________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૫૯
સ્વતંત્રતાની ઘોષણા) જિન વર્મ' અને પછી કહ્યું કે “સ ભવતિ પરિણામિન ઇવ, ન અપ૨ચ મત” પરિણામ તે જ કર્મ છે, અને તે પરિણામીનું જ હોય છે, અન્યનું નહિ. –આવો નિર્ણય કરીને સ્વદ્રવ્યસન્મુખ લક્ષ જતાં સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન થાય છે.
સમ્યગ્દર્શનપરિણામ થયા તે આત્માનું કર્મ છે ને તે આત્મારૂપ પરિણામીના આધારે થયા છે. પૂર્વના મંદરાગના આશ્રયે કે વર્તમાનના શુભરાગના આશ્રયે તે સમ્યગ્દર્શન પરિણામ થયા નથી. જો કે રાગ પણ છે તો આત્માના પરિણામ, પણ શ્રદ્ધાપરિણામથી રાગપરિણામ અન્ય છે, તે શ્રદ્ધાના પરિણામ રાગના આશ્રયે નથી. કેમકે પરિણામ પરિણામીના જ આશ્રયે હોય છે, અન્યના આશ્રયે નહિ.
એ જ રીતે હવે ચારિત્ર પરિણામમાં - આત્મસ્વરૂપમાં સ્થિરતા તે ચારિત્રનું કાર્ય છે. તે કાર્ય શ્રદ્ધાપરિણામના આશ્રયે નથી, પણ ચારિત્રગુણધારી આત્માના આશ્રયે જ છે. દેહ વગેરેના આશ્રયે ચારિત્ર નથી.
શ્રદ્ધાના પરિણામ આત્મદ્રવ્યના આશ્રયે છે; જ્ઞાનના પરિણામ આત્મદ્રવ્યના આશ્રયે છે; સ્થિરતાના પરિણામ આત્મદ્રવ્યના આશ્રયે છે;
આનંદના પરિણામ આત્મદ્રવ્યના આશ્રયે છે. બસ, મોક્ષમાર્ગના બધા પરિણામ સ્વદ્રવ્યના આશ્રયે છે, બીજાના આશ્રયે નથી; તે વખતે બીજા પરિણામ ( રાગાદિ) હોય તેના આશ્રયે પણ આ પરિણામ નથી. એક સમયમાં શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર વગેરે અનંતગુણના પરિણામ તે ધર્મ, તેનો આધાર ધર્મી એટલે કે પરિણમનારી વસ્તુ છે; તે વખતે બીજા જે અનેક પરિણામ વર્તે છે તેના આધારે શ્રદ્ધા વગેરેના પરિણામ નથી. નિમિત્ત વગેરેના આધારે તો નથી પણ પોતાના બીજા પરિણામના આધારે પણ કોઈ પરિણામ નથી. એક જ દ્રવ્યમાં એક સાથે વર્તતા પરિણામમાં પણ એક પરિણામ બીજા પરિણામના આશ્રયે નથી; દ્રવ્યના જ આશ્રયે બધા પરિણામ છે, બધા પરિણામરૂપે પરિણમના દ્રવ્ય જ છે- એટલે દ્રવ્ય સામે જ લક્ષ જતાં સમ્યફ પર્યાયો ખીલવા માંડે છે.
વાહ! જુઓ, આચાર્યદેવની શૈલિ થોડામાં ઘણું સમાડી દેવાની છે. ચાર બોલના આ મહા સિદ્ધાંતમાં વસ્તુસ્વરૂપના ઘણા નિયમો સમાઈ જાય છે. આ ત્રિકાળ સત્યના સર્વજ્ઞથી નિશ્ચિત થયેલા સિદ્ધાંત છે. અહો, આ પરિણામીના પરિણામની સ્વાધીનતા, સર્વજ્ઞદેવે કહેલા વસ્તુસ્વરૂપનું તત્ત્વ, સન્તોએ એનો વિસ્તાર કરીને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com