________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪)
(શ્રાવકધર્મપ્રકાશ | [૨૪] શ્રાવકને પુણ્યફળપ્રાપ્તિ અને મોક્ષની સાધના
શ્રાવકને સિદ્ધભગવાન જેવા આત્મિક આનંદનો અંશ હોય છે. તે ઉત્તમ સ્વર્ગમાં જાય છે પરંતુ ત્યાંના વૈભવમાં મૂછતા નથી, ત્યાં પણ આરાધકભાવ ચાલુ રાખે છે, ને પછી મનુષ્ય થઈ વૈરાગ્ય પામી મુનિ થઈ આત્મસાધના પૂરી કરી કેવળજ્ઞાન પ્રગટાવી સિદ્ધાલયમાં પધારે છે આવું શ્રાવકધર્મનું ફળ છે.
ધર્મી શ્રાવક સર્વજ્ઞદેવને ઓળખી, દેવપૂજા વગેરે પકર્યો દરરોજ કરે છે, જિનમંદિરમાં અનેક ઉત્સવ કરાવે છે, ને તેનાથી પુણ્ય બાંધીને સ્વર્ગમાં જાય છે, ત્યાં આરાધના ચાલુ રાખીને પછી ઉત્તમ મનુષ્ય થઈ, મુનિપણું લઈ કેવળજ્ઞાન ને મોક્ષ પામે છે; –એ વાત હવે કહે છે
ते चाणुव्रतधारिणोऽपि नियतं यान्त्येव देवालयं तिष्ठंत्येव महर्द्धिकामरपदं तत्रैव लब्ध्वा चिरम्। अत्रागत्य पुनः कुलेऽतिमहति प्राप्य प्रकृष्टं शुभात् मानुष्यं च विरागतां च सकलत्यागं च मुक्तास्ततः।।२४।।
તે શ્રાવક ભલે મુનિવ્રત ન લઈ શકે ને અણુવ્રતધારી જ હોય તોપણ, આયુષ પૂર્ણ થતાં નિયમથી સ્વર્ગમાં જાય છે, ત્યાં અણિમા વગેરે મહાન ઋદ્ધિ સહિત ઘણા કાળ સુધી અમરપદમાં (દેવપદમાં) રહે છે, ત્યારપછી પ્રકૃષ્ટ શુભવડે મહાન ઉત્તમ કૂળમાં મનુષ્યપણું પામીને, વૈરાગી થઈ, સકલ પરિગ્રહત્યાગી મુનિ થઈને મોક્ષ પામે છે-આ રીતે શ્રાવક પરંપરા મોક્ષને સાધે છે એમ જાણવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com