________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૫૫ તારા ગુણ દાઝયા એટલે કે તેમાં વિકૃતિ થઈ ત્યારે રાગથી પુણ્ય બંધાયા, તે પુણ્યથી કંઈક લક્ષ્મી મળી, ને હવે તું સત્પાત્રના દાનમાં તે ન ખરચ, ને એકલા પાપહેતુમાં જ ખરચ તો તને એકલું પાપનું બંધન થાય છે; તારી એ લક્ષ્મી તને બંધનનું જ કારણ છે. સત્પાત્રદાન વગરનું જીવન નિષ્ફળ છે, કેમકે જેમાં ધર્મનો ને ધર્માત્માનો પ્રેમ નથી-એમાં આત્માને શો લાભ?
ભાઈ, આ દાનનો ઉપદેશ સંતો તારા હિતને માટે આપે છે સંતો તો વીતરાગ છે, એને કાંઈ તારા ધનની સ્પૃહા નથી; એતો પરિગ્રહરહિત દિગંબર સન્ત વનજંગલમાં વસનારા ને ચૈતન્યના આનંદમાં ઝૂલનારા છે. આ જીવન, યૌવન ને ધન એ બધું સ્વપ્રમાન ક્ષણભંગુર છે, –છતાં પણ જે જીવો સત્પાત્રદાન વગેરેમાં તેનો ઉપયોગ નથી કરતા ને લોભરૂપી કૂવાની ભેખડમાં ભરાયેલા છે તેમના ઉપર કરુણા કરીને તેમના ઉદ્ધાર માટે સંતોએ આ ઉપદેશ આપ્યો છે. અંતરમાં સમ્યક્દષ્ટિપૂર્વક બીજા ધર્માત્માઓ પ્રત્યે દાન-બહુમાનનો ભાવ આવે તેમાં પોતાની ધર્મભાવના ઘૂંટાય છે, તેથી એમ કહ્યું કે દાન તે શ્રાવકને ભવસમુદ્રથી તરવા માટે જહાજમાન છે. જેને પોતાને ધર્મનો પ્રેમ છે તેને બીજા ધર્માત્મા પ્રત્યે પ્રમોદ-પ્રેમ ને બહુમાન આવે છે. ધર્મ, ધર્મજીવના આધારે છે, તેથી જેને ધર્મી જીવો પ્રત્યે પ્રેમ નથી તેને ધર્મનો જ પ્રેમ નથી. જે મનુષ્ય સાધર્મી-સજ્જનો પ્રત્યે શક્તિઅનુસાર વાત્સલ્ય નથી કરતો તેનો આત્મા પ્રબળ પાપથી ઢંકાયેલો છે અને તે ધર્મથી વિમુખ છે અર્થાત તે ધર્મનો અભિલાષી નથી. ભવ્યજીવોએ સાધર્મી સજ્જનો સાથે અવશ્ય પ્રીતિ કરવી જોઈએ –એમ ઉપાસકસંસ્કારની ૩૬મી ગાથામાં પદ્મનંદીસ્વામીએ કહ્યું છે. ભાઈ, લક્ષ્મી તો ક્ષણભંગુર છે; તું દાન દ્વારા લક્ષ્મી વગેરેનો પ્રેમ ઘટાડીને ધર્મનો પ્રેમ વધાર. પોતાને ધર્મનો ઉલ્લાસ આવે એટલે ધર્મપ્રસંગમાં તન-મન-ધન ખર્ચવાનો ભાવ ઉછળ્યા વગર રહે નહિ; ધર્માત્માને દેખતાં તેને પ્રેમ ઉલ્લશે. તે જગતને દેખાડવા ખાતર દાનાદિ નથી કરતો, પરંતુ પોતાને અંતરમાં ધર્મનો એવો પ્રેમ સહેજે ઉલ્લસે છે.
ધર્માત્માને દષ્ટિમાં તો આત્માના આનંદસ્વભાવની જ મુખ્યતા છે, પણ તેને શુભકાર્યોમાં દાનની મુખ્યતા છે. નજરમાં આત્માના આનંદની મુખ્યતા રાખીને, ભૂમિકા અનુસાર દાનાદિના શુભભાવોમાં તે પ્રવર્તે છે. તે કોઈને દેખાડવા ખાતર નથી કરતો પણ અંતરમાં ધર્મપ્રત્યે તેને સહજપણે ઉલ્લાસ આવે છે.
લોકો સ્થૂળદષ્ટિથી ધર્મીને માત્ર શુભભાવ કરતો દેખે છે, પણ અંદરના ઊંડાણમાં ધર્મીને મૂળભૂત દષ્ટિ વર્તે છે કે જે ધ્રુવસ્વભાવનું અવલંબન કદી છોડતી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com