________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૮).
(શ્રાવકધર્મપ્રકાશ રહ્યો તેટલો તે ભૂમિકાનો વ્યવહારધર્મ છે. ધર્માજીવ સ્વર્ગમાં જાય ત્યાં પણ જિનેન્દ્રપૂજન કરે, ભગવાનના સમવસરણમાં આવે, નન્દીશ્વરદ્વીપે જાય, ભગવાનના કલ્યાણક પ્રસંગો ઉજવવા આવે-એમ અનેકવિધ શુભ કાર્યો કરે છે. દેવલોકમાં ધર્મીનું આયુષ એટલું હોય કે દેવના એક ભવમાં તો અસંખ્ય તીર્થકરોના કલ્યાણક ઊજવે. આથી દેવોને “અમર” કહેવાય છે.
જુઓને, જીવનાં પરિણામની તાકાત કેટલી છે ! શુદ્ધ પરિણામ કરે તો બે ઘડીમાં કેવળજ્ઞાન લ્ય; બે ઘડીના શુભપરિણામ વડે અસંખ્ય વર્ષનાં પુણ્ય બંધાય; ને અજ્ઞાનપણે તીવ્ર પાપ કરે તો બે ઘડીમાં શુભ પરિણામ વડે અસંખ્ય વર્ષના નરકદુ:ખને પામે. જેમકે-બ્રહ્મદત્ત ચક્રવર્તીનું આયુષ્ય કેટલું? કે સાતસો (૭૦૦) વર્ષ; એ સાતસો વર્ષની સંખ્યાતી સેકંડ થાય; એટલા કાળમાં એણે નરકનું ૩૩ સાગરોપમનું એટલે કે અસંખ્યાતા અબજ વર્ષનું આયુષ બાંધ્યું એટલે એકેક સેકંડના પાપના ફળમાં અસંખ્ય અબજ વરસનું નરકનું દુઃખ પામ્યો. પાપ કરતી વખતે જીવને વિચાર નથી રહેતો પણ એ નરકનાં દુઃખની વાત સાંભળે તો ત્રાસ છૂટી જાય. એ દુ:ખ જે ભોગવે –એની પીડાની તો શી વાત, પણ એનું વર્ણન સાંભળતાંય ત્રાસ છૂટી જાય એવું છે, માટે આવો અવસર પામીને જીવે ચેતવા જેવું છે. જો ચેતીને આત્માની આરાધના કરે તો તેનું ફળ પણ મહાન છે, અનંતગણું છે. જેમ પાપમાં એક સેકંડના ફળમાં અસંખ્ય વર્ષનાં નરક દુઃખ કહ્યાં તેમ સાધકદશાનાં એકેક સમયના આરાધનાના ફળમાં અનંત કાળનું અસંતું મોક્ષસુખ છે. કોઈપણ જીવને સાધકદશાનો કુલ કાળ અસંખ્ય સમયનો જ હોય, સંખ્યાત સમયનો ન હોય, કે અનંત સમયનો ન હોય; ને મોક્ષનો કાળ તો સાદિઅનંત છે એટલે એકેક સમયના સાધક ભાવના ફળમાં અનંતકાળનું મોક્ષસુખ આવ્યું-વાણું, કેવો લાભનો વેપાર છે! ભાઈ, તારા આત્માના શુદ્ધ પરિણામની તાકાત કેટલી છે-તે તો જો! આવા શુદ્ધપરિણામથી આત્મા જાગે તો ક્ષણમાત્રમાં કર્મને તોડી ફોડીને મોક્ષને સાધી લ્ય. કોઈ જીવ અંતમુહૂર્તનું મુનિપણું પાળે, ને તે અંતમુહૂર્ત દરમિયાન શુભપરિણામથી એવા પુણ્ય બાંધે કે નવમી રૈવેયકમાં ૩૧ સાગરોપમની સ્થિતિવાળો દેવ થાય. જુઓ, આ જીવના શુભ, અશુભ કે શુદ્ધ પરિણામની તાકાત ને તેનું ફળ! તેમાં શુભ-અશુભથી સ્વર્ગ-નરકના ભવો તો-અનંતવાર જીવે કર્યા, પણ શુદ્ધતા પ્રગટ કરીને મોક્ષને સાથે તેની બલિહારી છે.
કોઈ જીવ દેવમાંથી સીધો દેવ ન થાય. કોઈ જીવ દેવમાંથી સીધો નારકી ન થાય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com