________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૨)
(શ્રાવકધર્મપ્રકાશ પ્રથમ તો આવું મનુષ્યપણું પામીને મુનિ થઈ ને મોક્ષનો સાક્ષાત્ ઉદ્યમ કરવા જેવું છે. તેટલી શક્તિ ન હોય તો ગૃહસ્થપણામાં રહી દાન તો જરૂર કરવું જોઈએ. એટલું પણ જે નથી કરતા ને સંસારના એકલા પાપમાં જ રચ્યાપચ્યા રહે છે તેઓ તો તીવ્ર મોથી સંસારની દુર્ગતિમાં રખડે છે. -એનાથી બચવા માટે દાન તે ઉત્તમ જહાજસમાન છે. દાનમાં દેવ-ગુરુ-શાસ્ત્રના પ્રસંગની મુખ્યતા છે એટલે તેમાં ધર્મના સંસ્કાર રહ્યા કરે, ને રાગ ઘટતો જાય અને આગળ જતાં મુનિપણું લઈને તે મોક્ષમાર્ગને સાધશે. શ્રાવકના અંતરમાં મુનિદશાની પ્રીતિ છે એટલે હંમેશા ત્યાગ પ્રત્યે લક્ષ રહ્યા કરે છે; મુનિરાજને દેખતાં ભક્તિથી તેના રોમરોમ ઉલ્લસી જાય છે. મુનિપણાની ભાવનાની વાતો કરે ને હજી રાગ થોડોક ઘટાડવાનું પણ ઠેકાણું ન હોય, લોભાદિનો પાર ન હોય-એવા જીવને ધર્મનો ખરો પ્રેમ નથી. ધર્મી જીવ, મુનિ કે અજિંકા ન થઈ શકે તેથી ભલે ગૃહવાસમાં રહ્યા હોય, પણ ગૃહવાસમાં રહ્યા છતાં એના આત્મામાં કેટલી ઉદાસીનતા હોય !!
અરે, આવો મનુષ્ય અવતાર મળ્યો છે, જૈનધર્મનો ને સત્સંગનો એવો ઉત્તમ યોગ મળ્યો છે, તો આત્માને સાધીને મોક્ષમાર્ગવડે તેને સફળ કર. સંસારના મોહમાં જ જીવન વીતાવે છે તેને બદલે અંતર પ્રયત્નવડે આત્મામાંથી માલ કાઢ, આત્માનો વૈભવ પ્રગટ કર. ચૈતન્યના નિધાન પાસે જગતના બીજા બધા નિધાન તુચ્છ છે. અહા, સંતોએ આવા ચૈતન્યનિધાન ખોલીને બતાવ્યા, તે જાણીને, પરિગ્રહ છોડીને આ ચૈતન્યખજાનો લેવા ન આવે એવા મૂર્ખ કોણ હોય? આવા ચૈતન્યનિધાન દેખ્યા પછી બહારના મોહમાં ફસ્યા રહે એવા મૂર્ખ કોણ હોય? કરોડો રૂપિયા આપવા છતાં જેના આયુષનો એક સમય પણ વધી શકે નહિ એવા આ કિંમતી મનુષ્યજીવનને જે વ્યર્થ ગુમાવે છે ને જન્મ-મરણના અંતનો ઉપાય નથી કરતો તે દુર્બુદ્ધિ છે. ભાઈ, આ આત્માને સાધવાના ટાણાં છે. તારા ખજાનામાંથી જેટલો વૈભવ કાઢ તેટલો નીકળે તેમ છે. અરે, આવો અવસર કોણ ગુમાવે? આનંદના ભંડાર ખૂલ્યા તો તે આનંદને કોણ ન લ્ય? મોટા મોટા ચક્રવર્તીઓ ને નાનકડા રાજકુમારો એ ચૈતન્યખજાના લેવા માટે બહારના ખજાના છોડી-છોડીને વનમાં સીધાવ્યા ને અંતરમાં ધ્યાન કરી કરીને સર્વજ્ઞપદના અચિંત્ય નિધાન ખોલ્યા તેમણે જીવનને સફળ કર્યું.
એ રીતે ધર્માત્મા તો આત્માના આનંદનો ખજાનો કેમ વધે તેના જ ઉધમી છે. જે દુર્બુદ્ધિ જીવ એવો ઉદ્યમ નથી કરતો ને તૃષ્ણાની તીવ્રતાથી પરિગ્રહ જ ભેગો કર્યા કરે છે તેનું તો જીવન વ્યર્થ છે. દાન વગરનો ગૃહસ્થ તો મોહની જાળમાં ફસાયેલો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com