________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૨)
(શ્રાવકધર્મપ્રકાશ કહેતા નથી. મોક્ષના હેતુભૂત સાચા ધર્મની અજ્ઞાનીને ઓળખાણ પણ નથી, રાગ વગરનું જ્ઞાન શું છે તેને તે જાણતો નથી, શુદ્ધજ્ઞાનના અનુભવનો તેને અભાવ છે તેથી મોક્ષમાર્ગનો તેને અભાવ છે. ધર્મીને શુદ્ધજ્ઞાનના અનુભવ સહિત જે શુભરાગ બાકી રહ્યો તેને વ્યવહારથી ધર્મ અથવા મોક્ષનું સાધન કહેવાય છે.
નીચેની સાધકભૂમિકામાં આવો વ્યવહાર છે ખરો, તેને જેમ છે તેમ માનવો જોઈએ-આનો અર્થ એમ નથી કે એને જ ઉપાદેય માનીને સંતોષાઈ જવું. ખરેખર ઉપાદેય તો મોક્ષાર્થીને નિશ્ચયરત્નત્રયરૂપ મોક્ષમાર્ગ જ છે. તેની સાથે તે-તે ભૂમિકામાં જે વ્યવહાર હોય તેને આદરણીય કહેવાય. તીર્થંકરદેવનો આદર કરવો, દર્શન-પૂજન કરવા, મુનિવરોની ભક્તિ, આહારદાન, સ્વાધ્યાય, અહિંસાદિ વ્રતોનું પાલન-એ બધો વ્યવહાર છે તે સાચો છે, માન્ય છે, આદરણીય છે; પણ નિશ્ચયદષ્ટિમાં શુદ્ધઆત્મા જ ઉપાદેય છે ને તેના જ આશ્રયે મોક્ષમાર્ગ છે.
વ્યવહારને એકાન્ત હેય કહીને કોઈ જીવ દેવદર્શન-પૂજન-ભક્તિ, મુનિ વગેરે ધર્માત્માનું બહુમાન, સ્વાધ્યાય, વ્રતાદિને છોડી દે ને અશુભને સેવે તે તો સ્વચ્છેદી ને પાપી છે; શુદ્ધાત્માના અનુભવમાં લીનતા થતાં એ બધો વ્યવહાર છૂટી જાય છે, પણ ત્યાર પહેલાં તો ભૂમિકાના પ્રમાણમાં વ્યવહારનાં પરિણામ હોય છે. શુદ્ધસ્વરૂપની દષ્ટિ અને સાથે ભૂમિકા અનુસાર વ્યવહાર-એમ સાધકને બંને સાથે હોય છે. મોક્ષ-માર્ગમાં આવા નિશ્ચય-વ્યવહાર હોય છે. કોઈ એકાંત ખેંચ જાય, એટલે કે નીચેની ભૂમિકામાં પણ વ્યવહારને ન સ્વીકારે અથવા તો નિશ્ચય વગર તેને જ સર્વસ્વ માની લ્ય, તો તે બંને મિથ્યાદષ્ટિ છે, એકાંતવાદી છે, એને નિશ્ચયની કે વ્યવહારની ખબર નથી.
નય અને નિક્ષેપ સમ્યજ્ઞાનમાં હોય છે, એટલે સમ્યગ્દષ્ટિને જ તે સાચાં હોય છે. સ્વભાવદષ્ટિ થઈ ત્યારે સમ્યકુભાવશ્રુત થયું, અને ત્યારે પ્રમાણ ને નય સાચાં થયાં. પછી નિશ્ચય શું ને વ્યવહાર શું-એની એને ખબર પડે. નિશ્ચયસાપેક્ષ વ્યવહાર, ધર્માને જ હોય છે; અજ્ઞાનીને જે એકાન્ત વ્યવહાર છે તે સાચો માર્ગ નથી કે તે સાચો વ્યવહાર નથી. ધર્મી જીવ શુદ્ધતાને સાધતો ને વચ્ચે ભૂમિકા અનુસાર વ્રતાદિ વ્યવહારને આચરતો અંતે અનંતસુખના ભંડારરૂપ મોક્ષને સાથે છે. આવો મોક્ષ-પુરુષાર્થ એ જ મુમુક્ષુનું પરમ કર્તવ્ય છે, એટલે કે વીતરાગતા તે કર્તવ્ય છે; રાગ તે કર્તવ્ય નથી. વીતરાગતા ન થાય ત્યાં સુધી ક્રમે ક્રમે જેટલો રાગ ઘટે તેટલો ઘટાડવો તે પ્રયોજન છે. પહેલાં આવી વીતરાગી-સમ્યકદષ્ટિ કરે પછી જ ધર્મમાં પગલું ભરાય, એના વગર તો, કળશટીકામાં પં શ્રી રાજમલ્લજી કહે છે , मरके चूरा होते हुए
Please inform us of any errors on rajesh@AtmaDharma.com