________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૧૩૭ ધ્યેય તો પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ કરવી તે જ છે. મનુષ્યમાં હો કે સ્વર્ગમાં હો પણ તે પરમાત્મપદની પ્રાપ્તિની ભાવનાથી જ જીવન ગાળે છે. જુઓને, શ્રીમદ્ રાજચંદ્રજી પણ ગૃહસ્થપણામાં રહીને મુનિદશાની કેવી ભાવના ભાવતા હતા? (“અપૂર્વ અવસર' કાવ્યમાં મુનિપદથી માંડીને સિદ્ધદશા સુધીના પરમ પદની ભાવના ભાવી છે.) અંશે શુદ્ધપરિણતિ સહિત ધર્માત્માનું જીવન પણ અલૌકિક હોય છે.
પુણ્ય ને પાપ અથવા શુભ ને અશુભરાગ તે વિકૃતિ છે, તેના અભાવથી આનંદદશા પ્રગટે છે તે સ્વાભાવિક મુક્તદશા છે. સાધકને પણ એવી આનંદદશાનો નમુનો પ્રગટી ગયો છે-આવી દશાને ઓળખી તેની ભાવના ભાવીને, જેમ બને તેમ સ્વરૂપની રમણતા વધારવાનો ને રાગને ઘટાડવાનો પ્રયત્ન કરવો, જેથી અલ્પકાળમાં પૂર્ણ પરમાત્મદશા પ્રગટવાનો પ્રસંગ આવે.
ભાઈ, સર્વ રાગ ન છૂટે ને તું ગૃહસ્થાશ્રમમાં હો ત્યારે તારી લક્ષ્મીને ધર્મપ્રસંગમાં વાપરીને સફળ કર. જેમ ચંદ્રકાન્ત મણિની સફળતા કયારે? કે ચંદ્રકિરણના સ્પર્શે તેમાંથી અમૃત ઝરે ત્યારે તેમ લક્ષ્મીની શોભા ક્યારે? કે સત્પાત્રના યોગે તે દાનમાં વપરાય ત્યારે. શ્રાવક ધર્માજીવ નિશ્ચયમાં તો અંતરમાં પોતે પોતાને વીતરાગભાવનું દાન આપે છે, ને શુભરાગવડ મુનિ પ્રત્યે, સાધર્મીઓ પ્રત્યે ભક્તિથી દાનાદિ કરે છે, જિનેન્દ્રદેવના પૂજનાદિ કરે છે, એવો તેનો વ્યવહાર છે. આ પ્રમાણે ચોથી-પાંચમી ભૂમિકામાં ધર્મીને આવા નિશ્ચય-વ્યવહાર હોય છે. કોઈ કહે કે ચોથી ભૂમિકામાં નિશ્ચય ન હોય – તો તે વાત ખોટી છે, નિશ્ચય વગર મોક્ષમાર્ગ કેવો? અને ત્યાં નિશ્ચયની સાથે પૂજા-દાન-અણુવ્રત વગેરે જે વ્યવહાર છે તેને પણ ન સ્વીકારે તો તે પણ ભૂલ છે. જે ભૂમિકામાં જે પ્રકારના નિશ્ચય-વ્યવહાર હોય તેને બરાબર સ્વીકારવા જોઈએ. વ્યવહારના આશ્રયથી મોક્ષમાર્ગ માને તો જ વ્યવહારને સ્વીકાર્યો કહેવાય-એવું કાંઈ નથી. ઘણા એમ કહે છે કે તમે વ્યવહારના અવલંબને મોક્ષમાર્ગ થવાનું નથી માનતા, માટે તમે વ્યવહારને જ નથી સ્વીકારતા-પણ એ વાત બરાબર નથી. જગતમાં તો સ્વર્ગ-નરક, પુણ્ય-પાપ, જીવ-અજીવ બધાં તત્ત્વો છે, તેના આશ્રયે લાભ માને તો જ તેને સ્વીકાર્યા કહેવાય-એવું કાંઈ નથી; એ જ રીતે વ્યવહારનું પણ સમજવું.
મુનિધર્મ અને શ્રાવકધર્મ-એમ બંને પ્રકારનો ધર્મ ભગવાને ઉપદેશ્યો છે, એ બંને ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. ત્યાં જેટલો રાગ ટળીને શુદ્ધતા પ્રગટી તેટલો નિશ્ચય ધર્મ છે, ને મહાવ્રત-અણુવ્રત કે દાન-પૂજા વગેરે સંબંધમાં જેટલો શુભરાગ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com