________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૯૯
શ્રાવકધર્મપ્રકાશ) તરણાંતૂલ્ય લાગે છે. ઋષભદેવ ભગવાનની સ્તુતિમાં પદ્મનંદસ્વામી કહે છે કે અહો નાથ! દિવ્યધ્વનિ વડે આપે આત્માના અચિંત્ય નિધાન ખુલ્લા કરીને બતાવ્યા, તો હવે આ જગતમાં એવો કોણ છે કે આ નિધાન પાસે રાજપાટના નિધાનને તૃણસમ
ગણીને ન છોડે? -ને ચૈતન્યનિધાનને ન સાધે ! જાઓને, બાહુબલી જેવા બળવાન જોદ્ધા ક્ષણમાં રાજસંપદા છોડીને એવા ચાલી નીકળ્યા કે પાછું વાળીને જોયું નહિ કે પાછળ રાજનું શું થાય છે! ચૈતન્યની સાધનામાં અડગપણે એવા લીન થયા કે ઊભા ઊભા કેવળજ્ઞાન લીધું. શાન્તિનાથ, કુંથુનાથ, અરનાથ જેવા ચક્રવર્તી-તીર્થકરો, તેમજ ભરતચક્રવર્તી, રામચંદ્રજી, પાંડવો વગેરે મહાપુરુષો પણ ક્ષણમાં રાજવૈભવ છોડીને મુનિ થયા; જીવનમાં પહેલેથી ભિન્નતાની ભાવના ઘૂંટી હતી, રાગને રાજથી પહેલેથી અલિત હતા તેથી ક્ષણમાં જેમ સર્પ કાંચળી ઉતારે
તેમ, રાજ ને રાગ બંનેને છોડીને મુનિ થયા ને સ્વરૂપને સાધ્યું. અજ્ઞાનીને તો સાધારણ પરિગ્રહની મમતા છોડવી પણ કઠણ પડે છે. ચક્રવર્તીની સંપદાની તો શી વાત ! પણ ચૈતન્યસુખ પાસે તેનેય તુચ્છ સમજીને એક પળમાં છોડી દીધી. તેથી કવિ કહે છે કે
છયાનવે હજાર નાર છિનકમેં દીની છાર, અરે મન! તા નિહાર, કાહે તું ડરત હૈ? છહોં ખંડકી વિભૂતિ છાંડત ન બેર કીન્હીં, ચમ્ ચતુરંગનસોં નેહ ન ધરત હૈ; નૌ નિધાન આદિ જે ચૌદહ રતન ત્યાગ, દેહુ સેતી નેહું તૌડ વન વિચરત હૈ, ઐસી વિભૌ ત્યાગત વિલંબ જિન કીન્હો નાહીં
તેરે કહો કેતી નિધિ? સોચ કયો કરત હૈ! અરે, લક્ષ્મી અને જીવન અત્યંત ચપળ છે, તેના શા ભરોસા? લક્ષ્મીનું બીજું નામ “ચપલા' કહ્યું છે, કેમકે તે મેઘધનુષ્યની જેમ ચપળ છે-ક્ષણભંગુર છે. લક્ષ્મી કયારે ચાલી જશે ને જીવન કયારે પૂરું થઈ જશે એના કાંઈ ભરોસા નથી. કાલનો કરોડપતિ કે રાજા-મહારાજા, આજ ભિખારી બની જાય છે, આજનો નીરોગી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com