________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ )
(૧૪૧
આચાર્યદેવ કહે છે કે અહો, સાચું સુખ તો એક મોક્ષપદમાં જ છે, માટે મુમુક્ષુઓએ તેનો જ પુરુષાર્થ કરવા જેવો છે. એના સિવાયના બીજા ભાવો તો વિપરીત હોવાથી હૈય છે. જીઓ, આ વિપરીત અને હેય કહ્યું તેમાં શુભરાગ પણ આવી ગયો. એ રીતે તેને વિપરીત અને હૈય તરીકે સ્વીકારીને, પછી જો તે મોક્ષમાર્ગ સહિત હોય તો તેને સંમત કર્યો છે એટલે કે વ્યવહારથી તેને મોક્ષમાર્ગમાં સ્વીકાર્યો છે. પણ જો સાથે નિશ્ચય મોક્ષસાધન (સમ્યગ્દર્શનાદિ) વર્તતું ન હોય તો મોક્ષમાર્ગ વગરના એવા એકલા શુભરાગને સંમત કરતા નથી એટલે કે તેને વ્યવહાર મોક્ષસાધન પણ કહી શકાતું નથી. આ સિવાયના જે અર્થ અને કામ સંબંધી પુરુષાર્થ છે તે તો પાપ જ છે, એટલે સર્વથા હૈય છે.
ભાઈ, ઉત્તમ સુખનો ભંડાર તો મોક્ષમાં છે; તેથી મોક્ષપુરુષાર્થ એ જ સર્વ પુરુષાર્થમાં શ્રેષ્ઠ છે. પુણ્યનો પુરુષાર્થ પણ એના કરતાં ઊતરતો છે; ને સંસારના વિષયો મેળવવાનો કે ભોગવવાનો જેટલો પ્રયત્ન છે તે તો એકલું પાપ છે, તેથી તે સર્વથા ત્યાજ્ય છે. હવે સાધકને મોક્ષપુરુષાર્થની સાથે અણુવ્રતાદિ શુભરાગરૂપ જે ધર્મપુરુષાર્થ છે તે વ્યવહારથી મોક્ષનું સાધન છે એટલે શ્રાવકની ભૂમિકામાં તે પણ ગ્રહણ કરવા યોગ્ય છે. મોક્ષનો પુરુષાર્થ તો સર્વશ્રેષ્ઠ છે, પણ તેના અભાવમાં (એટલે કે નીચલી સાધકદશામાં ) વ્રત-મહાવ્રતાદિરૂપ ધર્મપુરુષાર્થ જરૂર ગ્રહણ કરવો જોઈએ. અજ્ઞાની પણ પાપ છોડીને પુણ્ય કરે તો એની કાંઈ ના નથી કહેતાં; પાપના કરતાં તો પુણ્ય ભલું છે જ. પણ કહે છે કે ભાઈ, મોક્ષમાર્ગ વગરના તારા એકલા પુણ્ય શોભતા નથી; કેમકે જેને મોક્ષમાર્ગનું લક્ષ નથી તે તો પુણ્યના ફળમાં મળેલા ભોગોમાં આસક્ત થઈને પાછો પાપમાં ચાલ્યો જશે. માટે બુધજનો-જ્ઞાનીઓ-વિદ્વાનો એવા પુણ્યને પરમાર્થથી તો પાપ કહે છે.
મોક્ષમાં જ સાચું સુખ છે એમ જે સમજે તે રાગમાં કે પુણ્યફળમાં સુખ કેમ માને? –ન જ માને. જેની દષ્ટિ એકલા રાગમાં છે ને તેના ફળમાં જેને સુખ લાગે છે એને તો શુભભાવ સાથે પણ ભોગની અભિલાષા પડી છે, એટલે એવા શુભને મોક્ષમાર્ગમાં સંમત કરતા નથી, મોક્ષના સાધનનો વ્યવહાર તેને લાગુ પડતો નથી. ધર્મીને મોક્ષમાર્ગ સાધતાં સાધતાં વચ્ચે અભિલાષા વગર જે શુભરાગ રહ્યો તેમાં મોક્ષના સાધનનો વ્યવહા૨ લાગુ પડે છે. પણ પહેલેથી જ જે રાગને ઈષ્ટ માનીને ઊપડે છે તે રાગથી દૂર કેમ જશે? ને રાગ વગરના મોક્ષમાર્ગમાં કયાંથી આવશે ? એવા જીવના શુભને તો ‘ભોગહેતુધર્મ ’ સમયસારમાં કહ્યો છે, તેને ‘મોક્ષહેતુધર્મ ’
Please inform us of any errors on rajesh@AtmaDharma.com