહે છે કે પુણ્ય ફળરૂપ ચિંતામણિ વગેરેનો મહિમા અમને નથી; અમને તો આ દાતા જ ઉત્તમ લાગે છે કે જે ઘર્મની આરાધનાસહિત દાન કરે છે. પોતાની શક્તિ હોવા છતાં ઘર્મના કાર્ય અટકે એ ઘર્મી જીવ જોઈ શકે નહિ.
ધર્માત્મા-શ્રાવક દાનાદિ વડે આ કાળે કલ્પવૃક્ષ વગેરેનું કાર્ય કરે છે એમ હવે
चिन्तारत्न-सुरद्रु-कामसुरभि-स्पर्शोपलाद्या भुवि ख्याता एव परोपकारकरणे दृष्टा न ते केनचित् तैरत्रोपकृतं न केषुचिदपि प्रायो न संभाव्यते तत्कार्याणि पुनः सदैव विदधत् दाता परं दृश्यते।।१९।।
જગતમાં ચિન્તામણિ, કલ્પવૃક્ષ, કામધેનુ ગાય અને પારસ પત્થર પરોપકાર કરવામાં પ્રસિદ્ધ છે, પરંતુ અહીં તેને પરોપકાર કરતા કોઈએ જોયા નથી, તેમજ તેણે કોઈને ઉપકૃત કર્યા નથી અને અહીં તેવી સંભાવના પણ પ્રાયઃ નથી. પરંતુ દાતાર એકલો મનોવાંછિત દાન વડે સદૈવ એ ચિન્તામણિ વગેરેનું કામ કરતો જોવામાં આવે છે. માટે ખરેખર દાતાપુરુષ જ તે ચિન્તામણિ વગેરે પદાર્થો કરતાં ઉત્તમ છે.
ધર્માત્માને પરમાર્થ ચિન્તામણિ તો પોતાનો આત્મા છે કે જેના ચિંતનથી કેવળજ્ઞાન અને સમ્યગ્દર્શન વગેરે નિધાન પ્રગટે છે. એ ચૈતન્યચિન્તામણિ પાસે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #124
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૧૩
શ્રાવકધર્મપ્રકાશ) બહારના ચિંતામણિ વગેરેની વાંછા જ્ઞાનીને નથી. જો કે પુણ્યના ફળમાં ચિંતામણિ, કલ્પવૃક્ષ વગેરે વસ્તુઓ થાય છે ખરી-એને ચિંતવતાં બાહ્ય સામગ્રી વસ્ત્ર-ભોજનાદિ મળે, પણ કાંઈ એની પાસેથી ધર્મ કે સમ્યગ્દર્શનાદિ ન મળે. ચોથા કાળમાં આ ભરતભૂમિમાં પણ કલ્પવૃક્ષ વગેરે હતાં, સમવસરણમાં પણ તે હોય છે, પરંતુ અત્યારે તો લોકોના પુણ્ય ઘટી ગયા એટલે તેવી વસ્તુઓ અહીં જોવામાં આવતી નથી; પરંતુ આચાર્યદવ કહે છે કે એવા પુણ્યફળનો મહિમા અમને નથી, અમને તો આ દાતા જ ઉત્તમ લાગે છે કે જે ધર્મની આરાધના સહિત દાન કરે છે. દાનના ફળમાં કલ્પવૃક્ષ વગેરે તો એની પાસે સહજમાત્રમાં આવશે.
પારસનો પત્થર લોઢામાંથી સોનું કરે-એમાં તે શું! - આ ચૈતન્યચિન્તામણિનો સ્પર્શ થતાં આત્મા પામરમાંથી પરમાત્મા બની જાય એવો ચિંતામણિ જ્ઞાનીના હાથમાં આવી ગયો છે. તે ધર્માત્મા પોતામાં રાગ ઘટાડીને ધર્મની વૃદ્ધિ કરે છે, ને બહારમાં પણ ધર્મની વૃદ્ધિ કેમ થાય, દેવ-ગુરુની પ્રભાવના ને મહિમા કેમ વધે ને ધર્માત્મા-સાધર્મીને ધર્મસાધનામાં કેમ અનુકૂળતા થાય એવી ભાવનાથી તે દાનકાર્ય કરે છે. જ્યારે જરૂર પડે ત્યારે અને જેટલી જરૂર પડે તેટલું આપવા તે સદૈવ તૈયાર છે, તેથી તે જ ખરેખર ચિંતામણિ અને કામધેનુ છે. દાતા પારસમણિ સમાન છે કેમકે તેના સંપર્કમાં આવનારની દરિદ્રતા તે દૂર કરે છે.
મેરુપર્વતની પાસે દેવકુરુ-ઉત્તરકુરુ ભોગભૂમિ છે, ત્યાં કલ્પવૃક્ષો હોય છે તે ઈચ્છિત સામગ્રી આપે છે, ત્યાં જાગલિયા જીવો હોય છે ને કલ્પવૃક્ષથી પોતાનો જીવનનિર્વાહ કરે છે. દાનના ફળમાં જીવો ત્યાં જન્મે છે. અહીં પણ પહેલા-બીજા-ત્રીજા આરામાં એવા કલ્પવૃક્ષો હતાં. પરંતુ અત્યારે નથી; તેથી શાસ્ત્રકાર કહે છે કે એ કલ્પવૃક્ષ વગેરે પ્રસિદ્ધ હોવા છતાં અત્યારે અહીં તો તે કોઈનો ઉપકાર કરતા જોવામાં આવતા નથી. અહીં તો દાતાર શ્રાવકો જ ઇચ્છિત દાન વડે ઉપકાર કરતા જોવામાં આવે છે. ચિંતામણિ વગેરે તો અત્યારે શ્રવણમાત્ર છે, દેખાતા નથી, પણ ચિંતામણિની જેમ ઉદારતાથી દાન કરનારા ધર્મી-શ્રાવકો તો અત્યારે દેખાય છે.
જુઓ, ૯00 વર્ષ પહેલાં પદ્મનંદીમુનિરાજે આ શાસ્ત્ર રચ્યું છે તે વખતે આવા શ્રાવકો હતા. આ પદ્મનંદી મુનિરાજ મહાન સંત હતા; વનવાસી દિગંબર સંતોએ સર્વજ્ઞના વીતરાગ માર્ગની યથાર્થ પ્રણાલિકા ટકાવી રાખી છે. દિગંબર મુનિઓ એ તો જૈનશાસનના સ્થંભ છે. આ પદ્મનંદીમુનિએ આ શાસ્ત્રમાં વૈરાગ્ય ને ભક્તિના ઉપદેશની રેલમછેલ કરી છે, તેમ જ નિશ્ચયપંચાશત વગેરે અધિકારોમાં શુદ્ધ આત્માનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #125
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪)
(શ્રાવકધર્મપ્રકાશ અધ્યાત્મસ્વરૂપ વર્ણવ્યું છે. કુંદકુંદસ્વામીનું બીજાં નામ “પવનંતી' હતું પરંતુ તે પદ્મનંદી આ નહીં, આ પાનંદીમુનિ તો તેમના પછી લગભગ હજારેક વર્ષે થયા. તેઓ કહે છે કે દાન કરનારા ઉત્તમ શ્રાવકધર્માત્મા તે ચિંતામણિ જેવા છે.
સંઘમાં જરૂર પડે કે જિનમંદીર નવું-મોટું કરાવવું છે. તો કહેઃ “કેટલું ખર્ચ?' કે સવા લાખ રૂપિયા. તરત કહે કે આ લ્યો, ને ઉત્તમ મંદિર બંધાવો.
આમ ઉદારતાથી દાન દેનારા ધર્માત્માઓ હતા. એને માટે ઘરે ઘરે જઈને ખરડા ન કરવા પડે. પોતાની શક્તિ હોવા છતાં ધર્મના કાર્યો અટકે તે ધર્મી જીવ જોઈ શકે નહિ. માટે કહે છે કે ધર્માત્મા-શ્રાવકો જ ઉદારતાથી મનોવાંછિત દાન દેનારા ચિંતામણિ-કલ્પવૃક્ષ ને કામધેનુ છે-જ્યારે જરૂર પડે ત્યારે આપે. જરૂર પડયે દાન ન આપે તો દાતાર શેનો ? ધર્મપ્રસંગમાં જરૂર પડયે દાતા છૂપો રહે નહિ. જેમ દેશને ખાતર ભામાશાહે (તે જૈન હતા) પોતાની બધી મિલકત રાણા પ્રતાપ પાસે ધરી દીધી, તેમ ધર્મીજીવ ધર્મને ખાતર જરૂર પડ્યે પોતાનું સર્વસ્વ અર્પી દે. દાતાને ચિંતામણિ વગેરે કરતાં પણ દાન પ્રિય છે; કેમકે ચિંતામણિ વગેરે વસ્તુઓ જે ઉપકાર કરે છે તે પણ પૂર્વે કરેલા સત્પાત્રદાનથી જે પુણ્ય બંધાયા તેને લીધે જ છે; માટે ખરેખર દાતામાં જ એ બધું સમાઈ જાય છે-આ રીતે દાતાની પ્રશંસા કરી. હવે જ્યાં ધર્માત્મા શ્રાવકો વસતા હોય ત્યાં અનેક પ્રકારે ધર્મની પ્રવૃત્તિ ચાલ્યા કરે છે તે બતાવીને તેની પ્રશંસા કરે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #126
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ )
[૨૦]
ધર્મી-શ્રાવકો દ્વારા ધર્મનું પ્રવર્તન
ગુણવાન શ્રાવકો દ્વારા ધર્મની પ્રવૃત્તિ ચાલ્યા કરે છે તેથી તે શ્રાવક પ્રશંસનીય છે. શ્રાવક-શ્રાવિકા પોતાની લક્ષ્મી વગેરે ફિદા કરીને પણ ધર્મની પ્રભાવના કર્યા કરે છે. સંતોના જીગરમાં ધર્મની પ્રભાવનાનો ભાવ હોય છે; ધર્મની શોભા ખાત૨ ધર્માત્મા-શ્રાવકો પોતાનું જીગર રેડી દે છે, એવી ધર્મની દાઝ (લાગણી) એમના અંત૨માં હોય છે.
( ૧૧૫
*
જ્યાં ધર્મી શ્રાવક રહેતા હોય ત્યાં ધર્મની કેવી પ્રવૃત્તિ ચાલે તે બતાવે છે
यत्र श्रावकलोक एष वसति स्यात्तत्र चैत्यालयो
यस्मिन् सोऽस्ति च तत्र सन्ति यतयो धर्मश्च तैः वर्तते। सत्यघसंचयो विघट स्वर्गापवर्गाश्रयं
धर्मे
सौख्यं भावि नृणां ततो गुणवक्तां स्युः श्रावकाः संमताः।। २०।।
જ્યાં આવા ધર્માત્મા શ્રાવકજનો વસતા હોય ત્યાં ચૈત્યાલય-જિનમંદિર હોય છે અને જિનમંદિર હોય ત્યાં મુનિ વગેરે ધર્માત્માઓ આવે છે ને ત્યાં ધર્મની પ્રવૃત્તિ થાય છે. ધર્મવડે, પૂર્વસંચિત પાપોનો નાશ થાય છે ને સ્વર્ગ–મોક્ષના સુખની પ્રાપ્તિ થાય છે. આ રીતે ધર્મની પ્રવૃત્તિનું કારણ હોવાથી ગુણવાન પુરુષોવડે શ્રાવકો સંમત છે-આદરણીય છે-પ્રશંસનીય છે.
શ્રાવક જ્યાં રહેતા હોય ત્યાં દર્શન-પૂજન માટે જિનમંદિર કરાવે છે. અનેક મુનિઓ વગેરે વિહાર કરતા કરતા જ્યાં જિનમંદિર હોય ત્યાં આવે છે, ને તેમના ઉપદેશ વગેરેથી ધર્મની પ્રવૃત્તિ ચાલ્યા કરે છે, ને સ્વર્ગ–મોક્ષનું સાધન થાય છે. શ્રાવક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #127
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૬ )
(શ્રાવકધર્મપ્રકાશ હોય ત્યાં જ આ બધું થાય છે. માટે ભવ્યજીવોએ આવા ઉત્તમ શ્રાવકોનો આદરસત્કાર કરવો યોગ્ય છે. “સંતા:' એટલે કે તે ઇષ્ટ છે, ધર્માત્માઓને માન્ય છે, પ્રશંસનીય છે.
જાઓ, જ્યાં શ્રાવક રહેતા હોય ત્યાં જિનમંદિર તો હોવું જ જોઈએ. થોડા શ્રાવક હોય ને નાનું ગામ હોય તો ભલે નાનું પણ દર્શન-પૂજન માટે ચેત્યાલય તો પહેલાં કરાવે. અગાઉ ઘણા શ્રાવકો ઘરમાં પણ ચૈત્સાલય સ્થાપતા. જુઓને, મૂડબિદ્રિ (દક્ષિણ દેશ) માં રત્નોના કેવા કેવા જિનપ્રતિમાઓ છે! આવા જિનદેવના દર્શનથી તથા મુનિ વગેરેના ઉપદેશશ્રવણથી પૂર્વના બાંધેલા પાપો ક્ષણમાં છૂટી જાય છે. પહેલાં તો ઠેર ઠેર ગામેગામ વીતરાગી જિનમંદિરો હતાં, કેમકે દર્શન વગર તો શ્રાવકને ચાલે જ નહિ. દર્શન કર્યા વગરનું ખાવું તે તો વાસી ખાવા સમાન કહ્યું છે. જ્યાં જિનમંદિર ને જિનધર્મ ન હોય એવું ગામ તો સ્મશાન તુલ્ય છે. માટે જ્યાં જ્યાં શ્રાવક હોય ત્યાં જિનમંદિર હોય ને મુનિ વગેરે ત્યાગી-ધર્માત્માઓ ત્યાં આવ્યા કરે, અનેક પ્રકારના ઉત્સવો થાય, ધર્મચર્ચા થાય; ને એના વડે પાપનો નાશ તથા સ્વર્ગમોક્ષનું સાધન થાય. જિનબિંબદર્શનથી નિદત ને નીકાચીત મિથ્યાત્વકર્મના પણ સેંકડો ટૂકડા થઈ જાય છે એવો સિદ્ધાંતમાં ઉલ્લેખ છે; ધર્મની રૂચિ સહિતની એ વાત છે: “અહો, આ મારા જ્ઞાયક સ્વરૂપનું પ્રતિબિંબ !' –એવા ભાવથી દર્શન કરતાં, સમ્યગ્દર્શન ન હોય તો નવું સમ્યગ્દર્શન પામે છે, ને અનાદિના પાપોનો નાશ થઈ જાય છે, મોક્ષમાર્ગ ખૂલી જાય છે. ગૃહસ્થ-શ્રાવકો વડે આવા જિનમંદિરની ને ધર્મની પ્રવૃત્તિ થાય છે, માટે આચાર્યદવ કહે છે કે તે શ્રાવક માન્ય છે. ગૃહસ્થપણામાં રહેલા બેનો-ભાઈઓ પણ જે ધર્માત્મા છે તે સજ્જનોને આદરણીય છે. શ્રાવિકા પણ જૈનધર્મની એવી પ્રભાવના કરે છે; તે શ્રાવિકા-ધર્માત્મા પણ જગતના જીવો વડે સત્કાર કરવા યોગ્ય છે. જુઓને, ચેલણારાણીએ જૈનધર્મની કેવી પ્રભાવના કરી ! આ રીતે ગૃહસ્થપણામાં રહેલા શ્રાવક-શ્રાવિકા પોતાની લક્ષ્મી વગેરે ફિદા કરીને પણ ધર્મની પ્રભાવના કર્યા કરે છે. સંતોના જીગરમાં ધર્મની પ્રભાવનાનો ભાવ હોય છે; ધર્મની શોભા ખાતર ધર્માત્મા-શ્રાવકો પોતાનું જીગર રેડી દે છે, એવી ધર્મની દાઝ (તીવ્ર લાગણી) એમના અંતરમાં હોય છે. આવા શ્રાવકના ધર્મનો અહીં પદ્મનંદસ્વામીએ આ અધિકારમાં પ્રકાશ કર્યો છે, ઉદ્યોત કર્યો છે. આનો વિસ્તાર ને પ્રચાર કરવા જેવો છે, એટલે આપણે પ્રવચનમાં આ અધિકાર ત્રીજી વખત વંચાય છે. (આ પુસ્તકમાં ત્રણ વખતના પ્રવચનોનું સંકલન છે.)
જાઓ, આ શ્રાવકધર્મમાં ભૂમિકા અનુસાર આત્માની શુદ્ધિ તો ભેગી વર્તે જ છે. પંચમગુણસ્થાનવર્તી શ્રાવક ઉત્તમ દેવગતિ સિવાય બીજી કોઈ ગતિમાં જાય નહિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #128
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૧૧૭ -એ નિયમ છે સ્વર્ગમાં જઈને ત્યાં પણ તે જિનેન્દ્રદેવના પૂજન-ભક્તિ કરે છે. છઠ્ઠા સાતમા ગુણસ્થાને ઝૂલતા સંત પ્રમોદથી કહે છે કે અહો ! સ્વર્ગ-મોક્ષની પ્રવૃત્તિના કારણરૂપ તે ધર્માત્મા-શ્રાવકો અમને સંમત છે, ગુણીજનો વડે તે આદરણીય છે.
શ્રાવક એકલો હોય તોપણ પોતાની શક્તિ અનુસાર દર્શન માટે જિનમંદિર, વગેરે કરાવે. જેમ પુત્ર-પુત્રીના લગ્નમાં પોતાની શક્તિ અનુસાર ધન હોંશથી વાપરે છે, ત્યાં બીજા પાસે ખરડો કરાવવા જતા નથી, તેમ ધર્માજીવ જિનમંદિર વગેરે માટે પોતાની શક્તિ અનુસાર ઉત્સાહથી ધન વાપરે છે. પોતાની પાસે શક્તિ હોય છતાં ધન ન વાપરે ને બીજા પાસે માંગવા જાય-એ ન શોભે. જિનમંદિર તો ધર્મની પ્રવૃત્તિનું મુખ્ય સ્થાન છે. મુનિઓ પણ ત્યાં દર્શન કરવા પધારે. ગામમાં કોઈ ધર્માત્મા પધારે તોપણ વિહાર કરતા હોય ને નીચે મંદિર દેખે તો દર્શન કરવા ઊતરે, ને મહાન ધર્મપ્રભાવના થાય. અહો, એવા વીતરાગી મુનિ અત્યારે તો હિંદુસ્તાનમાં ગોત્યા જડતા નથી. વનમાં વિચરનારા સિંહુ જેવા મુનિવરોના દર્શન તો બહુ વિરલ હોય છે; પણ ધર્મની પ્રવૃત્તિ ધર્માત્મા-શ્રાવકો દ્વારા ચાલ્યા કરે છે, તેથી એવા શ્રાવકો પ્રશંસનીય છે.
IST It કી, જ
IT,
I
કક'
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #129
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૮)
(શ્રાવકધર્મપ્રકાશ [૨૧] જિનેન્દ્ર-ભક્તિવંત શ્રાવકોને ધન્ય છે
શ્રાવકો ગાઢ જિનભક્તિથી જૈનધર્મને શોભાવે છે. શાંતદશા પામેલા ઘર્માજીવ કેવા હોય ને વીતરાગી દેવગુરુ પ્રત્યેની એની ભક્તિનો ઉલ્લાસ કેવો હોય તેની પણ જીવોને ખબર નથી. ઇન્દ્ર જેવા પણ ભગવાન પ્રત્યે ભક્તિથી કહે છે કે હે નાથ ! આ વૈભવવિલાસમાં રહેલું અમારું જીવન એ કાંઈ જીવન નથી, ખરું જીવન તો આપનું છે... કેવળજ્ઞાન ને અતીન્દ્રિય આનંદમય જીવન આપ જીવી રહ્યા છો.
काले दुःखमसंज्ञके जिनपतेधर्मे गते क्षीणतां तुच्छे सामयिके जने बहुतरे मिथ्यान्धकारे सति। चैत्ये चैत्यगृहे च भक्तिसहितो यः सोऽपि न दृश्यते यस्तत्कारयते यथाविधि पुनर्भव्यः स वंद्यः सताम्।।२१।।
આ દુઃષમકાળમાં જ્યારે જિનેન્દ્રભગવાનનો ધર્મ ક્ષીણ થતો જાય છે, જૈનધર્મના આરાધક ધર્માત્મા જીવો પણ ઘણા થોડા છે અને મિથ્યાત્વઅંધકાર ઘણો ફેલાઈ રહ્યો છે, જિનમંદિર અને જિનપ્રતિમા પ્રત્યે ભક્તિવાળા જીવો પણ બહુ દેખાતા નથી, એવા આ કાળમાં જે જીવ વિધિપૂર્વક જિનમંદિર તથા જિનપ્રતિમા કરાવે છે તે ભવ્યજીવ સજજનો વડે વંધ છે.
તીર્થકર ભગવાન બિરાજતા હોય ત્યાં તો ધર્મની ધીકતી ધારા ચાલતી હોય, ચક્રવર્તી ને ઇન્દ્રો જેવા એ ધર્મને આરાધતા હોય. પણ અત્યારે તો અહીં જૈનધર્મ ઘણો ઘટી ગયો છે. તીર્થકરોનો વિરહ, મુનિવરોની પણ દુર્લભતા, ઊંધી માન્યતાને પોષનારા મિથ્યામાર્ગનો પાર નહીં-આવી વિષમતાના ગંજ વચ્ચે પણ જે જીવ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #130
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૧૧૯ ધર્મનો પ્રેમ ટકાવીને ભક્તિથી જિનમંદિર વગેરે કરાવે છે તે ધન્ય છે. સ્તવનમાં પણ આવે છે કે
ચૈત્યાલય જો કરે ધન્ય સો શ્રાવક કહિએ,
તામું પ્રતિમા ઘરે ધન્ય સો ભી સરદહિયે. અગાઉ તો ભરત ચક્રવર્તી જેવાએ પણ કૈલાસ પર્વત ઉપર ત્રણ ચોવીસી તીર્થકરોના રત્નમય જિનબિંબો સ્થાપ્યા. બીજા પણ અનેક મોટા મોટા રાજામહારાજાઓ ને ધર્માત્માઓ મહાન જિનમંદિર કરાવતા હતા. જુઓને, મુડબિદ્રિમાં ‘ત્રિભુવનતિલકચૂડામણિ” જિનમંદિર જેવડું મોટું છે! જેને એક હજાર તો થાંભલા હતા. વળી મહા કિંમતી રત્નોની ૩પ મૂર્તિઓ પણ ત્યાં છે, એ પણ ધર્માત્મા શ્રાવકોએ દર્શન માટે કરાવેલી છે. “શ્રવણબેલગોલા’ માં પણ ઇન્દ્રગિરિ પહાડમાં કોતરેલ પ૭ ફૂટ ઊંચી બાહુબલી ભગવાનની પ્રતિમા કેવી અદ્દભુત છે! અહા, જાણે વીતરાગતાનો પિંડલો! પવિત્રતા અને પુણ્ય બંને એમાં દેખાઈ રહ્યા છે. એ રીતે શ્રાવકો ઘણી ભક્તિપૂર્વક જિનબિંબ સ્થાપતા ને જિનમંદિર બંધાવતા. અત્યારે તો અહીં અનાર્યવૃત્તિવાળા જીવો ઘણા, ને આર્ય જીવો થોડા, તેમાં પણ જૈનો થોડા, તેમાં પણ ધર્મના જિજ્ઞાસુ ઘણા થોડા, ને તેમાંય ધર્માત્મા ને સાધુઓ તો અત્યંત વિરલા ! જો કે તે ત્રણેકાળે વિરલ છે પણ અત્યારે અહીં તો ઘણાં વિરલ છે. જ્યાં જુઓ ત્યાં કુદેવ અને મિથ્યાત્વનું જોર ફેલાયેલું છે. આવા કળસકાળમાં પણ જે જીવો ભક્તિપૂર્વક જિનાલય ને જિનબિંબની વિધિપૂર્વક સ્થાપના કરાવે છે તેઓ જિનદેવના ભક્ત, સમ્યગ્દષ્ટિ-ધર્મના સચિવંત છે, ને એવા ધર્મજીવોની સજ્જનો પ્રશંસા કરે છે.
જુઓ ભાઈ, જિનમાર્ગમાં વીતરાગપ્રતિમા અનાદિની છે. સ્વર્ગમાં શાશ્વત જિન પ્રતિમાઓ છે, નંદીશ્વરમાં છે, મેરુપર્વત ઉપર છે. ૫૦૦ ધનુષના રત્નમય જિનબિંબો એવા અલૌકિક છે-જાણે કે સાક્ષાત્ તીર્થંકર હોય, ને હુમણાં વાણી છૂટશે!! કારતક, ફાગણ ને અષાડ માસની અષ્ટાલિકામાં ઈદ્રો ને દેવો નંદીશ્વર જઈને મહા ભક્તિપૂર્વક દર્શન-પૂજન કરે છે. શાસ્ત્રોમાં અનેક પ્રકારનાં મહા પૂજન કહ્યાં છે-ઇન્દ્ર દ્વારા પૂજા થાય તે ઇન્દ્રધ્વજ પૂજા છે, ચક્રવર્તી કિમિચ્છક દાનપૂર્વક રાજાઓની સાથે જે મહાપૂજા કરે છે તેને કલ્પદ્રુમપૂજા કહેવાય છે; અષ્ટાલિકામાં જે વિશેષ પૂજા થાય તેને અષ્ટાલિકપૂજન કહેવાય છે; મુકુટબદ્ધ રાજાઓ જે પૂજા કરાવે તેને સર્વતોભદ્ર અથવા મહામહપૂજા કહે છે, રોજરોજ શ્રાવક જે પૂજા કરે તે નિત્યમહ પૂજા છે.
ભરત ચક્રવર્તી મહાપૂજન કરાવતા તેનું ઘણું વર્ણન આદિપુરાણમાં આવે છે. સૂર્યની અંદર શાશ્વત જિનબિંબ છે; ભરત ચક્રવર્તીને ચાક્ષુષ જ્ઞાનનો એટલો તીવ્ર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #131
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૦)
(શ્રાવકધર્મપ્રકાશ ક્ષયોપશમ હતો કે પોતાના મહેલમાંથી સૂર્યમાં રહેલા જિનબિંબનાં દર્શન કરતા તે ઉપરથી સવારમાં સૂર્યના દર્શનનો રિવાજ પ્રચલિત થઈ ગયો. લોકો મૂળ વસ્તુને ભૂલી ગયા ને સૂર્યને પૂજવા લાગ્યા. શાસ્ત્રોમાં ઠેરઠેર જિનપ્રતિમાનું વર્ણન આવે છે. અરે, સ્થાનકવાસીના માનેલા આગમોમાં પણ જિનપ્રતિમાનો ઉલ્લેખ આવે છે. પણ તેઓ તેના અર્થ વિપરીત કરે છે. એકવાર સં. ૧૯૭૬ માં (પૂ. શ્રી કાનજીસ્વામીએ ) એક જુના સ્થાનકવાસી સાધુને પૂછયું કે આ શાસ્ત્રોમાં જિનપ્રતિમાનું તો વર્ણન આવે છે-કેમકે “જિનના શરીરપ્રમાણ ઊંચાઈ ”—એવી ઉપમા આપી છે, જો એ પ્રતિમા યક્ષની હોય તો આવી જિનની ઉપમા ન આપે-ત્યારે તે સ્થાનકવાસી સાધુએ એ વાત સ્વીકારતાં કહ્યું કે તમારી વાત સાચી છે, છે તો એમ જ. તીર્થંકરની જ પ્રતિમા છે; પણ બહારમાં બોલાય એવું નથી. ત્યારે એમ થઈ ગયેલું કે અરે, આ શું! અંદર કંઈક માને, બહારમાં બીજાં કહે - આવો ભગવાનનો માર્ગ ન હોય. આ જીવોને આત્માની દરકાર નથી. ભગવાનના માર્ગની દરકાર નથી; સત્યનો શોધક જીવ આવા સંપ્રદાયમાં રહી ન શકે. જિનમાર્ગમાં વીતરાગમૂર્તિની પૂજા અનાદિથી ચાલી આવે છે, મોટા મોટા જ્ઞાનીઓ પણ તેને પૂજે છે. જેણે મૂર્તિનો નિષેધ કર્યો તેણે અનંત જ્ઞાનીઓની આશાતના કરી છે.
શાસ્ત્રમાં તો એવી કથા આવે છે કે જ્યારે મહાવીરભગવાન રાજગૃહીમાં પધાર્યા ને શ્રેણીક રાજા તેમને વંદન કરવા જાય છે ત્યારે એક દેડકું પણ ભક્તિથી
મોઢામાં ફૂલ લઈને પ્રભુની પૂજા કરવા જાય છે, રસ્તામાં હાથીના પગ નીચે કચડાઈને મરે છે ને દેવપણે ઉપજીને તરત ભગવાનના સમવસરણમાં આવે છે. ધર્માજીવ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #132
--------------------------------------------------------------------------
________________
સીમંધર સ્વામિ તરતા જિનબિલ્બ
Page #133
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ).
(૧૨૧ ભગવાનના દર્શન કરતાં સાક્ષાત્ ભગવાનને યાદ કરે છે કે અહો, ભગવાન ! અહો સીમંધરનાથ ! તમે વિદેહમાં ને હું અહીં ભરતમાં, આપના સાક્ષાત્ દર્શનના મને વિરહ પડ્યા! પ્રભો, એવો અવસર ક્યારે આવે કે આપનો વિરડું તૂટે, એટલે કે રાગ-દ્વેષનો સર્વથા નાશ કરીને આપના જેવો વીતરાગ ક્યારે થાઉં! ધર્મી આવી ભાવના વડે રાગને તોડે છે, એટલે ભગવાનથી તે ક્ષેત્રે દૂર છતાં ભાવથી નજીક છે. ઇન્દ્ર અને ચક્રવર્તી જેવા પણ ભગવાનને કહે છે કે હે નાથ ! આ વૈભવ-વિલાસમાં રહેલું અમારું જીવન એ કાંઈ જીવન નથી, ખરું જીવન તો આપનું છે; આપ કેવળજ્ઞાન ને અતીન્દ્રિય આનંદમય જે જીવન જીવી રહ્યા છો તે જ સાચું જીવન છે. પ્રભો, અમારે પણ એ જ ઉધમ કરવાનો છે. પ્રભો, એ પળને ધન્ય છે કે જ્યારે અમે મુનિ થઈને આપના જેવા કેવળજ્ઞાનને સાધશું. –આવો પુરુષાર્થ નથી ઉપડતો ત્યાં સુધી ધર્માજીવ શ્રાવકધર્મનું પાલન કરે છે, અને દાન-જિનપૂજા વગેરે કાર્યોવર્ડ તે પોતાના ગૃહસ્થજીવનને સફળ કરે છે.
અત્યારે તો મુનિઓની દુર્લભતા છે; અને મુનિઓ હોય તોપણ તેઓ કાંઈ જિનમંદિર બંધાવવાની કે પુસ્તક છપાવવાની એવી પ્રવૃત્તિમાં પડે નહિ; બહારની કોઈ પ્રવૃત્તિનો ભાર મુનિ પોતાને માથે રાખે નહિ; એવા કાર્યો તો શ્રાવકો જ કરતા હોય. ઉત્તમ શ્રાવકો ગાઢભક્તિ સહિત જિનમંદિરો બનાવે, પ્રતિષ્ઠા કરાવે, તેની શોભા વધારે, કયાં શું જોઈશે ને કઈ રીતે ધર્મની શોભા વધશે-એમ બધું ગાઢભક્તિથી કરે.
ચાલો જિનમંદિરે દર્શન કરવા, ચાલો પ્રભુની ભક્તિ કરવા, ચાલો ઘર્મના મહોત્સવ ઉજવવા,
ચાલો કોઈ તીર્થની યાત્રા કરવા, -એમ શ્રાવક-શ્રાવિકા ગાઢભક્તિથી જૈનધર્મને શોભાવે. અહા, શાંતદશા પામેલા ધર્માજીવ કેવા હોય ને વીતરાગી દેવ-ગુરુ પ્રત્યેની ભક્તિનો એનો ઉલ્લાસ કેવો હોય તેની પણ જીવોને ખબર નથી. આગળના જમાનામાં તો વૃદ્ધો-યુવાનો, બહેનો ને બાળકો બધાય ધર્મના પ્રેમવાળા હતા ને ધર્મવડે પોતાની શોભા માનતા હતા. એને બદલે અત્યારે તો સીનેમાનો શોખ વધ્યો છે ને સ્વછંદ ફાટયો છે. આવા વિષમ કાળમાં પણ જે જીવો જિનભક્તિવાળા છે, ધર્મના પ્રેમવાળા છે ને જિનમંદિર વગેરે કરાવે છે એવા શ્રાવકોને ધન્ય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #134
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૨)
(શ્રાવકધર્મપ્રકાશ [૨૨] સાચી જિનભક્તિમાં વીતરાગતાનો આદર
ધર્મીના જરાક શુભભાવનું પણ મહાન ફળ, તો એની શુદ્ધતાના મહિમાની તો શી વાત! જેને અંતરમાં વીતરાગભાવ ગમ્યો તેને વીતરાગતાનાં બાહ્ય નિમિત્તો પ્રત્યે પણ કેટલો ઉત્સાહ હોય! જિનમંદિર કરાવવાની વાત તો દૂર રહી પણ ત્યાં દર્શન કરવા જવાનીયે જેને ફૂરસદ નથી-એને ધર્મનો પ્રેમ કોણ કહે ?
વીતરાગી જિનમાર્ગ પ્રત્યે શ્રાવકનો ઉત્સાહ કેવો હોય ને તેનું ફળ કેવું હોય તે કહે છે
बिम्बादलोन्नति यवोन्नतिमेव भक्तया ये कारयन्ति जिनसद्म जिनाकृतिं च पुण्यं तदीयमिह वागषि नैव शक्ता
स्तोतुं परस्य किमुः कारयितुः द्वयस्य।। २२।। જે જીવ ભક્તિથી બિંબાદલ જેવડું નાનું જિનમંદિર કરાવે છે, તથા જે જવના દાણા જેવડી જિન-આકૃતિ (જિનપ્રતિમા) કરાવે છે તેના પણ મહાન પુણ્યનું વર્ણન કરવા આ લોકમાં સરસ્વતી-વાણી પણ સમર્થ નથી; તો પછી જે જીવ એ બંને કરાવે છે, અર્થાત્ ઊંચા ઊંચા જિનમંદિર બંધાવે છે ને અતિશય ભવ્ય જિનપ્રતિમા કરાવે છે-એનાં પુણ્યની તો શી વાત?
જાઓ, આમાં “ભક્તિપૂર્વક” ની મુખ્ય વાત છે; માત્ર પ્રતિષ્ઠા કે માનઆબરૂ ખાતર કે દેખાદેખીથી ક્યાંક પૈસા ખરચી નાંખે એની વાત નથી, પણ ભક્તિપૂર્વક એટલે જેણે સર્વજ્ઞ ભગવાનની કંઈક ઓળખાણ થઈ છે ને અંતરમાં બહુમાન જાગ્યું છે કે અહો, આવા વીતરાગી સર્વજ્ઞદેવ! આવા ભગવાનને હું મારા અંતરમાં પધરાવું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #135
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૧૨૩ ને જગતમાં પણ એની પ્રસિદ્ધિ થાય-આવા બહુમાનથી ભક્તિભાવપૂર્વક જિનપ્રતિમા અને જિનમંદિર કરાવવાનો ભાવ જેને આવે છે તેને ઊંચી જાતના લોકોત્તર પુણ્ય બંધાય છે, કેમકે એના ભાવમાં વીતરાગતાનો આદર થયો છે પછી ભલે પ્રતિમા મોટી હોય કે નાની, પણ તેની સ્થાપનામાં વીતરાગતાનું બહુમાન ને વીતરાગનો આદર છે, એ જ ઉત્તમ પુણ્યનું કારણ છે.
ભગવાનની મૂર્તિને અહીં નિનાવૃત' કહી છે એટલે અહંન્ત-જિનદેવની જેવી નિર્વિકાર આકૃતિ હોય તેવી જ નિર્દોષ આકૃતિવાળી જિનપ્રતિમા હોય. જિન ભગવાન વસ્ત્ર-મુગટ ન પહેરે ને એની આકૃતિ-મૂર્તિ ઉપર વસ્ત્ર-મુગટ હોય- તો એને જિનાકૃતિ ન કહેવાય. “જિનપ્રતિમા જિન સારખી, ભાખી આગમમાંય.” - આવી નિર્દોષ પ્રતિમા જિનશાસનમાં પૂજનીક છે.
અહીં તો કહે છે કે અહો, જે જીવ ભક્તિથી આવા વીતરાગ જિનબિંબ અને જિનપ્રતિમા કરાવે છે તેના પુણ્યનો મહિમા વાણીથી કેમ કહેવાય? જાઓ તો ખરા, ધર્મીના જરાક શુભભાવનું આટલું ફળ! તો એની શુદ્ધતાના મહિમાની તો શી વાત!! જેને અંતરમાં વીતરાગભાવ ગમ્યો તેને વીતરાગતાના બાહ્ય નિમિત્તો પ્રત્યે પણ કેટલો ઉત્સાહ હોય? એક વાત એમ આવે છે કે એક શેઠ જિનમંદિર બંધાવતા હતા, તેમાં કામ કરતાં કરતાં પત્થરની જેટલી રજ ખરે તેના ભારોભાર ચાંદી કારીગરોને આપતા. એને મનમાં એમ હતું કે અહો, મારા ભગવાનનું મંદિર બંધાય છે તો તેમાં કારીગરોને પણ હું ખુશ કરું, જેથી મારા મંદિરનું કામ ઉત્તમ થાય. જોકે એ વખતે કારીગરો પણ પ્રમાણિક દિલવાળા હતા. અત્યારે તો માણસોની વૃત્તિમાં ઘણો ફેરફાર થઈ ગયો છે. અહીં તો ભગવાનના ભક્ત શ્રાવક-ધર્માત્માને જિનમંદિર અને જિનપ્રતિમાનો કેવો શુભરાગ હોય તે બતાવવું છે.
સંસારમાં જુઓને, પાંચ-દશ લાખ રૂપિયા કમાણો હોય ને લાખ-બે લાખ ખરચીને બંગલો બંધાવતો હોય તો કેટલી હોંશ કરે છે? કયાં શું જોઈશે ને કઈ રીતે શોભશે–તેના કેટલાય વિચાર કરે છે. એમાં તો મમતાનું પોષણ છે. તો ધર્માત્માને એવા વિચાર આવે કે અહો, મારા ભગવાન જેમાં વસે એવું જિનઘર, તેમાં શું-શું જોઈશે ને કઈ રીતે તે શોભશે? –એ રીતે વિચાર કરીને હોંશથી ( તનથી, મનથી, ધનથી) તેમાં વર્તે છે. ત્યાં ખોટી કરકસર કે કંજુસાઈ કરતો નથી. ભાઈ, આવા ધર્મકાર્યમાં તું ઉદારતા રાખીશ તો તને એમ થશે કે મેં જીવનમાં ધર્મને માટે કંઈક કર્યું છે, એકલા પાપમાં જીંદગી નથી બગાડી, પણ ધર્મ તરફના કંઈક ભાવ કર્યા છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #136
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૧૨૪
પો – ૨
IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
પોતૂર (દક્ષિણ-દેશ) માં બે હજાર વર્ષ પ્રાચીન દિગંબર જિનમંદિર- જ્યાં શ્રી કુંદકુંદાચાર્ય જિનેન્દ્રદેવના દર્શન કરવા પઘારતા હતા, તે મંદિરમાં શ્રી કાનજીસ્વામી દર્શન કરી રહ્યા છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #137
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૨૫
શ્રાવકધર્મપ્રકાશ )
એમ તને ધર્મના બહુમાનનો ભાવ રહ્યા કરશે-એનો જ લાભ છે. ને આવા ભાવ સાથે જે પુણ્ય બંધાય તે પણ બીજા લૌકિક દયા-દાન કરતાં ઊંચી જાતના હોય છે. જેમ મકાન બાંધનારો કારીગર, જેમ જેમ મકાન ઊંચું થતું જાય છે તેમ તેમ તે પણ ઊંચે ચડતો જાય છે; તેમ ધર્મી જીવ જેમ જેમ શુદ્ધતામાં આગળ વધે છે તેમ તેમ તેનાં પુણ્યનો રસ પણ વધતો જાય છે.
જિનમંદિર અને જિનપ્રતિમા કરાવનારના ભાવમાં શું છે? એના ભાવમાં વીતરાગતાનો આદર છે ને રાગનો આદર છૂટી ગયો છે-આવા ભાવથી કરાવે તો સાચી ભક્તિ કહેવાય; ને વીતરાગભાવના આદરવડે તે જીવ અલ્પકાળે રાગને તોડીને મોક્ષ પામે. પરંતુ, આ વાત લક્ષમાં લીધા વગર એમ ને એમ કોઈ કહી ઘે કે તમે મંદિર કરાવ્યું માટે આઠ ભવમાં તમારો મોક્ષ થઈ જશે, –તો એ વાત સિદ્ધાંતની નથી. ભાઈ, શ્રાવકને એવો શુભભાવ હોય છે એ વાત સાચી, પણ એ રાગની જેટલી હદ હોય તેટલી રાખવી જોઈએ. એ શુભરાગના ફળથી ઊંચા પુણ્ય બાંધવાનું કહ્યું છે પરંતુ એનાથી કર્મક્ષય થવાનું ભગવાને કહ્યું નથી. કર્મનો ક્ષય તો સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રથી જ કહ્યો છે.
-
અરે, સાચો માર્ગ ને સાચું તત્ત્વ સમજ્યા વગર જીવો ક્યાંક અટકી જાય છે. શાસ્ત્રમાં વ્યવહારનાં ન તો અનેક પ્રકારે આવે, પણ મૂળ તત્ત્વને અને વીતરાગભાવરૂપ માર્ગને લક્ષમાં રાખીને એના અર્થ સમજવા જોઈએ. શુભરાગથી ઊંચા પુણ્ય બંધાય છે- એમ બતાવવા તેનો મહિમા કર્યો ત્યાં કોઈ તેમાં જ ધર્મ માનીને અટકી જાય છે. તો બીજા કેટલાક જીવો તો ભગવાનનું જિનમંદિર હોય ત્યાં દર્શન કરવાય નથી જતા. ભાઈ, જેને વીતરાગતાનો પ્રેમ હોય ને જ્યાં જિનમંદિરનો યોગ હોય ત્યાં તે ભક્તિથી રોજ દર્શન કરવા જાય. જિનમંદિર કરાવવાની વાત તો દૂર રહી પણ ત્યાં દર્શન કરવા જવાનીયે જેને ફૂરસદ નથીએને ધર્મનો પ્રેમ કોણ કહે ? મોટા મોટા મુનિઓ પણ વીતરાગ પ્રતીમાના ભક્તિથી દર્શન કરે છે ને તેમની સ્તુતિ કરે છે. પોન્નૂર ગામમાં એક જુનું મંદિર છે, કુંદકુંદાચાર્યદેવ ગામમાં આવે ત્યારે તેઓ ત્યાં દર્શન કરવા પધારતા. (સં. ૨૦૨૦ ની યાત્રામાં આપણે તે મંદિર જોયું છે.) સમન્તભદ્રસ્વામીએ પણ ભગવાનની અદ્દભુત સ્તુતિ કરી છે. બે હજાર વર્ષ પહેલાં કોઈ મોટા રાજાને જિનબિંબ પ્રતિષ્ઠા કરાવવાની હતી ત્યારે તેની વિધિ માટેનું શાસ્ત્ર રચવાની આજ્ઞા કુંદકુંદાચાર્યદેવે પોતાના શિષ્ય જયસેનમુનિને કરી; તે જયસેનસ્વામીએ માત્ર બે દિવસમાં પ્રતિષ્ઠાપાઠની રચના કરી. આથી કુંદકુંદાચાર્યદેવે તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #138
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૬ )
(શ્રાવકધર્મપ્રકાશ
જયસેનસ્વામીને ‘ વસુ-બિંદુ' (એટલે કે આઠ કર્મનો અભાવ કરનાર ) એવું વિશેષણ આપ્યું; તેમનો કરેલો પ્રતિષ્ઠાપાઠ ‘વસુબિંદુ-પ્રતિષ્ઠાપાઠ' કહેવાય છે. તેના આધારે પ્રતિષ્ઠાની વિધિ થાય છે. મોટા મોટા ધર્માત્માઓને જિનેન્દ્રભગવાનની પ્રતિષ્ઠાનો, તેના દર્શનનો આવો ભાવ આવે, ને તું કહે છે કે ‘મને દર્શન કરવાની ફૂરસદ મળતી નથી, કે મને પૂજા કરતાં શરમ આવે છે!'-તો તને ધર્મની રુચિ નથી, દેવ-ગુરુનો તને પ્રેમ નથી. પાપના કામમાં તને ફૂરસદ મળે છે ને અહીં તને ફૂરસદ નથી મળતી! –એ તો તારું ખાલી બહાનું છે! અને જગતના પાપકાર્યોકાળાબજાર વગેરે, તેમાં તને શ૨મ નથી આવતી ને અહીં ભગવાન પાસે જઈને પૂજા કરવામાં તને શરમ આવે છે!! વાહ, બલિહારી છે તારી ઊંધાઈની! શરમ તો પાપકાર્ય કરવામાં આવવી જોઈએ, તેને બદલે ત્યાં તો તને હોંશ આવે છે ને ધર્મનાં કાર્યોમાં શ૨મ થવાનું કહે છે-પણ ખરેખર તને ધર્મનો પ્રેમ જ નથી. એક રાજાની કથા આવે છે કે, તે રાજા રાજદરબારમાં આવતો હતો ત્યાં વચ્ચે કોઈ મુનિરાજના દર્શન થયા, ત્યાં ભક્તિથી રાજાએ તેમના ચરણમાં મુકુટબદ્ધ શિર ઝુકાવ્યું. ને પછી રાજદરબારમાં આવ્યો. ત્યાં દીવાને તેના મુગટ ઉપર ધૂળ લાગેલી જોઈ એટલે તે તેને ખંખેરવા લાગ્યો. ત્યારે રાજા તેને અટકાવીને કહે છે કે દીવાનજી રહેવા દો.... એ ૨જથી તો મારા મુગટની શોભા છે, એ ૨જ તો મારા વીતરાગગુરુના ચરણથી પવિત્ર થયેલી છે! –જુઓ, આ ભક્તિ! ! એમાં એને શરમ ન આવે કે અરે, મારા કિંમતી મુગટને ધૂળ લાગી ગઈ! કે બીજા મારી મશ્કરી કરશે! અરે, ભક્તિમાં શરમ કેવી ? ભગવાનના ભક્તને ભગવાનના દર્શન વગર ગોઠે નહિ. અહીં ( સોનગઢમાં ) પહેલાં મંદિર ન હતું, ત્યારે ભક્તોને એમ થયું કે અરે, આપણને અહીં ભગવાનનો તો વિરહ થયો, એમનાં તો સાક્ષાત્ દર્શન નહિ ને તેમની પ્રતિમાના પણ દર્શન નહીં! - એમ દર્શનની ભાવના જાગી. તે ઉપરથી સં. ૧૯૯૭ માં આ જિનમંદિર થયું. આચાર્યદેવ કહે છે કે અહો, ભગવાનના દર્શનથી કોને પ્રસન્નતા ન થાય! ! ને એનું જિનમંદિર તથા જિનપ્રતિમા કરાવે તેનાં પુણ્યની શી વાત! ! ભરત ચક્રવર્તી જેવાએ પાંચસો-પાંચસો ધનુષની મોટી પ્રતિમાઓ કરાવી હતી, એની શોભાની શી વાત! ! અત્યારે પણ જીઓને-બાહુબલી ભગવાનની મૂર્તિ કેવી છે! અહા, એનો અત્યારે તો ક્યાંય જોટો નથી, નેમિચન્દ્ર સિદ્ધાંત ચક્રવર્તી મહા મુનિ હતા, તેમના હસ્તે એની પ્રતિષ્ઠા થઈ છે; ને આની સામેની પહાડી (ચંદ્રગિર ) ઉપરના એક જિનાલયમાં તેમણે ગોમટ્ટસારની રચના કરી હતી. બાહુબલી ભગવાનની એ પ્રતિમાને ગોમદ્રેશ્વર પણ કહેવાય છે. એ તો સત્તાવન ફૂટ ઊંચી છે ને એનો અચિંત્ય દેદાર છે.... પુણ્ય અને પવિત્રતા બંનેની ઝલક એમની મુદ્રા ઉ૫૨ દેખાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #139
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ )
(૧૨૭
છે. ને બાહુબલી ભગવાનની બીજી એક તદન નાની (ચણાના દાણા જેવડી ) રત્નપ્રતિમા મુડબિદ્રિમાં છે-આવી પ્રતિમા કરવાનો ઉત્સાહ શ્રાવકધર્માત્માઓને આવે છે એમ અહીં બતાવવું છે.
જીઓ, આ શેની વાત ચાલે છે?
આ શ્રાવકના ધર્મની વાત ચાલે છે. આત્મા રાગ વગરનો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે તેની રુચ કરીને રાગ ઘટાડવાનો અંત૨પ્રયત્ન તે ગૃહસ્થધર્મનો પ્રકાશ કરનારો માર્ગ છે. તેમાં દાનના વર્ણનમાં જિનપ્રતિમા કરાવવાનું ખાસ વર્ણન કર્યું છે. જેમ, જેને ધન ગોઠયું તે ધનવાનનાં ગુણગાન કરે છે તેમ જેને વીતરાગતા ગોઠી છે તે ભક્તિપૂર્વક વીતરાગદેવનાં ગુણગાન કરે છે; તેમના વિરહમાં તેમની પ્રતિમામાં સ્થાપના કરીને દર્શન-સ્તુતિ કરે છે. આ રીતે શુદ્ધસ્વરૂપની દષ્ટિ રાખીને, અશુભનાં સ્થાનોથી બચે છે, એવો શ્રાવકભૂમિકાનો ધર્મ છે.
કોઈ કહે કે શુદ્ધતા તે મુનિનો ધર્મ, ને શુભરાગ તે શ્રાવકનો ધર્મ-તો એમ નથી. ધર્મ તો મુનિને કે શ્રાવકને બંનેને એક જ પ્રકારનો, રાગ રહિત શુદ્ધ પરિણતિરૂપ જ છે. પરંતુ શ્રાવકને હજી શુદ્ધતા ઓછી છે એટલે ત્યાં રાગનાં પ્રકારો જિનપૂજા–દાન વગેરે હોય છે, તેથી શુદ્ધતાની સાથે તે શુભકાર્યોને પણ ગૃહસ્થના ધર્મ તરીકે વર્ણવ્યા છે; કેમકે એ ભૂમિકામાં એવા શુભભાવ થાય છે.
જીઓને, નગ્ન દિગંબર સંત, વનમાં વસનારા ને સ્વરૂપની સાધનામાં છઠ્ઠ-સાતમે ગુણસ્થાને ઝૂલનારા મુનિને પણ ભગવાન પ્રત્યે કેવા ભાવ ઉલ્લસે છે! તે કહે છે કે નાનકડું જિનમંદિર બનાવે ને તેમાં જવના દાણા જેવડી જિનપ્રતિમા સ્થાપે-તે શ્રાવકના પુણ્યની પણ શી વાત ! એટલે કે એને વીતરાગભાવની જે રુચિ થઈ છે તેનાં મહાન ફળની શી વાત! પ્રતિમા ભલે નાની હો-પણ એ વીતરાગતાનું પ્રતીક છે ને! એની સ્થાપના કરનારને વીતરાગભાવનો આદર છે, એનું ફળ મહાન છે. કુંદકુંદસ્વામી તો કહે છે કે અરિહંતદેવને બરાબર ઓળખે તો સમ્યગ્દર્શન થાય. જેને વીતરાગતા વહાલી લાગી, જેને સર્વજ્ઞસ્વભાવ રુચ્યો તેને સર્વજ્ઞ-વીતરાગદેવ પ્રત્યે ૫૨મ ભક્તિનો ઉલ્લાસ આવે છે. ઇન્દ્ર જેવા પણ દેવલોકમાંથી ઊતરી સમવસરણમાં આવીઆવીને તીર્થંકરપ્રભુના ચરણને સેવે છે... હજાર હજાર આંખથી પ્રભુને દેખે છેતોય તૃપ્તિ થતી નથીઃ અહો, આપની વીતરાગી શાંતમુદ્રા જાણે જોયા જ કરીએ! ગૃહસ્થની ભૂમિકામાં આવા ભાવોથી ઊંચી જાતના પુણ્ય બંધાય છે. એને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #140
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૮).
(શ્રાવકધર્મપ્રકાશ રાગ તો છે, પણ રાગનું વલણ સંસાર તરફથી ખસીને ધર્મ તરફ વળી ગયું છે, એટલે વીતરાગતાની ભાવના ભેગી ચૂંટાયા કરે છે. અહા, ભગવાન જાણે સ્વરૂપમાં ઠરી ગયા હોય, જ્ઞાતાદખાપણે જગતને સાક્ષીપણે જોઈ રહ્યા હોય ને ઉપશમરસની ધારા વરસતી હોય-એવા ભાવવાળી જિનપ્રતિમા હોય-આવી નિર્વિકાર વીતરાગ જિનમુદ્રાનું દર્શન તે પોતાના વીતરાગસ્વભાવના સ્મરણનું ને ધ્યાનનું નિમિત્ત છે.
ધર્માનું ધ્યેય વીતરાગતા છે. જેમ સારો ખેડૂત ખડ માટે નથી વાવતો પણ અનાજ માટે વાવે છે; અનાજની સાથે ખડ પણ ઘણું થાય છે. તેમ ધર્મીનો પ્રયત્ન વીતરાગતા માટે છે, રાગ માટે નહિ. ચૈતન્યસ્વભાવની દષ્ટિપૂર્વક શુદ્ધતાને સાધતાં સાધતાં વચ્ચે પુણ્યરૂપી ઊંચું ઘાસ પણ ઘણું પાકે છે. પણ એ ઘાસ કાંઈ માણસ ન ખાય, માણસ તો અનાજ ખાય; તેમ ધર્માજીવ રાગને કે પુણ્યને આદરણીય ન માને, વીતરાગભાવને જ આદરણીય માને. જુઓ, આમાં બંને વાત ભેગી છે, શ્રાવકની ભૂમિકામાં રાગ કેવો હોય ને ધર્મ કેવો હોય-એ બંનેનું સ્વરૂપ આમાં આવી જાય છે.
જ્ઞાનીને ધર્મ સહિતનાં જે પુણ્ય હોય તે ઊંચી જાતના હોય છે; અજ્ઞાનીનાં પુણ્ય કસ વગરના હોય છે, એની પર્યાયમાં ધર્મનો દુષ્કાળ છે. જેમ ઉત્તમ અનાજની સાથે જે ઘાસ પાકે તે વાસ પણ કસવાળું હોય છે; દુષ્કાળમાં અનાજ વગરનું એકલું ઘાસ પાકે તેમાં બહુ કસ હોતો નથી, તેમ જ્યાં ધર્મનો દુષ્કાળ છે ત્યાં પુણ્ય પણ હલકા હોય છે, ને ધર્મની ભૂમિકામાં પુણ પણ ઊંચી જાતના હોય છે. તીર્થકરપણું, ચક્રવર્તીપણું, ઇન્દ્રપણું વગેરેના લોકોત્તર પુણ્ય ધર્મની ભૂમિકામાં જ બંધાય છે. ગૃહસ્થોને જિનમંદિર-જિનબિંબ કરાવવાથી તથા આહારદાન વગેરેથી મહાન પુણ્ય બંધાય છે, તેથી મુનિરાજે તેનો ઉપદેશ કર્યો છે. અવિકૃત સ્વરૂપના આનંદમાં ઝૂલનારા સંત-પ્રાણ જાય તોપણ જે જૂઠું બોલે નહિ ને ઇન્દ્રાણી ઉપરથી ઊતરે તોપણ અશુભવૃત્તિ જેને ઊઠે નહિ, એવા વીતરાગી મુનિનું આ કથન છે; જગત પાસેથી એમને એક કણિયો પણ જોઈતો નથી, માત્ર જગતના જીવોને લોભરૂપી પાપના કુવામાંથી ઉગારવા ને ધર્મમાં જોડવા માટે કણાપૂર્વક ઉપદેશ આપ્યો છે. જેનું પત્થર જેવું હૃદય હોય તેની જાદી વાત, પણ ફૂલની કળી જેવું કોમળ જેનું હૃદય હશે તેતો આ વીતરાગી ઉપદેશનો ગુંજારવ સાંભળતાં પ્રસન્નતાથી ખીલી ઊઠશે; જિનેન્દ્રભક્તિવંત તો આનંદિત થશે. પણ જેમ ઉલૂને એટલે કે ઘુવડને સૂર્યનો પ્રકાશ ન ગમે, તેને તો અંધારું ગમે, તેમ ચૈતન્યનો પ્રકાશ કરનાર આ વીતરાગી ઉપદેશ જેને નથી રચતો તે પણ મિથ્યાત્વના ઘોર અંધકારમાં પડેલા છે. જિજ્ઞાસુને તો એમ ઉલ્લાસ આવે કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #141
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૧૨૯ અહો, આ તો મારા ચૈતન્યનો પ્રકાશ કરનારી અપૂર્વ વાત છે. ત્રણ લોકના નાથ જિનદેવ જેમાં બિરાજમાન થાય તેની શોભા માટે ધર્મી-ભક્તોને ઉલ્લાસ હોય. વાદીરાસ્વામી કહે છે-પ્રભો! આપ જે નગરીમાં અવતરો તે નગરી સોનાની થાય, તો ધ્યાન દ્વારા મેં મારા હૃદયમાં આપને વસાવ્યા ને આ શરીર રોગ વગરનું સોના જેવું ન થાય એ કેમ બને? અને આપને આત્મામાં બિરાજમાન કરતાં આત્મામાંથી મોહરોગ ટળીને શુદ્ધતા ન થાય એ કેમ બને?
ધર્મી શ્રાવકને, તેમજ ધર્મના જિજ્ઞાસુ જૈનને એવો ભાવ આવે કે અહો, હું મારા વીતરાગસ્વભાવના પ્રતિબિંબરૂપ આ જિનમુદ્રાને રોજરોજ દેખું. જેમ માતા વગર પુત્રને ચેન ન પડે તેમ ભગવાનના વિરહમાં ભગવાનના દર્શન વગર ભગવાનના પુત્રોને ભગવાનના ભક્તોને ચેન પડે નહિ. ચેલણારાણી શ્રેણીકરાજાના રાજ્યમાં આવી પરંતુ શ્રેણીક તો બૌદ્ધધર્મને માને એટલે જૈનધર્મની જાહોજલાલી દેખાણી નહિ તેથી ચેલણાને કયાંય ચેન પડતું નહિ; અંતે રાજાને સમજાવીને મોટા મોટા જિનમંદિરો બંધાવ્યા ને શ્રેણીકરાજાને પણ જૈનધર્મ પમાડ્યો. એ જ રીતે હરિર્ષણચક્રવર્તીની પણ કથા આવે છે એની માતા જિનદેવની મોટી રથયાત્રા કાઢવા માંગતી હતી પણ બીજી રાણીએ તે રથ રોકયો હતો એટલે હરિપેણની માતાએ અનશનની પ્રતિજ્ઞા લીધી હતી કે મારા જિનેન્દ્રભગવાનનો રથ ધામધૂમથી નીકળે ત્યારપછી જ હું આહાર લઉં. અંતે તેના પુત્રે ચક્રવર્તી થઈને મોટી ધામધૂમથી ભગવાનની રથયાત્રા કાઢી. અકલ સ્વામીના વખતમાં પણ એવું જ બનેલું ને તેમણે બૌદ્ધગુરુને વાદવિવાદમાં જીતીને ભગવાનની રથયાત્રા કઢાવી ને જૈનધર્મની ઘણી પ્રભાવના કરી (આ ત્રણેનાં - ચેલણારાણી, હરિષણચક્રવર્તીને અકલકસ્વામીના ધાર્મિક નાટકો સોનગઢમાં ભજવાઈ ગયા છે.) આ રીતે ધર્મી શ્રાવકો ભક્તિપૂર્વક જિનશાસનની પ્રભાવના કરે છે, જિનમંદિર બંધાવે છે, વીતરાગ જિનબિંબ
સ્થાપે છે, ને એના વડે એને સાતિશય પુણ્ય બંધાય છે. ભલે નાનામાં નાની વીતરાગપ્રતિમા હોય પણ તેના સ્થાપનમાં ત્રણકાળના વીતરાગમાર્ગનો આદર છે. એ માર્ગના આદરથી ઊંચા પુણ્ય બંધાય છે. - આ રીતે, જિનદેવના ભક્ત ધર્મી શ્રાવક અત્યંત બહુમાનથી જિનમંદિર તથા જિનબિંબનું સ્થાપન કરાવે તે વાત કરી તથા તેનું ઉત્તમ ફળ બતાવ્યું.
જ્યાં જિનમંદિર હોય ત્યાં સદાય ધર્મના નવા નવા મંગલ ઉત્સવ થયા કરે છે, તે વાત હવેની ગાથામાં કહેશે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #142
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩)
(શ્રાવકધર્મપ્રકાશ [ ૨૩] શ્રાવકની ધર્મપ્રવૃત્તિના વિવિધ પ્રકારો
ધર્મી જીવને ઘરની શોભા કરતાં જિનમંદિરની શોભાનો વધુ ઉત્સાહ હોય; સર્વ પ્રકારે સંસારનો પ્રેમ ઓછો કરીને ધર્મનો પ્રેમ તે વધારે છે. માત્ર અમુક કૂળમાં જન્મી લેવાથી શ્રાવકપણું નથી થતું, પણ સર્વજ્ઞની ઓળખાણપૂર્વક શ્રાવકધર્મનું આચરણ કરવાથી શ્રાવકપણું થાય છે. જ્યાં ધર્મના ઉત્સવઅર્થે રોજ દાન થાય છે, જ્યાં મુનિ વગેરે ધર્માત્માનો આદર થાય છે તે ગૃહસ્થાશ્રમ શોભે છે, એના વગરનું શ્રાવકપણું શોભતું નથી.
જ્યાં જિનમંદિર હોય ત્યાં શ્રાવકો હંમેશાં ભક્તિથી નવા નવા ઉત્સવો કરે છે, તેનું વર્ણન કરે છે
यात्राभिः स्नपनैर्महोत्सवशतैः पूजाभिरुल्लोचकैः नैवेद्यैर्बलिभिर्ध्वजैश्च कलशै: तूर्यत्रिकैर्जागरेः। घंटाचामरदर्पणादिभिरपि प्रस्तार्य शोभां परां भव्याः पुण्यमुपार्जयन्ति सततं सत्यत्र चैत्यालये।। २३।।
આ જગતમાં જ્યાં ચૈત્યાલય હોય ત્યાં ભવ્યજીવો રથયાત્રા કાઢે; ભગવાનના કલશાભિષેક વગેરે સેંકડો પ્રકારના મોટા મોટા ઉત્સવો કરે; અનેક પ્રકારના પૂજન વિધાન કરે; ચાંદણી-ચંદરવા-તોરણ કરાવે, નૈવૈદ તથા બીજી ભેટો ચઢાવે; ધ્વજ, કળશ, સૂર્યત્રિક એટલે ગીત-નૃત્ય-વાજિંત્ર, જાગરણ, ઘંટા, ચામર તથા દર્પણ વગેરે દ્વારા ઉત્કૃષ્ટ શોભાનો વિસ્તાર કરે-એ રીતે નિરંતર પુણ્યનું ઉપાર્જન કરે છે.
જુઓ, જ્યાં ધર્મના પ્રેમી શ્રાવકો હોય ત્યાં જિનમંદિર હોય, ને જ્યાં મંદિર હોય ત્યાં રોજ રોજ મંગલ-મહોત્સવ થયા કરે. કોઈવાર મંદિરની વર્ષગાંઠ હોય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #143
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩૧
શ્રાવકધર્મપ્રકાશ) ભગવાનના કલ્યાણકનો પ્રસંગ હોય, પર્યુષણ હોય, અષ્ટાનિકાપર્વ હોય એવા અનેક પ્રસંગે ધર્માજીવ ભગવાનના મંદિરમાં પૂજા-ભક્તિના ઉત્સવ કરાવે. એ બહાને દાનાદિમાં પોતાનું ધન વાપરીને શુભભાવ કરે ને રાગ ઘટાડે. જોકે વીતરાગભગવાન તો કાંઈ દેતા નથી ને કાંઈ લેતા નથી, પૂજા કરનાર પ્રત્યે કે નિંદા કરનાર પ્રત્યે એમને તો વીતરાગભાવ જ વર્તે છે, પણ ભક્તને જિનમંદિરની શોભા વગેરેનો ઉલ્લાસભાવ આવ્યા વગર રહેતો નથી. પોતાના ઘરની શોભા વધારવાનો ભાવ કેમ આવે છે? –તો ધર્મીને ધર્મપ્રસંગમાં જિનમંદિરની શોભા કેમ વધે-એવા ભાવ આવે છે. શ્રાવક અત્યંત ભક્તિથી શુદ્ધ જળવડે ભગવાનનો અભિષેક કરે ત્યારે એને એવા ભાવ ઉલ્લસે કે જાણે સાક્ષાત અરિહંતદેવનો જ સ્પર્શ થતો હોય ! જેમ પુત્રના લગ્ન વગેરે પ્રસંગે ઉત્સવ કરે છે ને મંડપની તથા ઘરની શોભા કરાવે છે, તેના કરતાં વધારે ઉત્સાહથી ધર્મી જીવ ધર્મની શોભા અને ઉત્સવ કરાવે-જ્યાં મંદિર હોય ને
જ્યાં ધર્મી શ્રાવક હોય ત્યાં વારંવાર આનંદ-મંગળના આવા પ્રસંગ બન્યા કરે, ને ઘરના નાનાં છોકરાવને પણ ધર્મના સંસ્કાર પડે.
ધર્મને માટે જે અનુકૂળ ન હોય અથવા ધર્મમાં જે બાધા કરે તેમ હોય, એવા દેશને, એવા સંયોગને ધર્મી જીવ છોડી દે. જ્યાં જિનમંદિર વગેરે હોય ત્યાં ધર્માત્મા રહે, ને ત્યાં નવા નવા મંગલ ઉત્સવ થયા કરે. વળી કોઈ વિશેષ પ્રકારનું જિનમંદિર કે જિનપ્રતિમાં હોય ત્યાં યાત્રા કરવા માટે અનેક શ્રાવકો આવે; તથા સર્મેદશિખર, ગીરનાર વગેરે તીર્થોની યાત્રા પણ શ્રાવક કરે, એ રીતે તે મોક્ષગામી સન્તોને યાદ કરે છે. કોઈ વાર મંદિરની વર્ષગાંઠ હોય, કોઈવાર મંદિરને દશ કે પચીસ કે સો વર્ષ પુરા થતાં હોય તો તેનો ઉત્સવ કરે, કોઈ મોટા સત્ત-મહાત્મા મુનિ વગેરે પધારે ત્યારે ઉત્સવ કરે, પુત્ર-પુત્રીના લગ્નોત્સવ-જન્મોત્સવ વગેરે નિમિત્તે પણ મંદિરમાં પૂજનાદિ શોભા કરાવે, રથયાત્રા કઢાવે-એમ હરેક પ્રસંગે ગૃહસ્થ ધર્મને યાદ કર્યા કરે. કોઈ નવીન મહાન શાસ્ત્રો આવે ત્યાં તેના બહુમાનનો ઉત્સવ કરે. શાસ્ત્ર એટલે કે જિનવાણી તે પણ ભગવાનની જેમ જ પૂજ્ય છે. પોતાના ઘરને જેમ તોરણ વગેરેથી શણગારે છે ને નવા નવા વસ્ત્રો લાવે છે તેમ જિનમંદિરના દ્વારને ભાતભાતના તોરણ વગેરેથી શણગારે ને નવા નવા ચંદરવા વગેરેથી શોભા કરાવે. આ રીતે શ્રાવકને રાગની દિશા પલટી ગઈ છે; સાથે તે એમ પણ જાણે છે કે આ રાગ પુણ્યાસ્ત્રવનું કારણ છે, ને જેટલી વીતરાગી શુદ્ધતા છે તેટલો જ મોક્ષમાર્ગ છે.
જિનમંદિર ઉપર કલશ તથા ધ્વજ ચઢાવવાના પણ મોટા ઉત્સવ થાય છે. અગાઉના વખતમાં તો શિખરમાં પણ કિંમતી રત્ન લગાડતા, તે ઝગઝગ થાય. નવા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #144
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩ર )
(શ્રાવકધર્મપ્રકાશ નવા વીતરાગી ચિત્રો વડે મંદિરની શોભા કરે-એમ સર્વ પ્રકારે સંસારનો પ્રેમ ઓછો કરીને ધર્મનો પ્રેમ વધારે છે. જેને વીતરાગમાર્ગ પ્રત્યે પ્રેમ ઉલ્લસ્યો છે તેને આવા ભાવો શ્રાવકદશામાં આવે છે. આ ધૂળના ઢીંગલા જેવું શરીર તેનો ફોટો કેમ પડાવે છે? ને કેવા પ્રેમથી જુએ છે તથા શણગારે છે; તો વીતરાગ-જિનબિંબ એ વીતરાગ-ભગવાનનો ફોટો છે, પરમાત્મદશા જેને વહાલી હોય તેને તેના પ્રત્યે પ્રેમ અને ઉલ્લાસ આવે છે.
માત્ર અમુક કૂળમાં જન્મી લેવાથી શ્રાવકપણું થઈ જતું નથી, પણ સર્વજ્ઞની ઓળખાણપૂર્વક શ્રાવકધર્મનું આચરણ કરવાથી શ્રાવકપણું થાય છે. સમયસારમાં જેવો એકત્વ-વિભક્ત શુદ્ધાત્મા દર્શાવ્યો છે તેવા શુદ્ધ આત્માની ઓળખાણરૂપ સમ્યગ્દર્શન હોય તો શ્રાવકપણું શોભી ઊઠે. સમ્યગ્દર્શન વિનાનું શ્રાવકપણું શોભે નહિ. નિર્વિકલ્પ અનુભૂતિ સહિત સમ્યગ્દર્શન થાય તે ઉપરાંત આનંદની અનુભૂતિ ને સ્વરૂપસ્થિરતા વધી જતાં અપ્રત્યાખ્યાનકષાયોનો પણ અભાવ થાય, –આવી અરાગી દશા થાય તેનું નામ શ્રાવકપણું છે અને તે ભૂમિકામાં જે રાગ બાકી છે તેમાં જિનેન્દ્રદર્શન-પૂજન, ગુરુસેવા, શાસ્ત્રસ્વાધ્યાય, દાન, અણુવ્રત, વગેરે હોય છે–તેથી તે પણ વ્યવહાર શ્રાવકનો ધર્મ છે. આવા શ્રાવકધર્મનું આ પ્રકાશન છે.
અત્યારે તીર્થકર ભગવાન અહીં સાક્ષાત્ નથી પણ એમની વાણી તો છે, એ વાણીથી પણ ઘણો ઉપકાર થાય છે, તેથી તે વાણીની (શાસ્ત્રની) પણ પ્રતિષ્ઠા કરાય છે અને ભગવાનની મૂર્તિ સામે જોતાં-જાણે સાક્ષાત્ ભગવાન મારા સામે જ બિરાજે છે-એમ પોતાના જ્ઞાનમાં ભગવાનને પ્રત્યક્ષ કરીને સાધકને ભક્તિભાવ ઉલ્લસે છે. અવારનવાર ભગવાનનો અભિષેક કરે ત્યારે પ્રભુનો સ્પર્શ થતાં મહાન હર્ષ માને કે અહો, આજે મને ભગવાનના ચરણનો સ્પર્શ થયો, આજે ભગવાનના ચરણની સેવાનું પરમ સૌભાગ્ય મળ્યું-આમ ધર્માત્માના હૃદયમાં ભગવાન પ્રત્યે વહાલ ઊભરાય છે. મંદિરમાં ભગવાન પાસેથી ઘરે જવું પડે ત્યાં એને ગમે નહિજાણે કે ભગવાન પાસે જ બેસી રહું. ભગવાનની પૂજા વગેરેનાં વાસણ પણ ઉત્તમ હોય; ઘરમાં તો સારા ઠામ વાપરે ને પૂજન કરવા માટે ઠીબડા જેવા ઠામ લઈ જાયએવું ન હોય. આમ શ્રાવકને તો ચારે કોરથી બધા પડખાંનો વિવેક હોય છે. સાધર્મીઓ ઉપર પણ એને પરમ વાત્સલ્ય હોય છે.
જેને વીતરાગસ્વભાવનું ભાન થયું છે ને મુનિદશાની ભાવના વર્તે છે એવા જીવનું આ વર્ણન છે. ત્યાર પહેલાં જિજ્ઞાસુભૂમિકામાં પણ આ વાત યથાયોગ્ય સમજી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #145
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૧૩૩ લેવી. ધર્મના ઉત્સવમાં જે ભક્તિથી ભાગ લેતો નથી, જેના ઘરમાં દાન થતું નથી, તો કહે છે કે ભાઈ ! તારો ગૃહસ્થાશ્રમ શોભતો નથી. જે ગૃહસ્થાશ્રમમાં રોજ રોજ ધર્મના ઉત્સવ અર્થે દાન થાય છે, જ્યાં ધર્માત્માનો આદર થાય છે–તે ગૃહસ્થાશ્રમ શોભે છે ને તે શ્રાવક પ્રશંસનીય છે. અહા, શુદ્ધાત્માને દૃષ્ટિમાં લેતાં જેની દષ્ટિમાંથી બધોય રાગ છૂટી ગયો છે એના પરિણામમાં રાગની કેટલી મંદતા હોય ! અને એ મંદરાગ પણ સર્વથા છૂટીને વીતરાગતા થાય ત્યારે જ કેવળજ્ઞાન ને મુક્તિ થાય છે આવા મોક્ષનો જે સાધક થયો તેને રાગનો આદર કેમ હોય? પોતાના વીતરાગ-સ્વભાવનું જેને ભાન છે તે સામે વીતરાગબિંબને જોતાં સાક્ષાની જેમ જ ભક્તિ કરે છે કેમકે એને પોતાના જ્ઞાનમાં તો ભગવાન સાક્ષાત્ તરવરે છે ને!
શ્રાવકને સ્વભાવના આનંદનો અનુભવ થયો છે, સ્વભાવના આનંદસાગરમાં એકાગ્ર થઈને વારંવાર તેનો સ્વાદ ચાખે છે, ઉપયોગને અંતરમાં જોડીને શાંતરસમાં વારંવાર ઠરે છે, પણ ત્યાં વિશેષ ઉપયોગ થંભતો નથી એટલે અશુભપ્રસંગોને છોડીને શુભપ્રસંગમાં તે વર્તે છે. તેનું આ વર્ણન છે. આવી ભૂમિકાવાળા શ્રાવક આયુષ્ય પૂરું થતાં સ્વર્ગમાં જ જાય-એ નિયમ છે. કેમકે શ્રાવકને સીધી મોક્ષપ્રાપ્તિ હોતી નથી; સર્વસંગત્યાગી મુનિપરા વગર સીધી મોક્ષપ્રાપ્તિ કોઈને ન થાય તેમજ પંચમ ગુણસ્થાની શ્રાવક સ્વર્ગ સિવાયની અન્ય કોઈ ગતિમાં પણ ન જાય. એટલે શ્રાવક શુભભાવના ફળમાં સ્વર્ગમાંજ જાય, અને પછી શું થાય તે વાત હવેની ગાથામાં કહેશે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #146
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪)
(શ્રાવકધર્મપ્રકાશ | [૨૪] શ્રાવકને પુણ્યફળપ્રાપ્તિ અને મોક્ષની સાધના
શ્રાવકને સિદ્ધભગવાન જેવા આત્મિક આનંદનો અંશ હોય છે. તે ઉત્તમ સ્વર્ગમાં જાય છે પરંતુ ત્યાંના વૈભવમાં મૂછતા નથી, ત્યાં પણ આરાધકભાવ ચાલુ રાખે છે, ને પછી મનુષ્ય થઈ વૈરાગ્ય પામી મુનિ થઈ આત્મસાધના પૂરી કરી કેવળજ્ઞાન પ્રગટાવી સિદ્ધાલયમાં પધારે છે આવું શ્રાવકધર્મનું ફળ છે.
ધર્મી શ્રાવક સર્વજ્ઞદેવને ઓળખી, દેવપૂજા વગેરે પકર્યો દરરોજ કરે છે, જિનમંદિરમાં અનેક ઉત્સવ કરાવે છે, ને તેનાથી પુણ્ય બાંધીને સ્વર્ગમાં જાય છે, ત્યાં આરાધના ચાલુ રાખીને પછી ઉત્તમ મનુષ્ય થઈ, મુનિપણું લઈ કેવળજ્ઞાન ને મોક્ષ પામે છે; –એ વાત હવે કહે છે
ते चाणुव्रतधारिणोऽपि नियतं यान्त्येव देवालयं तिष्ठंत्येव महर्द्धिकामरपदं तत्रैव लब्ध्वा चिरम्। अत्रागत्य पुनः कुलेऽतिमहति प्राप्य प्रकृष्टं शुभात् मानुष्यं च विरागतां च सकलत्यागं च मुक्तास्ततः।।२४।।
તે શ્રાવક ભલે મુનિવ્રત ન લઈ શકે ને અણુવ્રતધારી જ હોય તોપણ, આયુષ પૂર્ણ થતાં નિયમથી સ્વર્ગમાં જાય છે, ત્યાં અણિમા વગેરે મહાન ઋદ્ધિ સહિત ઘણા કાળ સુધી અમરપદમાં (દેવપદમાં) રહે છે, ત્યારપછી પ્રકૃષ્ટ શુભવડે મહાન ઉત્તમ કૂળમાં મનુષ્યપણું પામીને, વૈરાગી થઈ, સકલ પરિગ્રહત્યાગી મુનિ થઈને મોક્ષ પામે છે-આ રીતે શ્રાવક પરંપરા મોક્ષને સાધે છે એમ જાણવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #147
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૧૩પ મુનિ તો મોક્ષના સાક્ષાત્ સાધક છે; ને શ્રાવક પરંપરા મોક્ષના સાધક છે. શ્રાવકને એકલું વ્યવહારસાધન છે એમ નથી, એને પણ અંશે નિશ્ચયસાધન વર્તે છે; ને તે નિશ્ચયના બળે જ (એટલે કે શુદ્ધિના બળે જ) આગળ વધીને રાગ તોડીને તે કેવળજ્ઞાન ને મોક્ષ પામે છે. શ્રાવકને હુજી શુદ્ધતા ઓછી છે ને રાગ બાકી છે એટલે અહીંથી સ્વર્ગમાં મોટી ઋદ્ધિસહિત દેવ થાય છે. શ્રાવક મરીને કદી પણ વિદેહક્ષેત્રમાં ઊપજે નહિ. મનુષ્યમાંથી મરીને વિદેહક્ષેત્રમાં ઉપજે તે તો મિથ્યાષ્ટિ જ હોય. પૂર્વે બંધાયેલા આયુષને કારણે જે સમકિતીમનુષ્ય ફરીને સીધો મનુષ્યમાં ઉપજે તે તો અસંખ્યવર્ષના આયુષવાળી ભોગભૂમિમાં જ ઊપજે, વિદેહાદિમાં ન ઊપજે; અને પંચમગુણસ્થાની શ્રાવક તો કદી મનુષ્યમાંથી મનુષ્ય થાય જ નહિ, દેવમાં જ જાય-એ નિયમ છે. સમ્યગ્દષ્ટિ મનુષ્ય કદી મનુષ્યનું, તિર્યંચનું નરકનું આયુષ્ય બાંધે નહિ; મનુષ્યમાં તે ત્રણે આયુષ્ય મિથ્યાષ્ટિની જ ભૂમિકામાં બંધાય-આયુષ્ય બાંધ્યા પછી ભલે સમ્યગ્દર્શન પામી જાય –એ જુદી વાત છે, પણ એ ત્રણમાંથી કોઈ આયુષ્ય બાંધતી વખતે તો તે મનુષ્ય મિથ્યાષ્ટિ જ હોય. સમ્યગ્દષ્ટિ દેવ કે નારકી હોય તે મનુષ્યનું આયુષ્ય બાંધે, પરંતુ સમ્યગ્દષ્ટિ મનુષ્ય જો તેને ભવ હોય ને આયુષ બાંધે તો તે દેવનું જ આયુષ્ય બાંધે, બીજું ન બાંધે.
ગૃહસ્થપણામાં વધુમાં વધુ પાંચમાગુણસ્થાન સુધીની ભૂમિકા હોય છે, એથી ઊંચી ભૂમિકા હોતી નથી, તે બહુ તો એકાવતારી થઈ શકે પણ ગૃહસ્થપણે મોક્ષ પામી શકે નહિ. બાહ્ય-અભ્યતર દિગંબર મુનિદશા થયા વગર કોઈ જીવ મોક્ષ પામે નહીં. શ્રાવક ધર્માત્મા આરાધક ભાવ સાથેના ઉત્તમ પુણ્યને લીધે અહીંથી વૈમાનિક દેવલોકમાં જાય છે, ત્યાં અનેક પ્રકારની મહાન ઋદ્ધિ અને વૈભવ હોય છે, પરંતુ ધર્મી તેમાં મુછતા નથી, ત્યાં પણ આરાધના ચાલુ રાખે છે, આત્માનું સુખ ચાખ્યું છે એટલે બાહ્ય વૈભવમાં મુર્જાતા નથી. સ્વર્ગમાં જન્મે ત્યાં સૌથી પહેલાં એને એમ થાય કે અહો, આ તો મેં પૂર્વભવમાં ધર્મનું સેવન કર્યું તેનો પ્રતાપ છે, મારી આરાધના અધૂરી રહી ગઈ ને રાગ બાકી રહ્યો તેથી અહીં અવતાર થયો; પૂર્વે જિનેન્દ્ર ભગવાનના પૂજન-ભક્તિ કર્યા તેનું આ ફળ છે; માટે ચાલો સૌથી પહેલાં જિનેન્દ્રભગવાનનું પૂજન કરીએ. એમ કહીને સ્વર્ગમાં જે શાશ્વત જિનપ્રતિમા છે તેનું પૂજન કરે છે. એ રીતે સ્વર્ગમાં પણ આરાધકભાવ ચાલુ રાખીને ત્યાંનું અસંખ્યવર્ષનું આયુષ પૂર્ણ થતાં ઉત્તમ મનુષ્યકૂળમાં અવતરે છે, ને યોગ્યકાળે વૈરાગ્ય પામી મુનિ થઈ આત્મસાધના પૂરી કરી કેવળજ્ઞાન પ્રગટાવી સિદ્ધાલયમાં પધારે છે.
જુઓ, આ શ્રાવકદશાનું ફળ ! શ્રાવકને સિદ્ધ ભગવાન જેવા આત્મિક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #148
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬ )
(શ્રાવકધર્મપ્રકાશ આનંદનો અંશ હોય છે; ને તે એકાવતારી પણ થાય છે. આ ઉત્કૃષ્ટ વાત કરી. કોઈ જીવને બે-ત્રણ કે વધુમાં વધુ આઠ ભાવ પણ (આરાધક ભાવ સહિતના, મનુષ્યના) હોય. પણ એ તો મોક્ષપુરીમાં જતાં જતાં વચ્ચે વિસામો લેવા પૂરતા છે.
જાઓ, આ શ્રાવકધર્મના ફળમાં મોક્ષપ્રાપ્તિ કહી, એટલે અહીં શ્રાવકધર્મમાં એકલા પુણ્યની વાત નથી, પરંતુ સમ્યકત્વસહિતની શુદ્ધતાપૂર્વકની આ વાત છે. આત્માના ભાન વગર સાચું શ્રાવકપણું ન હોય. શ્રાવકપણું શું છે તેનીયે ઘણાને ખબર નથી. જૈનકુળમાં જન્મવાથી શ્રાવકપણું માની લ્ય, પણ એવું શ્રાવકપણું નથી. શ્રાવકપણું તો આત્માની દશામાં છે. આપણે તો ગૃહસ્થ છીએ એટલે સ્ત્રી-કુટુંબની સંભાળ લેવી તે આપણી ફરજ છે-એમ અજ્ઞાની માને છે–પણ ભાઈ ! તારી સાચી ફરજ તો પોતાના આત્માને સુધારવાની છે, જીવનમાં એ જ સાચી ફરજ છે, બાકી પારકી ફરજ તારા ઉપર નથી. અરે. પહેલાં આવી શ્રદ્ધા તો કર ! શ્રદ્ધા પછી અલ્પ રાગાદિ થશે પણ ધર્મી તેને કર્તવ્ય નહિ સ્વીકારે એટલે તે લૂલ્લા થઈ જશે, અત્યંત મંદ થઈ જશે. જેમ રંગબેરંગી કપડાંથી વીંટાયેલી સોનાની લગડી તે કાંઈ વસ્ત્રરૂપ થઈ નથી, તેમ ચિત્રવિચિત્ર પરમાણુના પંજથી વીંટાયેલી આ ચૈતન્ય લગડી તે કાંઈ વસ્ત્રરૂપ થઈ નથી, ભિન્ન જ છે. આત્માને જ્યાં શરીર જ નથી ત્યાં પુત્ર-મકાન વગેરે જેવાં? –એ તો સ્પષ્ટપણે બહાર દૂર પડ્યા છે. આવું ભેદજ્ઞાન કરવું તે સાચો વિવેક અને ચતુરાઈ છે. બહારની ચતુરાઈમાં તો કાંઈ હિત નથી. ચતુર તેને કહેવાય કે જે ચૈતન્યને ચેતે; વિવેકી તેને કહેવાય કે જે સ્વપરનો વિવેક કરે એટલે કે ભિન્નતા જાણે; જીવ તેને કહેવાય કે જે જ્ઞાન-આનંદમય જીવન જીવે; ડાહ્યો તેને કહેવાય કે જે આત્માને જાણવામાં પોતાનું ડહાપણ વાપરે. આત્માને જાણવામાં જે મૂઢ રહે તેને ડાહ્યો કોણ કહે? એને ચતુર કોણ કહે? એને વિવેકી કોણ કહે? ને આત્માના જ્ઞાન વગરના જીવને જીવન કોણ કહે ? ભાઈ, મૂળભૂત વસ્તુ તો આત્માની ઓળખાણ છે. તીર્થયાત્રામાં પણ મુખ્ય હેતુ એ છે કે તીર્થમાં આરાધક જીવોનું વિશેષ સ્મરણ થાય તથા કોઈ સંત-ધર્માત્માનો સત્સંગ મળે. અહિંસા વગેરે અણુવ્રતનું પાલન, જિનેન્દ્રદેવનાં દર્શનપૂજન, તીર્થયાત્રા વગેરેથી શ્રાવકને ઉત્તમ પુણ્ય બંધાય છે ને તે સ્વર્ગમાં જાય છે. જો કે શ્રાવકને કાંઈ એવી ભાવના નથી કે હું પુણ્ય કરું ને સ્વર્ગમાં જાઉં; પણ, જેમ કોઈને ૨૪ ગાઉ જવું હોય ને ૧૬ ગાઉ ચાલીને વચ્ચે જરાવાર વિસામો લેવા રોકાય, તે કાંઈ ત્યાં રોકાવા માટે નથી, એનું ધ્યેય તો ૨૪ ગાઉએ જવાનું છે; તેમ ધર્મીને સિદ્ધપદમાં જતાં જતાં, રાગ ટળતાં ટળતાં, કંઈક રાગ બાકી રહી ગયો એટલે વચ્ચે સ્વર્ગનો ભવ થાય છે, પણ એનું ધ્યેય કાંઈ ત્યાં રોકાવાનું નથી, એનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #149
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૧૩૭ ધ્યેય તો પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ કરવી તે જ છે. મનુષ્યમાં હો કે સ્વર્ગમાં હો પણ તે પરમાત્મપદની પ્રાપ્તિની ભાવનાથી જ જીવન ગાળે છે. જુઓને, શ્રીમદ્ રાજચંદ્રજી પણ ગૃહસ્થપણામાં રહીને મુનિદશાની કેવી ભાવના ભાવતા હતા? (“અપૂર્વ અવસર' કાવ્યમાં મુનિપદથી માંડીને સિદ્ધદશા સુધીના પરમ પદની ભાવના ભાવી છે.) અંશે શુદ્ધપરિણતિ સહિત ધર્માત્માનું જીવન પણ અલૌકિક હોય છે.
પુણ્ય ને પાપ અથવા શુભ ને અશુભરાગ તે વિકૃતિ છે, તેના અભાવથી આનંદદશા પ્રગટે છે તે સ્વાભાવિક મુક્તદશા છે. સાધકને પણ એવી આનંદદશાનો નમુનો પ્રગટી ગયો છે-આવી દશાને ઓળખી તેની ભાવના ભાવીને, જેમ બને તેમ સ્વરૂપની રમણતા વધારવાનો ને રાગને ઘટાડવાનો પ્રયત્ન કરવો, જેથી અલ્પકાળમાં પૂર્ણ પરમાત્મદશા પ્રગટવાનો પ્રસંગ આવે.
ભાઈ, સર્વ રાગ ન છૂટે ને તું ગૃહસ્થાશ્રમમાં હો ત્યારે તારી લક્ષ્મીને ધર્મપ્રસંગમાં વાપરીને સફળ કર. જેમ ચંદ્રકાન્ત મણિની સફળતા કયારે? કે ચંદ્રકિરણના સ્પર્શે તેમાંથી અમૃત ઝરે ત્યારે તેમ લક્ષ્મીની શોભા ક્યારે? કે સત્પાત્રના યોગે તે દાનમાં વપરાય ત્યારે. શ્રાવક ધર્માજીવ નિશ્ચયમાં તો અંતરમાં પોતે પોતાને વીતરાગભાવનું દાન આપે છે, ને શુભરાગવડ મુનિ પ્રત્યે, સાધર્મીઓ પ્રત્યે ભક્તિથી દાનાદિ કરે છે, જિનેન્દ્રદેવના પૂજનાદિ કરે છે, એવો તેનો વ્યવહાર છે. આ પ્રમાણે ચોથી-પાંચમી ભૂમિકામાં ધર્મીને આવા નિશ્ચય-વ્યવહાર હોય છે. કોઈ કહે કે ચોથી ભૂમિકામાં નિશ્ચય ન હોય – તો તે વાત ખોટી છે, નિશ્ચય વગર મોક્ષમાર્ગ કેવો? અને ત્યાં નિશ્ચયની સાથે પૂજા-દાન-અણુવ્રત વગેરે જે વ્યવહાર છે તેને પણ ન સ્વીકારે તો તે પણ ભૂલ છે. જે ભૂમિકામાં જે પ્રકારના નિશ્ચય-વ્યવહાર હોય તેને બરાબર સ્વીકારવા જોઈએ. વ્યવહારના આશ્રયથી મોક્ષમાર્ગ માને તો જ વ્યવહારને સ્વીકાર્યો કહેવાય-એવું કાંઈ નથી. ઘણા એમ કહે છે કે તમે વ્યવહારના અવલંબને મોક્ષમાર્ગ થવાનું નથી માનતા, માટે તમે વ્યવહારને જ નથી સ્વીકારતા-પણ એ વાત બરાબર નથી. જગતમાં તો સ્વર્ગ-નરક, પુણ્ય-પાપ, જીવ-અજીવ બધાં તત્ત્વો છે, તેના આશ્રયે લાભ માને તો જ તેને સ્વીકાર્યા કહેવાય-એવું કાંઈ નથી; એ જ રીતે વ્યવહારનું પણ સમજવું.
મુનિધર્મ અને શ્રાવકધર્મ-એમ બંને પ્રકારનો ધર્મ ભગવાને ઉપદેશ્યો છે, એ બંને ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. ત્યાં જેટલો રાગ ટળીને શુદ્ધતા પ્રગટી તેટલો નિશ્ચય ધર્મ છે, ને મહાવ્રત-અણુવ્રત કે દાન-પૂજા વગેરે સંબંધમાં જેટલો શુભરાગ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #150
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૮).
(શ્રાવકધર્મપ્રકાશ રહ્યો તેટલો તે ભૂમિકાનો વ્યવહારધર્મ છે. ધર્માજીવ સ્વર્ગમાં જાય ત્યાં પણ જિનેન્દ્રપૂજન કરે, ભગવાનના સમવસરણમાં આવે, નન્દીશ્વરદ્વીપે જાય, ભગવાનના કલ્યાણક પ્રસંગો ઉજવવા આવે-એમ અનેકવિધ શુભ કાર્યો કરે છે. દેવલોકમાં ધર્મીનું આયુષ એટલું હોય કે દેવના એક ભવમાં તો અસંખ્ય તીર્થકરોના કલ્યાણક ઊજવે. આથી દેવોને “અમર” કહેવાય છે.
જુઓને, જીવનાં પરિણામની તાકાત કેટલી છે ! શુદ્ધ પરિણામ કરે તો બે ઘડીમાં કેવળજ્ઞાન લ્ય; બે ઘડીના શુભપરિણામ વડે અસંખ્ય વર્ષનાં પુણ્ય બંધાય; ને અજ્ઞાનપણે તીવ્ર પાપ કરે તો બે ઘડીમાં શુભ પરિણામ વડે અસંખ્ય વર્ષના નરકદુ:ખને પામે. જેમકે-બ્રહ્મદત્ત ચક્રવર્તીનું આયુષ્ય કેટલું? કે સાતસો (૭૦૦) વર્ષ; એ સાતસો વર્ષની સંખ્યાતી સેકંડ થાય; એટલા કાળમાં એણે નરકનું ૩૩ સાગરોપમનું એટલે કે અસંખ્યાતા અબજ વર્ષનું આયુષ બાંધ્યું એટલે એકેક સેકંડના પાપના ફળમાં અસંખ્ય અબજ વરસનું નરકનું દુઃખ પામ્યો. પાપ કરતી વખતે જીવને વિચાર નથી રહેતો પણ એ નરકનાં દુઃખની વાત સાંભળે તો ત્રાસ છૂટી જાય. એ દુ:ખ જે ભોગવે –એની પીડાની તો શી વાત, પણ એનું વર્ણન સાંભળતાંય ત્રાસ છૂટી જાય એવું છે, માટે આવો અવસર પામીને જીવે ચેતવા જેવું છે. જો ચેતીને આત્માની આરાધના કરે તો તેનું ફળ પણ મહાન છે, અનંતગણું છે. જેમ પાપમાં એક સેકંડના ફળમાં અસંખ્ય વર્ષનાં નરક દુઃખ કહ્યાં તેમ સાધકદશાનાં એકેક સમયના આરાધનાના ફળમાં અનંત કાળનું અસંતું મોક્ષસુખ છે. કોઈપણ જીવને સાધકદશાનો કુલ કાળ અસંખ્ય સમયનો જ હોય, સંખ્યાત સમયનો ન હોય, કે અનંત સમયનો ન હોય; ને મોક્ષનો કાળ તો સાદિઅનંત છે એટલે એકેક સમયના સાધક ભાવના ફળમાં અનંતકાળનું મોક્ષસુખ આવ્યું-વાણું, કેવો લાભનો વેપાર છે! ભાઈ, તારા આત્માના શુદ્ધ પરિણામની તાકાત કેટલી છે-તે તો જો! આવા શુદ્ધપરિણામથી આત્મા જાગે તો ક્ષણમાત્રમાં કર્મને તોડી ફોડીને મોક્ષને સાધી લ્ય. કોઈ જીવ અંતમુહૂર્તનું મુનિપણું પાળે, ને તે અંતમુહૂર્ત દરમિયાન શુભપરિણામથી એવા પુણ્ય બાંધે કે નવમી રૈવેયકમાં ૩૧ સાગરોપમની સ્થિતિવાળો દેવ થાય. જુઓ, આ જીવના શુભ, અશુભ કે શુદ્ધ પરિણામની તાકાત ને તેનું ફળ! તેમાં શુભ-અશુભથી સ્વર્ગ-નરકના ભવો તો-અનંતવાર જીવે કર્યા, પણ શુદ્ધતા પ્રગટ કરીને મોક્ષને સાથે તેની બલિહારી છે.
કોઈ જીવ દેવમાંથી સીધો દેવ ન થાય. કોઈ જીવ દેવમાંથી સીધો નારકી ન થાય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #151
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩૯
શ્રાવકધર્મપ્રકાશ)
કોઈ જીવ નારકીમાંથી સીધો નારકી ન થાય. કોઈ જીવ નારકીમાંથી સીધો દેવ ન થાય. દેવ મરીને મનુષ્ય કે તિર્યંચમાં ઊપજે. નારકી મારીને મનુષ્ય કે તિર્યંચમાં ઊપજે. મનુષ્ય મરીને ચારમાંથી કોઈપણ ગતિમાં ઊપજે. તિર્યંચ મરીને ચારમાંથી કોઈ પણ ગતિમાં ઊપજે.
આ સામાન્ય વાત કરી; હવે સમ્યગ્દષ્ટિની વાત
દેવમાંથી સમ્યગ્દષ્ટિ જીવ મનુષ્યમાં જ અવતરે. નરકમાંથી સમ્યગ્દષ્ટિ જીવ મનુષ્યમાં જ આવે. મનુષ્ય સમ્યગ્દષ્ટિ જીવ દેવગતિમાં જાય, પણ જો મિથ્યાત્વમાં આયુષ્ય બંઘાઈ ગયું હોય તો નરક કે તિર્યંચ કે મનુષ્યમાં પણ જાય.
તિર્યંચ સમ્યગ્દષ્ટિ જીવ દેવગતિમાં જ જાય, અને પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવક (-તિર્યંચ
હો કે મનુષ્ય) તે તો નિયમથી સ્વર્ગમાં જ જાય, બીજી કોઈ ગતિનું આયુષ તેને હોય નહિ.
આ રીતે ધર્મી શ્રાવક સ્વર્ગમાં જાય છે ને ત્યાંથી મનુષ્ય થઈ, ચૌદ પ્રકારનો અંતરંગને દશ પ્રકારનો બાહ્ય-સર્વ પરિગ્રહ છોડી, મુનિ થઈ, શુદ્ધતાની શ્રેણી માંડી, સર્વજ્ઞ થઈ સિદ્ધાલયકો પધારતે હૈ, ત્યાં સદાકાળ અનંત આત્મિક આનંદને ભોગવ્યા કરે છે. અહા, સિદ્ધોના આનંદનું શું કહેવું!
આ રીતે સમ્યકત્વસહિતનાં અણુવ્રતરૂપ શ્રાવકધર્મ તે શ્રાવકને પરંપરા મોક્ષનું કારણ છે, માટે શ્રાવકે તે ધર્મ અંગીકાર કરીને તેનું પાલન કરવું એવો ઉપદેશ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #152
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૦)
(શ્રાવકધર્મપ્રકાશ [ ૨૫] મોક્ષમાર્ગમાં નિશ્ચયસહિતનો વ્યવહારધર્મ સંમત છે
ભાઈ, ઉત્તમ સુખનો ભંડાર તો મોલમાં છે, તેથી મોક્ષપુરુષાર્થ એ જ સર્વ પુરુષાર્થોમાં શ્રેષ્ઠ છે. સાધકને મોક્ષપુરુષાર્થની સાથે અણુવ્રતાદિ શુભરાગરૂપ જે ધર્મપુરુષાર્થ છે તે વ્યવહારથી મોક્ષનું સાધન છે, એટલે શ્રાવકની ભૂમિકામાં તે પણ ગ્રહણ કરવા યોગ્ય છે. પરંતુ મોક્ષના પુરુષાર્થ વગરના એકલા પુણ્ય (એકલા વ્યવહાર) ની શોભા નથી, એનું તો ફળ સંસાર છે.
શ્રાવક પુણ્યફળને પામીને પછી મોક્ષ પામે છે એમ બતાવ્યું, હવે કહે છે કે શુભરાગ હોવા છતાં ધર્મીને મોક્ષપુરુષાર્થ જ મુખ્ય છે અને તે ઉપાદેય છે; અને તેની સાથેનો અણુવ્રતાદિરૂપ જે વ્યવહારધર્મ છે તે પણ માન્ય છે
पुंसोऽर्थेषु चतुर्पु निश्चलतरो मोक्षः परं सत्सुख: शेषास्तद्विपरीतधर्मकलिता हेया मुमुक्षोरतः। तस्मात्तत्पदसाधनत्वधरणो धर्मोपि नो संमतः यो भोगादिनिमित्तमेव स पुनः पापं बुधैर्मत्यते।।२५।।
ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચાર પુરુષાર્થમાં માત્ર મોક્ષ જ નિશ્ચલઅવિનાશી ને સત્ય સુખરૂપ છે, બાકીનાં ત્રણ તો એનાથી વિપરીત સ્વભાવવાળાં છે એટલે કે અસ્થિર અને દુઃખરૂપ છે; તેથી મુમુક્ષુને તે હેય છે અને કેવળ મોક્ષ જ ઉપાદેય છે તથા તે મોક્ષના સાધનપણે વર્તતો હોય તે ધર્મ પણ અમને સંમત છે, માન્ય છે, એટલે કે મોક્ષમાર્ગને સાધતાં તેની સાથે મહાવ્રત કે અણુવ્રતના જે શુભભાવ વર્તે છે તે તો સંમત છે કેમકે તે પણ વ્યવહારથી મોક્ષનું સાધન છે, પરંતુ જે માત્ર ભોગાદિનું જ નિમિત્ત છે તેને તો પંડિતજનો પાપ કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #153
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ )
(૧૪૧
આચાર્યદેવ કહે છે કે અહો, સાચું સુખ તો એક મોક્ષપદમાં જ છે, માટે મુમુક્ષુઓએ તેનો જ પુરુષાર્થ કરવા જેવો છે. એના સિવાયના બીજા ભાવો તો વિપરીત હોવાથી હૈય છે. જીઓ, આ વિપરીત અને હેય કહ્યું તેમાં શુભરાગ પણ આવી ગયો. એ રીતે તેને વિપરીત અને હૈય તરીકે સ્વીકારીને, પછી જો તે મોક્ષમાર્ગ સહિત હોય તો તેને સંમત કર્યો છે એટલે કે વ્યવહારથી તેને મોક્ષમાર્ગમાં સ્વીકાર્યો છે. પણ જો સાથે નિશ્ચય મોક્ષસાધન (સમ્યગ્દર્શનાદિ) વર્તતું ન હોય તો મોક્ષમાર્ગ વગરના એવા એકલા શુભરાગને સંમત કરતા નથી એટલે કે તેને વ્યવહાર મોક્ષસાધન પણ કહી શકાતું નથી. આ સિવાયના જે અર્થ અને કામ સંબંધી પુરુષાર્થ છે તે તો પાપ જ છે, એટલે સર્વથા હૈય છે.
ભાઈ, ઉત્તમ સુખનો ભંડાર તો મોક્ષમાં છે; તેથી મોક્ષપુરુષાર્થ એ જ સર્વ પુરુષાર્થમાં શ્રેષ્ઠ છે. પુણ્યનો પુરુષાર્થ પણ એના કરતાં ઊતરતો છે; ને સંસારના વિષયો મેળવવાનો કે ભોગવવાનો જેટલો પ્રયત્ન છે તે તો એકલું પાપ છે, તેથી તે સર્વથા ત્યાજ્ય છે. હવે સાધકને મોક્ષપુરુષાર્થની સાથે અણુવ્રતાદિ શુભરાગરૂપ જે ધર્મપુરુષાર્થ છે તે વ્યવહારથી મોક્ષનું સાધન છે એટલે શ્રાવકની ભૂમિકામાં તે પણ ગ્રહણ કરવા યોગ્ય છે. મોક્ષનો પુરુષાર્થ તો સર્વશ્રેષ્ઠ છે, પણ તેના અભાવમાં (એટલે કે નીચલી સાધકદશામાં ) વ્રત-મહાવ્રતાદિરૂપ ધર્મપુરુષાર્થ જરૂર ગ્રહણ કરવો જોઈએ. અજ્ઞાની પણ પાપ છોડીને પુણ્ય કરે તો એની કાંઈ ના નથી કહેતાં; પાપના કરતાં તો પુણ્ય ભલું છે જ. પણ કહે છે કે ભાઈ, મોક્ષમાર્ગ વગરના તારા એકલા પુણ્ય શોભતા નથી; કેમકે જેને મોક્ષમાર્ગનું લક્ષ નથી તે તો પુણ્યના ફળમાં મળેલા ભોગોમાં આસક્ત થઈને પાછો પાપમાં ચાલ્યો જશે. માટે બુધજનો-જ્ઞાનીઓ-વિદ્વાનો એવા પુણ્યને પરમાર્થથી તો પાપ કહે છે.
મોક્ષમાં જ સાચું સુખ છે એમ જે સમજે તે રાગમાં કે પુણ્યફળમાં સુખ કેમ માને? –ન જ માને. જેની દષ્ટિ એકલા રાગમાં છે ને તેના ફળમાં જેને સુખ લાગે છે એને તો શુભભાવ સાથે પણ ભોગની અભિલાષા પડી છે, એટલે એવા શુભને મોક્ષમાર્ગમાં સંમત કરતા નથી, મોક્ષના સાધનનો વ્યવહાર તેને લાગુ પડતો નથી. ધર્મીને મોક્ષમાર્ગ સાધતાં સાધતાં વચ્ચે અભિલાષા વગર જે શુભરાગ રહ્યો તેમાં મોક્ષના સાધનનો વ્યવહા૨ લાગુ પડે છે. પણ પહેલેથી જ જે રાગને ઈષ્ટ માનીને ઊપડે છે તે રાગથી દૂર કેમ જશે? ને રાગ વગરના મોક્ષમાર્ગમાં કયાંથી આવશે ? એવા જીવના શુભને તો ‘ભોગહેતુધર્મ ’ સમયસારમાં કહ્યો છે, તેને ‘મોક્ષહેતુધર્મ ’
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #154
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૨)
(શ્રાવકધર્મપ્રકાશ કહેતા નથી. મોક્ષના હેતુભૂત સાચા ધર્મની અજ્ઞાનીને ઓળખાણ પણ નથી, રાગ વગરનું જ્ઞાન શું છે તેને તે જાણતો નથી, શુદ્ધજ્ઞાનના અનુભવનો તેને અભાવ છે તેથી મોક્ષમાર્ગનો તેને અભાવ છે. ધર્મીને શુદ્ધજ્ઞાનના અનુભવ સહિત જે શુભરાગ બાકી રહ્યો તેને વ્યવહારથી ધર્મ અથવા મોક્ષનું સાધન કહેવાય છે.
નીચેની સાધકભૂમિકામાં આવો વ્યવહાર છે ખરો, તેને જેમ છે તેમ માનવો જોઈએ-આનો અર્થ એમ નથી કે એને જ ઉપાદેય માનીને સંતોષાઈ જવું. ખરેખર ઉપાદેય તો મોક્ષાર્થીને નિશ્ચયરત્નત્રયરૂપ મોક્ષમાર્ગ જ છે. તેની સાથે તે-તે ભૂમિકામાં જે વ્યવહાર હોય તેને આદરણીય કહેવાય. તીર્થંકરદેવનો આદર કરવો, દર્શન-પૂજન કરવા, મુનિવરોની ભક્તિ, આહારદાન, સ્વાધ્યાય, અહિંસાદિ વ્રતોનું પાલન-એ બધો વ્યવહાર છે તે સાચો છે, માન્ય છે, આદરણીય છે; પણ નિશ્ચયદષ્ટિમાં શુદ્ધઆત્મા જ ઉપાદેય છે ને તેના જ આશ્રયે મોક્ષમાર્ગ છે.
વ્યવહારને એકાન્ત હેય કહીને કોઈ જીવ દેવદર્શન-પૂજન-ભક્તિ, મુનિ વગેરે ધર્માત્માનું બહુમાન, સ્વાધ્યાય, વ્રતાદિને છોડી દે ને અશુભને સેવે તે તો સ્વચ્છેદી ને પાપી છે; શુદ્ધાત્માના અનુભવમાં લીનતા થતાં એ બધો વ્યવહાર છૂટી જાય છે, પણ ત્યાર પહેલાં તો ભૂમિકાના પ્રમાણમાં વ્યવહારનાં પરિણામ હોય છે. શુદ્ધસ્વરૂપની દષ્ટિ અને સાથે ભૂમિકા અનુસાર વ્યવહાર-એમ સાધકને બંને સાથે હોય છે. મોક્ષ-માર્ગમાં આવા નિશ્ચય-વ્યવહાર હોય છે. કોઈ એકાંત ખેંચ જાય, એટલે કે નીચેની ભૂમિકામાં પણ વ્યવહારને ન સ્વીકારે અથવા તો નિશ્ચય વગર તેને જ સર્વસ્વ માની લ્ય, તો તે બંને મિથ્યાદષ્ટિ છે, એકાંતવાદી છે, એને નિશ્ચયની કે વ્યવહારની ખબર નથી.
નય અને નિક્ષેપ સમ્યજ્ઞાનમાં હોય છે, એટલે સમ્યગ્દષ્ટિને જ તે સાચાં હોય છે. સ્વભાવદષ્ટિ થઈ ત્યારે સમ્યકુભાવશ્રુત થયું, અને ત્યારે પ્રમાણ ને નય સાચાં થયાં. પછી નિશ્ચય શું ને વ્યવહાર શું-એની એને ખબર પડે. નિશ્ચયસાપેક્ષ વ્યવહાર, ધર્માને જ હોય છે; અજ્ઞાનીને જે એકાન્ત વ્યવહાર છે તે સાચો માર્ગ નથી કે તે સાચો વ્યવહાર નથી. ધર્મી જીવ શુદ્ધતાને સાધતો ને વચ્ચે ભૂમિકા અનુસાર વ્રતાદિ વ્યવહારને આચરતો અંતે અનંતસુખના ભંડારરૂપ મોક્ષને સાથે છે. આવો મોક્ષ-પુરુષાર્થ એ જ મુમુક્ષુનું પરમ કર્તવ્ય છે, એટલે કે વીતરાગતા તે કર્તવ્ય છે; રાગ તે કર્તવ્ય નથી. વીતરાગતા ન થાય ત્યાં સુધી ક્રમે ક્રમે જેટલો રાગ ઘટે તેટલો ઘટાડવો તે પ્રયોજન છે. પહેલાં આવી વીતરાગી-સમ્યકદષ્ટિ કરે પછી જ ધર્મમાં પગલું ભરાય, એના વગર તો, કળશટીકામાં પં શ્રી રાજમલ્લજી કહે છે , मरके चूरा होते हुए
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #155
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૪૩
શ્રાવકધર્મપ્રકાશ) વદુત છ વરતે હૈ તો વેરો તથાપિ જેસા વરતે દુ9 વર્મક્ષય તો નહીં હોતા જાઓ, ૩00 વર્ષ પહેલાં પં. બનારસીદાસજીએ આ રાજમલ્લજીને ‘સમયસર નદિવે મરમી' કહ્યા છે.
શ્રાવકધર્મના મૂળમાં પણ સમ્યગ્દર્શન તો હોય જ. આવા સમ્યકત્વ સહિત રાગ ઘટાડવાનો જે ઉપદેશ છે તે ઈષ્ટ–ઉપદેશ છે, હિતકારી ઉપદેશ છે. ભાઈ, કોઈપણ રીતે જિનમાર્ગને પામીને તું રાગ ઘટાડ તેમાં તારું હિત છે. દાન વગેરેનો ઉપદેશ પણ તે માટે જ આપ્યો છે. કોઈ કહે કે ઘણા પૈસા મળે તો તેમાંથી થોડાક દાનમાં વાપરું (-દશ લાખ મળે તો એક લાખ વાપરું) –એમાં તો ઊલટી લેવાની ભાવના થઈ, લોભનું પોષણ થયું પહેલાં ઘરને આગ લગાડો ને પછી કુવો ખોદીને તેના પાણીથી તે આગ ઠારશું-એના જેવી એ તો મૂર્ખતા છે ! અત્યારે પાપ બાંધીને પછી દાનાદિ કરવાનું કહે છે, એના કરતાં અત્યારે જ તું તૃષ્ણા ઘટાડને, ભાઈ ! એકવાર આત્માનું જોર કરીને તારી સચિની દિશા જ પલટાવી નાંખ કે મારે રાગ કે રાગનાં ફળ કાંઈ જોઈતું નથી, આત્માની શુદ્ધતા સિવાય બીજું કાંઈ મારે નથી જોઈતું-એમ રુચિની દિશા પલટતાં તારી દશા પલટી જશે, અપૂર્વદશા પ્રગટી જશે.
ધર્મીને જ્યાં આત્માની અપૂર્વદશા પ્રગટી ત્યાં તેને દેહમાં પણ એક પ્રકારે અપૂર્વતા આવી ગઈ; કેમકે સમ્યકત્વાદિમાં નિમિત્તભૂત હોય એવો દેહ પૂર્વે કદી મળ્યો ન હતો અથવા સમ્યકત્વ સહિતનાં પુણ્ય જેમાં નિમિત્ત હોય એવો દેહ પૂર્વે મિથ્યાત્વ દશામાં કદી મળ્યો ન હતો. વાહ, ધર્મીનો આત્મા અપૂર્વ, ધર્મીનાં પુણ્ય પણ અપૂર્વ ને ધર્મીનો દેહ પણ અપૂર્વ! ધર્મી કહે છે કે આ દેહ છેલ્લો છેએટલે કે ફરીને આવો (વિરાધકપણાનો) દેહ મળવાનો નથી, કદાચિત અમુક ભવ હશે ને દેહ મળશે તો તે આરાધકભાવ સહિતનો હશે, એટલે તેનાં રજકણો પણ પૂર્વે ન આવેલા એવા અપૂર્વ હશે, કેમકે અહીં જીવના ભાવમાં (શુભમાં પણ ) અપૂર્વતા થઈ ગઈ છે. ધર્મીજીવની બધી વાતું અલૌકિક છે. ભક્તામરસ્તોત્રમાં માનતુંગસ્વામીએ ભગવાનની ભક્તિ કરતાં કહ્યું છે કે હે પ્રભો! જગતમાં ઉત્કૃષ્ટ શાંતરસરૂપે પરિણમેલા જેટલાં રજકણો હતાં તે બધાય આપના દેહરૂપે પરિણમી ગયા છે! –એ કથનમાં ઊંડા ભાવો ભર્યા છે. પ્રભો, આપના કેવળજ્ઞાનની ને ચૈતન્યના ઉપશમરસની તો અપૂર્વતા, ને તેની સાથેના પરમઔદારિક દેહમાં પણ અપૂર્વતા; –એવો દેહ બીજાને હોય નહીં. આરાધકની બધી વાત જગતથી અનોખી છે, એની આત્માની શુદ્ધતા પણ જગતથી અનોખી ને એનાં પુણ્ય પણ અનોખાં.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #156
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૪)
(શ્રાવકધર્મપ્રકાશ
આમ મોક્ષ અને પુણ્યફળની બંનેની વાત કરી, છતાં કહે છે કે હૈ મુમુક્ષુ ! તારે આદરણીય તો મોક્ષનો જ પુરુષાર્થ છે; પુણ્ય તો એનું આનુસંગિક ફળ છે એટલે કે અનાજની સાથેના ઘાસની માફક એ તો વચ્ચે સહેજે આવી જાય છે. તેમાં પણ જ્યાં હૈયબુદ્ધિ છે ત્યાં શ્રાવકને પાપની તો વાત જ કેવી? આ રીતે ધર્મી શ્રાવકને મોક્ષપુરુષાર્થની મુખ્યતાનો ઉપદેશ કર્યો અને તેની સાથે પુણ્યના શુભપરિણામ હોય છે તે પણ બતાવ્યું.
+3
ॐ
અરે, જીવ! તું સર્વજ્ઞની અને જ્ઞાનની પ્રતીત વગ૨ ધર્મ ક્યાં કરીશ ? રાગમાં ઊભા રહીને સર્વજ્ઞની પ્રતીત થતી નથી. રાગથી જુદો પડીને, જ્ઞાનરૂપ થઈને સર્વજ્ઞની પ્રતીત થાય છે. આ રીતે જ્ઞાનસ્વભાવના લક્ષપૂર્વક સર્વજ્ઞની ઓળખાણ કરીને તેમના વચનઅનુસાર ધર્મની પ્રવૃત્તિ થાય છે. સમકિતી-જ્ઞાનીનાં જે વચન છે તે પણ સર્વજ્ઞ-અનુસાર છે કેમકે તેના હૃદયમાં સર્વજ્ઞદેવ બેઠા છે. જેના હૃદયમાં સર્વજ્ઞ ન હોય એટલે કે સર્વજ્ઞને જે માનતો ન હોય તેનાં ધર્મવચન સાચાં હોય નહિ. આ રીતે સર્વજ્ઞની ઓળખાણ તે ધર્મનું મૂળ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #157
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૧૪૫
[ ૨૬]
મોક્ષની સાધના સહિત જ અણુવ્રતાદિની
સફળતા
હે ભવ્ય! તારું સાધ્ય મોક્ષ છે; એટલે વ્રત કે મહાવ્રતના પાલનમાં તે-તે પ્રકારની અંતરંગશુદ્ધિ વધતી જાયને મોક્ષમાર્ગ સઘાતો જાય છે તે લક્ષમાં રાખજે. મોક્ષના ધ્યેયને ચૂકીને જે કાંઈ કરવામાં આવે તે તો દુ:ખ ને સંસારનું જ કારણ છે.
ધર્મી જીવને મોક્ષનું જ સાધ્યપણું છે; મોક્ષરૂપ સાધ્યને ભૂલીને જે બીજાને આદરે છે તેના વ્રતાદિ પણ સંસારનું જ કારણ થાય છે-એમ હવે કહે છે
भव्यानामणुभिव्रतैरनणुभिः साध्योत्र मोक्षः परं नान्यतकिंचिदिहैव निश्चयनयात् जीवः सुखी जायते। सर्वं तु व्रतजातमिदृशधिया साफल्यमेत्यन्यथा
संसाराश्रयकारणं भवति यत् तत्दुःखमेव स्फुटम्।।२६।। અહીં ભવ્ય જીવને અણુવ્રત કે મહાવ્રત વડે માત્ર મોક્ષ જ સાધ્ય છે, સંસાર સંબંધી બીજું કાંઈ પણ સાધ્ય નથી; કેમ કે નિશ્ચયનયથી મોક્ષમાં જ જીવ સુખી થાય છે. આવી બુદ્ધિથી એટલે કે મોક્ષની બુદ્ધિથી જે વ્રતાદિ કરવામાં આવે તે સર્વે સફળ છે; પરંતુ આ મોક્ષરૂપ ધ્યેયને ભૂલીને જે વ્રતાદિ કરવામાં આવે તે તો સંસારનું કારણ છે ને દુઃખ જ છે.
જુઓ, અધિકાર પૂરો કરતાં છેલ્લે સ્પષ્ટતા કરે છે કે ભાઈ, અમે શ્રાવકના ધર્મ તરીકે પૂજા–દાન વગેરે અનેક પ્રકારના શુભભાવોનું વર્ણન કર્યું તથા અણુવ્રત વગેરેનું વર્ણન કર્યું પરંતુ તેમાં જે શુભરાગ છે તેને તું સાધ્ય ન માનીશ, તેને ધ્યેય ન માનીશ, ધ્યેય અને સાધ્ય તો સંપૂર્ણ વીતરાગભાવરૂપ મોક્ષ જ છે, ને તે જ પરમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #158
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬)
(શ્રાવકધર્મપ્રકાશ સુખરૂપ છે. ધર્મીની દષ્ટિ-રુચિ રાગમાં નથી, એને તો મોક્ષને સાધવાની જ ભાવના છે; ખરું સુખ મોક્ષમાં જ છે. રાગમાં કે પુણ્યના ફળમાં કાંઈ સુખ નથી. માટે હું ભવ્ય! વ્રત કે મહાવ્રતના પાલનમાં તે તે પ્રકારની અંતરંગશુદ્ધિ વધતી જાય ને મોક્ષમાર્ગ સધાતો જાય-તે તું લક્ષમાં રાખજે. શુદ્ધતાની સાથે સાથે જે વ્રત-મહાવ્રતનાં પરિણામ હોય તે મોક્ષનું નિમિત્ત છે, પરંતુ જરાપણ શુદ્ધતા જેને પ્રગટી નથીને એકલા રાગની ભાવનામાં જ જે રોકાઈ ગયો છે એનું તો વ્રતાદિનું પાલન પણ સંસારનું કારણ થાય છે ને તે દુઃખ જ પામે છે. આ રીતે મોક્ષમાર્ગ સહિતના યથાર્થ વ્રત-મહાવ્રત સમ્યગ્દષ્ટિને જ હોય છે એ વાત આમાં આવી ગઈ. વચ્ચે વ્રતનાં પરિણામ આવશે, એનાથી પુણ્ય ઊંચી જાતના બંધાશે ને. દેવલોકના અચિંત્ય વૈભવ મળશે-પણ હે મોક્ષાર્થી! તું એની કોઈની રુચિ કે ભાવના કરીશ મા, ભાવના તો મોક્ષની જ કરજે કે ક્યારે આ રાગ તોડું ને કયારે મોક્ષદશા પામ્! કેમકે મોક્ષમાં જ આત્મિક સુખ છે, સ્વર્ગના વૈભવમાં સુખ નથી, ત્યાં પણ આકુળતાના અંગારા છે. ધર્મીને પણ સ્વર્ગમાં જેટલો રાગ ને વિષયતૃષ્ણાના ભાવ છે તેટલો કલેશ છે, ધર્મીને તેનાથી છૂટવાની ભાવના છે. આવી ભાવનાથી મોક્ષને અર્થે જે વ્રત-મહાવ્રતનું પાલન કરવામાં આવે તે સર્વ સફળ છે ને આનાથી ઉલટી સંસારના સ્વર્ગાદિના સુખની ભાવનાથી જે કાંઈ કરવામાં આવે તે દુઃખનું ને ભવભ્રમણનું કારણ છે. માટે મોક્ષાર્થી ભવ્યોએ આત્માના શ્રદ્ધા-જ્ઞાન-અનુભવ કરીને વીતરાગતાની ભાવનાથી શક્તિ અનુસાર વ્રત-મહાવ્રત કરવા જોઈએ. જેમ કોઈ એ ઈષ્ટસ્થાને જવાનો સાચો માર્ગ જામ્યો છે પણ ચાલતાં થોડીવાર લાગે છે તોપણ તે માર્ગે જ છે, તેમ ધર્મીજીવે વીતરાગતાનો માર્ગ દેખ્યો છે, રાગરહિત સ્વભાવને જાણ્યો છે પણ સર્વથા રાગ ટાળતાં થોડી વાર લાગે છે, તોપણ તે મોક્ષના માર્ગમાં જ છે. પરંતુ જેણે સાચો માર્ગ જાણ્યો નથી, વિપરીત માર્ગ માન્યો છે તે શુભરાગ કરે તોય સંસારના માર્ગે છે.
નિશ્ચયથી વીતરાગભાવ જ મોક્ષનું સાધન છે, શુભરાગ ખરેખર મોક્ષનું સાધન નથી” એમ કહેતાં કોઈને તે વાત ન રુચે તો કહે છે કે ભાઈ, અમે બીજાં શું કરીએ ! વીતરાગદેવે કહેલો સત્ય માર્ગ જ આ છે. જેમ પદ્મનંદી સ્વામી બ્રહ્મચર્યઅષ્ટકમાં બ્રહ્મચર્યનું ઉત્તમ વર્ણન કરીને છેલ્લે કહે છે કે જે મુમુક્ષુ છે તેને માટે સ્ત્રીસંગના નિષેધનો આ ઉપદેશ મેં કર્યો છે, પરંતુ જે જીવો ભોગરૂપી રાગના દરિયામાં ડૂબેલા છે તેમને આ બ્રહ્મચર્યનો ઉપદેશ ન રુચે તો તેઓ મારા ઉપર ક્રોધ ન કરશો, કેમકે હું તો મુનિ છું; મુનિ પાસે તો આવો વીતરાગી જ ઉપદેશ હોય, કાંઈ રાગના પોષણની વાત મુનિ પાસે ન હોય. તેમ અહીં મોક્ષના પુરુષાર્થમાં પુણ્યનો નિષેધ કરીએ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #159
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૧૪૭ ત્યાં રાગની રુચિવાળા કોઈ જીવોને તે ન રુચે તો ક્ષમા કરજો, કેમકે સંતોનો ઉપદેશ તો મોક્ષની પ્રધાનતાનો છે એટલે તેમાં રાગને આદરણીય કેમ કહેવાય? ભાઈ, તારાથી બધો રાગ અત્યારે ભલે છૂટી ન શકે, પણ એ છોડવા જેવો છે એવું સાચું ધ્યેય તો પહેલાં નક્કી કર. ધ્યેય સાચું હશે તો ત્યાં પહોંચાશે. પણ ધ્યેય જ ખોટું રાખીશ- રાગને ધ્યેય રાખીશ, તો રાગ તોડીને વીતરાગતા ક્યાંથી લાવીશ? માટે સત્ય માર્ગ વીતરાગી સંતોએ પ્રસિદ્ધ કર્યો છે.
સર્વજ્ઞતાને સાધતાં સાધતાં વનવિહારી સંત પદ્મનંદી મુનિરાજે આ શાસ્ત્ર રચ્યું છે. તેઓ આત્માની શક્તિમાં જે પૂર્ણ આનંદ ભર્યો છે તેની પ્રતીત કરીને તેમાં લીનતા વડે તે ખોલતા હતા, સિદ્ધ ભગવાન સાથે સ્વાનુભવ દ્વારા વાત કરતા હતા, ને સિદ્ધપ્રભુ જેવા અતીન્દ્રિય આનંદનો ઘણો અનુભવ કરતા હતા, ત્યાં ભવ્ય જીવો ઉપર કરુણા કરીને આ શાસ્ત્ર રચાઈ ગયું છે. તેમાં કહે છે કે અરે જીવ! સૌથી પહેલાં તું સર્વશદેવને ઓળખ. સર્વશદેવને ઓળખતાં તારી સાચી જાત તને ઓળખાશે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૪૮)
(શ્રાવકધર્મપ્રકાશ [૨૭] શ્રાવકધર્મની આરાધનાનું અંતિમ ફળ
મોક્ષ
શ્રાવકધર્મનો અધિકાર પૂર્ણ કરતાં મંગલ આશીર્વાદપૂર્વક શ્રી મુનિરાજ કહે છે કે આ શ્રાવકધર્મનો પ્રકાશ જયવંત રહો.... આવા ધર્મના આરાધક જીવો જયવંત રહો. ધર્મની આરાધના વડે જ મનુષ્યભવની સફળતા છે.
આ દેશવ્રતઉદ્યોતન અધિકારમાં શ્રી પદ્મનંદી મુનિરાજે શ્રાવકનાં ધર્મનું ઘણું વર્ણન ર૬ ગાથામાં કર્યું. હવે છેલ્લી ગાથામાં આશીર્વાદપૂર્વક અધિકાર સમાપ્ત કરતાં કહે છે કે, ઉત્તમ કલ્યાણની પરંપરાપૂર્વક મોક્ષફળ દેનાર એવા આ દેશવ્રતનો ઉદ્યોત જયવંત વર્તા
यत्कल्याणपरंपरार्पणपरं भव्यात्मनां संसृतौ पर्यन्ते यदनन्तसौख्यसदनं मोक्षं ददाति ध्रुवम्। तज्जीयादतिदुर्लभं सुनरतामुख्येर्गुणैः प्रापितं
श्रीमत्पंकजनंदिभिर्विरचितं देशव्रतोद्योतनम्।।२७।। ધર્મી જીવનાં આ દેશવ્રત કે જે સંસારમાં તો ઉત્તમ કલ્યાણની પરંપરા (ચક્રવર્તીપદ, ઇન્દ્રપદ, તીર્થંકરપદ વગેરે) દેનાર છે અને અંતે અનંત સુખના ધામ એવા મોક્ષને ચોક્કસ આપે છે, શ્રીમાન્ પદ્મનંદીમુનિએ જેનું વર્ણન કર્યું છે, તથા ઉત્તમ દુર્લભ મનુષ્યપણું ને સમ્યગ્દર્શનાદિ ગુણ તેના વડે જેની પ્રાપ્તિ થાય છે, એવા આ દેશવ્રતનું ઉદ્યોતન જયવંત રહો.
જે જીવ ધર્મી છે, જેને આત્માનું ભાન છે, જે મોક્ષમાર્ગની સાધનામાં તત્પર છે, એને વ્રત-મહાવ્રતના રાગથી એવા ઊંચા પુણ્ય બંધાય છે કે ચક્રવર્તીપણું, તીર્થંકરપણું વગેરે લોકોત્તર પદવી મળે છે, પંચકલ્યાણક વગેરેની કલ્યાણપરંપરા તેને પ્રાપ્ત થાય છે, ને અંતે રાગ તોડીને તે મોક્ષ પામે છે.
Page #161
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૪૯
શ્રાવકધર્મપ્રકાશ)
જાઓ, આ મનુષ્યપણાની સફળતાનો ઉપાય ! જીવનમાં ધર્મનો ઉલ્લાસ જેણે કર્યો નથી, આત્માના હિતને માટે રાગાદિ ઘટાડ્યા નથી, ને એકલા વિષયભોગના પાપભાવમાં જ જીવન વીતાવ્યું છે તે તો નિષ્ફળ અવતાર ગુમાવીને સંસારમાં જ રખડે છે. ત્યારે ધર્માત્મા-શ્રાવક તો આત્માના હિતનો ઉપાય કરે છે, વ્રતાદિ ધારણ કરે છે ને સ્વર્ગમાં જઈ ત્યાંથી મનુષ્ય થઈને મુનિપણું લઈ મુક્તિ પામે છે.
ભાઈ, આવું ઉત્તમ મનુષ્યપણું ને તેમાંય ધર્માત્માના સંગનો આવો યોગ સંસારમાં બહુ દુર્લભ છે; મહા ભાગ્યે તને આવો સુયોગ મળ્યો છે તો તેમાં સર્વજ્ઞની ઓળખાણ કરીને સમ્યકત્વાદિ ગુણ પ્રગટ કર. ને તે ઉપરાંત શક્તિ અનુસાર વ્રત અંગીકાર કરીને દાન વગેરે કર. એ દાનનો તો ઘણા પ્રકારે ઉપદેશ આપ્યો. ત્યાં કોઈ કહે કે-આપ દાનની વાત કરો છો, પણ અમારે આગળ પાછળનો (સ્ત્રી-પુત્રાદિનો) કાંઈ વિચાર કરવો કે નહિ ? – તો કહે છે કે ભાઈ, તું જરા ધીરો થા ! જો તને આગળ પાછળના તારા હિતનો સાચો વિચાર હોય તો અત્યારે જ તું મમતા ઘટાડ. વર્તમાનમાં સ્ત્રી-પુત્રાદિનાં બહાને તું મમતામાં ડૂળ્યો રહે છે ને પોતાના ભવિષ્યના હિતનો વિચાર કરતો નથી. સ્ત્રી-પુત્રાદિનું ભવિષ્યમાં હું મરી જઈશ તો શું થશે –એમ એનો વિચાર કરે છે, પણ ભવિષ્યમાં મારા આત્માનું શું થશે-એના વિચાર કેમ નથી કરતો? અરે, રાગ તોડીને સમાધિ કરવાના ટાણાં આવ્યા તેમાં વળી આગળ-પાછળના બીજા શું વિચાર હોય? જગતના જીવોને સંયોગ-વિયોગ તો પોતપોતાના ઉદયઅનુસાર સૌને થયા કરશે, એ કાંઈ તારા કર્યા નથી થતાં. માટે ભાઈ, પરનું નામ લઈને તું તારી મમતાને લંબાવ નહિ. ભલે લાખો-કરોડો રૂપિયાની મૂડી હોય પણ દાન જે નથી કરી શકતો તે તો હૃદયનો રંક છે. એના કરતાં તો ઓછી મૂડીવાળો પણ જે ધર્મપ્રસંગમાં તન-મન-ધન ઉલ્લાસપૂર્વક વાપરી શકે છે તે ઉદાર છે, તેની લક્ષ્મી અને તેનું જીવન સફળ છે. સરકારી ટેકસ (કરવેરા) વગેરેમાં પરાણે આપવું પડે તે આપે પણ ધર્મના કામમાં હોંશથી વાપરતાં જીવ ન ચાલે તો આચાર્યદેવ કહે છે કે ભાઈ. તને તારી લક્ષ્મીનો સદુપયોગ કરતાં નથી આવડતો, તને દેવ-ગુરુધર્મની ભક્તિ કરતાં નથી આવડતી, ને તને શ્રાવકધર્મનું પાલન કરતાં નથી આવડતું. શ્રાવક તો દેવ-ગુરુ-ધર્મને ખાતર ઉલ્લાસપૂર્વક દાનાદિ કરે. એક માણસ કહે કે મહારાજ ! મને વેપારમાં પચ્ચીસ લાખ રૂપિયા મળે તેમ હતા, પણ અટકી ગયા, જો તે મળે તો તેમાંથી પાંચ લાખ રૂપિયા ધર્માદામાં વાપરવાના ભાવ હતા; માટે આર્શીવાદ આપો ! અરે મૂરખ! શેનાં આશીર્વાદ શું તારો લોભ પોષવા જ્ઞાની તને આશીર્વાદ આપે! જ્ઞાની તો ધર્મની આરાધનાના આશીર્વાદ આપે. પાંચ લાખ વાપરવાની વાત કરીને ખરેખર તો વીસ લાખ લેવા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #162
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૦)
(શ્રાવકધર્મપ્રકાશ છે, ને એની મમતા પોષવી છે. “જાણી જોઈને ઝેર ખાઈ લઉં પછી એની દવા કરીશ” –એના જેવી તારી મૂર્ખતા છે. તને ખરેખર ધર્મનો પ્રેમ હોય ને તારે રાગ ઘટાડવો હોય તો અત્યારે તારી પાસે છે તેમાંથી રાગ ઘટાડને! તારે રાગ ઘટાડીને દાન કરવું હોય તો કોણ તને રોકે છે? ભાઈ, આવું મનુષ્યપણું ને આવો અવસર પામીને તું ધન મેળવવાની તૃષ્ણાના પાપમાં તારું જીવન વેડફી રહ્યો છે ! –એને બદલે ધર્મની આરાધના કર. ધર્મની આરાધના વડે જ મનુષ્યભવની સફળતા છે. ધર્મની આરાધનામાં વચ્ચે પુણ્યફળરૂપ મોટા મોટા નિધાન સહેજે આવી મળશે, –તારે એની ઈચ્છાય નહિ કરવી પડે. “માંગે એને આઘે, અને ત્યાગે એને આગે'-પુણ્યની ઈચ્છા કરે છે તેને ઉત્તમ પુણ્ય હોતાં નથી, માંગે એને આવે એટલે કે દૂર જાય છે; ને ત્યાગે એને આગે એટલે જે પુણ્યની રુચિ છોડીને ચૈતન્યને સાધે છે તેને પુણ્યના ઢગલા સામે આવે છે. ધર્મી
જીવ આત્માનું ભાન કરીને ને પુણ્યની અભિલાષ છોડીને મોક્ષ તરફ ચાલવા માંડ્યા છે, ઘણો પંથ કપાયો છે, થોડો બાકી છે, ત્યાં પુરુષાર્થની મંદતાથી શુભરાગ થયો એટલે સ્વર્ગાદિના એકાદ-બે ઉત્તમ ભવરૂપી ધર્મશાળામાં થોડીવાર રોકાણા છે, તેને એવા ઊંચા પુણ્ય હોય કે જ્યાં જન્મે ત્યાં દરિયામાં મોતી પાકે, આકાશમાંથી રજકણો ઊંચા રત્નરૂપે પરિણમીને વરસે, પત્થરાની ખાણમાં નીલમણિ પાકવા માંડે, રાજા થાય ત્યાં પ્રજા પાસેથી એને પરાણે કરવેરા લેવા ન પડે પણ પ્રજા સામે ચાલીને દેવા આવે, એને સંત-મુનિ-ધર્માત્માના ટોળાં ને તીર્થંકરદેવનો યોગ મળે, ને સંતોના યોગમાં પાછો આરાધકભાવ પુષ્ટ કરી, રાજવૈભવ છોડી મુનિ થઈ કેવળજ્ઞાન પ્રગટાવી સાક્ષાત્ મોક્ષ પામે.
સર્વશદેવની ઓળખાણપૂર્વક શ્રાવકે જે ધર્મની આરાધના કરી તેનું આ ઉત્તમ ફળ છે-તે જયવંત હો.... ને તેને સાધનારા સાધનો જગતમાં જયવંત હોઆવા આશીર્વાદ સાથે આ અધિકાર સમાપ્ત થાય છે.
(શ્રી પદ્મનંદીપચ્ચીસીના દેશવ્રત ઉધોતન ઉપર પૂ. શ્રી કાનજી સ્વામીનાં પ્રવચનો પૂર્ણ.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #163
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
* સ્વતંત્રતાની ઘોષણા ? [ચાર બોલથી સ્વતંત્રતાની ઘોષણા કરતાં ખાસ પ્રવચન ]
(સમયસાર કલશ ર૧૧) (સં. ૨૦૨૨ કારતક સુદ ૩ તથા ૪)
F
ભગવાન સર્વજ્ઞદેવે જોયેલો વસ્તુસ્વભાવ કેવો છે, તેમાં કર્તાકર્મપણું કઈ રીતે છે તે અનેક પ્રકારે દષ્ટાન્ત અને યુક્તિથી ઘૂંટી ઘૂંટીને સમજાવીને, તે સ્વભાવના નિર્ણયમાં કઈ રીતે મોક્ષમાર્ગ આવે છે તે પૂ. ગુરુદેવે આ બે પ્રવચનોમાં બતાવ્યું છે. આમાં ગુરુદેવે ઘૂંટી ઘૂંટીને ભેદજ્ઞાન કરાવ્યું છે ને વીતરાગમાર્ગના રહસ્યભૂત સ્વતંત્રતાની ઘોષણા કરતાં કહ્યું છે કે સર્વજ્ઞદેવે કહેલા આ પરમ સત્ય વીતરાગી વિજ્ઞાનને જે સમજશે તેનું અપૂર્વ કલ્યાણ થશે.
(ગુરુદેવની આજ્ઞા અનુસાર આ બે પ્રવચનો પણ આ પુસ્તકમાં આપવામાં આવ્યા છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #164
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫ર)
| (સ્વતંત્રતાની ઘોષણા કર્તાકર્મસંબંધી ભેદજ્ઞાન કરાવતાં આચાર્યદવ કહે છે કે
ननु परिणाम एव किल कर्म विनिश्चयतः स भवति नापरस्य परिणामिन एव भवेत। न भवति कर्तृशून्यमिह कर्म न चैकतया स्थितिरिह वस्तुनो भवतु कर्तृ तदेव ततः।।२११ ।।
વસ્તુ પોતે જ પોતાના પરિણામની કર્તા છે, ને બીજા સાથે તેને કર્તા-કર્મપણું નથી- એ સિદ્ધાંત અહીં ચાર બોલથી આચાર્યદવે સ્પષ્ટ સમજાવ્યો છે
૧. પરિણામ એટલે કે પર્યાય તે જ કર્મ છે-કાર્ય છે. ૨. તે પરિણામ પોતાના આશ્ચયભૂત પરિણામીના જ હોય છે, અન્યના
નહિ; કેમ કે પરિણામ પોતપોતાના આશ્ચયભૂત પરિણામી (દ્રવ્ય) ના આશ્રયે હોય છે, અન્યના પરિણામ અન્યના આશ્રયે હોતા નથી.
કર્મ કર્તા વગર હોતું નથી, એટલે કે પરિણામ વસ્તુ વગર હોતા નથી. ૪. વસ્તુની સદા એકરૂપ સ્થિતિ (કૂટસ્થતા) હોતી નથી, કેમકે વસ્તુ
દ્રવ્ય-પર્યાયસ્વરૂપ છે. -આ રીતે, આત્મા કે જડ બધીયે વસ્તુ સ્વયં પોતે જ પોતાના પરિણામરૂપ કર્મની કર્તા છે-એ વસ્તુસ્વરૂપનો મહા સિદ્ધાંત આચાર્યદેવે સમજાવ્યો છે. - તેના ઉપરનું આ પ્રવચન છે. આ પ્રવચનમાં અનેક પડખાથી સ્પષ્ટીકરણ કરીને ગુરુદેવે ભેદજ્ઞાન ઘૂંટી ઘૂંટીને સમજાવ્યું છે.
જાઓ, આમાં વસ્તુસ્વરૂપનો સિદ્ધાંત ચાર બોલથી સમજાવ્યો છે. આ જગતમાં છ વસ્તુ છે, આત્માઓ અનંત છે, પુદ્ગલપરમાણુઓ અનંત છે, તથા ધર્માતિ, અધર્માસ્તિ, આકાશ અને કાળ, -આમ છએ પ્રકારની જે વસ્તુ, તેના સ્વરૂપનો વાસ્તવિક નિયમ શું છે, સિદ્ધાંત શું છે તે અહીં ચાર બોલથી સમજાવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #165
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સ્વતંત્રતાની ઘોષણા)
(૧૫૩ (૧) પરિણામ તે જ કર્મ પ્રથમ તો “નનુ પરિણામ સ્વ નિ કર્મ વિનિશ્ચયતઃ' એટલે કે પરિણામી વસ્તુના જે પરિણામ છે તે જ નિશ્ચયથી (ચોક્કસપણે) તેનું કર્મ છે. કર્મ એટલે કાર્યનું પરિણામ એટલે અવસ્થા; પદાર્થની અવસ્થા તે જ ખરેખર તેનું કર્મ-કાર્ય છે. પરિણામી એટલે આખી ચીજ, તે જે ભાવરૂપે પરિણમે છે તેને પરિણામ કહેવાય છે. પરિણામ કહો, કર્તવ્ય કહો, કાર્ય કહો, પર્યાય કહો કે કર્મ કહો, - તે વસ્તુના પરિણામ જ છે.
જેમકે- આત્મા જ્ઞાનગુણસ્વરૂપ છે, તેનું પરિણમન થતાં જ્ઞાનની જાણવાની પર્યાય થઈ તે તેનું કર્મ છે, તે તેનું વર્તમાન કાર્ય છે. રાગ કે દેહ તે કાંઈ જ્ઞાનનું કાર્ય નથી; પણ આ રાગ છે, આ દેહ છે” એમ તેને જાણનારું જે જ્ઞાન છે તે આત્માનું કાર્ય છે. આત્માના પરિણામ તે આત્માનું કર્મ છે ને જડના પરિણામ એટલે જડની અવસ્થા તે જડનું કાર્ય છે; – આ રીતે એક બોલ કહ્યો.
(૨) પરિણામ વસ્તુનું જ હોય છે, બીજાનું નહિ હવે આ બીજા બોલમાં કહે છે કે જે પરિણામ છે તે પરિણામી પદાર્થનું જ થાય છે, તે કોઈ બીજાના આશ્રયે થતું નથી. જેમકે શ્રવણ વખતે જે જ્ઞાન થાય છે તે જ્ઞાન કાર્ય છે-કર્મ છે. તે કોનું કાર્ય છે? તે કાંઈ શબ્દોનું કાર્ય નથી પણ પરિણામી વસ્તુ-જે આત્મા તેનું જ તે કાર્ય છે. પરિણામી વગર પરિણામ હોય નહિ. આત્મા પરિણામી છે- તેના વગર જ્ઞાનપરિણામ ન હોય- એ સિદ્ધાંત છે; પણ વાણી વગર જ્ઞાન ન થાય- એ વાત સાચી નથી. શબ્દ વગર જ્ઞાન ન હોયએમ નહિ, પણ આત્મા વગર જ્ઞાન ન હોય. આ રીતે પરિણામીના આશ્રયે જ જ્ઞાનાદિ પરિણામ છે.
જુઓ, આ મહા સિદ્ધાંત છે; વસ્તુસ્વરૂપનો આ અબાધિત નિયમ છે.
પરિણામીના આશ્રયે જ તેના પરિણામ થાય છે. જાણનાર આત્મા તે પરિણામી, તેના આશ્રયે જ જ્ઞાન થાય છે, તે જ્ઞાનપરિણામ આત્માના છે, વાણીના નહિ, વાણીના રજકણોના આશ્રયે તે જ્ઞાનપરિણામ નથી થતા, પણ જ્ઞાનસ્વભાવી આત્મવસ્તુના આશ્રયે તે પરિણામ થાય છે. આમાવસ્તુ ત્રિકાળ ટકનાર પરિણામી છે તે પોતે રૂપાંતર થઈને નવી નવી અવસ્થાપણે પલટે છે, તેના જ્ઞાન-આનંદ વગેરે જે વર્તમાન ભાવો છે તે તેના પરિણામ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #166
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૪)
(સ્વતંત્રતાની ઘોષણા પરિણામ' પરિણામીના જ છે ને બીજાના નથી, - એમાં જગતના બધા પદાર્થોનો નિયમ આવી જાય છે. પરિણામ પરિણામીના જ આશ્રયે હોય છે, બીજાના આશ્રયે હોતા નથી. જ્ઞાનપરિણામ આત્માના આશ્રયે છે, વાણી વગેરે બીજાના આશ્રયે નથી. એટલે આમાં પર સામે જોવાનું ન રહ્યું પણ પોતાની વસ્તુ સામે જોઈને સ્વસમ્મુખ પરિણમવાનું રહ્યું. તેમાં મોક્ષમાર્ગ આવી જાય છે.
વાણી તે અનંતા જડ-પરમાણુંઓની અવસ્થા છે, તે તેના પરમાણુંઓના આશ્રયે છે. બોલવાની જે ઇચ્છા થઈ તેના આશ્રયે ભાષાના પરિણામ ત્રણકાળમાં નથી. હવે ઇચ્છા થઈ ને ભાષા નીકળી તે વખતે તેનું જે જ્ઞાન થયું, તે જ્ઞાન આત્માના આશ્રયે થયું છે, ભાષાના આશ્રયે કે ઇચ્છાના આશ્રયે તે જ્ઞાન થયું નથી.
પરિણામ પોતાના આશ્રયભૂત પરિણામીના જ થાય છે, બીજાના આશ્રયે થતા નથી, - આમ અસ્તિ-નાસ્તિથી અનેકાન્ત કરીને વસ્તુસ્વરૂપ સમજાવ્યું છે. સત્યના સિદ્ધાંતની એટલે કે વસ્તુના સ્વરૂપની આ વાત છે, તેને ઓળખ્યા વગર મૂઢપણે અજ્ઞાનમાં જીવન ગાળી નાંખે છે. પણ ભાઈ ! આત્મા શું, જડ શું, તેની ભિન્નતા સમજીને વસ્તુસ્વરૂપના વાસ્તવિક સને જાણ્યા વગર જ્ઞાનમાં સપણું થાય નહિ, એટલે સમ્યજ્ઞાન થાય નહિ; વસ્તુસ્વરૂપના સત્યજ્ઞાન વગર રુચિને શ્રદ્ધા પણ સાચી થાય નહિ, સાચી શ્રદ્ધા વગર વસ્તુમાં સ્થિરતારૂપ ચારિત્ર પ્રગટે નહિ, શાંતિ થાય નહિ, સમાધાન કે સુખ થાય નહિ. માટે વસ્તુસ્વરૂપ શું છે તે પહેલાં સમજ. વસ્તુસ્વરૂપ સમજતાં, મારા પરિણામ પરથી ને પરના પરિણામ મારાથી- એવી પરાશ્રિત બુદ્ધિ રહે નહિ એટલે સ્વાશ્રિત-સ્વસમ્મુખ પરિણમન પ્રગટે, તે ધર્મ છે.
આત્માને જે જ્ઞાન થાય છે તે જાણવાના પરિણામ આત્માના આશ્રયે છે. તે પરિણામ વાણીના આશ્રયે થયા નથી, કાનના આશ્રયે થયા નથી તેમ જ તે વખતની ઇચ્છાના આશ્રયે પણ થયા નથી. જો કે ઇચ્છા તે પણ આત્માના પરિણામ છે, પણ તે પરિણામના આશ્રયે જ્ઞાનપરિણામ નથી, જ્ઞાનપરિણામ આત્મવસ્તુના આશ્રયે છેમાટે વસ્તુ સામે જા.
બોલવાની ઇચ્છા થાય, હોઠ ચાલે, ભાષા નીકળે ને તે વખતે તે પ્રકારનું જ્ઞાન થાય, - આ ચાર પ્રકાર એકસાથે છે છતાં કોઈ કોઈના આશ્રયે નથી, સૌ પોતપોતાના પરિણામીના જ આશ્રયે છે. ઇચ્છા તે આત્માના ચારિત્રગુણના પરિણામ છે, હોઠ ચાલે તે હોઠના રજકણોની અવસ્થા છે, તે અવસ્થા ઇચ્છાના આધારે થઈ નથી. ભાષા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #167
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સ્વતંત્રતાની ઘોષણા)
(૧૫૫ નીકળી તે ભાષાવર્ગણાના રજકણોની અવસ્થા છે, તે અવસ્થા ઇચ્છાને આશ્રયે કે હોઠને આશ્રયે થઈ નથી, પણ પરિણામી એવા રજકણોના આશ્રયે તે ભાષા થઈ છે. અને તે વખતનું જ્ઞાન આત્મવસ્તુના આશ્રયે છે, ઇચ્છાના કે ભાષાના આશ્રયે નથી. આવું વસ્તુસ્વરૂપ છે.
ભાઈ, ત્રણકાળ ત્રણલોકમાં સર્વજ્ઞ ભગવાને જોયેલો આ વસ્તુસ્વભાવ છે તેને જાણ્યા વગર, અને સમજવાની દરકાર વગર આંધળાની જેમ ચાલ્યો જાય છે, પણ વસ્તુસ્વરૂપના સાચા જ્ઞાન વગર કયાંય કલ્યાણ નથી. આ વસ્તુસ્વરૂપ વારંવાર લક્ષમાં લઈને પરિણામમાં ભેદજ્ઞાન કરવા માટેની આ વાત છે. એક વસ્તુના પરિણામ બીજી વસ્તુના આધારે તો નથી, ને તે વસ્તુમાં પણ તેના એક પરિણામના આશ્રયે બીજા પરિણામ નથી, પરિણામી–વસ્તુના આશ્રયે જ પરિણામ છે. - આ મોટો સિદ્ધાંત છે.
ક્ષણે ક્ષણે ઇચ્છા, ભાષા ને જ્ઞાન, ત્રણે એકસાથે થાય છતાં ઇચ્છા ને જ્ઞાન તે જીવના આશ્રયે છે ને ભાષા તે જડના આશ્રયે છે; ઇચ્છાને કારણે ભાષા થઈ કે ભાષાને કારણે જ્ઞાન થયું- એમ નથી; તેમ જ ઇચ્છાના આશ્રયે પણ જ્ઞાન નથી. ઇચ્છા અને જ્ઞાન- એ બને છે તો આત્માના પરિણામ, છતાં એકના આશ્રયે બીજા પરિણામ નથી. જ્ઞાનપરિણામ અને ઇચ્છા પરિણામ બંને ભિન્ન ભિન્ન છે. જ્ઞાન તે ઇચ્છાનું કાર્ય નથી ને ઇચ્છા તે જ્ઞાનનું કાર્ય નથી. જ્યાં જ્ઞાનનું કાર્ય ઇચ્છા પણ નથી ત્યાં જડ ભાષા વગેરે તો તેનું કાર્ય ક્યાંથી હોય ? એ તો જડનું કાર્ય છે.
જગતમાં જે કોઈ કાર્ય હોય તે સની અવસ્થા હોય, કોઈ વસ્તુના પરિણામ હોય, પણ વસ્તુ વગર અદ્ધરથી પરિણામ ન થાય. પરિણામીનું પરિણામ હોય, ટકતી વસ્તુના આશ્રયે પરિણામ થાય, પરના આશ્રયે ન થાય.
પરમાણમાં હોઠનું હલન ને ભાષાનું પરિણમન-એ બને પણ જુદી ચીજ છે. આત્મામાં ઇચ્છા અને જ્ઞાન-એ બંને પરિણામ પણ ભિન્ન ભિન્ન છે.
હોઠના હુલનના આશ્રયે ભાષાની પર્યાય નથી. હોઠનું હલન તે હોઠના પુદ્ગલોના આશ્રયે છે, ભાષાનું પરિણમન તે ભાષાના પુદ્ગલોના આશ્રયે છે.
હોઠ અને ભાષા; ઇચ્છા અને જ્ઞાન;
એ ચારેનો કાળ એક, છતાં ચારે પરિણામ જુદા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #168
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૬)
(સ્વતંત્રતાની ઘોષણા તેમાં પણ ઇચ્છા અને જ્ઞાન એ બંને પરિણામ આત્માના આશ્રયે હોવા છતાં, તેમાં ઇચ્છા પરિણામના આશ્રયે જ્ઞાનપરિણામ નથી. જ્ઞાન તે આત્માના પરિણામ છે, ઇચ્છાના નહિ. તેમ જ ઇચ્છા તે આત્માના પરિણામ છે, પણ જ્ઞાનના નહિ. ઇચ્છાને જાણનારું જ્ઞાન તે ઇચ્છાનું કાર્ય નથી, તેમ જ તે જ્ઞાન ઇચ્છાને કરતું નથી. ઇચ્છા પરિણામ તે આત્માનું કાર્ય ખરું પણ જ્ઞાનનું નહિ; ભિન્ન ભિન્ન ગુણના પરિણામ ભિન્ન ભિન્ન છે, એક જ દ્રવ્યમાં હોવા છતાં એક ગુણના આશ્રયે બીજા ગુણના પરિણામ નથી.
કેટલી સ્વતંત્રતા!! ને આમાં પરના આશ્રયની તો વાત જ કયાં રહી?
આત્મામાં ચારિત્રગુણ, જ્ઞાનગુણ વગેરે અનંત ગુણ, તેમાં ચારિત્રના વિકૃત પરિણામ તે ઇચ્છા છે, તે ચારિત્રગુણના આશ્રયે છે, અને તે વખતે તે ઇચ્છાનું જ્ઞાન થયું તે જ્ઞાનગુણરૂપ પરિણામીના પરિણામ છે, તે કાંઈ ઇચ્છાના પરિણામના આશ્રયે નથી. આમ ઇચ્છા પરિણામ ને જ્ઞાનપરિણામ બંનેનું જાદુ પરિણમન છે, એકબીજાના આશ્રયે નથી.
સત્ જેમ છે તેમ તેનું જ્ઞાન કરે તો સત્ જ્ઞાન થાય, ને સતનું જ્ઞાન કરે તો તેનું બહુમાન ને યથાર્થનો આદર થાય, રુચિ થાય, શ્રદ્ધા થાય ને તેમાં સ્થિરતા થાય તેનું નામ ધર્મ છે. સથી વિપરીત જ્ઞાન કરે તો ધર્મ ન થાય. મૂળ ધર્મ સ્વમાં સ્થિરતા છે, પણ વસ્તુસ્વરૂપના સાચા જ્ઞાન વગર સ્થિરતા કરશે શેમાં?
આત્મા, અને શરીરાદિ રજકણો ભિન્ન ભિન્ન તત્ત્વો છે; શરીરની અવસ્થા હાલ-ચાલે-બોલે તે તેના પરિણામી પુદ્ગલોના પરિણામ છે, તે પુદગલોના આશ્રયે તે પરિણામ થયા છે, ઇચ્છાના આશ્રયે નહિ; તેમ જ ઇચ્છાના આશ્રયે જ્ઞાન પણ નથી. પુદ્ગલના પરિણામ આત્માના આશ્રયે માનવા, કે આત્માના પરિણામ પુદ્ગલના આશ્રયે માનવા, તેમાં તો વિપરીત માન્યતારૂપ મૂઢતા છે.
જગતમાં પણ જે ચીજ જેમ હોય તેનાથી ઊલટી કોઈ કહે તો લોકો તેને મૂર્ખ કહે છે, તો આ સર્વશે કહેલો લોકોત્તર વસ્તુસ્વભાવ જેમ છે તેમ ન માનતાં વિરુદ્ધ માને તો તે લોકોત્તર મૂર્ખ અને અવિવેકી છે. વિવેકી અને વિચક્ષણ થયો-ક્યારે કહેવાય ? કે વસ્તુના જે પરિણામ થયા તેને કાર્ય ગણી, તેને પરિણામી–વસ્તુના આશ્રયે સમજે ને બીજાના આશ્રયે ન માને, ત્યારે સ્વ-પરનું ભેદજ્ઞાન થાય, ને ત્યારે વિવેકી થયો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #169
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સ્વતંત્રતાની ઘોષણા)
(૧૫૭ કહેવાય. પરના આશ્રયે આત્માના પરિણામ થતા નથી. અહીં તો વિકારી કે અવિકારી જે કોઈ પરિણામ જે વસ્તુના છે તે વસ્તુના જ આશ્રયે છે, પરના આશ્રયે નથી.
પદાર્થના પરિણામ તે જ તેનું કાર્ય છે-એ એક વાત; બીજું તે પરિણામ વસ્તુના જ આશ્રયે થાય છે, અન્યના આશ્રયે થતાં નથી. - આ નિયમો જગતના બધા પદાર્થોમાં લાગુ પડે છે.
જુઓ, ભાઈ ! આ તો ભેદજ્ઞાન માટે વસ્તુસ્વભાવના નિયમો બતાવ્યા છે. હળવે હળવે દષ્ટાન્તથી યુક્તિ થી વસ્તુસ્વરૂપ સિદ્ધ કરવામાં આવે છે.
કોઈને એવા ભાવ થયા કે એકસો રૂપિયા દાનમાં આપું, તેના તે પરિણામ આત્મવસ્તુના આશ્રયે થયા છે; ત્યાં રૂપિયા જવાની ક્રિયા થાય તે રૂપિયાના રજકણના આશ્રયે છે, જીવની ઇચ્છાના આશ્રયે નહિ. હવે તે વખતે તે રૂપિયાની ક્રિયાનું જ્ઞાન, કે ઇચ્છાના ભાવનું જ્ઞાન થાય છે તે જ્ઞાનપરિણામ આત્માના આશ્રયે થયા છે. -આમ દરેક પરિણામની વહેંચણી કરીને વસ્તુસ્વરૂપ જાણવું જોઈએ.
ભાઈ, તારું જ્ઞાન ને તારી ઇચ્છા, એ બંને પરિણામ આત્મામાં જ હોવા છતાં તેઓ પણ એકબીજાના આશ્રયે નથી તો પછી પરના આશ્રયની તો વાત જ શી ? દાનની ઇચ્છા થઈ ને રૂપિયા અપાયા, ત્યાં રૂપિયા જવાની ક્રિયા હાથના આધારે પણ નથી, હાથનું હાલવું તે ઇચ્છાના આધારે નથી, ને ઇચ્છાનું પરિણમન તે જ્ઞાનના આધારે નથી. સૌ પોતપોતાના આશ્રયભૂત વસ્તુના આધારે છે.
જુઓ, આ સર્વજ્ઞના ઘરના વિજ્ઞાન પાઠ છે; આવું વસ્તુસ્વરૂપનું જ્ઞાન તે જ સાચું પદાર્થવિજ્ઞાન છે. જગતના પદાર્થોનો સ્વભાવ જ એવો છે કે તે કાયમ એકરૂપે ન રહે, પણ પરિણમન કરીને નવી નવી અવસ્થારૂપ કાર્યને કર્યા કરે. –એ વાત ચોથા બોલમાં કહેશે. જગતના પદાર્થોનો સ્વભાવ એવો છે કે તે કાયમ રહે તેમ જ તેમાં ક્ષણે ક્ષણે નવી નવી અવસ્થારૂપ કાર્ય તેના પોતાના આશ્રયે થયા કરે. વસ્તુસ્વભાવનું આવું વિજ્ઞાન તે જ સમ્યજ્ઞાન છે.
જીવને ઇચ્છા થઈ માટે હાથ હાલ્યો ને સો રૂપિયા દેવાયા એમ નથી. ઇચ્છાનો આધાર આત્મા છે, હાથ અને રૂપિયાનો આધાર પરમાણું છે. રૂપિયા જવાના હતા માટે ઇચ્છા થઈ એમ પણ નથી. હાથનું હલનચલન તે હાથના પરમાણુના આધારે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૫૮ )
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(સ્વતંત્રતાની ઘોષણા
રૂપિયાનું આવવું-જવું તે રૂપિયાના પરમાણુના આધારે છે. ઇચ્છા થવી તે આત્માના ચારિત્રગુણના આધારે છે.
આ તો ભિન્ન ભિન્ન દ્રવ્યના પરિણામની ભિન્નતાની વાત થઈ; અહીં તો તેથી આવી અંદરની વાત લેવી છે, એક જ દ્રવ્યના અનેક પરિણામો પણ એકબીજાના આશ્રયે નથી- એમ બતાવવું છે. રાગ અને જ્ઞાન બંને કાર્ય જુદા છે. એકબીજાના આશ્રયે નથી.
કોઈએ પ્રતિકૂળતા કરી કે ગાળ દીધી ને જીવને દ્વેષના પાપપરિણામ થયા, ત્યાં તે પાપના પરિણામ પ્રતિકૂળતાના કારણે થયા નથી, તેમ જ ગાળ દેનારાના આશ્રયે થયા નથી, પણ ચારિત્રગુણના આશ્રયે થયા છે, ચારિત્રગુણ તે વખતે તે પરિણામરૂપે પરિણમ્યો છે.
–
હવે, દ્વેષ વખતે તેનું જ્ઞાન થયું કે ‘મને આ દ્વેષ થયો,' – તે જ્ઞાનપરિણામ જ્ઞાનગુણના આશ્રયે છે, ક્રોધના આશ્રયે નથી. જ્ઞાનસ્વભાવી દ્રવ્યના આશ્રયે જ્ઞાનપરિણામ થાય છે, અન્યના આશ્રયે નહિ. એ જ રીતે સમ્યગ્દર્શન પરિણામ, સમ્યજ્ઞાન પરિણામ, આનંદપરિણામ વગેરેમાં પણ સમજવું. તે જ્ઞાનાદિ પરિણામો દ્રવ્યના આશ્રયે છે, અન્યના આશ્રયે નથી, તેમ જ પરસ્પર એકબીજાના આશ્રયે પણ નથી.
ગાળના શબ્દો કે દ્વેષ વખતે તેનું જ્ઞાન થયું, તે જ્ઞાન શબ્દોના આશ્રયે નથી કે ક્રોધના આશ્રયે નથી, તેનો આધાર તો જ્ઞાનસ્વભાવી વસ્તુ છે, – માટે તેના ઉપર મીટ માંડ તો તારી પર્યાયમાં મોક્ષમાર્ગ પ્રગટે; તે મોક્ષમાર્ગરૂપી કાર્યનો કર્તા પણ તું જ છો. અન્ય કોઈ નહિ.
અહો, આ તો સીધી ને સ્પષ્ટ વાત છે. બહારનાં ભણતર ન ભણ્યો હોય તોપણ આ સમજાય તેવું છે. જરાક અંદર લક્ષમાં લેવું કે આત્મા અંતરમાં અસ્તિરૂપ વસ્તુ છે, તેમાં અનંતગુણ છે; જ્ઞાન છે, આનંદ છે, શ્રદ્ધા છે, અસ્તિત્વ છે, એમ અનંત ગુણો છે. તે અનંતગુણોના ભિન્નભિન્ન જે અનંત પરિણામ સમયે સમયે થાય છે તે બધાનો આધાર પરિણામી એવું આત્મદ્રવ્ય છે, બીજી વસ્તુ તો તેનો આધાર નથી, પણ પોતામાં બીજા ગુણના પરિણામ પણ તેનો આધાર નથી, – જેમ કે શ્રદ્ધા પરિણામનો આધાર જ્ઞાનપરિણામ નથી કે જ્ઞાનપરિણામનો આધાર શ્રદ્ધા નથી, બંને પરિણામનો આધાર આત્મા છે. એમ સર્વ ગુણોના પરિણામમાં સમજવું. -આ રીતે પરિણામ તે પરિણામીનું જ છે, અન્યનું નહિ.
આ ૨૧૧ માં કળશમાં આચાર્યદેવે કહેલા વસ્તુસ્વરૂપના સિદ્ધાંતના ચાર બોલમાંથી આ હજી બીજા બોલનું વિવેચન ચાલે છે. પ્રથમ તો કહ્યું કે ‘ પરિણામ વ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #171
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૫૯
સ્વતંત્રતાની ઘોષણા) જિન વર્મ' અને પછી કહ્યું કે “સ ભવતિ પરિણામિન ઇવ, ન અપ૨ચ મત” પરિણામ તે જ કર્મ છે, અને તે પરિણામીનું જ હોય છે, અન્યનું નહિ. –આવો નિર્ણય કરીને સ્વદ્રવ્યસન્મુખ લક્ષ જતાં સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન થાય છે.
સમ્યગ્દર્શનપરિણામ થયા તે આત્માનું કર્મ છે ને તે આત્મારૂપ પરિણામીના આધારે થયા છે. પૂર્વના મંદરાગના આશ્રયે કે વર્તમાનના શુભરાગના આશ્રયે તે સમ્યગ્દર્શન પરિણામ થયા નથી. જો કે રાગ પણ છે તો આત્માના પરિણામ, પણ શ્રદ્ધાપરિણામથી રાગપરિણામ અન્ય છે, તે શ્રદ્ધાના પરિણામ રાગના આશ્રયે નથી. કેમકે પરિણામ પરિણામીના જ આશ્રયે હોય છે, અન્યના આશ્રયે નહિ.
એ જ રીતે હવે ચારિત્ર પરિણામમાં - આત્મસ્વરૂપમાં સ્થિરતા તે ચારિત્રનું કાર્ય છે. તે કાર્ય શ્રદ્ધાપરિણામના આશ્રયે નથી, પણ ચારિત્રગુણધારી આત્માના આશ્રયે જ છે. દેહ વગેરેના આશ્રયે ચારિત્ર નથી.
શ્રદ્ધાના પરિણામ આત્મદ્રવ્યના આશ્રયે છે; જ્ઞાનના પરિણામ આત્મદ્રવ્યના આશ્રયે છે; સ્થિરતાના પરિણામ આત્મદ્રવ્યના આશ્રયે છે;
આનંદના પરિણામ આત્મદ્રવ્યના આશ્રયે છે. બસ, મોક્ષમાર્ગના બધા પરિણામ સ્વદ્રવ્યના આશ્રયે છે, બીજાના આશ્રયે નથી; તે વખતે બીજા પરિણામ ( રાગાદિ) હોય તેના આશ્રયે પણ આ પરિણામ નથી. એક સમયમાં શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર વગેરે અનંતગુણના પરિણામ તે ધર્મ, તેનો આધાર ધર્મી એટલે કે પરિણમનારી વસ્તુ છે; તે વખતે બીજા જે અનેક પરિણામ વર્તે છે તેના આધારે શ્રદ્ધા વગેરેના પરિણામ નથી. નિમિત્ત વગેરેના આધારે તો નથી પણ પોતાના બીજા પરિણામના આધારે પણ કોઈ પરિણામ નથી. એક જ દ્રવ્યમાં એક સાથે વર્તતા પરિણામમાં પણ એક પરિણામ બીજા પરિણામના આશ્રયે નથી; દ્રવ્યના જ આશ્રયે બધા પરિણામ છે, બધા પરિણામરૂપે પરિણમના દ્રવ્ય જ છે- એટલે દ્રવ્ય સામે જ લક્ષ જતાં સમ્યફ પર્યાયો ખીલવા માંડે છે.
વાહ! જુઓ, આચાર્યદેવની શૈલિ થોડામાં ઘણું સમાડી દેવાની છે. ચાર બોલના આ મહા સિદ્ધાંતમાં વસ્તુસ્વરૂપના ઘણા નિયમો સમાઈ જાય છે. આ ત્રિકાળ સત્યના સર્વજ્ઞથી નિશ્ચિત થયેલા સિદ્ધાંત છે. અહો, આ પરિણામીના પરિણામની સ્વાધીનતા, સર્વજ્ઞદેવે કહેલા વસ્તુસ્વરૂપનું તત્ત્વ, સન્તોએ એનો વિસ્તાર કરીને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #172
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૦)
(સ્વતંત્રતાની ઘોષણા ગજબનાં કામ કર્યા છે, પદાર્થનું પૃથક્કરણ કરીને ભેદજ્ઞાન કરાવ્યું છે. અંતરમાં આનું મંથન કરીને મેળ બેસાડે તો ખબર પડે કે અનંતા સર્વજ્ઞોએ અને સન્તોએ આવું જ વસ્તુસ્વરૂપ કહ્યું છે ને આવું જ વસ્તુનું સ્વરૂપ છે.
સર્વજ્ઞભગવન્તો દિવ્યધ્વનિથી આવું તત્ત્વ કહેતા આવ્યા છે. –એમ વ્યવહાર કરવામાં આવે છે. બાકી દિવ્યધ્વનિ તો પરમાણુના આશ્રયે છે.
કોઈ કહે અરે, દિવ્યધ્વનિ પણ પરમાણુંના આશ્રયે ?
હા, ભાઈ ! દિવ્યધ્વનિ એ પુદ્ગલપરિણામ છે, ને પુદ્ગલપરિણામનો આધાર તો પુદ્ગલદ્રવ્ય જ હોય, જીવ તેનો આધાર ન હોય. ભગવાનનો આત્મા તો પોતાના કેવળજ્ઞાનાદિનો આધાર છે. ભગવાનનો આત્મા તો કેવળજ્ઞાન-દર્શન-સુખ વગેરે નિજપરિણામરૂપે પરિણમે છે, પણ કાંઈ દેહ કે વાણીની અવસ્થારૂપે ભગવાનનો આત્મા પરિણમતો નથી, તે રૂપે તો પુદ્ગલો જ પરિણમે છે. પરિણામ પરિણામીના હોય છે, બીજાના નહિ.
ભગવાનની સર્વજ્ઞતાના આધારે દિવ્યધ્વનિના પરિણામ થયા–એમ વસ્તુ સ્વરૂપ નથી. ભાષાપરિણામ અનંત પુગલોના આશ્રયે છે, ને સર્વજ્ઞતા વગેરે પરિણામ જીવના આશ્રયે છે; આમ બંનેની ભિન્નતા છે, કોઈ કોઈનું કર્તા કે આધાર નથી.
જુઓ, આ ભગવાન આત્માની પોતાની વાત છે. નહિ સમજાય એમ ન માની લેવું, અંદર લક્ષ કરે તો સમજાય તેવું સહેલું છે. જાઓ, લક્ષમાં લ્યો કે અંદર કંઈક વસ્તુ છે કે નહિ? અને આ જે જાણવાના કે રાગાદિના ભાવ થાય છે તે ભાવનો કર્તા કોણ છે? આત્મા પોતે તેને કરે છે. -આમ આત્માને લક્ષમાં લેવામાં બીજા ભણતરની કયાં જરૂર છે? જગતના ઢસરડા કરીને દુઃખી થાય છે એના કરતાં આ વસ્તુસ્વભાવને સમજે તો કલ્યાણ થાય. અરે જીવ! આવા સરસ ન્યાયથી સંતોએ વસ્તુસ્વરૂપ સમજાવ્યું છે, તે વસ્તુસ્વરૂપને તું સમજ. વસ્તુસ્વરૂપના બે બોલ થયા હવે ત્રીજો બોલ
(૩) કર્યા વગર કર્મ હોતું નથી કર્તા એટલે પરિણમનારી વસ્તુ, ને કર્મ એટલે તેની અવસ્થારૂપ કાર્ય કર્તા વગરનું કર્મ હોતું નથી એટલે વસ્તુ વગરની પર્યાય હોતી નથી; સર્વથા શૂન્યમાંથી કોઈ કાર્ય ઉત્પન્ન થઈ જાય એમ બનતું નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #173
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સ્વતંત્રતાની ઘોષણા)
(૧૬૧ જુઓ, આ વસ્તુવિજ્ઞાનના મહા સિદ્ધાંતો! આ ર૧૧મા કળશમાં ચાર બોલ વડે ચારે પડખેથી સ્વતંત્રતા સિદ્ધ કરી છે. વિદેશના અજ્ઞાનના ભણતર પાછળ હેરાન થાય છે એના કરતાં સર્વજ્ઞદેવે કહેલું આ પરમ સત્ય વીતરાગી વિજ્ઞાન સમજે તો અપૂર્વ કલ્યાણ થાય.
(૧) પરિણામ તે કર્મ; આ એક વાત. (૨) તે પરિણામ કોનું? કે પરિણામી વસ્તુનું પરિણામ છે, બીજાનું નહિ.
આ બીજો બોલ, તેનો ઘણો વિસ્તાર કર્યો. હવે આ ત્રીજા બોલમાં કહે છે કે પરિણામી વગર પરિણામ હોય નહિ. પરિણામી વસ્તુથી જુદા બીજે ક્યાંક પરિણામ થાય એમ બને નહિ. પરિણામી વસ્તુમાં જ તેનાં પરિણામ થાય છે, એટલે પરિણામી વસ્તુ તે કર્તા છે, તેના વગર કાર્ય હોતું નથી. જુઓ, આમાં નિમિત્ત વગર કાર્ય ન હોય-એમ ન કહ્યું. નિમિત્ત નિમિત્તમાં રહ્યું, તે કાંઈ આ કાર્યમાં આવી જતું નથી. માટે નિમિત્ત વિનાનું કાર્ય છે પણ પરિણામી વગરનું કાર્ય હોય નહિ. નિમિત્ત ભલે હોય, પણ તેનું અસ્તિત્વ તે નિમિત્તમાં છે. આમાં તેનું અસ્તિત્વ નથી. પરિણામી વસ્તુની સત્તામાં જ તેનું કાર્ય થાય છે. આત્મા વિના સમ્યકત્વાદિ પરિણામ ન હોય. પોતાના બધા પરિણામનો આત્મા કર્તા છે, તેના વગર કર્મ ન હોય. – વર્નન્યું ન મવતિના દરેક પદાર્થની અવસ્થા તે તે પદાર્થ વગર હોતી નથી. સોનું નથી ને ઘરેણાં બની ગયા, વસ્તુ નથી ને અવસ્થા થઈ ગઈ- એમ બને નહિ. અવસ્થા છે તે ત્રિકાળી વસ્તુને જાહેર કરે છે- પ્રસિદ્ધ કરે છે કે આ અવસ્થા આ વસ્તુની છે.
જેમકે-જડકર્મરૂપે પુગલો થાય છે, તે કર્મપરિણામ કર્યા વગર ન હોય. હવે તેનો કર્તા કોણ? કે તે પુદ્ગલકર્મરૂપે પરિણમનારા રજકણો જ કર્તા છે; આત્મા તેનો કર્તા નથી.
આત્મા કર્તા થઈને જડકર્મને બાંધે –એવું વસ્તુસ્વરૂપમાં નથી. જડકર્મ આત્માને વિકાર કરાવે એવું વસ્તુસ્વરૂપમાં નથી. મંદકષાયના પરિણામ સમ્યકત્વનો આધાર થાય-એવું વસ્તુસ્વરૂપમાં નથી. શુભરાગથી ક્ષાયિક સમ્યક્ત થાય એવું વસ્તુસ્વરૂપમાં નથી.
છતાં અજ્ઞાની એમ માને છે, એ તો બધા ઊંધા અન્યાય છે; ભાઈ, તારા એ અન્યાય વસ્તુસ્વરૂપમાં સહન નહિ થાય. વસ્તુસ્વરૂપને વિપરીત માનતાં તારા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #174
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ર)
(સ્વતંત્રતાની ઘોષણા આત્માને બહુ દુઃખ થશે, એમ સન્તોને તો કરુણા આવે છે. સન્તો નથી ઇચ્છતા કે કોઈ જીવને દુઃખ થાય, જગતમાં બધા જીવો સત્ય સ્વરૂપ સમજે ને દુઃખથી છૂટીને સુખ પામે એવી ભાવના છે.
ભાઈ ! તારા સમ્યગ્દર્શનનું આધાર તારું આત્મદ્રવ્ય છે, શુભરાગ કાંઈ તેનો આધાર નથી. મંદરાગ તે કર્તા ને સમ્યગ્દર્શન તેનું કાર્ય-એમ ત્રણ કાળમાં નથી. વસ્તુનું જે સ્વરૂપ છે તે ત્રણ કાળમાં આઘુંપાછું નહિ ફરે. કોઈ જીવ અજ્ઞાનથી એને વિપરીત માને તેથી કાંઈ સત્ય ફરી ન જાય. કોઈ સમજે કે ન સમજે, સત્ય તો સદા સત્યરૂપે જ રહેશે, તે કદી ફરશે નહિ. જેમ છે તેમ તેને જે સમજશે તે પોતાનું કલ્યાણ કરી જશે. ને ન સમજે એની શી વાત? એ તો સંસારમાં રખડી જ રહ્યા છે.
“જાઓ, વાણી સાંભળી માટે જ્ઞાન થાય છે ને ! પણ સોનગઢવાળા ના પાડે છે કે વાણીના આધારે જ્ઞાન ન થાય” આમ કહીને કેટલાક કટાક્ષ કરે છે; પણ બાપુ, એ તો વસ્તુસ્વરૂપ છે. ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમાત્મા પણ દિવ્યધ્વનિમાં એમ જ કહે છે કે જ્ઞાન આત્માના આશ્રયે થાય છે, જ્ઞાન તે આત્માનું કાર્ય છે, દિવ્યધ્વનિના પરમાણુનું તે કાર્ય નથી. જ્ઞાનકાર્યનો કર્તા આત્મા છે, નહિ કે વાણીના રજકણો. જે પદાર્થના જે ગુણનું જે વર્તમાન હોય તે બીજા પદાર્થના કે બીજા ગુણના આશ્રયે હોતું નથી. તેનો કર્તા કોણ? કે વસ્તુ પોતે. કર્તા અને તેનું કાર્ય બંને એક જ વસ્તુમાં હોવાનો નિયમ છે. તે ભિન્ન વસ્તુમાં હોતાં નથી.
આ લાકડી ઊંચી થઈ તે કાર્ય; તે કોનું કાર્ય? કર્તાનું કાર્ય કર્યા વગર કાર્ય ન હોય. કર્તા કોણ? લાકડીની આ અવસ્થાના કર્તા લાકડીના રજકણો જ છે, આ હથ, આંગળી કે ઇચ્છા તેના કર્તા નથી.
હવે અંદરનું સૂક્ષ્મ દષ્ટાન્ત લઈએઃ કોઈ આત્મામાં ઇચ્છા અને સમ્યજ્ઞાન બંને પરિણામ વર્તે છે; ત્યાં ઇચ્છાના આધારે સમ્યજ્ઞાન નથી. ઇચ્છા તે સમ્યજ્ઞાનની કર્તા નથી. આત્મા જ કર્તા થઈને તે કાર્ય કરે છે. કર્તા વગરનું કર્મ નથી ને બીજો કોઈ કર્તા નથી, એટલે જીવકર્તા વડે જ્ઞાનકાર્ય થાય છે. આ પ્રમાણે બધા પદાર્થોના બધા કાર્યોમાં તે તે પદાર્થનું જ કર્તાપણું છે-એમ સમજી લેવું.
જાઓ, ભાઈ ! આ તો સર્વજ્ઞ ભગવાનના ઘરની વાત છે.. મહા કલ્યાણની વાત છે, તે સાંભળીને રાજી થવા જેવું છે. આહા ! સન્તોએ વસ્તુ સ્વરૂપ સમજાવીને માર્ગ સ્પષ્ટ કરી દીધો. સંતોએ બધો માર્ગ સહેલો ને સીધોસટ કરી દીધો, તેમાં વચ્ચે કયાંય અટકવાપણું નથી. પરથી છૂટું આવું સ્પષ્ટ વસ્તુસ્વરૂપ સમજે તો મોક્ષ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #175
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
( ૧૬૩
સ્વતંત્રતાની ઘોષણા )
થઈ જાય. બહા૨થી તેમજ અંદરથી આવું ભેદજ્ઞાન સમજતાં મોક્ષ તો હથેળીમાં આવી જાય છે. હું પરથી તો છૂટો ને મારામાં એક ગુણનું કાર્ય બીજા ગુણથી નહિ–આ મહાસિદ્ધાંત સમજતાં સ્વાશ્રયભાવે અપૂર્વ કલ્યાણ પ્રગટે છે.
કર્મ તેના કર્તા વગર હોતું નથી-એ વાત ત્રીજા બોલમાં કરી; ને ચોથા બોલમાં કર્તાની (−વસ્તુની) સ્થિતિ સદાય એકસરખી હોતી નથી પણ નવા નવા પરિણામરૂપે તે બદલ્યા કરે છે-એ વાત કહેશે. દર વખતે પ્રવચનમાં આ ચોથા બોલનો વિશેષ વિસ્તાર થાય છે, આ વખતે બીજા બોલનો વિશેષ વિસ્તાર આવ્યો.
કર્તા વગર કાર્ય હોતું નથી એ સિદ્ધાંત છે; ત્યાં કોઈ કહે કે આ જગત તે કાર્ય છે ને ઈશ્વર તેનો કર્તા છે તો એ વાત વસ્તુસ્વરૂપની નથી. દરેક વસ્તુ પોતે જ પોતાની પર્યાયનો ઈશ્વર છે, ને તે જ કર્તા છે, એનાથી ભિન્ન બીજો કોઈ ઈશ્વર કે બીજો કોઈ પદાર્થ કર્તા નથી. પર્યાય તે કાર્ય ને પદાર્થ તેનો કર્તા.
કર્તા વગર કાર્ય નથી, ને બીજો કોઈ કર્તા નથી.
કોઈપણ અવસ્થા થાય- શુદ્ધઅવસ્થા, વિકારી અવસ્થા કે જડ અવસ્થા-તેનો કર્તા ન હોય એમ બને નહિ, તેમજ બીજો કોઈ કર્તા હોય-એમ પણ ન બને.
–તો શું ભગવાન તેના કર્તા છે?
-હા, ભગવાન કર્તા ખરા, પણ કયા ભગવાન ? કોઈ બીજા ભગવાન નહિ પણ આ આત્મા પોતે ભગવાન છે તે જ કર્તા થઈને પોતાના શુદ્ધ અશુદ્ધ પરિણામને કરે છે. જડના પરિણામને જડપદાર્થ કરે છે. એના ભગવાન એ. દરેક વસ્તુ પોતપોતાની અવસ્થાને રચનાર ઈશ્વર છે.
સંયોગ વગર અવસ્થા ન થાય એમ નહિ, પરંતુ વસ્તુ પરિણમ્યા વગર અવસ્થા ન થાય-એ સિદ્ધાંત છે. પોતાની પર્યાયના કર્તૃત્વનો અધિકાર વસ્તુનો પોતાનો છે, ૫૨નો તેમાં અધિકાર નથી.
ઇચ્છારૂપી કાર્ય થયું તો તેનો કર્તા આત્મદ્રવ્ય છે.
તે વખતે તેનું જ્ઞાન થયું, તે જ્ઞાનનો કર્તા આત્મદ્રવ્ય છે.
પૂર્વની પર્યાયમાં તીવ્ર રાગ હતો માટે વર્તમાનમાં રાગ થયો-એમ પૂર્વ પર્યાયમાં આ પર્યાયનું કર્તાપણું નથી. વર્તમાનમાં આત્મા તેવા ભાવરૂપે પરિણમીને પોતે કર્તા થયો છે. એ જ રીતે જ્ઞાનપરિણામ, શ્રદ્ધાપરિણામ, આનંદપરિણામ, તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #176
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૪).
(સ્વતંત્રતાની ઘોષણા બધાનો કર્તા આત્મા છે. પર તો નહિ, પૂર્વના પરિણામ તો નહિ તેમ જ વર્તમાન તેની સાથે વર્તતા બીજા પરિણામ પણ કર્તા નહિ, આત્મદ્રવ્ય પોતે કર્તા છે. શાસ્ત્રમાં પૂર્વપર્યાયને કોઈવાર ઉપાદાન કહે છે, તે તો પૂર્વ-પછીની સંધિ બતાવવા માટે કહ્યું છે. પણ પર્યાયનું કર્તા તો તે વખતે વર્તતું દ્રવ્ય છે, તે જ પરિણામી થઈને કાર્યરૂપે પરિણમ્યું છે. જે સમયે સમ્યગ્દર્શન-પર્યાય થઈ તે સમયે તેનો કર્તા આત્મા જ છે. પૂર્વની ઇચ્છા, વીતરાગની વાણી કે શાસ્ત્ર-તે કોઈ ખરેખર આ સમ્યગ્દર્શનના કર્તા નથી.
એ જ રીતે જ્ઞાનકાર્યનો કર્તા પણ આત્મા જ છે. ઇચ્છાનું જ્ઞાન થયું, –ત્યાં તે જ્ઞાન કાંઈ ઇચ્છાનું કાર્ય નથી. ને ઇચ્છા તે જ્ઞાનનું કાર્ય નથી. બંને પરિણામ એક જ વસ્તુના હોવા છતાં તેમને કર્તા-કર્મપણું નથી. કર્તા તો પરિણામી વસ્તુ છે.
પુદગલમાં ખાટી-ખારી અવસ્થા હતી ને જ્ઞાને તે પ્રમાણે જાણ્યું. ત્યાં ખાટું ખારું તે પુગલના પરિણામ છે, ને પુદ્ગલો તેના કર્તા છે; તે સંબંધી જે જ્ઞાન થયું તેનો કર્તા આત્મા છે. તે જ્ઞાનનો કર્તા ખાટી-ખારી અવસ્થા નથી. કેટલી સ્વતંત્રતા !! એ જ રીતે શરીરમાં રોગાદિ જે કાર્ય થાય તેના કર્તા તે પુદ્ગલો છે, આત્મા નહિ; ને તે શરીરની હાલતનું જે જ્ઞાન થયું તેનો કર્તા આત્મા છે. આત્મા કર્તા થઈને જ્ઞાનપરિણામને કરે છે પણ શરીરની અવસ્થાને તે કરતો નથી.
આ તો પરમેશ્વર થવા માટે પરમેશ્વરના ઘરની વાત છે. પરમેશ્વર-સર્વજ્ઞદેવે કહેલું આ વસ્તુસ્વરૂપ છે.
જગતમાં ચેતન કે જડ અનંત પદાર્થો અનંતપણે કાયમ ટકીને પોતપોતાના વર્તમાન કાર્યને કરે છે. એકેક પરમાણુમાં સ્પર્શ-રંગ વગેરે અનંતગુણો; સ્પર્શની ચીકણી વગેરે અવસ્થા, રંગની કાળી વગેરે અવસ્થા, તે તે અવસ્થાનું કર્તા પરમાણુદ્રવ્ય છે; ચીકણી અવસ્થા તે કાળી અવસ્થાની કર્તા નથી.
એ રીતે આત્મામાં -દરેક આત્મામાં અનંતગુણો; જ્ઞાનમાં કેવળજ્ઞાનપર્યાયરૂપ કાર્ય થયું, આનંદમાં પૂર્ણ આનંદ પ્રગટયો; તેનો કર્તા આત્મા પોતે છે. મનુષ્યદેહુ કે મજબુત સહુનનના કારણે તે કાર્ય થયું એમ નથી. પૂર્વની મોક્ષમાર્ગપર્યાયના આધારે તે કાર્ય થયું એમ નથી, જ્ઞાન ને આનંદના પરિણામ એકબીજાના આશ્રયે પણ નથી, દ્રવ્ય જ પરિણમીને તે કાર્યનું કર્તા થયું છે. ભગવાન આત્મા પોતે જ પોતાના કેવળજ્ઞાનાદિ કાર્યનો કર્તા છે, કોઈ બીજો નહિ. આ ત્રીજો બોલ થયો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #177
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સ્વતંત્રતાની ઘોષણા )
(૪) વસ્તુની સદા એકરૂપે સ્થિતિ રહેતી નથી
સર્વજ્ઞદેવે જોયેલ વસ્તુનું સ્વરૂપ એવું છે કે તે કાયમ ટકીને ક્ષણે ક્ષણે નવી અવસ્થારૂપે પરિણમ્યા કરે. અવસ્થા બદલ્યા વગર એમ ને એમ કૂટસ્થ જ રહે–એવું વસ્તુનું સ્વરૂપ નથી. વસ્તુ દ્રવ્ય-પર્યાયસ્વરૂપ છે, એટલે એમાં સર્વથા એકલું નિત્યપણું નથી. પર્યાયથી પલટાવાપણું પણ છે. વસ્તુ પોતે જ પોતાની પર્યાયરૂપે પલટે છે, કોઈ બીજો તેને પલટાવે-એમ નથી. નવી નવી પર્યાયરૂપે થવું તે વસ્તુનો પોતાનો સ્વભાવ છે, તો બીજો તેને શું કરે? આ સંયોગોને કારણે આ પર્યાય થઈએમ સંયોગને લીધે જે પર્યાય માને છે તેણે વસ્તુના પરિણમનસ્વભાવને જાણ્યો નથી. ભાઈ, તું સંયોગથી ન જો, વસ્તુના સ્વભાવને જો. વસ્તુનો સ્વભાવ જ એવો છે કે તે કાયમ એકરૂપે ન રહે. દ્રવ્યપણે એકરૂપ રહે પણ પર્યાયપણે એકરૂપે ન રહે, પલટાયા જ કરે–એવું વસ્તુનું સ્વરૂપ છે.
વસ્તુ પોતે જ પોતાના પરિણામરૂપ
આ પુસ્તકનું પાનું પહેલાં આમ હતું ને પછી ફર્યું, ત્યાં હાથ અડયો માટે તે ફર્યું એમ નથી; પણ તે પાનાનાં રજકણોમાં જ એવો સ્વભાવ છે કે સદા એકરૂપે તેની સ્થિતિ ન રહે, તેની હાલત બદલાયા જ કરે. તેથી તે સ્વયં પહેલી અવસ્થા છોડીને બીજી અવસ્થારૂપ થયા છે, બીજાને લીધે નહિ. વસ્તુમાં ભિન્ન ભિન્ન અવસ્થા થયા જ કરે છે; ત્યાં સંયોગને કારણે તે ભિન્ન અવસ્થા થઈએવો અજ્ઞાનીનો ભ્રમ છે કેમકે તે સંયોગને જ જુએ છે પણ વસ્તુના સ્વભાવને દેખતો નથી. વસ્તુ પોતે પરિણમનસ્વભાવવાળી છે એટલે એક જ પર્યાયરૂપે તે રહ્યા ન કરે;- આવા સ્વભાવને જાણે તો, કોઈ સંયોગથી પોતામાં કે પોતાથી ૫૨માં ફેરફાર થવાની બુદ્ધિ છૂટી જાય, ને સ્વદ્રવ્ય સામે જોવાનું રહે, એટલે મોક્ષમાર્ગ પ્રગટે.
આ ચાર બોલથી એમ સમજાવ્યું કાર્યની કર્તા છે, -આ ચોક્કસ સિદ્ધાંત છે.
( ૧૬૫
પાણી પહેલાં ઠંડું હતું, ચૂલા ઉપર આવતાં ઊનું થયું, ત્યાં તે રજકણોનો જ એવો સ્વભાવ છે કે એક અવસ્થારૂપે કાયમ તેની સ્થિતિ ન રહે, તેથી તે પોતાના સ્વભાવથી જ ઠંડી અવસ્થા છોડીને ઊની અવસ્થારૂપ પરિણમ્યા છે, આમ સ્વભાવને ન જોતાં, અજ્ઞાની સંયોગને જુએ છે કે અગ્નિ આવી માટે પાણી ઊનું થયું. અહીં આચાર્યદેવે ચાર બોલથી સ્વતંત્ર વસ્તુસ્વરૂપ સમજાવ્યું છે, તે સમજે તો કયાંય ભ્રમ ન રહે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #178
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૬)
(સ્વતંત્રતાની ઘોષણા એક સમયમાં ત્રણ કાળ-ત્રણ લોકને જાણનારા સર્વજ્ઞ પરમાત્મા વીતરાગ તીર્થંકરદેવની દિવ્ય વાણીમાં આવેલું આ તત્ત્વ છે, તે સંતોએ પ્રગટ કર્યું છે.
બરફના સંયોગથી પાણી ઠંડું થયું ને અગ્નિના સંયોગથી પાણી ઊનું થયું એમ અજ્ઞાની દેખે છે, પણ પાણીના રજકણમાં જ ઠંડી-ઊની અવસ્થારૂપે પરિણમવાનો સ્વભાવ છે તેને અજ્ઞાની દેખાતો નથી. ભાઈ ! અવસ્થાની એકરૂપે સ્થિતિ ન રહે એવું જ વસ્તુનું સ્વરૂપ છે. વસ્તુ કૂટસ્થ નથી પણ વહેતા પાણીની માફક દ્રવે છેપર્યાયને પ્રવહે છે; તે પર્યાયનો પ્રવાહૂ વસ્તુમાંથી આવે છે, સંયોગમાંથી નથી આવતો. ભિન્ન પ્રકારના સંયોગને કારણે અવસ્થાની ભિન્નતા થઈ, કે સંયોગ બદલ્યા માટે અવસ્થા બદલી-એમ અજ્ઞાનીને ભ્રમ થાય છે, પણ વસ્તુ સ્વરૂપ એમ નથી. અહીં ચાર બોલથી વસ્તુનું સ્વરૂપ એકદમ સ્પષ્ટ કર્યું છે.
૧. પરિણામ તે જ કર્મ છે. ૨. પરિણામી વસ્તુના જ પરિણામ છે, અન્યના નહિ. ૩. તે પરિણામરૂપી કર્મ કર્તા વગરનું હોતું નથી. ૪. વસ્તુની સ્થિતિ એકરૂપે રહેતી નથી. -માટે વસ્તુ પોતે જ પોતાના પરિણામરૂપ કર્મની કર્તા છે. એ સિદ્ધાંત છે.
આ ચાર બોલમાં તો ઘણું રહસ્ય સમાવી દીધું છે. એનો નિર્ણય કરતાં ભેદજ્ઞાન થાય, ને દ્રવ્યસન્મુખદષ્ટિથી મોક્ષમાર્ગ પ્રગટે.
પ્રશ્ન- સંયોગ આવે તે પ્રમાણે અવસ્થા બદલાતી દેખાય છે!
ઉત્તર- એ સાચું નથી; વસ્તુસ્વભાવને જોતાં એમ દેખાતું નથી. અવસ્થા બદલવાનો સ્વભાવ વસ્તુનો પોતાનો છે-એમ દેખાય છે. કર્મનો મંદ ઉદય માટે મંદરાગ ને તીવ્ર ઉદય માટે તીવ્ર રાગ-એમ નથી, અવસ્થા એકરૂપ ન રહે પણ મંદતીવ્રપણે બદલાય એવો સ્વભાવ વસ્તુનો પોતાનો છે, તે કાંઈ પરને લીધે નથી.
ભગવાન પાસે જઈને પૂજા કરે કે શાસ્ત્ર સાંભળે તે વખતે જુદા પરિણામ, ને ઘરે જાય ત્યાં જુદા પરિણામ, તો શું સંયોગના કારણે તે પરિણામ બદલ્યા? ના, વસ્તુ એકરૂપે ન રહેતા તેના પરિણામ પલટે એવો જ તેનો સ્વભાવ છે. તે પરિણામનું પલટવું વસ્તુના આશ્રયે થાય છે, સંયોગના આશ્રયે નહિ. આ રીતે વસ્તુ
સ્વયં પોતાના પરિણામની કર્તા છે- એ નિશ્ચિત સિદ્ધાંત છે. આ ચાર બોલના સિદ્ધાંત પ્રમાણે વસ્તુસ્વરૂપ સમજે તો મિથ્યાત્વના મૂળિયા ઊખડી જાય ને પરાશ્રિતબુદ્ધિ છૂટી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #179
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સ્વતંત્રતાની ઘોષણા)
(૧૬૭ જાય. આવા સ્વભાવનું ભાન થતાં વસ્તુ ઉપર લક્ષ જાય છે ને સમ્યજ્ઞાન થાય છે. તે સમ્યજ્ઞાનપરિણામનો કર્તા આત્મા પોતે છે. પહેલાં અજ્ઞાનપરિણામ પણ વસ્તુના જ આશ્રયે હતા, ને હવે જ્ઞાનપરિણામ થયા તે પણ વસ્તુના જ આશ્રયે છે.
મારી પર્યાયનો કર્તા બીજો નહિ, મારું દ્રવ્ય જ પરિણમીને મારી પર્યાયનું કર્તા છે- એવો નિશ્ચય કરતાં સ્વદ્રવ્ય ઉપર લક્ષ જાય ને ભેદજ્ઞાન તથા સમ્યકત્વ થાય. હવે તે કાળે કાંઈક રાગાદિ પરિણામ રહ્યા તે પણ આત્માનું પરિણમન હોવાથી આત્માનું કાર્ય છે-એમ ધર્મી જીવ જાણે છે, તે અપેક્ષાએ વ્યવહારનયને તે કાળે જાણેલો પ્રયોજનવાન કહ્યો છે. ધર્મીને દ્રવ્યનો શુદ્ધ સ્વભાવ લક્ષમાં આવી ગયો છે એટલે સમ્યકત્વાદિ નિર્મળ-કાર્ય થાય છે, ને જે રાગ બાકી રહ્યો તેને પણ તે પોતાનું પરિણમન જાણે છે પણ હવે તેની મુખ્યતા નથી, મુખ્યતા તો સ્વભાવની થઈ ગઈ છે. પહેલાં અજ્ઞાનદશામાં મિથ્યાત્વાદિ પરિણામ હતા તે પણ સ્વદ્રવ્યના જ આશ્રયે હતા; પણ જ્યારે નક્કી કર્યું કે મારા પરિણામ મારા દ્રવ્યના જ આશ્રયે થાય છેત્યારે તે જીવને મિથ્યાત્વપરિણામ રહે નહિ, તેને તો સમયકત્વાદિરૂપ પરિણામ જ હોય. હવે જે રાગપરિણમન સાધક પર્યાયમાં બાકી રહ્યું છે તેમાં જો કે તેને એકત્વબુદ્ધિ નથી છતાં તે પરિણમન પોતાનું છે-એમ તે જાણે છે. આવું વ્યવહારનું જ્ઞાન તે કાળે પ્રયોજનવાન છે. સમ્યજ્ઞાન થાય ત્યારે નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ યથાર્થ જણાય, ત્યારે દ્રવ્ય-પર્યાયનું સ્વરૂપ જણાય, ત્યારે કર્તાકર્મનું સ્વરૂપ જણાય, ને સ્વદ્રવ્યના લક્ષે મોક્ષમાર્ગરૂપ કાર્ય પ્રગટે. તેનો કર્તા આત્મા પોતે છે.
આ રીતે આ ૨૧૧ મા કળશમાં આચાર્યદવે ચાર બોલથી સ્પષ્ટ કરીને અલૌકિક વસ્તુસ્વરૂપ સમજાવ્યું, તેના ઉપરનું વિવેચન પૂરું થયું.
ઇતિ સ્વતંત્રતાની ઘોષણા પૂર્ણ.
जय जिनेन्द्र
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #180
--------------------------------------------------------------------------
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates TMI GENE Bo Please inform us of any errors on rajesh@AtmaDharma.com