________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૭૫
[૧૧] અભયદાનનું વર્ણન
ઘર્મી જીવ સમ્યગ્દર્શનાદિવડે જેમ પોતાનું દુઃખ ટાળવાનો ઉપાય કરે છે તેમ બીજા જીવો ઉપર પણ તેને કરુણાનો ભાવ આવે છે. જેને જીવદયા જ નથી તેને તો ધર્મ કે દાન સાચાં ક્યાંથી હોય?... ખરું અભયપણું એ છે કે જેનાથી ભવભ્રમણનો ભય ટળે, ને આત્મા નિર્ભયપણે સુખના પંથે વળે. અજ્ઞાન જ સૌથી મોટા ભયનું કારણ છે. સમ્યજ્ઞાનવડે જ તે ભય ટળીને અભયપણું થાય છે, માટે જીવોને સમ્યજ્ઞાનના માર્ગમાં જોડવા તે સાચું અભયદાન છે.
શ્રાવકધર્મના કથનમાં ચાર પ્રકારના દાનનું વર્ણન ચાલે છે; તેમાં આહારદાન, ઔષધદાન તથા જ્ઞાનદાન એ ત્રણનું વર્ણન થયું. હવે ચોથું અભયદાન, તેનું વર્ણન કરે છે
सर्वेषामभयं प्रवृद्धकरुणैर्यद्दीयते प्राणिनां दानं स्यादभयादि तेन रहितं दानत्रयं निष्फलम्। आहारौषधाशास्त्रदानविधिभिः क्षुद्रोगजाडयादयं
यत्तत्पात्रजने विनश्यति ततो दानं तदेकं परम्।। અતિશય કરુણાવંત ભવ્ય જીવો દ્વારા સમસ્ત પ્રાણીઓને જે અભય દેવામાં આવે છે તે અભયાદિ દાન છે. બાકીનાં ત્રણે દાન આ જીવદયા વગર નિષ્ફળ છે. આહારદાનથી ક્ષુધાનો ભય ટળે છે, ઔષધદાનથી રોગનો ભય મટે છે ને શાસ્ત્રદાનથી મૂર્ખતાનો ભય ટળે છે- એ રીતે એ ત્રણે દાનથી પણ જીવોને અભય જ દેવામાં આવે છે; માટે બધા દાનોમાં અભયદાન તે જ એક શ્રેષ્ઠ ને પ્રશંસનીય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com