________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૪)
(શ્રાવકધર્મપ્રકાશ કુદેવ-કુગુરુ ઉપર જેવો પ્રેમ હતો તેના કરતાં અધિક પ્રેમ જો સાચા દેવ-ગુરુ પ્રત્યે ન આવે તો તેણે સાચા દેવ-ગુરુને ખરેખર ઓળખ્યા જ નથી, માન્યા નથી, તે દેવ-ગુરુનો ભક્ત નથી; એને તો સત્તાસ્વરૂપમાં કૂલટા સ્ત્રીસમાન કહ્યો છે.
જાઓ, આ જૈનધર્મનો ચરણાનુયોગ પણ કેવો અલૌક્કિ છે! જૈન-શ્રાવકના આચરણ કેવા હોય તેની આ વાત છે. રાગની મંદતાના આવા આચરણ વગર જૈનશ્રાવકપણું કહેવાય નહિ. એક રાગના અંશનુંય કર્તુત્વ પણ જેની દષ્ટિમાં રહ્યું નથી એના આચરણમાં પણ રાગ કેટલો મંદ પડી જાય! એવા ને એવા પહેલાં જેવા જ રાગ-દ્વેષ કર્યા કરે તો સમજવું કે એની દષ્ટિમાં કાંઈ અપૂર્વતા આવી નથી, એની રુચિમાં કાંઈ પલટો થયો નથી. રુચિ અને દૃષ્ટિ પલટતાં તો આખી પરિણતિમાં અપૂર્વતા આવી જાય, પરિણામની ઉથલપાથલ થઈ જાય. આ રીતે દ્રવ્યાનુયોગના અધ્યાત્મનો અને ચરણાનુયોગના પરિણામનો મેળ હોય છે. દષ્ટિ સુધરે ને પરિણામ ગમે તેવા થયા કરે એમ નથી. દેવ-ગુરુ પ્રત્યે ભક્તિ, દાન વગેરે પ્રકારે પરિણામની મંદતાનું પણ જેને ઠેકાણું ન હોય તેને તો દષ્ટિ સુધરવાનો પ્રસંગ નથી. જિજ્ઞાસુની ભૂમિકામાં પણ સંસાર તરફના પરિણામોની ઘણી જ મંદતા થઈ જાય છે ને ધર્મનો ઉત્સાહ વધી જાય છે.
દાનાદિના શુભ પરિણામ તે મોક્ષનું કારણ છે એમ ચરણાનુયોગમાં ઉપચારથી કહેવાય છે, પણ તેમાં જેટલા અંશે રાગનો અભાવ થયો તેટલા અંશે મોક્ષનું કારણ ગણીને દાનને ઉપચારથી મોક્ષનું કારણ કહ્યું; એટલે પરંપરા તે મોક્ષનું કારણ થશેપણ કોને? કે શુભરાગમાં ધર્મ માનીને નહિ અટકે તેને. પરંતુ શુભરાગને જ જે ખરેખર મોક્ષકારણ માનીને અટકી જશે તેને તો તે ઉપચારથી પણ મોક્ષમાર્ગ નથી. વીતરાગી શાસ્ત્રોનો કોઈ પણ ઉપદેશ રાગ ઘટાડવા માટે જ હોય છે, રાગને પોષવા માટે હોતો નથી.
અહો, જેણે પોતાના આત્માનો સંસારથી ઉદ્ધાર કરવો છે તેને સંસારથી ઉદ્ધાર કરવાનો માર્ગ બતાવનારા દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે પરમ ઉલ્લાસ આવે છે. જેઓ ભાવથી પાર થયા છે તેમના પ્રત્યે ઉલ્લાસથી રાગ ઘટાડીને પોતે પણ ભવથી તરવાના માર્ગમાં આગળ વધે છે. જે જીવ ભવથી તરવાનો કામી હોય તેને કુદેવ-કુગુરુકુશાસ્ત્ર પ્રત્યે પ્રેમ આવે જ નહિ કેમકે તેના પ્રત્યેનો પ્રેમ તો સંસારમાં ડુબવાનું કારણ છે.
પ્રશ્ન- સાચા દેવ-ગુરુ પ્રત્યે પ્રેમ કરવો તે પણ રાગ જ છે ને? ઉત્તર- એ ખરું, પણ સાચા દેવ-ગુરુની ઓળખાણ સહિત તેના તરફનો રાગ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com