________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૧૨૯ અહો, આ તો મારા ચૈતન્યનો પ્રકાશ કરનારી અપૂર્વ વાત છે. ત્રણ લોકના નાથ જિનદેવ જેમાં બિરાજમાન થાય તેની શોભા માટે ધર્મી-ભક્તોને ઉલ્લાસ હોય. વાદીરાસ્વામી કહે છે-પ્રભો! આપ જે નગરીમાં અવતરો તે નગરી સોનાની થાય, તો ધ્યાન દ્વારા મેં મારા હૃદયમાં આપને વસાવ્યા ને આ શરીર રોગ વગરનું સોના જેવું ન થાય એ કેમ બને? અને આપને આત્મામાં બિરાજમાન કરતાં આત્મામાંથી મોહરોગ ટળીને શુદ્ધતા ન થાય એ કેમ બને?
ધર્મી શ્રાવકને, તેમજ ધર્મના જિજ્ઞાસુ જૈનને એવો ભાવ આવે કે અહો, હું મારા વીતરાગસ્વભાવના પ્રતિબિંબરૂપ આ જિનમુદ્રાને રોજરોજ દેખું. જેમ માતા વગર પુત્રને ચેન ન પડે તેમ ભગવાનના વિરહમાં ભગવાનના દર્શન વગર ભગવાનના પુત્રોને ભગવાનના ભક્તોને ચેન પડે નહિ. ચેલણારાણી શ્રેણીકરાજાના રાજ્યમાં આવી પરંતુ શ્રેણીક તો બૌદ્ધધર્મને માને એટલે જૈનધર્મની જાહોજલાલી દેખાણી નહિ તેથી ચેલણાને કયાંય ચેન પડતું નહિ; અંતે રાજાને સમજાવીને મોટા મોટા જિનમંદિરો બંધાવ્યા ને શ્રેણીકરાજાને પણ જૈનધર્મ પમાડ્યો. એ જ રીતે હરિર્ષણચક્રવર્તીની પણ કથા આવે છે એની માતા જિનદેવની મોટી રથયાત્રા કાઢવા માંગતી હતી પણ બીજી રાણીએ તે રથ રોકયો હતો એટલે હરિપેણની માતાએ અનશનની પ્રતિજ્ઞા લીધી હતી કે મારા જિનેન્દ્રભગવાનનો રથ ધામધૂમથી નીકળે ત્યારપછી જ હું આહાર લઉં. અંતે તેના પુત્રે ચક્રવર્તી થઈને મોટી ધામધૂમથી ભગવાનની રથયાત્રા કાઢી. અકલ સ્વામીના વખતમાં પણ એવું જ બનેલું ને તેમણે બૌદ્ધગુરુને વાદવિવાદમાં જીતીને ભગવાનની રથયાત્રા કઢાવી ને જૈનધર્મની ઘણી પ્રભાવના કરી (આ ત્રણેનાં - ચેલણારાણી, હરિષણચક્રવર્તીને અકલકસ્વામીના ધાર્મિક નાટકો સોનગઢમાં ભજવાઈ ગયા છે.) આ રીતે ધર્મી શ્રાવકો ભક્તિપૂર્વક જિનશાસનની પ્રભાવના કરે છે, જિનમંદિર બંધાવે છે, વીતરાગ જિનબિંબ
સ્થાપે છે, ને એના વડે એને સાતિશય પુણ્ય બંધાય છે. ભલે નાનામાં નાની વીતરાગપ્રતિમા હોય પણ તેના સ્થાપનમાં ત્રણકાળના વીતરાગમાર્ગનો આદર છે. એ માર્ગના આદરથી ઊંચા પુણ્ય બંધાય છે. - આ રીતે, જિનદેવના ભક્ત ધર્મી શ્રાવક અત્યંત બહુમાનથી જિનમંદિર તથા જિનબિંબનું સ્થાપન કરાવે તે વાત કરી તથા તેનું ઉત્તમ ફળ બતાવ્યું.
જ્યાં જિનમંદિર હોય ત્યાં સદાય ધર્મના નવા નવા મંગલ ઉત્સવ થયા કરે છે, તે વાત હવેની ગાથામાં કહેશે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com