________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૬)
(શ્રાવકધર્મપ્રકાશ
નથી ને રાગને કદી પોતાપણે કરતી નથી, –તેને લોકો ઓળખતા નથી, પણ ધર્મનું મૂળ તો તે દૃષ્ટિ છે. ‘ધર્મનાં મૂળ ઊંડા છે.’ ઊંડો એવો જે અંતરંગ ધ્રુવસ્વભાવ તે ધર્મનો વડલો છે, તે ધ્રુવ ઉ૫૨ દષ્ટિ મુકિને એકાગ્રતાનું સીંચન કરતાં એ વડલામાંથી કેવળજ્ઞાન પાકશે. અજ્ઞાનીના શુભભાવ કે પરલક્ષી શાસ્ત્રભણતર એ તો ભાદરવા માસના ભીંડા જેવા છે, તે લાંબોકાળ ટકશે નહિ. ધર્માત્માને ધ્રુવસ્વભાવની દૃષ્ટિથી ધર્મનો વિકાસ થાય છે. વચ્ચે શુભરાગ અને પુણ્ય આવે તેને તો તે હેય જાણે છે; જે વિકાર છે તેનો મહિમા શો? ને તેનાથી આત્માની મોટાઈ શી? અજ્ઞાની તો રાગવડે પોતાની મોટાઈ માનીને, સ્વભાવની મહત્તાને ભૂલી જાય છે ને સંસારમાં રખડે છે. જ્ઞાનીને સસ્વભાવની દૃષ્ટિપૂર્વક જે પુણ્ય બંધાય તેને સતપુણ્ય કહેવાય; અજ્ઞાનીના પુણ્યને સત્પુણ્ય કહેતા નથી.
જેને રાગની-પુણ્યની ને તેના ફળની પ્રીતિ છે તે તો હજી સંયોગ લેવાની ભાવનાવાળો છે, એટલે તેને દાનની ભાવના સાચી ન હોય. પોતે તૃષ્ણા ઘટાડે તો દાનનો ભાવ કહેવાય. પણ હજી કોઈકનું લેવામાં રાજી છે ને જેને સંયોગની ભાવના છે તે રાગ ઘટાડીને દાન દેવામાં રાજી કયાંથી થશે ? મારો આત્મા જ્ઞાનસ્વભાવી, પોતાથી પૂરો છે, પ૨નું ગ્રહણ કે ત્યાગ મારામાં છે જ નહિ, –આવા અસંગસ્વભાવની દૃષ્ટિવાળો જીવ પ૨સંયોગ માટે વલખાં ન નાંખે; એને સંયોગની ભાવના કેટલી ટળી ગઈ હોય? પણ એનાં માપ અંતરની દૃષ્ટિ વગર ઓળખાય નહીં.
ભાઈ, તને પુણ્યોદયથી લક્ષ્મી મળી ને જૈનધર્મના સાચા દેવ-ગુરુ મહારત્ન તને મહાભાગ્યે મળ્યા; હવે જો તું ધર્મપ્રસંગમાં તારી લક્ષ્મી વાપરવાને બદલે સ્ત્રીપુત્ર તથા વિષયકષાયના પાપભાવમાં જ ધનનો ઉપયોગ કર તો હાથમાં આવેલું રત્ન દરિયામાં ફેંકી દેવા જેવું તારું કામ છે. ધર્મનો જેને પ્રેમ હોય તે તો, ધર્મની વૃદ્ધિ કેમ થાય, ધર્માત્માઓ કેમ આગળ વધે, સાધર્મીઓને કાંઈ પણ પ્રતિકૂળતા હોય તો તે કેમ દૂર થાય-એવા પ્રસંગો વિચારી-વિચારીને તેને માટે ઉત્સાહથી ધન ખર્ચે છે. ધર્મી જીવ વારંવા૨ જિનેન્દ્રપૂજનનો મહોત્સવ કરે. પુત્રના લગ્નમાં કેવા ઉત્સાહથી ધન વાપરે છે! ઉધાર કરીને પણ ખર્ચે છે, તો ધર્મની લગનીમાં દેવ-ગુરુની પ્રભાવના ખાતર ને સાધર્મીના પ્રેમ ખાતર તેથી પણ વિશેષ ઉલ્લાસપૂર્વક પ્રવર્તવું યોગ્ય છે. એકવાર શુભભાવમાં કાંઈક વાપર્યું–એટલે બસ, –એમ નહિ પરંતુ વારંવાર શુભકાર્યોમાં ઉલ્લાસથી વર્તે.
દાન પોતાની શક્તિઅનુસાર હોય, કરોડની મૂડીમાંથી સો રૂપિયા ખર્ચે -તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com