________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩૯
શ્રાવકધર્મપ્રકાશ)
કોઈ જીવ નારકીમાંથી સીધો નારકી ન થાય. કોઈ જીવ નારકીમાંથી સીધો દેવ ન થાય. દેવ મરીને મનુષ્ય કે તિર્યંચમાં ઊપજે. નારકી મારીને મનુષ્ય કે તિર્યંચમાં ઊપજે. મનુષ્ય મરીને ચારમાંથી કોઈપણ ગતિમાં ઊપજે. તિર્યંચ મરીને ચારમાંથી કોઈ પણ ગતિમાં ઊપજે.
આ સામાન્ય વાત કરી; હવે સમ્યગ્દષ્ટિની વાત
દેવમાંથી સમ્યગ્દષ્ટિ જીવ મનુષ્યમાં જ અવતરે. નરકમાંથી સમ્યગ્દષ્ટિ જીવ મનુષ્યમાં જ આવે. મનુષ્ય સમ્યગ્દષ્ટિ જીવ દેવગતિમાં જાય, પણ જો મિથ્યાત્વમાં આયુષ્ય બંઘાઈ ગયું હોય તો નરક કે તિર્યંચ કે મનુષ્યમાં પણ જાય.
તિર્યંચ સમ્યગ્દષ્ટિ જીવ દેવગતિમાં જ જાય, અને પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવક (-તિર્યંચ
હો કે મનુષ્ય) તે તો નિયમથી સ્વર્ગમાં જ જાય, બીજી કોઈ ગતિનું આયુષ તેને હોય નહિ.
આ રીતે ધર્મી શ્રાવક સ્વર્ગમાં જાય છે ને ત્યાંથી મનુષ્ય થઈ, ચૌદ પ્રકારનો અંતરંગને દશ પ્રકારનો બાહ્ય-સર્વ પરિગ્રહ છોડી, મુનિ થઈ, શુદ્ધતાની શ્રેણી માંડી, સર્વજ્ઞ થઈ સિદ્ધાલયકો પધારતે હૈ, ત્યાં સદાકાળ અનંત આત્મિક આનંદને ભોગવ્યા કરે છે. અહા, સિદ્ધોના આનંદનું શું કહેવું!
આ રીતે સમ્યકત્વસહિતનાં અણુવ્રતરૂપ શ્રાવકધર્મ તે શ્રાવકને પરંપરા મોક્ષનું કારણ છે, માટે શ્રાવકે તે ધર્મ અંગીકાર કરીને તેનું પાલન કરવું એવો ઉપદેશ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com