________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૬૫ જેઓ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન ઉપરાંત શુદ્ધોપયોગ વડે કેવળજ્ઞાનના કબાટ ખોલી રહ્યા છે એવા મુનિરાજ દેહથી પણ અત્યંત ઉદાસીન હોય છે, તેઓ વન-જંગલમાં રહે છે, ઠંડીમાં ઓઢવાનું કે ગરમીમાં સ્નાન કરવાનું તેમને હોતું નથી, રોગાદિ થાય તો ઔષઘ પણ લેતા નથી, દિવસમાં એક વખત નિર્દોષ આહાર લ્ય, તેમાં પણ કોઈ વાર ઠંડો આહાર મળે, કોઈ વાર ભરઉનાળામાં ગરમ આહાર મળે, એમ ઇચ્છાનુસાર આહાર તેમને નથી, એટલે મુનિને ઘણીવાર રોગ-નિર્બળતા વગેરે થાય છે; પરંતુ એવા પ્રસંગે ધર્માત્મા ઉત્તમ-શ્રાવકો મુનિનું ધ્યાન રાખે છે, તેમને રોગ વગેરે થયો હોય તો તે જાણીને, આહાર વખતે આહારની સાથે નિર્દોષ ઔષધિ પણ આપે છે, તથા ઋતુઅનુસાર યોગ્ય આહાર આપે છે. એમ ભક્તિપૂર્વક શ્રાવકો મુનિનું ધ્યાન રાખે છે. અહીં ઉત્કૃષ્ટપણે મુનિની વાત લીધી છે. આથી એમ ન સમજવું કે મુનિ સિવાયના બીજા જીવોને આહાર કે ઔષધદાન દેવાનો નિષેધ છે. શ્રાવક બીજા જીવોને પણ તેમની ભૂમિકાને યોગ્ય આદરથી કે કરુણાબુદ્ધિથી યોગ્ય દાન આપે. પણ ધર્મપ્રસંગની મુખ્યતા છે, ત્યાં ધર્માત્માને દેખતાં વિશેષ ઉલ્લાસ આવે છે. મુનિ તે ઉત્તમ પાત્ર છે તેથી તેની મુખ્યતા છે.
અહી, મુનિદશા શું છે-તેની જગતને ખબર નથી. નાનકડા રાજકુમાર હોય ને મુનિ થઈને ચૈતન્યને સાધતા હોય, ચૈતન્યના અતીન્દ્રિય આનંદનું પ્રચૂર સ્વસંવેદન જેને પ્રગટયું હોય, એવા મુનિ દેહથી તો અત્યંત ઊદાસીન છે. -
સર્વ ભાવથી ઔદાસિન્ય વૃત્તિ કરી,
માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો. ગમે તેવી ઠંડી હોય પણ દેહ સિવાય બીજો પરિગ્રહ જેને નથી; બાહ્ય દષ્ટિવાળા જીવોને લાગે કે આવા મુનિ બહુ દુઃખી હશે. અરે ભાઈ, એના અંતરમાં તો આનંદના ઊભરા વહે છે કે જે આનંદની કલ્પનાય તને નથી આવી શકતી. ચૈતન્યના એ આનંદની હૂંફમાં ઠંડી-ગરમીનું લક્ષ જ કયાં છે? જેમ મધ્યબિંદુથી દરિયો ઊછળે તેમ ચૈતન્યના અંતરના મધ્યમાંથી મુનિને આનંદના મોજાં ઊછળ્યા છે. આવા મુનિને રોગાદિ થાય તો ભક્તિપૂર્વક ધ્યાન રાખીને ઉત્તમ ગૃહસ્થો પથ્ય આહારની સાથે યોગ્ય ઔષધિ પણ આપે છે-આનું નામ સાધુની વૈયાવૃત્ય છે; તે ગુરુભક્તિનો એક પ્રકાર છે. શ્રાવકના કર્તવ્યમાં પહેલાં દેવપૂજા કહી ને બીજી ગુરુઉપાસના કહી, તેમાં આવા પ્રકારના ભાવ શ્રાવકને હોય છે. મુનિ પોતે તો બોલે નહિ કે મને આવો રોગ થયો છે માટે આવો ખોરાક કે આવી દવા આપો, પણ ભક્તિવાળા શ્રાવકો એનું ધ્યાન રાખે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com