________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬ )
(શ્રાવકધર્મપ્રકાશ આનંદનો અંશ હોય છે; ને તે એકાવતારી પણ થાય છે. આ ઉત્કૃષ્ટ વાત કરી. કોઈ જીવને બે-ત્રણ કે વધુમાં વધુ આઠ ભાવ પણ (આરાધક ભાવ સહિતના, મનુષ્યના) હોય. પણ એ તો મોક્ષપુરીમાં જતાં જતાં વચ્ચે વિસામો લેવા પૂરતા છે.
જાઓ, આ શ્રાવકધર્મના ફળમાં મોક્ષપ્રાપ્તિ કહી, એટલે અહીં શ્રાવકધર્મમાં એકલા પુણ્યની વાત નથી, પરંતુ સમ્યકત્વસહિતની શુદ્ધતાપૂર્વકની આ વાત છે. આત્માના ભાન વગર સાચું શ્રાવકપણું ન હોય. શ્રાવકપણું શું છે તેનીયે ઘણાને ખબર નથી. જૈનકુળમાં જન્મવાથી શ્રાવકપણું માની લ્ય, પણ એવું શ્રાવકપણું નથી. શ્રાવકપણું તો આત્માની દશામાં છે. આપણે તો ગૃહસ્થ છીએ એટલે સ્ત્રી-કુટુંબની સંભાળ લેવી તે આપણી ફરજ છે-એમ અજ્ઞાની માને છે–પણ ભાઈ ! તારી સાચી ફરજ તો પોતાના આત્માને સુધારવાની છે, જીવનમાં એ જ સાચી ફરજ છે, બાકી પારકી ફરજ તારા ઉપર નથી. અરે. પહેલાં આવી શ્રદ્ધા તો કર ! શ્રદ્ધા પછી અલ્પ રાગાદિ થશે પણ ધર્મી તેને કર્તવ્ય નહિ સ્વીકારે એટલે તે લૂલ્લા થઈ જશે, અત્યંત મંદ થઈ જશે. જેમ રંગબેરંગી કપડાંથી વીંટાયેલી સોનાની લગડી તે કાંઈ વસ્ત્રરૂપ થઈ નથી, તેમ ચિત્રવિચિત્ર પરમાણુના પંજથી વીંટાયેલી આ ચૈતન્ય લગડી તે કાંઈ વસ્ત્રરૂપ થઈ નથી, ભિન્ન જ છે. આત્માને જ્યાં શરીર જ નથી ત્યાં પુત્ર-મકાન વગેરે જેવાં? –એ તો સ્પષ્ટપણે બહાર દૂર પડ્યા છે. આવું ભેદજ્ઞાન કરવું તે સાચો વિવેક અને ચતુરાઈ છે. બહારની ચતુરાઈમાં તો કાંઈ હિત નથી. ચતુર તેને કહેવાય કે જે ચૈતન્યને ચેતે; વિવેકી તેને કહેવાય કે જે સ્વપરનો વિવેક કરે એટલે કે ભિન્નતા જાણે; જીવ તેને કહેવાય કે જે જ્ઞાન-આનંદમય જીવન જીવે; ડાહ્યો તેને કહેવાય કે જે આત્માને જાણવામાં પોતાનું ડહાપણ વાપરે. આત્માને જાણવામાં જે મૂઢ રહે તેને ડાહ્યો કોણ કહે? એને ચતુર કોણ કહે? એને વિવેકી કોણ કહે? ને આત્માના જ્ઞાન વગરના જીવને જીવન કોણ કહે ? ભાઈ, મૂળભૂત વસ્તુ તો આત્માની ઓળખાણ છે. તીર્થયાત્રામાં પણ મુખ્ય હેતુ એ છે કે તીર્થમાં આરાધક જીવોનું વિશેષ સ્મરણ થાય તથા કોઈ સંત-ધર્માત્માનો સત્સંગ મળે. અહિંસા વગેરે અણુવ્રતનું પાલન, જિનેન્દ્રદેવનાં દર્શનપૂજન, તીર્થયાત્રા વગેરેથી શ્રાવકને ઉત્તમ પુણ્ય બંધાય છે ને તે સ્વર્ગમાં જાય છે. જો કે શ્રાવકને કાંઈ એવી ભાવના નથી કે હું પુણ્ય કરું ને સ્વર્ગમાં જાઉં; પણ, જેમ કોઈને ૨૪ ગાઉ જવું હોય ને ૧૬ ગાઉ ચાલીને વચ્ચે જરાવાર વિસામો લેવા રોકાય, તે કાંઈ ત્યાં રોકાવા માટે નથી, એનું ધ્યેય તો ૨૪ ગાઉએ જવાનું છે; તેમ ધર્મીને સિદ્ધપદમાં જતાં જતાં, રાગ ટળતાં ટળતાં, કંઈક રાગ બાકી રહી ગયો એટલે વચ્ચે સ્વર્ગનો ભવ થાય છે, પણ એનું ધ્યેય કાંઈ ત્યાં રોકાવાનું નથી, એનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com