________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩૧
શ્રાવકધર્મપ્રકાશ) ભગવાનના કલ્યાણકનો પ્રસંગ હોય, પર્યુષણ હોય, અષ્ટાનિકાપર્વ હોય એવા અનેક પ્રસંગે ધર્માજીવ ભગવાનના મંદિરમાં પૂજા-ભક્તિના ઉત્સવ કરાવે. એ બહાને દાનાદિમાં પોતાનું ધન વાપરીને શુભભાવ કરે ને રાગ ઘટાડે. જોકે વીતરાગભગવાન તો કાંઈ દેતા નથી ને કાંઈ લેતા નથી, પૂજા કરનાર પ્રત્યે કે નિંદા કરનાર પ્રત્યે એમને તો વીતરાગભાવ જ વર્તે છે, પણ ભક્તને જિનમંદિરની શોભા વગેરેનો ઉલ્લાસભાવ આવ્યા વગર રહેતો નથી. પોતાના ઘરની શોભા વધારવાનો ભાવ કેમ આવે છે? –તો ધર્મીને ધર્મપ્રસંગમાં જિનમંદિરની શોભા કેમ વધે-એવા ભાવ આવે છે. શ્રાવક અત્યંત ભક્તિથી શુદ્ધ જળવડે ભગવાનનો અભિષેક કરે ત્યારે એને એવા ભાવ ઉલ્લસે કે જાણે સાક્ષાત અરિહંતદેવનો જ સ્પર્શ થતો હોય ! જેમ પુત્રના લગ્ન વગેરે પ્રસંગે ઉત્સવ કરે છે ને મંડપની તથા ઘરની શોભા કરાવે છે, તેના કરતાં વધારે ઉત્સાહથી ધર્મી જીવ ધર્મની શોભા અને ઉત્સવ કરાવે-જ્યાં મંદિર હોય ને
જ્યાં ધર્મી શ્રાવક હોય ત્યાં વારંવાર આનંદ-મંગળના આવા પ્રસંગ બન્યા કરે, ને ઘરના નાનાં છોકરાવને પણ ધર્મના સંસ્કાર પડે.
ધર્મને માટે જે અનુકૂળ ન હોય અથવા ધર્મમાં જે બાધા કરે તેમ હોય, એવા દેશને, એવા સંયોગને ધર્મી જીવ છોડી દે. જ્યાં જિનમંદિર વગેરે હોય ત્યાં ધર્માત્મા રહે, ને ત્યાં નવા નવા મંગલ ઉત્સવ થયા કરે. વળી કોઈ વિશેષ પ્રકારનું જિનમંદિર કે જિનપ્રતિમાં હોય ત્યાં યાત્રા કરવા માટે અનેક શ્રાવકો આવે; તથા સર્મેદશિખર, ગીરનાર વગેરે તીર્થોની યાત્રા પણ શ્રાવક કરે, એ રીતે તે મોક્ષગામી સન્તોને યાદ કરે છે. કોઈ વાર મંદિરની વર્ષગાંઠ હોય, કોઈવાર મંદિરને દશ કે પચીસ કે સો વર્ષ પુરા થતાં હોય તો તેનો ઉત્સવ કરે, કોઈ મોટા સત્ત-મહાત્મા મુનિ વગેરે પધારે ત્યારે ઉત્સવ કરે, પુત્ર-પુત્રીના લગ્નોત્સવ-જન્મોત્સવ વગેરે નિમિત્તે પણ મંદિરમાં પૂજનાદિ શોભા કરાવે, રથયાત્રા કઢાવે-એમ હરેક પ્રસંગે ગૃહસ્થ ધર્મને યાદ કર્યા કરે. કોઈ નવીન મહાન શાસ્ત્રો આવે ત્યાં તેના બહુમાનનો ઉત્સવ કરે. શાસ્ત્ર એટલે કે જિનવાણી તે પણ ભગવાનની જેમ જ પૂજ્ય છે. પોતાના ઘરને જેમ તોરણ વગેરેથી શણગારે છે ને નવા નવા વસ્ત્રો લાવે છે તેમ જિનમંદિરના દ્વારને ભાતભાતના તોરણ વગેરેથી શણગારે ને નવા નવા ચંદરવા વગેરેથી શોભા કરાવે. આ રીતે શ્રાવકને રાગની દિશા પલટી ગઈ છે; સાથે તે એમ પણ જાણે છે કે આ રાગ પુણ્યાસ્ત્રવનું કારણ છે, ને જેટલી વીતરાગી શુદ્ધતા છે તેટલો જ મોક્ષમાર્ગ છે.
જિનમંદિર ઉપર કલશ તથા ધ્વજ ચઢાવવાના પણ મોટા ઉત્સવ થાય છે. અગાઉના વખતમાં તો શિખરમાં પણ કિંમતી રત્ન લગાડતા, તે ઝગઝગ થાય. નવા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com