________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૧૦૫ તે સવારની સંધ્યાના લાલ રંગ જેવો છે, તેની પાછળ થોડા વખતમાં વીતરાગતાથી ઝગઝગતો સૂર્ય ઊગશે ને કુદેવાદિનો રાગ તે તો સાંજની સંધ્યા જેવો છે, તેની પાછળ અંધકાર છે એટલે કે સંસારભ્રમણ છે.
જ્યાં ધર્મના પ્રસંગે ભીડ પડે ત્યાં તન-મન-ધન અર્પી દેતાં ધર્મી ઝાલ્યો ન રહે, એને કે 'વું ન પડે કે ભાઈ ! તમે આટલું કરો ને! પણ સંઘ ઉપર, ધર્મ ઉપર કે સાધર્મી ઉપર જ્યાં ભીડનો પ્રસંગ આવ્યો ને જરૂર પડી ત્યાં ધર્માત્મા પોતાની સર્વશક્તિ થી તૈયાર જ હોય. જેમ રણસંગ્રામમાં રજપૂતનું શૌર્ય છૂપે નહિ તેમ ધર્મપ્રસંગમાં ધર્માત્માનો ઉત્સાહ છાનો ન રહે. ધર્માત્માનો ધર્મપ્રેમ એવો છે કે ધર્મપ્રસંગે તેનો ઉત્સાહ ઝાલ્યો ન રહે; ધર્મની રક્ષા ખાતર કે પ્રભાવના ખાતર સર્વસ્વ હોમી દેવાનો પ્રસંગ આવે તોય પાછું વાળીને જુએ નહિ. આવા ધર્મોત્સાહપૂર્વક દાનાદિનો ભાવ તે શ્રાવકને ભવસમુદ્રથી તરવા માટે જહાજમાન છે. માટે ગૃહસ્થોએ હરરોજ દાન કર્તવ્ય છે.
આ રીતે દાનનો ઉપદેશ આપ્યો; હવે જિનેન્દ્રભગવાનના દર્શનનો વિશેષ ઉપદેશ આપે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com