________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬ )
(શ્રાવકધર્મપ્રકાશ ધર્મી જીવ પોતાના આત્મામાં જેમ સમ્યગ્દર્શનાદિ વડે દુ:ખ ટાળવાનો ઉપાય કરે છે તેમ બીજા જીવોને પણ દુઃખ ન થાય, તેમનું દુઃખ મટે એવો કરુણાનો ભાવ તેને હોય છે. જીવદયા પણ જેને ન હોય તેને તો એકેય દાન સાચાં હોતાં નથી. કોઈ જીવને હણવાની કે દુઃખ દેવાની વૃત્તિ ધર્મીને હોતી નથી; બધા જીવો પ્રત્યે કરુણા હોય છે. દુ:ખી જીવો પ્રત્યે કરૂણાપૂર્વક પાત્ર અનુસાર આહાર, ઔષધ કે જ્ઞાન વગેરે આપીને તેનો ભય મટાડે છે. જાઓ, આવા કૂણા પરિણામ શ્રાવકને સહેજે હોય છે.
ખરું અભયદાન તો તેને કહેવાય કે જેનાથી ભવભ્રમણનો ભય ટળે ને આત્મા નિર્ભયપણે સુખના પંથે વળે. અજ્ઞાન અને મિથ્યાત્વ જ જીવને સૌથી મોટા ભયનું ને દુઃખનું કારણ છે; સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન થતાં તે ભય ટળીને આત્મા અભયપણું પામે છે. એટલે જીવોને સમ્યજ્ઞાનના માર્ગમાં જોડવા તે મોટું અભયદાન છે. તેથી ભગવાનને પણ અભયદાતાર (૩મયવયા) કહેવાય છે
ભગવાન અને સંતો કહે છે કે હે જીવ! તું તારું સ્વરૂપ ઓળખીને નિર્ભય થા. શંકાનું નામ ભય છે; જેને સ્વરૂપમાં શંકા છે તેને મરણ વગેરેનો ભય કદી મટે નહિ. સમ્યગ્દષ્ટિ જીવો જ નિઃશંક હોવાથી નિર્ભય છે, તેમને મરણાદિ સાત પ્રકારના ભય હોતા નથી. કુંદકુંદસ્વામી કહે છે કે
સમ્યકત્વવંત જીવો નિઃશંકિત તેથી છે નિર્ભય, અને
છે સપ્ત ભય પ્રવિમુક્ત જેથી તેથી તે નિઃશંક છે. સ્વરૂપની ભ્રાંતિ ટળી ત્યાં ભય ટળ્યો. દેહ જ હું નથી, હું તો આત્મા છું, ત્યાં મારે મરણ કેવું? ને મરણ જ નથી પછી મરણનો ભય કેવો? મિથ્યાત્વમાં મરણનો ભય હતો, મિથ્યાત્વ ટળ્યું ત્યાં મરણાદિનો ભય મટયો. આ સિવાય રોગાદિનો કે સિંહ-વાઘનો ભય થોડો કાળ ભલે મટે પણ જ્યાં સુધી આ ભય ન મટે ત્યાં સુધી જીવને સાચું સુખ થાય નહિ આ રીતે જ્ઞાની સમજાવે છે કે હું ભાઈ! તું તો જ્ઞાનસ્વરૂપ છો; આ દેહુ ને જન્મમરણ એ ખરેખર તારું સ્વરૂપ નથી; અજ્ઞાનથી તે દેહને પોતાનો માનીને તેમાં સુખ કયું છે તેથી તને રોગનો, યુવાનો, મરણાદિનો ભય લાગે છે. પણ દેહથી ભિન્ન વજ જેવું તારું જ્ઞાનસ્વરૂપ છે તે નિર્ભય છે, તેને અંતરમાં જોતાં પર સંબંધી કોઈ ભય તને રહેશે નહિ–આ રીતે અભયસ્વરૂપ સમજાવીને જ્ઞાની સાચું અભયદાન આપે છે, તેમાં બધા દાન સમાઈ જાય છે. પણ જે જીવો આવું સમજવાની લાયકાતવાળા ન હોય એવા દુ:ખી જીવો પ્રત્યે પણ શ્રાવક કરુણા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com