________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૧૩૩ લેવી. ધર્મના ઉત્સવમાં જે ભક્તિથી ભાગ લેતો નથી, જેના ઘરમાં દાન થતું નથી, તો કહે છે કે ભાઈ ! તારો ગૃહસ્થાશ્રમ શોભતો નથી. જે ગૃહસ્થાશ્રમમાં રોજ રોજ ધર્મના ઉત્સવ અર્થે દાન થાય છે, જ્યાં ધર્માત્માનો આદર થાય છે–તે ગૃહસ્થાશ્રમ શોભે છે ને તે શ્રાવક પ્રશંસનીય છે. અહા, શુદ્ધાત્માને દૃષ્ટિમાં લેતાં જેની દષ્ટિમાંથી બધોય રાગ છૂટી ગયો છે એના પરિણામમાં રાગની કેટલી મંદતા હોય ! અને એ મંદરાગ પણ સર્વથા છૂટીને વીતરાગતા થાય ત્યારે જ કેવળજ્ઞાન ને મુક્તિ થાય છે આવા મોક્ષનો જે સાધક થયો તેને રાગનો આદર કેમ હોય? પોતાના વીતરાગ-સ્વભાવનું જેને ભાન છે તે સામે વીતરાગબિંબને જોતાં સાક્ષાની જેમ જ ભક્તિ કરે છે કેમકે એને પોતાના જ્ઞાનમાં તો ભગવાન સાક્ષાત્ તરવરે છે ને!
શ્રાવકને સ્વભાવના આનંદનો અનુભવ થયો છે, સ્વભાવના આનંદસાગરમાં એકાગ્ર થઈને વારંવાર તેનો સ્વાદ ચાખે છે, ઉપયોગને અંતરમાં જોડીને શાંતરસમાં વારંવાર ઠરે છે, પણ ત્યાં વિશેષ ઉપયોગ થંભતો નથી એટલે અશુભપ્રસંગોને છોડીને શુભપ્રસંગમાં તે વર્તે છે. તેનું આ વર્ણન છે. આવી ભૂમિકાવાળા શ્રાવક આયુષ્ય પૂરું થતાં સ્વર્ગમાં જ જાય-એ નિયમ છે. કેમકે શ્રાવકને સીધી મોક્ષપ્રાપ્તિ હોતી નથી; સર્વસંગત્યાગી મુનિપરા વગર સીધી મોક્ષપ્રાપ્તિ કોઈને ન થાય તેમજ પંચમ ગુણસ્થાની શ્રાવક સ્વર્ગ સિવાયની અન્ય કોઈ ગતિમાં પણ ન જાય. એટલે શ્રાવક શુભભાવના ફળમાં સ્વર્ગમાંજ જાય, અને પછી શું થાય તે વાત હવેની ગાથામાં કહેશે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com