________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ).
(૧૦૩ છે. જેમ રસના-ઇન્દ્રિયનું તીવ્ર લોલુપી માછલું જાળમાં ફસાય છે, ને દુઃખી થાય છે તેમ તીવ્ર લોલુપી ગૃહસ્થ મિથ્યાત્વમોહની જાળમાં ફસાયેલો છે ને સંસારભ્રમણમાં દુઃખી થાય છે. આવા સંસારથી બચવા માટે દાન તે નૌકાસમાન છે. માટે ગૃહસ્થોએ પોતાની ઋદ્ધિના પ્રમાણમાં દાન કરવું જોઈએ.
ઋદ્ધિના પ્રમાણમાં' એટલે શું? લાખો-કરોડોની મૂડીમાંથી પાંચ-દશ રૂપિયા ખરચે-તે કાંઈ ઋદ્ધિના પ્રમાણમાં ન કહેવાય. અથવા, બીજા કોઈ કરોડપતિએ પાંચહજાર વાપર્યા ને હું તો તેનાથી ઓછી મૂડીવાળો છું-માટે મારે તો તેનાથી ઓછું વાપરવું-એવી સરખામણી ન કરાય. મારે તો મારો રાગ ઘટાડવા માટે કરવું છે ને? તેમાં બીજાનું શું કામ છે?
પ્રશ્ન- અમારી પાસે ઓછી મૂડી હોય તો દાન કયાંથી કરીએ?
ઉત્તર- ભાઈ, વિશેષ મૂડી હોય તો જ દાન થાય એવું કાંઈ નથી. વળી તું તારા સંસારના કાર્યોમાં તો ખર્ચ કરે છે કે નહિ? તો ધર્મકાર્યમાં પણ ઉલ્લાસ લાવીને, ઓછી મૂડીમાંથીયે તારી શક્તિ પ્રમાણે વાપર. દાન વગરનું ગૃહસ્થપણું નિષ્ફળ છે. અરે, મોક્ષનો ઉદ્યમ કરવાનો આ અવસર છે. તેમાં બધોય રાગ ન છૂટે તો થોડોક રાગ તો ઘટાડ! મોક્ષને માટે તો બધોય રાગ છોડયે છૂટકો છે; દાનાદિ વડે થોડોક રાગ ઘટાડતાં પણ જો તને ન આવડે તો મોક્ષનો ઉદ્યમ તું કઈ રીતે કરીશ? અહા, આવા મનુષ્યપણામાં આત્મામાં રાગરહિત જ્ઞાનદશા પ્રગટ કરવાનો પ્રયત્ન જે નથી કરતા ને પ્રમાદથી વિષયકષાયોમાં જ જીવન વીતાવે છે તે તો મૂઢબુદ્ધિથી મનુષ્યપણું હારી જાય છે-પછી તેને પસ્તાવો થશે કે અરેરે ! મનુષ્યપણામાં અમે કાંઈ ન કર્યું! જેને ધર્મનો પ્રેમ નથી, જે ઘરમાં ધર્માત્મા પ્રત્યેની ભક્તિ ના ઉલ્લાસથી તન-મન-ધન વપરાતાં નથી તે ખરેખર ઘર નથી પણ મોહનું પીંજરું છે, સંસારનું જેલખાનું છે, ધર્મની પ્રભાવના અને દાન વડે જ ગૃહસ્થપણાની સફળતા છે. મુનિપણે વર્તતા તીર્થકરને કે બીજા મહા મુનિઓને આહારદાન આપે ત્યાં રનવૃષ્ટિ થાય, તે દેખીને બીજાને એમ થયું કે હું પણ દાન દઉં જેથી મારે ત્યાં પણ રત્નો વરસે-આવી ભાવના સહિત આહારદાન દીધું; આહાર દેતો જાય ને આકાશ સામે જોતો જાય કે હમણાં મારા આંગણામાં રત્નો વરસશે! –પણ કાંઈ ન વરસ્યું-જુઓ, આ દાન ન કહેવાય; એમાં તો મૂઢ જીવને લોભનું પોષણ છે. ધર્મી જીવ દાન આપે તેમાં તો તેને ગુણ પ્રત્યેનો પ્રમોદ છે ને રાગ ઘટાડવાની ભાવના છે. પહેલાં મૂઢપણામાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com