________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૦)
(શ્રાવકધર્મપ્રકાશ બીજી ક્ષણે મરી જાય છે, સવારે જેનો રાજ્યાભિષેક થયો સાંજે તેની જ ચિત્તા બળતી જોવામાં આવે છે. ભાઈ, એ તો બધું અધ્રુવ છે; માટે ધ્રુવ ચૈતન્યસ્વભાવને દષ્ટિમાં લઈને એ લક્ષ્મી વગેરેના મોહને છોડ. ધર્મશ્રાવક કે જિજ્ઞાસુ ગૃહસ્થ પોતાની વસ્તુમાંથી શક્તિ હોય તે પ્રમાણે યાચકોને ઇચ્છિત દાન આપે. દાન યોગ્યવસ્તુનું હોય, અયોગ્ય વસ્તુનું દાન ન હોય. લૌકિક કથાઓમાં આવે છે કે અમુક રાજાએ પોતાના શરીરનું માંસ કાપીને દાનમાં આપ્યું, અથવા અમુક ભક્ત પોતાના એકના એક પુત્રનું માથું દાનમાં આપ્યું, -પણ એ વસ્તુ ધર્મથી વિરુદ્ધ છે, એને દાન ન કહેવાય, એ તો કુદાન છે. દાન દેનારને પણ યોગ્ય-અયોગ્યનો વિવેક હોવો જોઈએ. જે આદરણીય હોય એવા ધર્માત્મા વગેરે પ્રત્યે આદરપૂર્વક દાન આપે, ને બીજા દીન-દુ:ખી જીવો પ્રત્યે કરુણા બુદ્ધિથી દાન આપે. ધર્મીને એમ થાય કે મારા નિમિત્તે જગતમાં કોઈ પ્રાણીને દુઃખ ન હો. સર્વે પ્રાણી પ્રત્યે અહિંસાભાવરૂપ અભયદાન છે. વળી શાસ્ત્રદાન વગેરેનું વર્ણન પણ અગાઉ થઈ ગયું છે-આવા દાનને મોક્ષનું પ્રથમ કારણ કહ્યું છે.
પ્રશ્ન- મોક્ષનું મૂળ તો સમ્યગ્દર્શન છે, તો અહીં દાનને મોક્ષનું પ્રથમ કારણ કેમ કહ્યું?
ઉત્તર- પહેલાં શરૂઆતમાં સર્વજ્ઞની ઓળખાણની વાત કરી હતી તે સહિતની આ વાત છે. તેમજ શ્રાવકને પ્રથમ ભૂમિકામાં ધર્મનો ઉલ્લાસ ને દાનનો ભાવ જરૂર હોય છે તે બતાવવા વ્યવહારથી તેને મોક્ષનું પ્રથમ કારણ કહ્યું. એટલો રાગ ઘટાડતાં પણ જેને નહિ આવડે તે વીતરાગી મોક્ષમાર્ગમાં કયાંથી આવશે? વીતરાગદષ્ટિપૂર્વક જેટલો રાગ ઘટયો તેટલો મોક્ષમાર્ગ છે. પહેલાં દાનાદિમાં રાગ ઘટાડતાં શીખશે તો આગળ વધીને મુનિપણું લેશે ને મોક્ષમાર્ગને સાદ્રશે. આ અપેક્ષાએ દાનને મોક્ષનું પ્રથમ કારણ કહ્યું છે એમ સમજવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com