________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ )
(૧૨૭
છે. ને બાહુબલી ભગવાનની બીજી એક તદન નાની (ચણાના દાણા જેવડી ) રત્નપ્રતિમા મુડબિદ્રિમાં છે-આવી પ્રતિમા કરવાનો ઉત્સાહ શ્રાવકધર્માત્માઓને આવે છે એમ અહીં બતાવવું છે.
જીઓ, આ શેની વાત ચાલે છે?
આ શ્રાવકના ધર્મની વાત ચાલે છે. આત્મા રાગ વગરનો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે તેની રુચ કરીને રાગ ઘટાડવાનો અંત૨પ્રયત્ન તે ગૃહસ્થધર્મનો પ્રકાશ કરનારો માર્ગ છે. તેમાં દાનના વર્ણનમાં જિનપ્રતિમા કરાવવાનું ખાસ વર્ણન કર્યું છે. જેમ, જેને ધન ગોઠયું તે ધનવાનનાં ગુણગાન કરે છે તેમ જેને વીતરાગતા ગોઠી છે તે ભક્તિપૂર્વક વીતરાગદેવનાં ગુણગાન કરે છે; તેમના વિરહમાં તેમની પ્રતિમામાં સ્થાપના કરીને દર્શન-સ્તુતિ કરે છે. આ રીતે શુદ્ધસ્વરૂપની દષ્ટિ રાખીને, અશુભનાં સ્થાનોથી બચે છે, એવો શ્રાવકભૂમિકાનો ધર્મ છે.
કોઈ કહે કે શુદ્ધતા તે મુનિનો ધર્મ, ને શુભરાગ તે શ્રાવકનો ધર્મ-તો એમ નથી. ધર્મ તો મુનિને કે શ્રાવકને બંનેને એક જ પ્રકારનો, રાગ રહિત શુદ્ધ પરિણતિરૂપ જ છે. પરંતુ શ્રાવકને હજી શુદ્ધતા ઓછી છે એટલે ત્યાં રાગનાં પ્રકારો જિનપૂજા–દાન વગેરે હોય છે, તેથી શુદ્ધતાની સાથે તે શુભકાર્યોને પણ ગૃહસ્થના ધર્મ તરીકે વર્ણવ્યા છે; કેમકે એ ભૂમિકામાં એવા શુભભાવ થાય છે.
જીઓને, નગ્ન દિગંબર સંત, વનમાં વસનારા ને સ્વરૂપની સાધનામાં છઠ્ઠ-સાતમે ગુણસ્થાને ઝૂલનારા મુનિને પણ ભગવાન પ્રત્યે કેવા ભાવ ઉલ્લસે છે! તે કહે છે કે નાનકડું જિનમંદિર બનાવે ને તેમાં જવના દાણા જેવડી જિનપ્રતિમા સ્થાપે-તે શ્રાવકના પુણ્યની પણ શી વાત ! એટલે કે એને વીતરાગભાવની જે રુચિ થઈ છે તેનાં મહાન ફળની શી વાત! પ્રતિમા ભલે નાની હો-પણ એ વીતરાગતાનું પ્રતીક છે ને! એની સ્થાપના કરનારને વીતરાગભાવનો આદર છે, એનું ફળ મહાન છે. કુંદકુંદસ્વામી તો કહે છે કે અરિહંતદેવને બરાબર ઓળખે તો સમ્યગ્દર્શન થાય. જેને વીતરાગતા વહાલી લાગી, જેને સર્વજ્ઞસ્વભાવ રુચ્યો તેને સર્વજ્ઞ-વીતરાગદેવ પ્રત્યે ૫૨મ ભક્તિનો ઉલ્લાસ આવે છે. ઇન્દ્ર જેવા પણ દેવલોકમાંથી ઊતરી સમવસરણમાં આવીઆવીને તીર્થંકરપ્રભુના ચરણને સેવે છે... હજાર હજાર આંખથી પ્રભુને દેખે છેતોય તૃપ્તિ થતી નથીઃ અહો, આપની વીતરાગી શાંતમુદ્રા જાણે જોયા જ કરીએ! ગૃહસ્થની ભૂમિકામાં આવા ભાવોથી ઊંચી જાતના પુણ્ય બંધાય છે. એને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com