________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૧/૧
[૧૭] મનુષ્યપણું પામીને કાં મુનિ થા, કાં દાન દે
જૈનધર્મનો ચરણાનુયોગ પણ અલૌકિક છે. દ્રવ્યાનુયોગના અધ્યાત્મનો અને ચરણાનુયોગના પરિણામનો મેળ હોય છે. દષ્ટિ સુધરે ને પરિણામ ગમે તેવા થયા કે એમ ન બને. અધ્યાત્મની દષ્ટિ થાય ત્યાં દેવ-ગુરુની ભક્તિ, દાન, સાધર્મી પ્રત્યે વાત્સલ્ય વગેરે ભાવો સહેજે આવે જ. શ્રાવકના અંતરમાં મુનિદશાની પ્રીતિ છે એટલે હંમેશાં ત્યાગ પ્રત્યે લક્ષ રહ્યા કરે છે, ને મુનિરાજને દેખતાં ભક્તિથી એનાં રોમરોમ ઉલ્લસી જાય છે. ભાઈ! આવો મનુષ્ય અવતાર મળ્યો છે તો મોક્ષમાર્ગ સાધીને એને સફળ કર.
શ્રાવકનાં ધર્મોનું વર્ણન સર્વજ્ઞની ઓળખાણથી શરૂ કર્યું હતું, તેમાં આ દાનનું પ્રકરણ ચાલે છે. તેમાં કહે છે કે આવું દુર્લભ મનુષ્યપણું પામીને દેઓ મોક્ષનો ઉધમ નથી કરતા, એટલે કે મુનિપણું પણ નથી લેતા ને દાનાદિ શ્રાવકધર્મનું પણ પાલન નથી કરતા, તેઓ તો મોહબંધનમાં બંધાયેલા છે
ये मोक्षप्रति नोद्यताः सुनुभवे लब्धेपि दुर्बुद्धयः ते तिष्ठति गृहे न दानमिह चेत् तन्मोहपाशो दृढः। मत्वेदं गृहिणा यथर्द्धि विविधं दानं सदा दीयतां
तत्संसारसरित्पति प्रतरणे पोतायते निश्चितं।।१७।। આવો ઉત્તમ મનુષ્યભવ પામીને પણ જે દુર્બુદ્ધિ જીવો મોક્ષનો ઉદ્યમ કરતા નથી, ને ગૃહસ્થપણામાં રહીને દાન પણ દેતા નથી, તેઓનું ગૃહસ્થપણું તો દઢ મોહપાશ છે-આમ સમજીને ગૃહસ્થોએ પોતાની ઋદ્ધિઅનુસાર વિવિધ પ્રકારે દાન સદા કર્તવ્ય છે, કેમકે ગૃહસ્થને તે દાન સંસારસમુદ્રને તરવા માટે ચોક્કસ જહાજમાન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com