________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૦)
(સ્વતંત્રતાની ઘોષણા ગજબનાં કામ કર્યા છે, પદાર્થનું પૃથક્કરણ કરીને ભેદજ્ઞાન કરાવ્યું છે. અંતરમાં આનું મંથન કરીને મેળ બેસાડે તો ખબર પડે કે અનંતા સર્વજ્ઞોએ અને સન્તોએ આવું જ વસ્તુસ્વરૂપ કહ્યું છે ને આવું જ વસ્તુનું સ્વરૂપ છે.
સર્વજ્ઞભગવન્તો દિવ્યધ્વનિથી આવું તત્ત્વ કહેતા આવ્યા છે. –એમ વ્યવહાર કરવામાં આવે છે. બાકી દિવ્યધ્વનિ તો પરમાણુના આશ્રયે છે.
કોઈ કહે અરે, દિવ્યધ્વનિ પણ પરમાણુંના આશ્રયે ?
હા, ભાઈ ! દિવ્યધ્વનિ એ પુદ્ગલપરિણામ છે, ને પુદ્ગલપરિણામનો આધાર તો પુદ્ગલદ્રવ્ય જ હોય, જીવ તેનો આધાર ન હોય. ભગવાનનો આત્મા તો પોતાના કેવળજ્ઞાનાદિનો આધાર છે. ભગવાનનો આત્મા તો કેવળજ્ઞાન-દર્શન-સુખ વગેરે નિજપરિણામરૂપે પરિણમે છે, પણ કાંઈ દેહ કે વાણીની અવસ્થારૂપે ભગવાનનો આત્મા પરિણમતો નથી, તે રૂપે તો પુદ્ગલો જ પરિણમે છે. પરિણામ પરિણામીના હોય છે, બીજાના નહિ.
ભગવાનની સર્વજ્ઞતાના આધારે દિવ્યધ્વનિના પરિણામ થયા–એમ વસ્તુ સ્વરૂપ નથી. ભાષાપરિણામ અનંત પુગલોના આશ્રયે છે, ને સર્વજ્ઞતા વગેરે પરિણામ જીવના આશ્રયે છે; આમ બંનેની ભિન્નતા છે, કોઈ કોઈનું કર્તા કે આધાર નથી.
જુઓ, આ ભગવાન આત્માની પોતાની વાત છે. નહિ સમજાય એમ ન માની લેવું, અંદર લક્ષ કરે તો સમજાય તેવું સહેલું છે. જાઓ, લક્ષમાં લ્યો કે અંદર કંઈક વસ્તુ છે કે નહિ? અને આ જે જાણવાના કે રાગાદિના ભાવ થાય છે તે ભાવનો કર્તા કોણ છે? આત્મા પોતે તેને કરે છે. -આમ આત્માને લક્ષમાં લેવામાં બીજા ભણતરની કયાં જરૂર છે? જગતના ઢસરડા કરીને દુઃખી થાય છે એના કરતાં આ વસ્તુસ્વભાવને સમજે તો કલ્યાણ થાય. અરે જીવ! આવા સરસ ન્યાયથી સંતોએ વસ્તુસ્વરૂપ સમજાવ્યું છે, તે વસ્તુસ્વરૂપને તું સમજ. વસ્તુસ્વરૂપના બે બોલ થયા હવે ત્રીજો બોલ
(૩) કર્યા વગર કર્મ હોતું નથી કર્તા એટલે પરિણમનારી વસ્તુ, ને કર્મ એટલે તેની અવસ્થારૂપ કાર્ય કર્તા વગરનું કર્મ હોતું નથી એટલે વસ્તુ વગરની પર્યાય હોતી નથી; સર્વથા શૂન્યમાંથી કોઈ કાર્ય ઉત્પન્ન થઈ જાય એમ બનતું નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com