________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૬ ).
(શ્રાવકધર્મપ્રકાશ
[૧૮] જિનેન્દ્ર-દર્શનનો ભાવભીનો ઉપદેશ
ભગવાનની પ્રતિમા જોતાં “અહો, આવા ભગવાન !' એમ એકવાર પણ જો સર્વશદેવનું યથાર્થ સ્વરૂપ લક્ષગત કરી લીધું તો કહે છે કે ભવથી તારો બેડો પાર છે. સવારમાં ભગવાનના દર્શન વડે પોતાના ઇષ્ટ-ધ્યેયને સંભાળીને પછી જ શ્રાવક બીજી પ્રવૃત્તિ કરે. એ જ રીતે પોતે જમતાં પહેલાં મુનિવરોને યાદ કરે કે અહા, કોઈ સંત-મુનિરાજ કે ધર્માત્મા મારા આંગણે પધારે તો ભક્તિપૂર્વક તેમને ભોજન કરાવીને પછી હું જમું. દેવ-ગુરુની ભક્તિનો આવો પ્રવાહ શ્રાવકનાં હૃદયમાં વહેતો હોય. ભાઈ ! ઊઠતાંવેંત સવારમાં તને વીતરાગ ભગવાન યાદ નથી આવતા, ધર્માત્મા સંત-મુનિ યાદ નથી આવતા, ને સંસારના ચોપાનિયાં વેપારધંધા કે સ્ત્રી આદિ યાદ આવે છે, તો તું જ વિચાર કે તારી પરિણતિ કઈ તરફ જઈ રહી છે?
ભગવાન સર્વશદેવની શ્રદ્ધાપૂર્વક ધર્મશ્રાવકને રોજ જિનેન્દ્રદેવના દર્શન, સ્વાધ્યાય, દાન વગેરે કાર્યો હોય છે તેનું વર્ણન ચાલે છે, તેમાં સાતમી ગાથાથી શરૂ કરીને સત્તરમી ગાથા સુધી અનેક પ્રકારે દાનનો ઉપદેશ કર્યો. જે જીવ જિનેન્દ્રદેવના દર્શન-પૂજન નથી કરતો તથા મુનિવરોને ભક્તિપૂર્વક દાન નથી દેતો તેનું ગૃહસ્થપણું પત્થરની નૌકાસમાન ભવસમુદ્રમાં ડુબાડનાર છે-એમ હવે કહે છે
यैर्नित्यं विलोक्यते जिनपतिः न स्मर्यते नार्च्यते न स्तूयेत न दीयते मुनिजने दानं च भक्तया परम्। सामर्थ्य सति तद्गृहाश्रमपदं पाषाणनावा समं तत्रस्था भवसागरेतिविषमे मञ्जन्ति नश्यन्ति च।।१८।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com