________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૦૭
શ્રાવકધર્મપ્રકાશ).
સામર્થ્ય હોવા છતાં પણ જે ગૃહસ્થ હંમેશા પરમ ભક્તિથી જિનપતિના દર્શન નથી કરતો, અર્ચન નથી કરતો ને સ્તવન નથી કરતો, તેમ જ પરમ ભક્તિથી મુનિજનોને દાન નથી દેતો, તેનું ગૃહસ્થાશ્રમપદ પત્થરની નાવ સમાન છે, તે પત્થરની નૌકા જેવા ગૃહસ્થપદમાં સ્થિત થયેલો તે જીવ અત્યંત ભયંકર એવા ભવસાગરમાં ડૂબે છે ને નષ્ટ થાય છે.
જિનેન્દ્રદેવ-સર્વજ્ઞપરમાત્માનાં દર્શન-પૂજન તે શ્રાવકનું હંમેશનું કર્તવ્ય છે. હંમેશના છ કર્તવ્યમાં પણ સૌથી પહેલું કર્તવ્ય જિનેન્દ્રદેવના દર્શન-પૂજન છે. સવારમાં ભગવાનનાં દર્શન વડે પોતાના ધ્યેયરૂપ ઈષ્ટપદને સંભાળીને પછી જ શ્રાવક બીજી પ્રવૃત્તિ કરે. એ જ રીતે પોતે જમતાં પહેલાં હંમેશાં મુનિવરોને યાદ કરે કે અહા, કોઈ સંત-મુનિરાજ કે ધર્માત્મા મારા આંગણે પધારે તો ભક્તિપૂર્વક તેમને ભોજન કરાવીને પછી હું જમું-આ રીતે શ્રાવકના હૃદયમાં દેવ-ગુરુની ભક્તિનો પ્રવાહ વહેતો હોય. જે ઘરમાં આવી દેવ-ગુરુની ભક્તિ નથી તે ઘર તો પથરાની નૌકા જેવું ડૂબાડનાર છે. છઠ્ઠી અધિકારમાં (શ્રાવકાચાર-ઉપાસકસંસ્કાર ગાથા ૩૫ માં) પણ કહ્યું હતું કે દાન વગરનો ગૃહસ્થાશ્રમ પત્થરની નૌકા સમાન છે. ભાઈ ! ઊઠતાંવેંત સવારમાં તને વીતરાગભગવાન યાદ નથી આવતા, ધર્માત્મા સંત-મુનિ યાદ નથી આવતા, ને સંસારના ચોપાનિયાં વેપાર-ધંધા કે સ્ત્રી આદિ યાદ આવે છે તો તું જ વિચાર કે તારી પરિણતિ કઈ તરફ જઈ રહી છે? – સંસાર તરફ કે ધર્મ તરફ? આત્મપ્રેમી હોય તેનું તો જીવન જ જાણે દેવ-ગુરુમય થઈ જાય.
“હરતાં ફરતાં પ્રગટ હરિ દેખું રે..
મારું જીવ્યું સફળ તબ લેખું રે..” પં. બનારસીદાસજી કહે છે કે “જિનપ્રતિમા બિનસારવી” જિનપ્રતિમામાં જિનવરદેવની સ્થાપના છે, તેના ઉપરથી જિનવરદેવનું સ્વરૂપ જે ઓળખી લે છે, એ રીતે જિનપ્રતિમાને જિનસમાન જ દેખે છે તે જીવને ભવસ્થિતિ અતિ અલ્પ હોય છે, અલ્પકાળે તે મોક્ષ પામે છે. “પર્વમ' (ભાગ ૬ પાનું ૪૨૭) માં પણ જિનબિંબદર્શનને સમ્યકત્વની ઉત્પત્તિનું નિમિત્તે કહ્યું છે તથા તેનાથી નિદ્ધત અને નીકાચીતરૂપ મિથ્યાત્વાદિ કર્મકલાપનો પણ ક્ષય થવાનું કહ્યું છે. એની રુચિમાં વીતરાગી-સર્વજ્ઞસ્વભાવ પ્રિય લાગ્યો છે ને સંસારની રુચિ એને છૂટી ગઈ છેએટલે નિમિત્તમાં પણ એવા વીતરાગીનિમિત્ત પ્રત્યે તેને ભક્તિભાવ ઊછળે છે. જે પરમભક્તિથી જિનેન્દ્રભગવાનના દર્શન નથી કરતો, તો એનો અર્થ એ થયો કે એને વીતરાગભાવ નથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com