________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૮).
(શ્રાવકધર્મપ્રકાશ રાગ તો છે, પણ રાગનું વલણ સંસાર તરફથી ખસીને ધર્મ તરફ વળી ગયું છે, એટલે વીતરાગતાની ભાવના ભેગી ચૂંટાયા કરે છે. અહા, ભગવાન જાણે સ્વરૂપમાં ઠરી ગયા હોય, જ્ઞાતાદખાપણે જગતને સાક્ષીપણે જોઈ રહ્યા હોય ને ઉપશમરસની ધારા વરસતી હોય-એવા ભાવવાળી જિનપ્રતિમા હોય-આવી નિર્વિકાર વીતરાગ જિનમુદ્રાનું દર્શન તે પોતાના વીતરાગસ્વભાવના સ્મરણનું ને ધ્યાનનું નિમિત્ત છે.
ધર્માનું ધ્યેય વીતરાગતા છે. જેમ સારો ખેડૂત ખડ માટે નથી વાવતો પણ અનાજ માટે વાવે છે; અનાજની સાથે ખડ પણ ઘણું થાય છે. તેમ ધર્મીનો પ્રયત્ન વીતરાગતા માટે છે, રાગ માટે નહિ. ચૈતન્યસ્વભાવની દષ્ટિપૂર્વક શુદ્ધતાને સાધતાં સાધતાં વચ્ચે પુણ્યરૂપી ઊંચું ઘાસ પણ ઘણું પાકે છે. પણ એ ઘાસ કાંઈ માણસ ન ખાય, માણસ તો અનાજ ખાય; તેમ ધર્માજીવ રાગને કે પુણ્યને આદરણીય ન માને, વીતરાગભાવને જ આદરણીય માને. જુઓ, આમાં બંને વાત ભેગી છે, શ્રાવકની ભૂમિકામાં રાગ કેવો હોય ને ધર્મ કેવો હોય-એ બંનેનું સ્વરૂપ આમાં આવી જાય છે.
જ્ઞાનીને ધર્મ સહિતનાં જે પુણ્ય હોય તે ઊંચી જાતના હોય છે; અજ્ઞાનીનાં પુણ્ય કસ વગરના હોય છે, એની પર્યાયમાં ધર્મનો દુષ્કાળ છે. જેમ ઉત્તમ અનાજની સાથે જે ઘાસ પાકે તે વાસ પણ કસવાળું હોય છે; દુષ્કાળમાં અનાજ વગરનું એકલું ઘાસ પાકે તેમાં બહુ કસ હોતો નથી, તેમ જ્યાં ધર્મનો દુષ્કાળ છે ત્યાં પુણ્ય પણ હલકા હોય છે, ને ધર્મની ભૂમિકામાં પુણ પણ ઊંચી જાતના હોય છે. તીર્થકરપણું, ચક્રવર્તીપણું, ઇન્દ્રપણું વગેરેના લોકોત્તર પુણ્ય ધર્મની ભૂમિકામાં જ બંધાય છે. ગૃહસ્થોને જિનમંદિર-જિનબિંબ કરાવવાથી તથા આહારદાન વગેરેથી મહાન પુણ્ય બંધાય છે, તેથી મુનિરાજે તેનો ઉપદેશ કર્યો છે. અવિકૃત સ્વરૂપના આનંદમાં ઝૂલનારા સંત-પ્રાણ જાય તોપણ જે જૂઠું બોલે નહિ ને ઇન્દ્રાણી ઉપરથી ઊતરે તોપણ અશુભવૃત્તિ જેને ઊઠે નહિ, એવા વીતરાગી મુનિનું આ કથન છે; જગત પાસેથી એમને એક કણિયો પણ જોઈતો નથી, માત્ર જગતના જીવોને લોભરૂપી પાપના કુવામાંથી ઉગારવા ને ધર્મમાં જોડવા માટે કણાપૂર્વક ઉપદેશ આપ્યો છે. જેનું પત્થર જેવું હૃદય હોય તેની જાદી વાત, પણ ફૂલની કળી જેવું કોમળ જેનું હૃદય હશે તેતો આ વીતરાગી ઉપદેશનો ગુંજારવ સાંભળતાં પ્રસન્નતાથી ખીલી ઊઠશે; જિનેન્દ્રભક્તિવંત તો આનંદિત થશે. પણ જેમ ઉલૂને એટલે કે ઘુવડને સૂર્યનો પ્રકાશ ન ગમે, તેને તો અંધારું ગમે, તેમ ચૈતન્યનો પ્રકાશ કરનાર આ વીતરાગી ઉપદેશ જેને નથી રચતો તે પણ મિથ્યાત્વના ઘોર અંધકારમાં પડેલા છે. જિજ્ઞાસુને તો એમ ઉલ્લાસ આવે કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com