________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૨૫
શ્રાવકધર્મપ્રકાશ )
એમ તને ધર્મના બહુમાનનો ભાવ રહ્યા કરશે-એનો જ લાભ છે. ને આવા ભાવ સાથે જે પુણ્ય બંધાય તે પણ બીજા લૌકિક દયા-દાન કરતાં ઊંચી જાતના હોય છે. જેમ મકાન બાંધનારો કારીગર, જેમ જેમ મકાન ઊંચું થતું જાય છે તેમ તેમ તે પણ ઊંચે ચડતો જાય છે; તેમ ધર્મી જીવ જેમ જેમ શુદ્ધતામાં આગળ વધે છે તેમ તેમ તેનાં પુણ્યનો રસ પણ વધતો જાય છે.
જિનમંદિર અને જિનપ્રતિમા કરાવનારના ભાવમાં શું છે? એના ભાવમાં વીતરાગતાનો આદર છે ને રાગનો આદર છૂટી ગયો છે-આવા ભાવથી કરાવે તો સાચી ભક્તિ કહેવાય; ને વીતરાગભાવના આદરવડે તે જીવ અલ્પકાળે રાગને તોડીને મોક્ષ પામે. પરંતુ, આ વાત લક્ષમાં લીધા વગર એમ ને એમ કોઈ કહી ઘે કે તમે મંદિર કરાવ્યું માટે આઠ ભવમાં તમારો મોક્ષ થઈ જશે, –તો એ વાત સિદ્ધાંતની નથી. ભાઈ, શ્રાવકને એવો શુભભાવ હોય છે એ વાત સાચી, પણ એ રાગની જેટલી હદ હોય તેટલી રાખવી જોઈએ. એ શુભરાગના ફળથી ઊંચા પુણ્ય બાંધવાનું કહ્યું છે પરંતુ એનાથી કર્મક્ષય થવાનું ભગવાને કહ્યું નથી. કર્મનો ક્ષય તો સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રથી જ કહ્યો છે.
-
અરે, સાચો માર્ગ ને સાચું તત્ત્વ સમજ્યા વગર જીવો ક્યાંક અટકી જાય છે. શાસ્ત્રમાં વ્યવહારનાં ન તો અનેક પ્રકારે આવે, પણ મૂળ તત્ત્વને અને વીતરાગભાવરૂપ માર્ગને લક્ષમાં રાખીને એના અર્થ સમજવા જોઈએ. શુભરાગથી ઊંચા પુણ્ય બંધાય છે- એમ બતાવવા તેનો મહિમા કર્યો ત્યાં કોઈ તેમાં જ ધર્મ માનીને અટકી જાય છે. તો બીજા કેટલાક જીવો તો ભગવાનનું જિનમંદિર હોય ત્યાં દર્શન કરવાય નથી જતા. ભાઈ, જેને વીતરાગતાનો પ્રેમ હોય ને જ્યાં જિનમંદિરનો યોગ હોય ત્યાં તે ભક્તિથી રોજ દર્શન કરવા જાય. જિનમંદિર કરાવવાની વાત તો દૂર રહી પણ ત્યાં દર્શન કરવા જવાનીયે જેને ફૂરસદ નથીએને ધર્મનો પ્રેમ કોણ કહે ? મોટા મોટા મુનિઓ પણ વીતરાગ પ્રતીમાના ભક્તિથી દર્શન કરે છે ને તેમની સ્તુતિ કરે છે. પોન્નૂર ગામમાં એક જુનું મંદિર છે, કુંદકુંદાચાર્યદેવ ગામમાં આવે ત્યારે તેઓ ત્યાં દર્શન કરવા પધારતા. (સં. ૨૦૨૦ ની યાત્રામાં આપણે તે મંદિર જોયું છે.) સમન્તભદ્રસ્વામીએ પણ ભગવાનની અદ્દભુત સ્તુતિ કરી છે. બે હજાર વર્ષ પહેલાં કોઈ મોટા રાજાને જિનબિંબ પ્રતિષ્ઠા કરાવવાની હતી ત્યારે તેની વિધિ માટેનું શાસ્ત્ર રચવાની આજ્ઞા કુંદકુંદાચાર્યદેવે પોતાના શિષ્ય જયસેનમુનિને કરી; તે જયસેનસ્વામીએ માત્ર બે દિવસમાં પ્રતિષ્ઠાપાઠની રચના કરી. આથી કુંદકુંદાચાર્યદેવે તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com