________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૫૩
શ્રાવકધર્મપ્રકાશ )
ધર્મી જીવ રોજરોજ ધર્મની પ્રભાવના, જ્ઞાનનો પ્રચાર, ભગવાનની પૂજાભક્તિ વગેરે કાર્યોમાં પોતાની લક્ષ્મીનો સદુપયોગ કર્યા કરે છે, તેમાંય ધર્માત્મા-મુનિ વગેરે પ્રત્યે ભક્તિપૂર્વક દાન દેવું મુખ્ય છે. આહારદાન, ઔષધદાન, જ્ઞાનદાન ને અભયદાન, એ ચાર પ્રકારનાં દાન હવેના ચાર શ્લોકમાં બતાવશે.
અહીં ધનવાન ( ધનવતો) શ્રાવક કહ્યા, તેથી કાંઈ લક્ષપણિ કે કરોડપતિ હોય તેને જ ધનવાન કહેવાય-એમ નથી; સો રૂપિયાની મૂડીવાળો હોય તો તે પણ મૂડીવાળો છે; ધનવાન એટલે જેણે હજી પરિગ્રહ છોડયો નથી એવા શ્રાવકોનું મુખ્ય કાર્ય સત્પાત્રદાન છે. સમ્યગ્દર્શનપૂર્વક જ્યાં આવો દાન-પૂજાદિનો શુભરાગ આવે છે ત્યાં અંતર્દષ્ટમાં તે રાગનો પણ નિષેધ વર્તે છે, એટલે તે ધર્મી ને તે રાગથી ‘ સપુણ્ય ’ બંધાય છે. અજ્ઞાનીને ‘સપુણ્ય' હોતાં નથી કેમકે તેને તો રાગના આદરની બુદ્ધિથી પુણ્યની સાથે મિથ્યાત્વનો રસ ભેગો બંધાય છે.
અહીં દાનની મુખ્યતા કહી છે તેથી બીજાનો નિષેધ ન સમજવો. જિનપૂજા વગેરેને પણ સત્પુણ્યના હેતુ કહ્યા છે, તે પણ શ્રાવકને દરરોજ હોય. કોઈ તેનો નિષેધ કરે તો તેને શ્રાવકપણાની કે ધર્મની ખબર નથી.
જિનપૂજાને કોઈ ધર્મ જ માની લ્યે તો ખોટું, ને જિનપૂજાનો કોઈ નિષેધ કરે તોતે પણ ખોટું. જિનપ્રતિમા એ જૈનધર્મમાં અનાદિની વસ્તુ છે. પણ એ જિનપ્રતિમા વીતરાગ હોય- ‘બિનપ્રતિમા બિનસારહી.' કોઈએ જિનપ્રતિમા ઉપર આભરણમુગટ-વસ્ત્ર વગેરે ચડાવીને તેનું સ્વરૂપ વિકૃત કરી નાંખ્યું, ને કોઈએ જિનપ્રતિમાના દર્શન-પૂજનમાં પાપ મનાવીને તેનો નિષેધ કરી નાંખ્યો, –એ બંનેની ભૂલ છે. આ સંબંધી એક દૃષ્ટાન્ત-બે મિત્રો હતા; એક મિત્રના પિતાએ બીજાના પિતાને ૧૦૦ ( એકસો ) રૂપિયા ઊછીના આપેલા, ને ચોપડામાં લખી રાખેલા. બંનેના પિતા ગુજરી ગયા પછી કેટલાક વર્ષો જુના ચોપડા જોતાં એક મિત્રને ખબર પડી કે મારા પિતાએ મિત્રના પિતાને એકસો રૂપિયા આપ્યા છે; પણ તેને તો ઘણાં વર્ષ થઈ ગયા એમ ધારીને તે ૧૦૦ ઉપર બીજા બે મીંડા ચડાવીને ૧૦૦, ૦૦ ( દશહજાર ) કરી નાંખ્યા, ને પછી મિત્રને કહ્યું કે તમારા પિતાને મારા પિતાએ દશહજાર રૂપિયા આપેલા, માટે પાછા આપો. આ મિત્રે કહ્યું કે હું મારા જુના ચોપડા તપાસીને પછી કહું. ઘરે જઈને પિતાના ચોપડા જોયા તો તેમાં દશહજારને બદલે ૧૦૦ રૂા. નીકળ્યા. આથી તેણે વિચાર્યું કે જો સો રૂપિયા કબુલ કરીશ તો મારે દશહજાર આપવા પડશે. એટલે તેની બુદ્ધિ બગડી ને તેણે તો મૂળમાંથી તે ૨કમ ઊડાડી દીધી કે મારા ચોપડામાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com