________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩)
(શ્રાવકધર્મપ્રકાશ [ ૨૩] શ્રાવકની ધર્મપ્રવૃત્તિના વિવિધ પ્રકારો
ધર્મી જીવને ઘરની શોભા કરતાં જિનમંદિરની શોભાનો વધુ ઉત્સાહ હોય; સર્વ પ્રકારે સંસારનો પ્રેમ ઓછો કરીને ધર્મનો પ્રેમ તે વધારે છે. માત્ર અમુક કૂળમાં જન્મી લેવાથી શ્રાવકપણું નથી થતું, પણ સર્વજ્ઞની ઓળખાણપૂર્વક શ્રાવકધર્મનું આચરણ કરવાથી શ્રાવકપણું થાય છે. જ્યાં ધર્મના ઉત્સવઅર્થે રોજ દાન થાય છે, જ્યાં મુનિ વગેરે ધર્માત્માનો આદર થાય છે તે ગૃહસ્થાશ્રમ શોભે છે, એના વગરનું શ્રાવકપણું શોભતું નથી.
જ્યાં જિનમંદિર હોય ત્યાં શ્રાવકો હંમેશાં ભક્તિથી નવા નવા ઉત્સવો કરે છે, તેનું વર્ણન કરે છે
यात्राभिः स्नपनैर्महोत्सवशतैः पूजाभिरुल्लोचकैः नैवेद्यैर्बलिभिर्ध्वजैश्च कलशै: तूर्यत्रिकैर्जागरेः। घंटाचामरदर्पणादिभिरपि प्रस्तार्य शोभां परां भव्याः पुण्यमुपार्जयन्ति सततं सत्यत्र चैत्यालये।। २३।।
આ જગતમાં જ્યાં ચૈત્યાલય હોય ત્યાં ભવ્યજીવો રથયાત્રા કાઢે; ભગવાનના કલશાભિષેક વગેરે સેંકડો પ્રકારના મોટા મોટા ઉત્સવો કરે; અનેક પ્રકારના પૂજન વિધાન કરે; ચાંદણી-ચંદરવા-તોરણ કરાવે, નૈવૈદ તથા બીજી ભેટો ચઢાવે; ધ્વજ, કળશ, સૂર્યત્રિક એટલે ગીત-નૃત્ય-વાજિંત્ર, જાગરણ, ઘંટા, ચામર તથા દર્પણ વગેરે દ્વારા ઉત્કૃષ્ટ શોભાનો વિસ્તાર કરે-એ રીતે નિરંતર પુણ્યનું ઉપાર્જન કરે છે.
જુઓ, જ્યાં ધર્મના પ્રેમી શ્રાવકો હોય ત્યાં જિનમંદિર હોય, ને જ્યાં મંદિર હોય ત્યાં રોજ રોજ મંગલ-મહોત્સવ થયા કરે. કોઈવાર મંદિરની વર્ષગાંઠ હોય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com