________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૬ )
(શ્રાવકધર્મપ્રકાશ
જયસેનસ્વામીને ‘ વસુ-બિંદુ' (એટલે કે આઠ કર્મનો અભાવ કરનાર ) એવું વિશેષણ આપ્યું; તેમનો કરેલો પ્રતિષ્ઠાપાઠ ‘વસુબિંદુ-પ્રતિષ્ઠાપાઠ' કહેવાય છે. તેના આધારે પ્રતિષ્ઠાની વિધિ થાય છે. મોટા મોટા ધર્માત્માઓને જિનેન્દ્રભગવાનની પ્રતિષ્ઠાનો, તેના દર્શનનો આવો ભાવ આવે, ને તું કહે છે કે ‘મને દર્શન કરવાની ફૂરસદ મળતી નથી, કે મને પૂજા કરતાં શરમ આવે છે!'-તો તને ધર્મની રુચિ નથી, દેવ-ગુરુનો તને પ્રેમ નથી. પાપના કામમાં તને ફૂરસદ મળે છે ને અહીં તને ફૂરસદ નથી મળતી! –એ તો તારું ખાલી બહાનું છે! અને જગતના પાપકાર્યોકાળાબજાર વગેરે, તેમાં તને શ૨મ નથી આવતી ને અહીં ભગવાન પાસે જઈને પૂજા કરવામાં તને શરમ આવે છે!! વાહ, બલિહારી છે તારી ઊંધાઈની! શરમ તો પાપકાર્ય કરવામાં આવવી જોઈએ, તેને બદલે ત્યાં તો તને હોંશ આવે છે ને ધર્મનાં કાર્યોમાં શ૨મ થવાનું કહે છે-પણ ખરેખર તને ધર્મનો પ્રેમ જ નથી. એક રાજાની કથા આવે છે કે, તે રાજા રાજદરબારમાં આવતો હતો ત્યાં વચ્ચે કોઈ મુનિરાજના દર્શન થયા, ત્યાં ભક્તિથી રાજાએ તેમના ચરણમાં મુકુટબદ્ધ શિર ઝુકાવ્યું. ને પછી રાજદરબારમાં આવ્યો. ત્યાં દીવાને તેના મુગટ ઉપર ધૂળ લાગેલી જોઈ એટલે તે તેને ખંખેરવા લાગ્યો. ત્યારે રાજા તેને અટકાવીને કહે છે કે દીવાનજી રહેવા દો.... એ ૨જથી તો મારા મુગટની શોભા છે, એ ૨જ તો મારા વીતરાગગુરુના ચરણથી પવિત્ર થયેલી છે! –જુઓ, આ ભક્તિ! ! એમાં એને શરમ ન આવે કે અરે, મારા કિંમતી મુગટને ધૂળ લાગી ગઈ! કે બીજા મારી મશ્કરી કરશે! અરે, ભક્તિમાં શરમ કેવી ? ભગવાનના ભક્તને ભગવાનના દર્શન વગર ગોઠે નહિ. અહીં ( સોનગઢમાં ) પહેલાં મંદિર ન હતું, ત્યારે ભક્તોને એમ થયું કે અરે, આપણને અહીં ભગવાનનો તો વિરહ થયો, એમનાં તો સાક્ષાત્ દર્શન નહિ ને તેમની પ્રતિમાના પણ દર્શન નહીં! - એમ દર્શનની ભાવના જાગી. તે ઉપરથી સં. ૧૯૯૭ માં આ જિનમંદિર થયું. આચાર્યદેવ કહે છે કે અહો, ભગવાનના દર્શનથી કોને પ્રસન્નતા ન થાય! ! ને એનું જિનમંદિર તથા જિનપ્રતિમા કરાવે તેનાં પુણ્યની શી વાત! ! ભરત ચક્રવર્તી જેવાએ પાંચસો-પાંચસો ધનુષની મોટી પ્રતિમાઓ કરાવી હતી, એની શોભાની શી વાત! ! અત્યારે પણ જીઓને-બાહુબલી ભગવાનની મૂર્તિ કેવી છે! અહા, એનો અત્યારે તો ક્યાંય જોટો નથી, નેમિચન્દ્ર સિદ્ધાંત ચક્રવર્તી મહા મુનિ હતા, તેમના હસ્તે એની પ્રતિષ્ઠા થઈ છે; ને આની સામેની પહાડી (ચંદ્રગિર ) ઉપરના એક જિનાલયમાં તેમણે ગોમટ્ટસારની રચના કરી હતી. બાહુબલી ભગવાનની એ પ્રતિમાને ગોમદ્રેશ્વર પણ કહેવાય છે. એ તો સત્તાવન ફૂટ ઊંચી છે ને એનો અચિંત્ય દેદાર છે.... પુણ્ય અને પવિત્રતા બંનેની ઝલક એમની મુદ્રા ઉ૫૨ દેખાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com