________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪)
(શ્રાવકધર્મપ્રકાશ
કાંઈ નીકળતું નથી. આમાં સો રૂપિયાની રકમ તો સાચી હતી, પણ એકે લોભથી તેમાં બે મીંડા વધારી દીધા ને બીજાએ તે રકમ સાવ કાઢી નાંખી. તેમ અનાદિ જિનમાર્ગમાં જિનપ્રતિમા, જિનમંદિર, તેની પૂજા વગેરે યયાર્થ છે, પણ એકે બે મીંડાની જેમ તેના ઉપર વસ્ત્ર-આભરણ વગેરે પરિગ્રહ વધારીને વિકૃતિ કરી નાંખી, ને બીજાએ તો શાસ્ત્રમાં મૂર્તિ જ નથી એમ ખોટા અર્થ કરીને તેનો નિષેધ કર્યો. અને આ બે ઉપરાંત, વીતરાગી જિનપ્રતિમાને સ્વીકારીને પણ તેના તરફના શુભરાગને જે મોક્ષના સાધનરૂપ ધર્મ મનાવે તે પણ ધર્મનું સાચું સ્વરૂપ સમજ્યા નથી. ભાઈ, જિનપ્રતિમા છે, તેના દર્શન-પૂજનનો ભાવ હોય છે, પણ તેની હ્રદ કેટલી ? કે શુભરાગ જેટલી. -એથી આગળ વધીને એને જો તું ૫૨માર્થ ધર્મ માની લે તો તે તારી ભૂલ છે.
એક શુભવિકલ્પ ઊઠે તે પણ ખરેખર જ્ઞાનનું કાર્ય નથી; હું તો સર્વજ્ઞસ્વભાવી છું, જેમ સર્વજ્ઞમાં વિકલ્પ નથી તેમ મારા જ્ઞાનમાં પણ વિકલ્પ નથી. ‘આ વિકલ્પ ઊઠે છે ને ?' –તો કહે છે કે તે કર્મનું કાર્ય છે, મારું નહિ. હું તો જ્ઞાન છું, જ્ઞાનનું કાર્ય વિકલ્પ કેમ હોય ? -આમ જ્ઞાનીને રાગથી પૃથક્ સ્વભાવના ભાનપૂર્વક તેને ટાળવાનો ઉદ્યમ વર્તે છે. જેણે રાગથી પૃથક્ સ્વરૂપને જાણ્યું નથી ને રાગને પોતાનું સ્વરૂપ માન્યું છે તે રાગને કયાંથી ટાળશે ? આવા ભેદજ્ઞાન વગર સામાયિક પણ સાચી ન હોય. સામાયિક એ તો બે ઘડી અંતરના નિર્વિકલ્પ આનંદના અનુભવનો એક અખતરો છે; ને દિવસ-રાત ચોવીસ કલાક આનંદના અનુભવની અજમાયશ તેનું નામ પ્રૌષધ છે; અને શરીર છૂટવાના પ્રસંગે અંતરમાં એકાગ્રતાનો વિશેષ અભ્યાસ તેનું નામ સલ્લેખના અથવા સંથારો છે. પણ જેને રાગથી ભિન્ન આત્મસ્વભાવનો અનુભવ જ નથી તેને કેવી સામાયિક? ને કેવા પ્રૌષધ ? ને કેવા સંથારા? ભાઈ, આ વીતરાગના માર્ગ, જગતથી ન્યારા છે.
અહીં અત્યારે તો, સમ્યગ્દર્શન સહિત જેણે વ્રત અંગીકાર કર્યા છે એવા ધર્મીશ્રાવકને જિનપૂજા વગેરે ઉપરાંત દાનનો ભાવ હોય છે તેની વાત ચાલે છે. તીવ્રલોભરૂપી કૂવાની ભેખડમાં ફસાયેલા જીવોને તેમાંથી બહાર કાઢવા માટે શ્રી પદ્મનંદીસ્વામીએ કરુણા કરીને દાનનો ખાસ ઉપદેશ આપ્યો છે. દાનઅધિકારની ૪૬મી ગાથામાં કાગડાનું દષ્ટાન્ત આપીને કહે છે કે-જે લોભીપુરુષ દાન દેતો નથી તે લક્ષ્મીના મોહરૂપી બંધનથી બંધાયેલો છે, તેનું જીવન વ્યર્થ છે; તેના કરતાં તો કાગડો સારો છે કે જે પોતાને મળેલા ઊકડિયા કો...કો...કરીને બીજા કાગડાને ભેગા કરીને ખાય છે! જ્યારે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com