________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૦)
(શ્રાવકધર્મપ્રકાશ [ ૨૫] મોક્ષમાર્ગમાં નિશ્ચયસહિતનો વ્યવહારધર્મ સંમત છે
ભાઈ, ઉત્તમ સુખનો ભંડાર તો મોલમાં છે, તેથી મોક્ષપુરુષાર્થ એ જ સર્વ પુરુષાર્થોમાં શ્રેષ્ઠ છે. સાધકને મોક્ષપુરુષાર્થની સાથે અણુવ્રતાદિ શુભરાગરૂપ જે ધર્મપુરુષાર્થ છે તે વ્યવહારથી મોક્ષનું સાધન છે, એટલે શ્રાવકની ભૂમિકામાં તે પણ ગ્રહણ કરવા યોગ્ય છે. પરંતુ મોક્ષના પુરુષાર્થ વગરના એકલા પુણ્ય (એકલા વ્યવહાર) ની શોભા નથી, એનું તો ફળ સંસાર છે.
શ્રાવક પુણ્યફળને પામીને પછી મોક્ષ પામે છે એમ બતાવ્યું, હવે કહે છે કે શુભરાગ હોવા છતાં ધર્મીને મોક્ષપુરુષાર્થ જ મુખ્ય છે અને તે ઉપાદેય છે; અને તેની સાથેનો અણુવ્રતાદિરૂપ જે વ્યવહારધર્મ છે તે પણ માન્ય છે
पुंसोऽर्थेषु चतुर्पु निश्चलतरो मोक्षः परं सत्सुख: शेषास्तद्विपरीतधर्मकलिता हेया मुमुक्षोरतः। तस्मात्तत्पदसाधनत्वधरणो धर्मोपि नो संमतः यो भोगादिनिमित्तमेव स पुनः पापं बुधैर्मत्यते।।२५।।
ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચાર પુરુષાર્થમાં માત્ર મોક્ષ જ નિશ્ચલઅવિનાશી ને સત્ય સુખરૂપ છે, બાકીનાં ત્રણ તો એનાથી વિપરીત સ્વભાવવાળાં છે એટલે કે અસ્થિર અને દુઃખરૂપ છે; તેથી મુમુક્ષુને તે હેય છે અને કેવળ મોક્ષ જ ઉપાદેય છે તથા તે મોક્ષના સાધનપણે વર્તતો હોય તે ધર્મ પણ અમને સંમત છે, માન્ય છે, એટલે કે મોક્ષમાર્ગને સાધતાં તેની સાથે મહાવ્રત કે અણુવ્રતના જે શુભભાવ વર્તે છે તે તો સંમત છે કેમકે તે પણ વ્યવહારથી મોક્ષનું સાધન છે, પરંતુ જે માત્ર ભોગાદિનું જ નિમિત્ત છે તેને તો પંડિતજનો પાપ કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com