________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૮)
(શ્રાવકધર્મપ્રકાશ જેમ સારો ખેડૂત બીજની રક્ષા કરીને બાકીનું અનાજ ભોગવે છે, ને બીજ વાવે છે તેના હજારગણા દાણા પાકે છે, તેમ ધર્માજીવ પુણ્યફળરૂપ લક્ષ્મી વગેરે વૈભવનો ઉપભોગ ધર્મની રક્ષાપૂર્વક કરે છે, ને દાનાદિ સત્કાર્યોમાં વાપરે છે જેથી તેનું ફળ વધતું જાય છે ને ભવિષ્યમાં તીર્થંકરદેવનું સમવસરણ તથા ગણધરાદિ સંત ધર્માત્માઓનો યોગ-વગેરે ધર્મના ઉત્તમનિમિત્તો મળે છે, ત્યાં આત્મસ્વરૂપને સાધી, બાહ્ય પરિગ્રહ છોડી, મુનિ થઈ, કેવળજ્ઞાનરૂપ અનંત આત્મવૈભવને પ્રાપ્ત કરે છે.
પુણ્યના નિષેધની ભૂમિકામાં (એટલે કે વીતરાગભાવને સાધતાં સાધતાં) જ્ઞાનીને અનંતગુણા પુણ્ય બંધાય છે. પુણ્યની રુચિવાળા અજ્ઞાનીને જે પુણ્ય બંધાય તેના કરતાં, પુણ્યનો નિષેધ કરનાર જ્ઞાનીની ભૂમિકામાં જે પુણ્ય બંધાય તે અલૌકિક હોય છે, જેનાથી તીર્થંકરપદ મળે, ચક્રવર્તીપદ મળે, બળદેવપદ મળે એવા પુણ્ય આરાધક જીવને જ હોય છે, રાગની રુચિવાળા વિરાધકને એવા પુણ્ય બંધાતા નથી અને તે પુણ્યનાં ફળ આવે ત્યારે પણ જ્ઞાની તે સંયોગોને અધ્રુવ-ક્ષણભંગુર-વીજળી જેવા ચપળ જાણીને તેનો ત્યાગ કરે છે ને ધ્રુવ એવા સુખધામ આત્માને સાધવા સર્વસંગત્યાગી મુનિ થાય છે ને મોક્ષને સાધે છે. પહેલેથી દાનની ભાવના વડ રાગ ઘટાડ્યો હતો તેથી આગળ વધતાં વઘતાં સર્વ સંગ છોડીને મુનિ થાય છે પણ પહેલેથી ગૃહસ્થપણામાં દાનાદિ વડે થોડોક રાગ ઘટાડતાં પણ જેને નથી આવડતો, રાગરહિત સ્વભાવ શું છે તે લક્ષમાં પણ નથી લેતો, તે સર્વ રાગને છોડીને મુનિપણું કયાંથી લેશે? –આ અપેક્ષાએ મોક્ષનું પ્રથમ કારણ દાન કહ્યું છે.
જ્ઞાની જાણે છે કે, એક તો લક્ષ્મી વગેરે બાહ્યસંયોગમાં મારું સુખ જરા પણ નથી; બીજું તે સંયોગો ક્ષણભંગુર છે, અને તેનું આવવું-જવું તે પૂર્વનાં પુણ્ય-પાપને આધીન છે. પુણ્ય હોય તો, દાનમાં ખરચવાથી લક્ષ્મી ખૂટતી નથી, ને પુણ્ય ખૂટે તો લાખ ઉપાય વડે પણ તે રહેતી નથી-આમ જાણતા થકા તે મહાપુરુષો ધન વગેરે પરિગ્રહ છોડીને મુનિ થાય છે; ને સર્વપરિગ્રહું છોડીને મુનિપણું ન લઈ શકાય તો
ત્યાં સુધી તેનો ઉપયોગ દાનાદિમાં કરે છે. આ રીતે ત્યાગ અથવા દાન-એ બે જ લક્ષ્મીના ઉત્તમ માર્ગ છે. અજ્ઞાની તો પરિગ્રહમાં સુખ માનતો હોવાથી તેની મમતા કરીને તેને સંઘરી રાખવા માગે છે. જેમ વધારે પરિગ્રહ તેમ વધારે સુખ-એવી અજ્ઞાનીની ભ્રમણા છે. જ્ઞાની જાણે છે કે જેટલો પરિગ્રહુ છૂટે તેટલું સુખ છે. એકલા બાહ્યત્યાગની વાત નથી; અંદરનો મોહ છૂટે ત્યારે પરિગ્રહ છૂટયો કહેવાય.
અહા, ચૈતન્યના આનંદનિધાન જેણે દેખ્યા એને રાગના ફળરૂપ બાહ્યવૈભવ તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com