________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩ર )
(શ્રાવકધર્મપ્રકાશ નવા વીતરાગી ચિત્રો વડે મંદિરની શોભા કરે-એમ સર્વ પ્રકારે સંસારનો પ્રેમ ઓછો કરીને ધર્મનો પ્રેમ વધારે છે. જેને વીતરાગમાર્ગ પ્રત્યે પ્રેમ ઉલ્લસ્યો છે તેને આવા ભાવો શ્રાવકદશામાં આવે છે. આ ધૂળના ઢીંગલા જેવું શરીર તેનો ફોટો કેમ પડાવે છે? ને કેવા પ્રેમથી જુએ છે તથા શણગારે છે; તો વીતરાગ-જિનબિંબ એ વીતરાગ-ભગવાનનો ફોટો છે, પરમાત્મદશા જેને વહાલી હોય તેને તેના પ્રત્યે પ્રેમ અને ઉલ્લાસ આવે છે.
માત્ર અમુક કૂળમાં જન્મી લેવાથી શ્રાવકપણું થઈ જતું નથી, પણ સર્વજ્ઞની ઓળખાણપૂર્વક શ્રાવકધર્મનું આચરણ કરવાથી શ્રાવકપણું થાય છે. સમયસારમાં જેવો એકત્વ-વિભક્ત શુદ્ધાત્મા દર્શાવ્યો છે તેવા શુદ્ધ આત્માની ઓળખાણરૂપ સમ્યગ્દર્શન હોય તો શ્રાવકપણું શોભી ઊઠે. સમ્યગ્દર્શન વિનાનું શ્રાવકપણું શોભે નહિ. નિર્વિકલ્પ અનુભૂતિ સહિત સમ્યગ્દર્શન થાય તે ઉપરાંત આનંદની અનુભૂતિ ને સ્વરૂપસ્થિરતા વધી જતાં અપ્રત્યાખ્યાનકષાયોનો પણ અભાવ થાય, –આવી અરાગી દશા થાય તેનું નામ શ્રાવકપણું છે અને તે ભૂમિકામાં જે રાગ બાકી છે તેમાં જિનેન્દ્રદર્શન-પૂજન, ગુરુસેવા, શાસ્ત્રસ્વાધ્યાય, દાન, અણુવ્રત, વગેરે હોય છે–તેથી તે પણ વ્યવહાર શ્રાવકનો ધર્મ છે. આવા શ્રાવકધર્મનું આ પ્રકાશન છે.
અત્યારે તીર્થકર ભગવાન અહીં સાક્ષાત્ નથી પણ એમની વાણી તો છે, એ વાણીથી પણ ઘણો ઉપકાર થાય છે, તેથી તે વાણીની (શાસ્ત્રની) પણ પ્રતિષ્ઠા કરાય છે અને ભગવાનની મૂર્તિ સામે જોતાં-જાણે સાક્ષાત્ ભગવાન મારા સામે જ બિરાજે છે-એમ પોતાના જ્ઞાનમાં ભગવાનને પ્રત્યક્ષ કરીને સાધકને ભક્તિભાવ ઉલ્લસે છે. અવારનવાર ભગવાનનો અભિષેક કરે ત્યારે પ્રભુનો સ્પર્શ થતાં મહાન હર્ષ માને કે અહો, આજે મને ભગવાનના ચરણનો સ્પર્શ થયો, આજે ભગવાનના ચરણની સેવાનું પરમ સૌભાગ્ય મળ્યું-આમ ધર્માત્માના હૃદયમાં ભગવાન પ્રત્યે વહાલ ઊભરાય છે. મંદિરમાં ભગવાન પાસેથી ઘરે જવું પડે ત્યાં એને ગમે નહિજાણે કે ભગવાન પાસે જ બેસી રહું. ભગવાનની પૂજા વગેરેનાં વાસણ પણ ઉત્તમ હોય; ઘરમાં તો સારા ઠામ વાપરે ને પૂજન કરવા માટે ઠીબડા જેવા ઠામ લઈ જાયએવું ન હોય. આમ શ્રાવકને તો ચારે કોરથી બધા પડખાંનો વિવેક હોય છે. સાધર્મીઓ ઉપર પણ એને પરમ વાત્સલ્ય હોય છે.
જેને વીતરાગસ્વભાવનું ભાન થયું છે ને મુનિદશાની ભાવના વર્તે છે એવા જીવનું આ વર્ણન છે. ત્યાર પહેલાં જિજ્ઞાસુભૂમિકામાં પણ આ વાત યથાયોગ્ય સમજી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com