________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૧૩પ મુનિ તો મોક્ષના સાક્ષાત્ સાધક છે; ને શ્રાવક પરંપરા મોક્ષના સાધક છે. શ્રાવકને એકલું વ્યવહારસાધન છે એમ નથી, એને પણ અંશે નિશ્ચયસાધન વર્તે છે; ને તે નિશ્ચયના બળે જ (એટલે કે શુદ્ધિના બળે જ) આગળ વધીને રાગ તોડીને તે કેવળજ્ઞાન ને મોક્ષ પામે છે. શ્રાવકને હુજી શુદ્ધતા ઓછી છે ને રાગ બાકી છે એટલે અહીંથી સ્વર્ગમાં મોટી ઋદ્ધિસહિત દેવ થાય છે. શ્રાવક મરીને કદી પણ વિદેહક્ષેત્રમાં ઊપજે નહિ. મનુષ્યમાંથી મરીને વિદેહક્ષેત્રમાં ઉપજે તે તો મિથ્યાષ્ટિ જ હોય. પૂર્વે બંધાયેલા આયુષને કારણે જે સમકિતીમનુષ્ય ફરીને સીધો મનુષ્યમાં ઉપજે તે તો અસંખ્યવર્ષના આયુષવાળી ભોગભૂમિમાં જ ઊપજે, વિદેહાદિમાં ન ઊપજે; અને પંચમગુણસ્થાની શ્રાવક તો કદી મનુષ્યમાંથી મનુષ્ય થાય જ નહિ, દેવમાં જ જાય-એ નિયમ છે. સમ્યગ્દષ્ટિ મનુષ્ય કદી મનુષ્યનું, તિર્યંચનું નરકનું આયુષ્ય બાંધે નહિ; મનુષ્યમાં તે ત્રણે આયુષ્ય મિથ્યાષ્ટિની જ ભૂમિકામાં બંધાય-આયુષ્ય બાંધ્યા પછી ભલે સમ્યગ્દર્શન પામી જાય –એ જુદી વાત છે, પણ એ ત્રણમાંથી કોઈ આયુષ્ય બાંધતી વખતે તો તે મનુષ્ય મિથ્યાષ્ટિ જ હોય. સમ્યગ્દષ્ટિ દેવ કે નારકી હોય તે મનુષ્યનું આયુષ્ય બાંધે, પરંતુ સમ્યગ્દષ્ટિ મનુષ્ય જો તેને ભવ હોય ને આયુષ બાંધે તો તે દેવનું જ આયુષ્ય બાંધે, બીજું ન બાંધે.
ગૃહસ્થપણામાં વધુમાં વધુ પાંચમાગુણસ્થાન સુધીની ભૂમિકા હોય છે, એથી ઊંચી ભૂમિકા હોતી નથી, તે બહુ તો એકાવતારી થઈ શકે પણ ગૃહસ્થપણે મોક્ષ પામી શકે નહિ. બાહ્ય-અભ્યતર દિગંબર મુનિદશા થયા વગર કોઈ જીવ મોક્ષ પામે નહીં. શ્રાવક ધર્માત્મા આરાધક ભાવ સાથેના ઉત્તમ પુણ્યને લીધે અહીંથી વૈમાનિક દેવલોકમાં જાય છે, ત્યાં અનેક પ્રકારની મહાન ઋદ્ધિ અને વૈભવ હોય છે, પરંતુ ધર્મી તેમાં મુછતા નથી, ત્યાં પણ આરાધના ચાલુ રાખે છે, આત્માનું સુખ ચાખ્યું છે એટલે બાહ્ય વૈભવમાં મુર્જાતા નથી. સ્વર્ગમાં જન્મે ત્યાં સૌથી પહેલાં એને એમ થાય કે અહો, આ તો મેં પૂર્વભવમાં ધર્મનું સેવન કર્યું તેનો પ્રતાપ છે, મારી આરાધના અધૂરી રહી ગઈ ને રાગ બાકી રહ્યો તેથી અહીં અવતાર થયો; પૂર્વે જિનેન્દ્ર ભગવાનના પૂજન-ભક્તિ કર્યા તેનું આ ફળ છે; માટે ચાલો સૌથી પહેલાં જિનેન્દ્રભગવાનનું પૂજન કરીએ. એમ કહીને સ્વર્ગમાં જે શાશ્વત જિનપ્રતિમા છે તેનું પૂજન કરે છે. એ રીતે સ્વર્ગમાં પણ આરાધકભાવ ચાલુ રાખીને ત્યાંનું અસંખ્યવર્ષનું આયુષ પૂર્ણ થતાં ઉત્તમ મનુષ્યકૂળમાં અવતરે છે, ને યોગ્યકાળે વૈરાગ્ય પામી મુનિ થઈ આત્મસાધના પૂરી કરી કેવળજ્ઞાન પ્રગટાવી સિદ્ધાલયમાં પધારે છે.
જુઓ, આ શ્રાવકદશાનું ફળ ! શ્રાવકને સિદ્ધ ભગવાન જેવા આત્મિક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com